________________
૧૬૦
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ભરતાદિક ક્ષેત્રો મળી હોવે, ચાર નામ ચિત્ત ધારેજી, તેણે ચારે એ શાશ્વતા જિનવર, નમિયે નિત્ય સવારે જી. -૧ઉર્ધ્વ અધો તિચ્છ લો કે થઈ, કોડિ પરસે જાણોજી. ઉપર કોડિ બહેતાલીશ પ્રણમો, અડવન લખ મન આણોજી. છવીસ સહસ અસી તે ઉપરે, બિબતણો પરિમાણો જી. અસંખ્યાત વ્યંતર જયોતિષમાં, પ્રણમો તે સુવિહાણો જ. - ૨ - રાયપાસેણી જીવાભિગમે, ભગવતી સૂત્રો ભાખીજી, જંબૂલીપ પત્તિ ઠાણાંને, વિવરીને ઘણું દાખીજી. વળી અશાશ્વતી જ્ઞાતાકલ્પમાં, વ્યવહાર પ્રમુખે આખીજી. તે જિન પ્રતિમા લોપે પાપી, જિહાં બહુ સૂત્ર છે સાખીજી –૩એ જિન પૂજાથી આરાધક, ઈશાન ઈંદ્ર કહાયાજી. તેમ સૂરિયાભ પ્રમુખ બહુ સુરવર, દેવી તણા સમુદાયાજી, નંદીશ્વર અઢાઈ મહોત્સવ, કરે અતિ હર્ષ ભરાયાજી , જિન ઉત્તમ કલ્યાણક દિવસે, પદ્મવિજય નમે પાયાજી . -૪
૪ કથા-વિભાગ
૧. કથા - વલ્કલગિરિ વલ્કલચિરિ નામનો એક સરળ અને અજ્ઞાન બાળક હતો. તે ઋષિમુનિ (સોમચંદ્ર) ના આશ્રમ માં જ ઉછરેલો, અને ત્યાં તેમની પાસે જ રહેતો.
એક વખત પ્રસન્નચંદ્ર રાજાના કહેવાથી વેશ્યાઓ આ બાળક ને શહેરમાં લઈ આવી હતી. ત્યાં પ્રસન્નચંદ્ર રાજાનું શાસન ચાલતું હતું. આ બાળક તો સાવ સરળ અને નમ્ર હતો. નગરમાં ફરતાં ફરતાં સર્વેને કહે કે હે તાત (પિતાજી) ! વંદન કરું છું, બધાં તેની મશ્કરી કરે છે. આ તો પાગલ લાગે છે. બધાં એના પર હસ્યા કરે છે.
વેશ્યા આ બાલઋષિ (વલ્કલચિરિ)ને પોતાના ઘરમાં લાવી. પોતાની પુત્રી સાથે તેના વિવાહ કર્યા, પરંતુ આ બાળક તો સાવ અજ્ઞાન છે. તેને તો કાંઈ જ ખબર નથી.
રાજાને જાણ થઈ કે આ તો મારી નાનો ભાઈ છે, રાજા તેના રાજમહેલમાં વાજતે-ગાજતે લઈ ગયા. અહીં આ બાલઋષિતો ખુશ થઈ ગયા. રાજમહેલમાં સુખથી રહેવા લાગ્યા. આમ ને આમ ભૌતિક સુખ ભોગવતા – ભાગવતાં બાર વર્ષ વીતી ગયાં. ત્યારે વલ્કલચિરિને ભાન થયું અને પોતાની જાતને ધિક્કારવા