________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ સાધનાએ મોક્ષમાં સ્થાન આપી દીધું. આપણે પણ બોલીએ છીએ કે “સંતોષી નર સદા સુખી” તમારે સુખી થવું છે? હંમેશ માટે સુખી થવું છે? કદિ દુઃખ ન આવે એવું સુખ જોઈએ છે? તો તમે પણ લોભનો ત્યાગ કરો, તમે પણ લાલસાનો ત્યાગ કરો. જેમ જેમ લાભ વધે તેમ લોભ વધે છે. જેમ જેમ ત્યાગ વધે તેમ સંતોષ વધે છે. લોભમાં દુઃખ છે અને સંતોષમાં સુખ છે.
કથા- ૩ઃ આદ્રકુમાર આદ્ર નામે એક દેશ હતો. ત્યા આર્દક નામે રાજા રાજ કરે, તેને આર્દ્રકુમાર નામે પુત્ર હતો. તે દેશમાં ધર્મ હતો નહીં. એક વખત રાજા શ્રેણિકે મિત્ર ભાવથી આદ્રક રાજાને કેટલીક ભેટ મોકલી. રાજા શ્રેણિકના પુત્ર અભયકુમારે પણ આદ્રકુમાર માટે પરમાત્માની સુંદર પ્રતિમા ભેટ મોકલી.
આદ્રકુમાર પાસે સુંદર મજાની પેટી આવી, ત્યારે પોતાના મિત્રની ભેટ જોવા એકાંતમાં ગયા. એકાંતમાં જ પેટી ઉઘાડી. સુંદર મજાની રત્નની બનેલી પરમાત્માની પ્રતિમા જોઈને આદ્રકુમાર તો આશ્ચર્યચકિત થઈ ગયા. તેને એમકે આ તો કોઈ આભુષણ હશે ! પણ ગળામાં, હાથમાં, કમરમાં કયાંય આ આભુષણ પહેરાત તો છે નહી. તો આ શું હશે ? વિચારતા વિચારતા તેને પૂર્વભવનું જ્ઞાન થયું. તેને યાદ આવ્યું કે હું તો સાધુ હતો. આ તો સાક્ષાત જિનેશ્વરની પ્રતિમા છે.
આદ્રકુમાર તો પોતાનો દેશ છોડીને નીકળી ગયા. આપ મેળે જ તેણે દીક્ષા લીધી. સાધુ બની ગયા. તેના પિતા રાજા આÁકે તેને શોધવા સૈનિકો મોકલ્યા. તેણે સૈનિકોને પણ ધર્મનો બોધ આપ્યો. સૈનિકો પણ સાધુ બની ગયા. રસ્તામાં તાપસો મળ્યા.તાપસો તો અજ્ઞાન હતા. તેઓ હાથીને મારીને ખાઈ જતા હતા.આર્દુમુનિએ તાપસોને ધર્મનો બોધ આપ્યો.તાપસો સાધુ બની ગયા.
આવા આદ્રમુનિ બધાંને લઈને ભગવાન્ મહાવીર પાસે આવ્યા. ભગવાનું પાસે પોતાની કરેલી ભૂલોની માફી માંગી. તપ અને ધ્યાન કરતા કરતા આદ્ગમુનિને કેવળજ્ઞાન થયું, તેઓ મોક્ષે ગયા.
વિચારો ! જેમના દેશમાં ધર્મ જ ન હતો. તેવા આદ્રકુમાર પણ એક જ વખત પરમાત્માની પ્રતિમાનું દર્શન કર્યું ને એક જ વખતના જિનદર્શનથી સાધુ પણ બન્યા. કેવળજ્ઞાન પણ થયું અને મોક્ષે ગયા. આપણને તો ધર્મ પણ મળેલ છે. ભગવાન ના દહેરાસર પણ મળ્યા છે. તો હવે નિયમ કરો કે હું રોજરોજ ભગવાનના દર્શન કરીશ. મને પણ પરમાત્માની પ્રતિમાના દર્શનથી સારાસારા ભાવો થશે. હું પણ પરમાત્માનાની પૂજા-વંદન-સ્તવના કરીશ. મને પણ આર્દ્રકુમારની જેમ પરમાત્માની પ્રતિમાના દર્શનથી સુંદર લાભ મળશે.