SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ સ્નાત્ર ભણાવવાની વિધિ નોંધઃ આ શ્રેણી ૫ ના વિશેષ અભ્યાસમાં સ્નાત્ર-મુખપાઠ કરવાનો છે. સ્નાત્ર કઈરીતે ભણાવવું તે (પ્રેક્ટિકલ) ક્રિયા દ્વારા જ શીખવાનું રહેશે. ( ૩.પદ્ય-વિભાગ) પરમાત્મા સન્મુખ બોલવાની સ્તુતિ ૧. ત્રિલોકમાં વ્યાપી રહ્યા છે, સિદ્ધ ને વિબુદ્ધ જે; નહિ કર્મ કેરા બંધ જેને, ધૂર્ત સમ ધૂતી શકે ; વિકાર સૌ સળગી જતા, મન મસ્ત થાતાં ધ્યાનમાં ; તે દેવના પણ દેવ વહાલા, જિન વસજો હૃદયમાં, ૨. સ્પર્શ તલભર તિમિર કેરો, થાય નહિ જેમ સૂર્યને ; તેમ દુષ્કલંકો કર્મના, અડકી શકે નહીં આપને ; જે એક ને બહુરૂપ થઈ, વ્યાપી બધે વિરાજતો ; તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માંગતો. ૩. રવિ તેજ વિણ પ્રકાશ જે, ત્રણ ભુવનને અજવાળતો ; તે જ્ઞાનદીપ પ્રકાશ તારા, આત્મ માંહે દીપતો ; જે દેવ મંગલ બોધ મીઠા, મનુજ ને નિત્ય આપતો ; તેવા સુદેવ-સમર્થ નું, સાચું શરણ હું માંગતો. ૪. જો થાય દર્શન સિદ્ધનાં, તો વિશ્વદર્શન થાય છે ; જેમ સૂર્ય રૂપ દીવા થકી, સુસ્પષ્ટ સૌ દૈખાય છે ; આદિ અનાદિ દેવ જે, અજ્ઞાન તિમિર ટાળતો ; તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માંગતો. ૫. જેણે હણ્યા નિજ બળ વડે, મન્મથ ને વળી માનને; જેણે હણ્યા આ લોકના, ભય શોક ચિંતા મોહને; વિષાદને નિદ્રા હણ્યા, જેમ અગ્નિ વૃક્ષો બાળતો; તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માંગતો.
SR No.008042
Book TitlePandita Virvijayji Jain Educational Certificate Course
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherPanditvaryashri Virvijayji Upashray Ahmedabad
Publication Year2002
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Education
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy