________________
૧૫૮
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ૯. ખમા ઈચ્છા ઉપધિ સંદિસાહું? ઈચ્છે, ખમા ઈચ્છા ઉપધિ પડિલેહું?
ઈચ્છે કહી. ૧૦. પ્રથમ ખેસનું પડિલેહણ કરીને પછી બાકીના સર્વ વસ્ત્રો પડીલેહવા. ૧૧. પછી કોઈ એકે દંડાસણ લઈ તેને પડીલેહી ઇરિયાવહિયા સંપૂર્ણ કરવા,
પછી જયણા પૂર્વક કાજો લેવો, પછી સૂપડીમાં લઈને તેમાં જીવજંતુ કલેવર
તપાસીને કાજો વિધિપૂર્વક પરઠવવો. ૧૨. પછી ગમણાગમણે આલોવે. પછી સંધ્યાકાળના દેવવંદન કરવા.
૧૧.સ્થડિલ પડિલેહવાનો વિધિ પ્રતિકમણ કરતા પહેલાં (જો રાત્રિ નો પૌષધ હોય તો) સ્થડિલ પડિલેહણ (માંડલા) ની વિધિ કરવી. (જે વિધિ અભ્યાસ સૂત્રમાં આપેલી છે)
૧૨. પૌષધ પારવાની વિધિ ૧. દિવસ પૌષધવાળા ને સાંજે પ્રતિક્રમણ કર્યા પછી સમય થાય ત્યારે ૨. ખમા દઈને ઇરિયાવહિયા કરી, ચીક્કસાયથી જયવીયરાય સુધી
(જેમ દેવસિય પ્રતિક્રમણ કરનારા કરે છે તેમ) કહીને. ખમા ઈચ્છા મુહપત્તિ પડિલેહું? ઇચ્છે, કહી મુહપતિ પડિલેહી. ખમા ઈચ્છા પોસહ પારું? યથાશક્તિ, ખમા ઈચ્છા પોસહ પાર્યો. તહત્તિ, (કહી ચરવળા ઉપર જમણો હાથ સ્થાપી એક નવકાર ગણીને સાગરચંદો સૂત્ર બોલીને પૌષધ પારવો પછી ખમા ઈચ્છા મુહપત્તિ પડિલેહું ઇચ્છું, કહી મુહપત્તિ પડિલેહી ખમા ઇચ્છા સામાયિક પારું? યથાશક્તિ, ખમા ઈચ્છા સામાયિક પાર્યું, તહત્તિ, કહી ચરવળા ઉપર જમણો હાથ સ્થાપી એક નવકાર ગણી સામાઈએ વયજુરો બોલવો. (સામાયિક પારવી)
૧૩. સંથારા પોરિસિનો વિધિ
(રાત્રિ પૌષધ કરનારા માટે) ૧. ખમા ઈચ્છા બહુપડિપુન્ના પોરિસિ! તહત્તિ, ખમા ઇચ્છા ઇરિયાવહિય
પડિક્કમામિ? ઇચ્છ. કહી ઇરિયાવહિયા કરવી. ખમા ઇચ્છા બહુ પડિપુત્રાપોરિસિ રાઈ સંથારએ ઠાઈનું ? ઇચ્છ, કહી ચક્કસાય બોલવું પછી