________________
૧૨૪
૧.
૨.
૩.
૪.
૫.
૬.
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-પ
૭.
૯. વિશેષ-અભ્યાસ
પ્રતિમાજીની આગળ બીજો સાથીઓ કરી ત્યાં સિદ્ધચક્રજી પધરાવવા. પ્રતિમાજીની જમણી બાજુએ પ્રતિમાજીની નાસિકા સુધી ઊંચો ઘીનો દીવો મૂકવો.
પછી સ્નાત્રીઆઓએ હાથે નાડાછડી બાંધી હાથમાં પંચામૃત ભરેલો કળશ લઈ ત્રણનવકાર ગણી પ્રભુજીને તેમ જ સિદ્ધચક્રજીને પ્રક્ષાલ કરવો. પછી પાણીનો પ્રક્ષાલ કરી ત્રણ અંગપૂંછણાં કરી કેસર પૂજા કરવી. ૯. પછી હાથ ધૂપી પોતાના જમણા હાથની હથેળીમાં કેસરનો ચાંદલો કરવો. ૧૦. પછી કુસુમાંજલિનો થાળ લઈ સ્નાત્રીઆઓએ ઉભા રહેવું.
૮.
સ્નાત્ર પૂજામાં જોઈતી વસ્તુઓની યાદી
૧. ત્રણ બાજોઠ, ૨. સિંહાસન, ૩.થાળ, ૪.કેસર, ૫.પાણી, ૬. પંચામૃત, ૭.કળશ, ૮.ચામર, ૯.દર્પણ, ૧૦.ઘંટ, ૧૧.પંખો, ૧૨, નાડાછેડી, ૧૩. દીવો, ૧૪. ધૂપ, ૧૫.ફૂલ, ૧૬. આરતી, ૧૭.મંગલ દીવો, ૧૮. વાટકી, ૧૯. અંગપૂંછણા, ૨૦. ચોખા, ૨૧. મીઠું, ૨૨. માટી, ૨૩. શ્રીફળ, ૨૪. કપૂર, ૨૫. રૂપાનાણું, ૨૬. ચંદરવો, ૨૭. તોરણ, ૨૮. ફાનસ.
(પ્રથમ કળશ લઈ ઊભા રહેવું.)
સ્નાત્ર મુખ પાઠ
પ્રથમ ત્રણ ગઢને બદલે સુંદ૨ ત્રણ બાજોઠ મૂકી તે ઉપર સિંહાસન મૂકવું.
પછી નીચેના બાજોઠ ઉપર વચમાં કેસરનો સાથીઓ કરી, તે ઉપર ચોખા પૂરીને શ્રીફળ મૂકવું.
પછી તે બાજોઠ ઉપર કેસરના સાથીઆ આગળ બીજા ચાર સાથીઆ કરી તે ઉપર ચા૨ કળશ પંચામૃત ભરી, દરેક કળશને નાડાછેડી બાંધીને મૂકવા. સિંહાસનના મધ્ય ભાગમાં કેસરનો સાથીઓ કરી, ચોખા પૂરી, રૂપાનાણું મૂકી નવકાર ગણી તેના ઉપર ધાતુના પ્રતિમાજી પધરાવવા.