________________
८८
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ ને દીક્ષા લેવાની ઈચ્છા થઈ, તે દીક્ષા ન લે તે માટે માતા દેવકીએ ઘણાં પ્રયત્નો કર્યા. સોમશર્મા બ્રાહ્મણની પુત્રી સોમા સાથે તેની સગાઈ પણ કરી દીધી. પણ ભગવંત નેમિનાથે જ્યારે માનવભવની દુર્લભતા સમજાવી, આત્માના શુદ્ધ સ્વરૂપ વિશે જણાવ્યું ત્યારે ગજસુકુમાલને વૈરાગ્ય ઉત્પન્ન થયો.
ગજસુકુમાલે ભગવંત નેમિનાથને પૂછ્યું કે મારે મારા આત્માને શુદ્ધ કરવો છે, તો શું કરવું ? પ્રભુ કહે તે માટે તારે દીક્ષા લેવી પડે. ગજસુકુમાલે દીક્ષા લીધી. પછી પણ પહેલો પ્રશ્ન એ જ કર્યો કે હે ભગવંત ! મારે તો જલ્દીથી આ બધાં કર્મો છોડવા છે, તો હવે મારે શું કરવું ? નેમિનાથ ભગવંતે કહ્યું કે તો તું મન-વચન અને શરીરથી કાઉસ્સગ્ગ કર અને તારા શરીરના મોહનો પુરેપુરો
જ
ત્યાગ કર.
ગજસુકુમાલ મુનિતો ભગવંતની આજ્ઞા લઈ નીકળી ગયા. સીધા પહોંચી ગયા શ્મશાન ભૂમિમાં. ત્યાં જઈ કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉભા રહી ગયા. શરીરનો મોહ પુરેપુરો છોડી દીધો. તેને તો આત્મા શુદ્ધ કરવો હતો. મોક્ષે જવું હતું. પુરા ધ્યાનથી કાઉસ્સગ્ગ કરવા લાગ્યા.
તે સમયે સોમશર્મા(સોમીલ) બ્રાહ્મણ શ્મશાન પાસેથી પસાર થયો. તેણે ગજસુકુમાલને કાઉસ્સગ્ગમાં જોયા, સોમીલને થયું કે અરેરે! આ તો સાધુ થઈ ગયો ! મારી દીકરી નો ભવ બગાડ્યો. હવે તેને મારે બરોબરની સજા કરવી જોઈશે. ગજસુકુમાલ મુનિને પણ પૂર્વભવનું કર્મ ઉદયમાં આવેલું હતું. પૂર્વનો વૈરાનુબંધ તો હતો જ.
સોમીલ બ્રાહ્મણ પુરા રોષમાં હતો, ભીની માટી લાવ્યો. ગજસુકુમાલ મુનિના તાજા મુંડાયેલા મસ્તક ઉપર માટીની પાળ બાંધી દીધી. શ્મશાન માં સળગી રહેલ ચિતામાંથી ધગધગતા અંગારા લાવીને ગજસુકુમાલ મુનિના માથામાં ભરી દીધા. સળગતા અંગારાથી મુનિનું માથું ફાટવા લાગ્યું. આખા શરીરમાં ભયંકર વેદના શરૂ થઈ.
પણ આ મુનિએ તો શરીરની મમતા જ છોડી દીધેલી. કાયોત્સર્ગ અર્થાત્ કાયાનો-શરીરનો ત્યાગ કરવાનો દૃઢ સંકલ્પ કરીને જ ઉભા છે. તે તો આત્મસ્વરૂપમાં લીન થઈ ગયા. વિચારવા લાગ્યા કે આ તો શરીર બળે છે. શરીર તો પારકું છે. જે મારો છે તે તો આત્મા છે. આત્મા તો બળતો નથી. કાયોત્સર્ગ ધ્યાનમાં લીન ગજસુકુમાલ મુનિ ત્યાં જ કેવળજ્ઞાન પામી ને મોક્ષે પધાર્યા.