________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨
છે
ભાવરયણ તણા છો, એહ ભાવ ધરી અમો; ઇમ બોલીએ પ્રતિદિન પ્રભાવે, આપને જ નમો નમો. ૨. સૌ પ્રાણી આ સંસારનાં, સન્મિત્ર મુજ વહાલાં થજો;
સદ્ગુણમાં આનંદ માનું, મિત્ર કે વૈરી હજો; દુ:ખિયા પ્રતિ કરુણા અને, દુશ્મન પ્રતિ મધ્યસ્થતા; શુભ ભાવના પ્રભુ ચાર આ, પામો હૃદયમાં સ્થિરતા. ૩. અતિજ્ઞાનવંત અનંત શક્તિ, દોષહીન આ આત્મ છે; ને મ્યાનથી તલવાર પેઠે, શરીરથી વિભિન્ન છે; હું શરીરથી જુદો ગણું, એ જ્ઞાનબળ મુજને મળો; ને ભીષણ જે અજ્ઞાન મારું નાથ ! સત્વર તે ટળો. ૪. સુખ દુઃખમાં અરિ-મિત્રમાં સંયોગ કે વિયોગમાં રખડું વને વા રાજભુવને, રાચતો સુખભોગમાં; મમ સર્વ કાળે સર્વ જીવમાં, આત્મવત્ બુદ્ધિ બધી; તું આપજે મુજ મોહ કાપી, આ દશા કરુણાનિધિ ! ૫. તુજ ચરણ કમળનો દીવડો, રૂડો હૃદયમાં રાખજો; અજ્ઞાનમય અંધકારનો આવાસ તુરત બાળજો; તરૂપ થઈ એ દીવડે, હું સ્થિર થઈ ચિત્ત બાંધતો; તુજ ચરણ યુગ્મની રજ નહીં, હું પ્રેમથી નિત્ય ડૂબતો. ચૈત્યવંદન કરતા પહેલાં બોલાતુ પદ્ય સકલ કુશલવલ્લી, પુષ્કરાવર્ત્તમેઘો, દુરિત તિમિર ભાનુઃ કલ્પવૃક્ષોપમાનઃ; ભવજલનિધિપોતઃ સર્વ સંપત્તિ હેતુ:; સ ભવતુ સતતં વઃ શ્રેયસે શાંતિનાથઃ ચૈત્યવંદન
૧. સામાન્ય જિન ચૈત્યવંદન પરમેશ્વર ૫રમાતમા, પાવન પરમિટ્ટુ, જય જગગુરુ દેવાધિદેવ, નયણે મેં દિઢ . ૧ અચલ અકલ અવિકાર સાર, કરુણારસ સિંધુ ; જગતિ જન આધાર એક, નિષ્કારણ બંધુ ૨
૩૩