________________
૩૬
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨
(૪. કથા - વિભાગ
કથા: ૧ - અઈમુત્તો પોલાસપુર નગરમાં વિજય રાજા અને શ્રીદેવી રાણીને અતિમુક્ત નામે પુત્ર હતો. તે છ વર્ષનો થયો તે વખતે ગૌતમસ્વામી છઠ્ઠને પારણે ગૌચરી માટે જતા હતા. તેને જોઈને અતિમુક્ત પૂછ્યું કે આપ કોણ છો? કેમ ફરો છો?
ગૌતમ સ્વામી બોલ્યા અમે સાધુ છીએ અને ગોચરી લેવા જઈએ છીએ. અતિમુક્ત કુમાર કહે ચાલો મારા ઘરે પધારો આમ, તેણે ગૌતમસ્વામીને ભિક્ષા વહોરાવી ફરી તેણે પૂછ્યું, ભગવદ્ આપ ક્યાં રહો છો? ગૌતમસ્વામી બોલ્યા વીર પરમાત્મા મારા ગુરુ છે. અમે તેની સાથે રહીએ છીએ. બાળક તેની સાથે ચાલ્યો. ભગવંતની વાણી સાંભળી ઘેર આવીને માતા-પિતા ને કહ્યું કે હું દિક્ષા લેવા માંગુ છું ત્યારે તેના માતા-પિતાએ કહ્યું કે બેટા, હજી તું નાનો છે. પરંતુ અતિમુક્ત માતાપિતાને સમજાવીને દીક્ષા લીધી.
એક વખત સ્થવિર મુનિવર સાથે થંડીલ જતા અતિમુક્ત મુનિએ જોયું કે ખાડાઓમાં પાણી ભરાયેલા છે, નાના બાળકો ખાખરાના પાનની હોડી બનાવીને તરાવી રહ્યા છે. અતિમુક્ત પણ પોતાનું પાત્ર પાણીમાં તરવા મુક્યું. આ જોઈ વિર મુનિએ તેમ કરવાની ના પાડી તેને વીર પ્રભુ પાસે લાવ્યા.
વીર પ્રભુએ સમજાવ્યું આ હજી નાનો છે એને શાંતિથી સમજાવીને શીખવો. અને વીરપ્રભુ કેવળજ્ઞાની હોવાથી તે જાણતા હતા કે અતિમુક્ત તેમના બધાં શિષ્યો કરતાં વહેલો મોક્ષે જવાનો છે.
આગળ અભ્યાસ કરતાં કરતાં અતિમુક્ત ઈરીયાવહીયા બોલતાં હતાં અને તેમાં આવ્યું પણગ-દગ-મટ્ટી અને તેમને ભાન થયું કે નાના હતા ત્યારે તેમણે પાણીમાં પાત્ર તરાવ્યું હતું. આ તો પાપ કહેવાય, આમ પાણીમાં પાત્ર તરાવાથી તો જીવજંતુ મરી જાય માટી ને પાણીની વિરાધના થાય આ તો મહાપાપ કહેવાય મેં આવું કર્યું. આમ ભાવથી વિચારતાં-વિચારતાં પાપનું પ્રાયશ્ચિત કર્યું અને ત્યાંજ કેવળજ્ઞાન થયું અને કાળક્રમે મોક્ષે ગયા.
“જોયું બાળકો અત્તિમુક્ત આટલું નાનું પાપ કર્યું. અને તેમના દિલમાં કેટલું દુઃખ પહોંચ્યું કે મેં જીવની હિંસા કરી અરેરે ! ધિક્કાર છે મારા જીવને ! ફક્ત ઇરિયાવહી કરતા તે કેવળજ્ઞાન પામી ગયા.
બાળકો આપણે રોજિંદા પાપ તો કરીએ છીએ પરંતુ તેનું પ્રાયશ્ચિત નથી કરતાં પરંતુ આપણે મહાપાપ જેવાકે ફટાકટા ફોડવા, હોળી રમવી, પંતગ ઉડાવવા, એ તો રોકીજ શકીએ ને? તો આજ થી આ બધા માટે બાધા લઈ લો.