________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
૯.
૧૬૯
૭. સામાન્ય (તત્વજ્ઞાન) પ્રશ્નો
આ અવસર્પિણીમાં થયેલા નવ વાસુદેવના નામ આપો.
ત્રિપૃષ્ઠ, દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરષોત્તમ, પુરિસસિંહ, પુરુષપુંડરિક, દત્ત, લક્ષ્મણ, અને કૃષ્ણ એ નવ વાસુદેવ આ અવસર્પિણીમાં થયા. આ અવસર્પિણીમાં થયેલા નવ પ્રતિવાસુદેવના નામ આપો. અશ્વગ્રીવ, તારક, મેરાક, મધુ, નિકુંભ, બલિ, પ્રહ્લાદ, રાવણ અને જરાસંધ એ નવ પ્રતિવાસુદેવ આ અવસર્પિણીમાં થયા.
કોઈપણ સમયે વધુમાં વધુ તીર્થંકર, કેવલી અને સાધુ કેટલા હોય ? વધુમાં વધુ (ભાવ) તીર્થકર ૧૭૦, કેવળજ્ઞાની ૯ કરોડ અને સાધુ ૯૦ અબજ હોય તેથી વધુ સંખ્યામાં કદી ન હોય.
કોઈપણ સમયે ઓછામાં ઓછા તીર્થંકર, કેવલી અને સાધુ કેટલા હોય? ઓછામાં ઓછા (ભાવ) તીર્થકર-૨૦, કેવળજ્ઞાની ૨ કરોડ અને સાધુ ૨૦ અબજ હોય તેથી ઓછા કદી ન હોય.
વૈરાગ્ય માટે ભાવવાની બાર ભાવનાઓના નામ જણાવો.
અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આશ્રવ, સંવર, નિર્જરા, લોકસ્વભાવ, બોધિદુર્લભ અને સુકથિતધર્મ એ બારભાવના વૈરાગ્યબુદ્ધિ માટે ભાવવી જોઈએ.
નવ લોકાંતિક દેવો ના નામ આપો. તેમનું વિશિષ્ટ કર્તવ્ય જણાવો. પાંચમાં દેવલોકના છેડે રહેતા આ નવ લોકાંતિક દેવો - સારસ્વત,આદિત્ય, વહ્નિ, અરુણ, ગર્દતોય, તૃષિત, અવ્યાબાધ, મરુત અને અરિષ્ટ છે. તેઓ પરમાત્માને દીક્ષા અવસર જણાવી તીર્થ પ્રવર્તાવવા વિનંતી કરે છે. સંજ્ઞાના ચાર ભેદોના નામ આપો.
જીવને ૧.આહા૨, ૨.ભય, ૩.મૈથુન અને ૪ પરીગ્રહ સંજ્ઞા હોય છે. જેમાં અનંતા જીવો રહેલા હોય તે વનસ્પતિનું નામ શું ?
અનંતા જીવો એક શરીરને આશ્રિને રહેલા હોય તેવી વનસ્પતિને સાધારણ વનસ્પતિ કહે છે. જે ખાવાની મનાઈ કરેલી છે.
કાય કોને કહેવાય છે ? તેના કેટલા ભેદ છે ?
જીવ જે શરીરમાં ઉત્પન્ન થાય છે. તેને કાય કહે છે. તેના છ ભેદ છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય.