________________
૧૫૯
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ૩. નમુત્થણે સૂત્રથી જયવીયરાય સુધી સંપૂર્ણ કહેવું પછી૪. ખમાબ ઈચ્છા સંથારા પોરિસિ ભણવા મુહપત્તિ પડિલેહું? ઇચ્છે કહી મુહપત્તિ પડિલેહીને, સંથારા પોરિસિ કહેવી.
૩. પદ્ય - વિભાગ પરમાત્મા સન્મુખ બોલવાની સ્તુતિ -
તન ધન સ્વજન સૌ પર પદાર્થો, મોહ તેનો ત્યાગીને, આનંદ સાગ૨માં બને મન મગ્ન જયારે જાગીને. પરમાત્મ જ્યોતિ તે સમે, ભાસે અનુપમ ત્યાં અહો, દેજો પરમપદ પ્રાપ્તિ મુજને, એહ અરજી ઉર ઘરું. સંસાર વૃદ્ધિ કારણો સૌ કામ ભોગ કથાદિતો, ચિરકાલ પામ્યા શ્રવણ પરિચય ને અનુભવ પૂરતો. પરમાત્મ જયોતિ મુક્તિ હેતુ, સ્વાનુભૂતિ ના કરી,
દેજો પરમપદ પ્રાપ્તિ મુજને, એહ અરજી ઉર ધરું. (૩) અતિગહન આતમતત્ત્વ તેનો બોધ પણ દુર્લભ ઘણો,
વળી વચનથી વર્ણન સુલભ તેનું જરાયે ના ગણો. સુ જ્ઞાની શરણે આત્મલક્ષે સુગમ તોય અવશ્યએ, દેજો પરમપદ પ્રાપ્તિ મુજને એક અરજી ઉર ઘરું. જે પણ પ્રકાશે જ્ઞાન નિજનું જ્ઞાન સમ્યફ તે કહો, તેની પ્રતીતિ અચળ વર્તે શુદ્ધ દર્શન તે કહો. સદ્ જ્ઞાન દર્શન સહસ્વરૂપે ધૈર્ય ચારિત્રે કરું, દેજો પરમપદ પ્રાપ્તિ મુજને એક અરજી ઉર ઘ. સજ્ઞાન દર્શન ચરણ આદિ બાણ અનુપમ ધારીને, જડ રૂપ બાહ્ય પદાર્થ સર્વે વેધ્યરૂપ નિર્ધારીને. શુદ્ધાત્મ રૂપ સમરાંગણે સૌ કર્મ અરિ જયારે હણું . દેજો પરમપદ પ્રાપ્તિ મુજને, એહ અરજી ઉર ઘરું.
થોયનો જોડો ઋષભ ચંદ્રાનન વંદન કીજે, વારિપેણ દુ:ખ વારે જી, વર્ધમાન જિનવર વળી પ્રણમો, શાશ્વતનામ એ ચારે જી.