________________
૮૨
છે
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ ૧૨. ડાબો ઢીંચણ પડિલેહતાં ૪૫ થી ૪૭ બોલ, જમણો ઠીંચણ પડિલેહતા
૪૮ થી ૫૦ બોલ બોલવા. ૩.વાંદણા વિધિ (આ વિધિ અધ્યાપકે ક્રિયા કરી શીખવવી) ૧. ઈચ્છામિ થી મિઉગ્નહ૦ ઉભો રહીને બોલે. ૨. નિસીહિ બોલી પ્રાર્થના કરી અવગ્રહમાં પ્રવેશ કરે
અ... હો કાય કા.....ય બોલતા હાથની ઉપર-નીચે એમ છ વખત આવર્ત વિધિ કરવી.
સંફાસં' બોલતી વખતે ચરવળા પર બંને હાથ રાખી નમન કરે. ૫. જ-ત્તા-ભે, જ-વ-ણિ, જજે-ચ-ભે બોલતા હાથની ઉપર નીચે એમ છે
વખત આવર્ત વિધિ કરવી. ખામેમિ બોલતી વખતે ચરવળા પર હાથ રાખી નમન કરે. આવર્સીિઓએ બોલી અવગ્રહ બહાર નીકળી બાકી સૂત્ર પુરુ કરે. (-મુહપત્તિ અને વાંદણા બંને વિધિની આ અતિ સામાન્ય સમજણ છે. પ્રેક્ટિકલ ક્રિયા કરીને જ આ વિધિ શીખવવી જરૂરી છે.)
૩િ. પદ્ય-વિભાગ) પરમાત્મા સન્મુખ બોલવાની સ્તુતિ સ્મરણ કરે યોગી જનો, જેનું ઘણા સન્માન થી; વળી ઇંદ્ર નર ને દેવ પણ, સ્તુતિ કરે જેની અતિ; એ વેદ ને પુરાણ જેનાં, ગાય ગીતો હર્ષમાં; તે દેવના પણ દેવ વહાલા, જિન વસજો હૃદયમાં. જેનું સ્વરૂપ સમજાય છે, સદ્જ્ઞાન દર્શન યોગથી; ભંડાર છે આનંદના જે, અચળ છે વિકારથી; પરમાત્મની સંજ્ઞા થકી, ઓળખાય જે શુભ ધ્યાનમાં;
તે દેવના પણ દેવ વહાલા, જિન વસજો હૃદયમાં ૩. જે કઠિન કષ્ટો કાપતાં, ક્ષણવારમાં સંસારના;
નિહાળતા જે સૃષ્ટિને જેમ, બોરને નિજ હસ્તમાં, યોગીજનોને ભાસતા જે, સમજતા સૌ વાતમાં; તે દેવના પણ દેવ વહાલા, જિન વસજો હૃદયમાં જન્મ મરણના દુઃખને, નહિ જાણતા કદી જે પ્રભુ; જે મો ક્ષપથ દાતાર છે, ત્રિલોકને જો તા વિભુ; કલંક હિન દિવ્યરૂપ જે, રહેતું નહીં પણ ચંદ્રમાં;