________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨
થોયના જોડા ૧. શ્રી આદિનાથ જિન થાય આદિ જિનવર રાયા, જાસ સોવન કાયા; મરુદેવી માયા, ધોરી લંછન પાયા; જગસ્થિત નિપાયા, શુધ્ધ ચારિત્ર પાયા; કેવલ સિરિ રાયા, મોક્ષ નગરે સિધાયા ૧ સવિ જિન સુખકારી, મોહ મિથ્યા નિવારી; દુર્ગતિ દુઃખ ભારી, શોક સંતાપ વારી; શ્રેણી ક્ષેપક સુધારી, કેવલાનંત ધારી; નમીએ નર-નારી, જેહ વિશ્વોપકારી ૨ સમવસરણે બેઠા, લાગે જે જિનજી મીઠા; કરે ગણપ પઈઢા, ઇંદ્ર ચંદ્રાદિ દિઢા; દ્વાદશાંગી વરિઢા, ગુંથતા ટાલે રિઢા ભવિજન હોય હિટ્ટા, દેખી પુજે ગરિઢા ૩ સુર સમકિત વંતા, જેહ ઋદ્ધ મહેતા, જેહ સજજન સંતા, ટાળીએ મુજ ચિંતા, જિનવર સેવંતા, વિપ્ન વારે દુરંતા; જિન ઉત્તમ થર્ણતા, પાને સુખ દિતા ૪
૨. શ્રી પાર્શ્વનાથ જિન થાય શંખેશ્વર પાસજી પૂજીયે, નરભવનો લ્હાવો લીજીયે; મન વાંછિત પૂરણ સૂરત, જય વામા સુત અલવેસરું 1 દોય રાતા જિનવર અતિ ભલા, દોય ધોળા જિનવર ગુણનીલા દોય નીલા દોય શામળ કહ્યા, સોળે જિન કંચન વર્ણ લહ્યા ૨ આગમ તે જિનવરે ભાખીયો, ગણધર તે હિયડે રાખીયો; તેનો રસ જેણે ચાખીયો, તે હુઓ શિવસુખ સાખીઓ ૩. ધરણે ન્દ્રરાય પદ્માવતી, પ્રભુ પ્રાર્થતણા ગુણ ગાવતી સહુ સંઘના સંકટ ચુરતી, નવિમલના વાંછિત પુરતી ૪
૩. સામાન્ય જિન થાય ભીડ ભંજન પ્રાર્થ પ્રભુ સમરો, અરિહંત અનંતનું ધ્યાન ધરો જિન આગમ અમૃત પાન કરો, શાસન દેવી સવિ વિઘ્ન હરો
* આ થોય ચાર વખત બોલી શકાય છે. તેમા “પાર્થ” ને સ્થાને જે પ્રભુનું નામ મૂકવું હોય તે મૂકી શકાય. જેમકે આદિ, શાંતિ, નેમિ વગેરે.