________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬
તેં મોએઉ અ નંદિં, પાવેઉ અ નંદિસેણમભિનંદિ, પરિસાવિ અ સુહ-નંદિ, મમ ય દિસઉ સંજમે નં. ૫૩૭ણા ગાહા પક્ષિઅ-ચાઉમ્માસિઅ, -સંવચ્છરિએ અવસ્સ ભણિઅવ્યો, સોઅવ્વો સર્વોહિં, ઉવસગ્ગ-નિવારણો એસો. ॥૩૮॥ જો પઢઈ જો અ નિસુણઈ, ઉભઓ કાલંપિ અજિઅસંતિથયું, ન હુ હુંતિ તસ્સ રોગા, પુર્વોપન્ના વિ નાસંતિ ॥૩૯ા જઈ ઈચ્છહ પરમપયં, અહવા કિર્ત્તિ સુવિત્થš ભુવણે ; તા તેલુક્યુદ્ધરણે, જિણવયણે આયર કુણહ ॥૪૦॥
૧૪૧
અજિતશાંતિ : શ્રી નંદિષણસૂરિનું રચેલું આ અજિતનાથ અને શાંતિનાથનું સ્તવન છે. ૫૯. શ્રાવક પાક્ષિકાદિ મોટા અતિચાર
નાણમ્મિ દંસમ્મિ અ, ચરણસ્મિ તવમ્યિ તહ ય વીરિયમ્મિ, આયરણું આયારો, ઈઅ એસો પંચહા ભણિઓ ।।૧।।
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, એ પંચવિધિ આચાર માંહી અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર, જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
તત્ર ‘જ્ઞાનાચારે’ આઠ અતિચાર—
કાલે વિણએ બહુમાણે ઉવહાણે તહ અનિર્ણાવણે; વંજણ-અત્ય-તદુભએ, અટ્ટવિહો નાણમાયારો. ॥૧॥
જ્ઞાન કાળવેળાએ ભણ્યો ગણ્યો નહીં અકાળે ભણ્યો વિનય-હીન, બહુમાન હીન; યોગઉપધાન હીન, અનેરા કને ભણી અનેરો ગુરુ કહ્યો. દેવ-ગુરુ વાંદણે, પડિક્કમણે સજ્ઝાય કરતાં, ભણતાં, ગણતાં, કૂડો અક્ષર કાને માત્રાએ અધિકો-ઓછો ભણ્યો, સૂત્ર કૂડું કહ્યું, અર્થ ફૂડો કહ્યો, તદુભય કૂડાં કહ્યાં, ભણીને વિસાર્યાં, સાધુતણે ધર્મે કાજે અણઉદ્ધર્યે, દાંડો અણપડિલેહે, વસતિ અણશોધે, અણપવેસે, અસજ્ઝાય અણોજ્ઝાય માંહે શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભણ્યો-ગુણ્યો, શ્રાવકતણે ધર્મે સ્થવિરાવલિ, પડિક્કમણાં ઉપદેશમાલા પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગણ્યો, કાળવેળાએ કાજો અણઉદ્ધર્યે પઢ્યો.
જ્ઞાનોપગરણ-પાટી, પોથી, ઠવણી, કવલી, નવકારવાલી, સાપડા, સાપડી, દસ્તરી, વહી, કાગળિયા, ઓલિયા પ્રમુખ પ્રત્યે પગ લાગ્યો, થૂંક લાગ્યું, થૂંકે કરી અક્ષર ભાંજ્યો, ઓશીસે ધર્યો, કને છતાં આહાર નિહાર કીધો, જ્ઞાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધી, પ્રજ્ઞાપરાધે વિણાસ્યો, વિણસતાં ઉવેખ્યો; છતી શક્તિએ સાર-સંભાળ ન કીધી, જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ મત્સર ચિંતવ્યો. અવજ્ઞા આશાતના કીધી. કોઈ પ્રત્યે ભણતાં ગણતાં અંતરાય કીધો. આપણા જાણપણાતણો ગર્વ ચિંતવ્યો. મતિજ્ઞાન, શ્રતુજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, એ