________________
૧૪૫
જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ વિસાર્યા, પાંચમે સ્થૂલ પરિગ્રહ-પરિમાણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ (૫)
છટ્ટે રિપરિમાણ વ્રત પાંચ અતિચાર-ગમણસ્સ ય પરિમાણે,
ઊર્ધ્વદિશિ, અધોદિશિ, તિર્યદિશિએ જવા આવવા તણા નિયમ લઈ ભાંગ્યા. અનાભોગે વિસ્મૃતિ લગે અધિક ભૂમિ ગયા. પાઠવણી આઘી-પાછી મોકલી. વહાણ વ્યવસાય કીધો. વર્ષીકાલે ગામતરું કીધું. ભૂમિકા એક ગમાં સંક્ષેપી, બીજી ગમા વધારી. છટ્ટે દિપરિમાણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ મને, વચન, કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડં. (૬)
સાતમે ભોગપભોગ-વિરમણવ્રતે ભોજન આશ્રયી પાંચ અતિચાર અને કર્મકુંતી પંદર અતિચાર, એવં વીશ અતિચાર-સચિત્ત પડિબદ્ધ
સચિત્ત નિયમ લીધે અધિક સચિત્ત લીધું. અપવાદાર, દુષ્યવાહાર, તુચ્છૌષધિતણું ભક્ષણ કીધું. ઓળા, ઉંબી, પોંકપાપડી ખાધાં.
સચિત્ત-દવ્ય-વિગઈ, વાણહ-તંબોલ-વત્થ-કુસુમેસુ; વાહણ-સયણ-વિલવણ, બંભ-દિસિ-ન્હાણ-ભત્તેસુ. એ ચૌદ નિયમ દિનગત, રાત્રિગત લીધા નહીં, લઈને ભાંગ્યા. બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાય માંહિ આદુ, મૂળા, ગાજર, પિંડ, પિંડાળુ, કચૂરો, સૂરણ, કુણી આંબલી, ગળો વાઘરડાં ખાધાં. વાશી કઠોળ, પોલી રોટલી, ત્રણ દિવસનું ઓદન લીધું, મધુ મહુડાં, માખણ, માટી વેંગણ, પીલુ, પીચ, પંપોટા,વિષ, હિમ, કરહા, ઘોલવડાં, અજાણ્યા ફલ, ટિંબરું, ગુંદાં, મહોર, બોળ-અથાણું, આમ્બલબોર, કાચું મીઠું, તિલ, ખસખસ, કોઠિંબડાં ખાધાં. રાત્રિભોજન કીધાં. લગભગ વેળાએ વાળુ કીધું. દિવસ વિણ ઊગે શિરાવ્યા.
તથા કર્મતઃ પન્નર કર્માદાન; ઈગાલ-કમ્મ, વણ-કમ્મ, સાડી-કમ્મ, ભાડી-કમ્મ, ફોડીમે, એ પાંચ કર્મ. દંત-વાણિજ્જ, લકખ-વાણિજ્જ, રસ-વાણિજજે. કેસ-વાણિજ્જ, વિસવાણિજ્જ, એ પાંચ વાણિજ્ય, જંત-
પિલુણકર્મો, નિલૂંછણકમે, દવગ્નિ-દાવણયા, સરદહ-તલાય-સોસણયા, અસઈ-પોસણયા, એ પાંચ સામાન્ય એ પાંચ કર્મ, પાંચ વાણિજ્ય, પાંચ સામાન્ય, એવં પન્નર કર્માદાન બહુ સાવદ્ય મહારંભ, રાંગણ, લીહાલા, કરાવ્યા. ઈટ નિભાડા પકાવ્યાં. ધાણી, ચણા, પકવાન્ન કરી વેચ્યાં. વાશી માખણ તવાવ્યા. તિલ વહોર્યા, ફાગણ માસ ઉપરાંત રાખ્યા, દલીદો કીધો, અંગીઠા કરાવ્યાં, શ્વાન, બિલાડા, સૂડા, સાલહિ પોષ્યા. અનેરા જે કાંઈ બહુ સાવદ્ય ખર-કર્માદિક સમાચર્યા. વાશી ગાર રાખી, લીપણે, ગુંપણે મહારંભ કીધો. અણશોધ્યા ચૂલા સંક્યા ધી, તેલ, ગોળ, છાશતણાં ભાજન ઉઘાડાં મૂક્યાં. તે માંહિ માખી, કુંતી, ઉંદર, ગીરોલી પડી, કીડી ચડી, તેની જયણા ન કીધી. સાતમે ભોગપભોગવિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. (૭)
આઠમે અનર્થદંડ વિરમણ વ્રતે પંચ અતિચાર-કંદખે કુક્કુઈએ કંદર્પ લગે વિટ-ચેષ્ટા, હાસ્ય, ખેલ, કુતૂહલ કીધાં. પુરુષ-સ્ત્રીના હાવભાવ રૂપ-શૃંગાર,