________________
૩૪
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ ગુણ અનંત પ્રભુ તાહરા એ, કિમહિ કહ્યા ન જાય; રામ પ્રભુ જિનધ્યાનથી, ચિદાનંદ સુખ થાય ૩.
૨. શ્રી આદિનાથ જિન ચૈત્યવંદન આદિદેવ અલવેસરુ, વિનીતાનો રાય, નાભિરાયા કુલ મંડણો, મરુદેવા માય. ૧ પાંચશે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાળ, ચોરાશી લખ પૂર્વનું, જસ આયુ વિશાલ. ૨ વૃષભલંછન જિન વૃષધ એ, ઉત્તમ ગુણમણિ ખાણ; તસ પદપધ સેવન થકી, લહીએ અવિચળ ઠાણ. ૩.
૩. શ્રી પાર્શ્વનાથ જિન ચૈત્યવંદન આશ પૂરે પ્રભુ પાસજી, ટોડે ભવ પાસ; વામાં માતા જનમીયા, અહિ લંછન જાસ. ૧ અશ્વસેન સુત સુખક, નવ હાથની કાયા; કાશી દેશ વાણારસી, પુણ્ય પ્રભુ આયા. ૨ એકસો વરસનું આઉખું એ, પાળી પાર્શ્વકુમાર; પદ્મ કહે મુગતે ગાયા, નમતાં સુખ નિરધાર. ૩
સ્તવન
સામાન્ય જિન સ્તવન આજ મારા પ્રભુજી ! સામું જુઓને, “સેવક' કહીને બોલાવો રે; એટલે હું મનગમતું પામ્યો, રૂઠડાં બાળ મનાવો, મારા સાંઈ રે, આજ. ૧ પતિતપાવન શરણાગતવત્સલ, એ જશ જગમાં ચહાવો રે; મનરે મનાવ્યા વિણ નહિ મૂકું, એહી જ મારો દાવો. મારા. આજ. ૨ કબજે આવ્યા તે નહિ મૂકું, જિહાં લગે તુમ સમ થાવું રે; જો તુમ ધ્યાન વિના શિવ લહિએ, તો તે દાવ બતાવો. મારા. ૩ મહાગોપ ને મહાનિર્યામક, ઇણિપરે બિરુદ ધરાવો રે; તો શું આશ્રિતને ઉદ્ધરતાં, બહુ બહુ શું કહાવો. મારા. આજ. ૪ “જ્ઞાનવિમલ” ગુરુનો નિધિ મહિમા, મંગલ એહી વધાવો રે; અચળ અભેદપણે અલવંબી, અહોનિશ એહી દિલ ધ્યાવો. મારા. ૫