________________
૧૭૦
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ૧૦. “
મિચ્છા મિ દુક્કડ' એટલે શું? તેનો શબ્દાર્થ છે. મારું પાપ મિથ્યા થાઓ'ભાવાર્થ એ છે કે હું અપરાધી
છું. હવે પછી તે અપરાધ કરીશ નહીં. હું તેની ક્ષમા માગું છું. ૧૧. જંબૂ દીપ ના મહાવિદેહ ક્ષેત્રમાં હાલ ક્યા તીર્થકર વિચરે છે?
હાલમાં અહીં સીમંધર સ્વામી, યુગમંધર સ્વામી, બાહુ સ્વામી અને
સુબાહુ સ્વામી એ ચાર તીર્થકર વિચરે છે. ૧૨. આપણા જંબૂદ્વીપ માં કેટલા સૂર્ય અને ચંદ્ર છે?
આપણા જંબુદ્વીપમાં બે સૂર્ય અને બે ચંદ્ર છે ૧૩. એકેન્દ્રિય વગેરે જીવોને કઈ કઈ ઈન્દ્રિય હોય છે?
એકેન્દ્રિયને ફક્ત શરીર હોય, બે ઈન્દ્રિયને શરીર અને જીભ, તેઈન્દ્રિયને શરીર, જીભ અને નાક, ચઉરિન્દ્રિયને શરીર, જીભ, નાક અને આંખ,
પંચન્દ્રિયને કાન સહિત પાંચ ઈન્દ્રિય હોય છે. ૧૪. પર્યાતિ એટલે શું? તેના ભેદ જણાવો.
પર્યાતિ એટલે સંસારી જીવને જીવન જીવવામાં ઉપયોગી શક્તિ. તેના છ ભેદ છે ૧. આહાર, ૨. શરીર, ૩. ઈન્દ્રિય, ૪. શ્વાસોચ્છવાસ
૫. ભાષા અને ૬. મન ૧૫. જ્યોતિષ્ક દેવોના ભેદ જણાવો.
જ્યોતિષ્ક દેવો પાંચ પ્રકારના છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા.