________________
६४
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩
કથા-૪: અભયકુમાર મગધ નામનો એક દેશ હતો. ત્યાં શ્રેણિક નામનો રાજા રાજ કરે. તે શ્રેણિક રાજાને ઘણાં પુત્રો હતા. તેમાં સૌથી મોટા પુત્રનું નામ અભયકુમાર હતું. આ અભયકુમારની માતા અને શ્રેણિક રાજાની પત્નીનું નામ સુનંદા દેવી હતું. અભયકુમાર ઘણોજ બુદ્ધિશાળી હતો. કેટલાયે પ્રસંગોમાં તેની બુદ્ધિ અને ચતુરાઈ જોઈને રાજા શ્રેણિકે અભયકુમારને મુખ્યમંત્રી બનાવેલો.
શ્રેણિક રાજા ભગવાન્ મહાવીરના અનન્ય ભક્ત. એક વખત ભગવાનું મહાવીર તેમની નગરીમાં પધાર્યા. બધાં નગરજનો સહિત રાજા ભગવાનું પાસે ધર્મ સાંભળવા ગયો. અભયકુમાર પણ સાથે ગયા. ભગવાન્ પાસે ધર્મ સાંભળતા સાંભળતાં અભયકુમારને વિચાર આવ્યો કે જો હું ઘેર રહીશ તો મને રાજા શ્રેણિક નું રાજય મળશે અને ભગવાન પાસે રહીશ તો મને સ્વર્ગનું અથવા મોક્ષનું રાજય મળશે. મારે શું કરવું?
આ તો ખૂબ જ બુદ્ધિમાનું અભયકુમાર હતો. બુદ્ધિ તો આપણને સાચો માર્ગ દેખાડે. અભયકુમારે પણ સાચો માર્ગ જાણવામાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો. તેણે ભગવાન મહાવીરને પુછ્યું રાજા થયા પછી સાધુ થવાય કે નહીં? ભગવાન્ મહાવીરે જવાબ આપ્યો કે છેલ્લે ઉદાયન રાજાએ રાજ્ય છોડી દીક્ષા લીધેલી. હવે કોઈ રાજા સાધુ થશે નહીં. અભયકુમારતો અતિચતુર હતા, તે સમજી ગયા કે હું રાજા થઈશ તો મારે નરકના દુઃખો સહન કરવા પડશે. જો સાધુ થઈશ તો મને સ્વર્ગના કે મોક્ષના સુખ મળશે.
અભયકુમારે તો તુરંતજ નક્કી કરી દીધું કે હવે તો દીક્ષા જ લેવાય. નરકને આપનારા એવા આ રાજ્યનું મારે શું કામ છે? દીક્ષાના માર્ગમાં આડે આવે એવા રાજ્યમાં કોણ બુદ્ધિ રાખે? તે તો દીક્ષા લઈને સાધુ બની ગયા. અનુત્તર વિમાનમાં દેવ થયા. પછીના ભવે મોક્ષ પણ જશે.
તમે પણ બુદ્ધિશાળી છો કે નહીં ? તમારી બુદ્ધિ રમવામાં, નિશાળમાં, વેપાર કરવામાં કે સંસારમાં વાપરશો કે પછી અભયકુમાર ની જેમ કાયમી સુખી થવા માટે દીક્ષા લેવામાં વાપરશો? તમારી બુદ્ધિ થી તમારે સાચા માર્ગે જવું છે કે ખોટા માર્ગે જવું છે? ખોટો માર્ગ દુઃખ આપનારો બનશે અને સાચો માર્ગ સુખ આપનારો બનશે. તો આજથી નકકી કરો કે હવે હું સુખને આપનારા એવા ધર્મમય સાચા માર્ગે આગળ વધીશ અને દુ:ખને આપનારા એવા ખોટા માર્ગમાં મારી બુદ્ધિનો કદાપિ ઉપયોગ નહીં કરું.