________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬
૧૬૧ લાગ્યા. પોતાના અકૃતજ્ઞપણાને કે મારા પોતાના પિતાને, ભૂલીને હું અહીં પડ્યો છું.
વડીલ ભાઈની (રાજાની) રજા લઈને નીકળે છે, પોતાના પિતા (ઋષિમુનિ) સોમચંદ્રને મળવા. વડીલભાઈ પણ સાથે આવે છે. વલ્કલ-ચિરી ત્યાં જઈને પોતાના પૂર્વે ગોઠવી રાખેલા તાપસપણાના ઉપકરણો કાઢે છે. જુએ છે તો બાર વર્ષના ધુળના થર ચડી ગયા છે.
પોતાના વસ્ત્રથી પ્રમાર્જન કરતાં ઉપકરણ સાફ કરી રહ્યા છે. પ્રાર્થના કરતી વેળા મનમાં ઉહાપોહ થાય છે કે ધિક્કાર છે મારી જાતને ! મારા કિંમતી બારવર્ષ ભૌતિક સુખમાં જવા દીધાં. એમ વિચારતાં જાતિ
સ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ યાદ આવ્યો. દીક્ષા લીધી હતી. અને સાધુ પણાની વિરાધના કરી હતી . મનમાં ને મનમાં ધિક્કાર છૂટ્યો અહો આવું મહાન સાધુ પણું હું આરાધી ન શક્યો.
હાથ વડે તો પ્રમાર્જના ચાલુ હતી. પણ મનમાં પડિલેહણા- પ્રમાર્જનાના વિચારોએ તેને શુકલધ્યાનની ધારાએ ચઢાવી દીધાં. ત્યાં ને ત્યાં ભવ્ય પડિલેહણાથી વલ્કચીરીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અને કાળક્રમે મોક્ષે ગયા.
“વલ્કચિરિ પડિલેહણા કરતાં કરતાં પ્રમાર્જના (જીવની રક્ષા) નું એટલું બધું ધ્યાન રાખતાં હતા કે એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને મોક્ષે ગયા.
આપણે પણ જીવની રક્ષા એટલે જયણા કરવી જોઈએ. નાનામાં નાના જીવની રક્ષા કરવી જોઈએ. અને ઘરમાં જયણાના સાધનોનો ઉપયોગ કરવો જ જોઈએ.
૨. કથા - બાહુબલી બાહુબલી એક બળવાન્ પુરુષ હતો. બાહુબલીનો – ભાઈ ભરત હતો. ભરતને મારી નાખવા ઉગામેલી મુઠ્ઠી વડે રણભૂમિમાં જ કેશલોચ કર્યો. અને સાધુ બન્યા.
બાહુબલીએ કાયોત્સર્ગ શરૂ કર્યો. મનમાં પ્રતીજ્ઞા કરી કે કેવળજ્ઞાન થયા પછી જ પ્રભુ પાસે જવું, જેથી નાના ભાઈઓને વંદન ન કરવું પડે.
અત્યંત સ્થિરતા પૂર્વક કાયોત્સર્ગ કરી રહ્યા છે. ગ્રીષ્મઋતુનો બળબળતો બપોર તેને અકળાવતો નથી, ધૂળના થર શરીરે જામવા માંડ્યા, પછી શરૂ થાય