________________
જૈને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪
૨૬. ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય સંદિસાહું ?
ઇચ્છે' કહી, બીજું ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સજઝાય કરુ ? ઈચ્છે,” કહી એક નવકાર ગણી સજઝાય કહેવી, પછી
એક નવકાર ગણવો. પછી ૨૭. ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! દુકુખ-દુખઓ
કમ્મફખઓ નિમિત્ત કાઉસ્સગ્ન કરું ? “ઇચ્છ' દુફખખઓ કમ્મકુખઓ નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્યં કહી સંપૂર્ણ ચાર લોગસ્સનો, ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ન કરવો. પારીને નમોડર્ણત કહી લઘુશાંતિ
કહી, લોગસ્સ કહેવો. ૨૮. ખમાસમણ દઈ અવિધિ આશાનના મિચ્છામિ દુક્કડં દેવું. ૨.મુહપત્તિ પડિલેહણ વિધિઃ (આ વિધિ અધ્યાપકે ક્રિયા કરી શીખવવી) ૧. મુહપતિ ખોલી બંને હાથમાં પકડવી, દૃષ્ટિ પડિલેહણ કરી “સૂત્ર” શબ્દ
બોલવો. ૨. મુહપત્તિ ને બીજી તરફ ફેરવી દષ્ટિ પડિલેહણ કરી “અર્થ” શબ્દ બોલવો. ૩. ત્રીજી વખત મુહપત્તિ પલટાવી દષ્ટિ પડિલેહણ કરતા “તત્ત્વ કરી સદહું”
શબ્દ બોલવા. મુહપત્તિ ની એક ધાર જમણે હાથે હલાવી “સમ્યકત્વ મોહનીય, મિશ્રા મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરુ” બોલવું. મુહપત્તિની બીજી ધાર ડાબે હાથે હલાવી કામરાગ-સ્નેહરાગ-દષ્ટિરાગ પરિહરું” બોલવું. જમણા હાથની આંગળીઓ વચ્ચે પકડીને મુહપત્તિ ને ડાબા હાથની હથેળી થી કોણી તરફ લઈ જતા “સુદેવ સુગુરુ સુધર્મ આદર” કહે. એજ રીતે મુહપત્તિને કોણી થી હથેળી તરફ લઈ જતા કુદેવ-કુગુરુ - કુધર્મ પરિહર્સ” કહે. એજ રીતે બીજી બે વખત આ પ્રમાણે કરતા ૧૪ થી ૧૬ અને ૧૭ થી ૧૯ તથા ૨૦થી ૨૨ અને ૨૩ થી ૨૫ બોલ બોલવા. મુહપત્તિને જમણા હાથમાં જ પકડી રાખી એ જ રીતે ડાબા હાથના પાછળના ભાગમાં મુહપત્તિ ફેરવતા ર૬ થી ૨૮ માં બોલ બોલે. ડાબા હાથમાં મુહપત્તિ લઈ આંગળીઓ વચ્ચે પકડી જમણા હાથના પાછળના ભાગે મુહપત્તિ ફેરવતાં “ભય -- શોક- જુગુપ્સા” પરીહરું બોલે પછી મુહપત્તિ ને બંને હાથે બંને છેડેમી પકડી લલાટે ૩૨ થી ૩૪ બોલ મોઢા પાસે ૩૫ થી ૩૭ બોલ, હૃદય પાસે ૩૦ થી ૪૦ બોલ બંને ખભે થઈને ૪૧ થી ૪૪ બોલ બોલવા.
$
$
$
૧૦.