________________
૧૧૧
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫
ચૈત્યવંદન ૧. શ્રી સીમંધર જિનચૈત્યવંદન શ્રી સીમંધર વીતરાગ, ત્રિભુવન તુમે ઉપગારી; શ્રી શ્રેયાંસ પિતા કુળે, બહુ શોભા તુમારી.૧ ધન્ય ધન્ય માતા સત્યકી,જેણે જાયો જયકારી ; વૃષભ લંછન બિરાજમાન, વંદે નર નારી. ૨ ધનુષ પાંચસે દેહતી એ, સોહીએ સોવન વાન ; કીર્તિવિજય ઉવજઝાયનો, વિનય ધરે તુમ ધ્યાન. ૩
૨. શ્રી સિદ્ધાચલનું ચૈત્યવંદન શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવ પાર ઉતારે. ૧ અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય; પૂર્વ નવ્વાણું ઋષભદેવ, જયાં ઠવિયા પ્રભુ પાય રે સૂરજકુંડ સોહામણો, કવડજા અભિરામ, નાભિરાયા કુલમંડણો, જિનવર કરું પ્રણામ. ૩
-: સ્તવન:
૧. શ્રી સીમંધર જિન સ્તવન પુખલવઈ વિજયે જયો રે, નયરી પુંડરીગિણી સાર; શ્રી સીમંધર સાહિબા રે, રાય શ્રેયાંસકુમાર
નિણંદરાય ! ધરજો ધર્મસનેહ. ૧ મોટા નાના અંતરો રે, ગિરુઆ નવિ દાખત; શશિ દરિશન સાયર વધે રે, કૈરવ વન વિકસંત. જિ ૨ ઠામ કુઠામ નવિ લેખવે રે, જગ વસંત જલધાર, કર દોય કુસુમ વાસીયે રે, છાયા સવિ આધાર. જિ ૩ રાય રંક સરિખા ગણે રે, ઉદ્યોતે શશી સૂર; ગંગાજલ તે બિહુ તણા રે, તાપ કરે સવિ દૂર જિ ૪ સરિખા સહુને તારવા રે, તિમ તુહે છો મહારાજ, મુજશું અંતર કિમ કરો રે ? બાંહ્ય ગ્રહ્યાની લાજ, જિ. ૫