________________
૯૧
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ છે તેમાં કઈ મોટી વાત છે? તેણે તો ગુરુ મહારાજ પાસે નિયમ લઈ લીધો કે હું પણ ગાંઠ છોડ્યા વિના હવે કંઈ ખાઈશ કે પીશ નહીં. તેને તો ફક્ત એક દારૂનું વ્યસન હતું. જ્યારે દારૂ પીવો હોય ત્યારે વસ્ત્રની ગાંઠ છોડી દે અને જ્યારે દારૂ પીવાઈ જાય એટલે ફરી ગાંઠ વાળી લે.
એક વખત એવું બન્યું કે તેનાથી અવળી ગાંઠ વળી ગઈ. દારૂપીવાની ખૂબ જ ઈચ્છા થઈ, વસ્ત્રની ગાંઠ છોડવા ઘણી મહેનત કરે છે પણ કેમ કરીને ગાંઠ છૂટતી નથી. દારુ નું વ્યસન એટલું જોરદાર છે કે દારુ પીધા વગર પણ રહી શકતો નથી.ગાંઠ છોડવા ઘણી મહેનત કરી, ધીરે ધીરે તેના શરીરની નસો તૂટવા લાગી. તરફડીયા મારે છે. પણ ગાંઠ છૂટતી નથી. કુવિદ વણકર નું આખું શરીર ખેંચાવા લાગ્યું, પણ તેને થયું કે નિયમ કેમ તોડાય ? તે નિયમને બરાબર વળગી રહ્યો. નિયમ તોડવો નથી. ગાંઠ છૂટતી નથી. વ્યસન વળગેલું છે. તરફડીને તે મૃત્યુ પામ્યો.
નિયમને મજબુત પાળવા માટેના શુભ ધ્યાનના પ્રભાવે તે મરીને કપર્દી નામે યક્ષ થયો. શત્રુંજયગિરિ ઉપર તે યક્ષ પણે ઉત્પન્ન થયો. આજે પણ લોકો તેને નમસ્કાર કરે છે.
આવો છે નિયમનો મહિમા. આપણે નાનો પણ નિયમ લેવો જોઈએ અને લઈને તેને બરાબર પાલન કરવું જોઈએ. નિયમનો કેટલો મહિમા છે કે એક દારુડીયો પણ દેવતા થઈ ગયો. માટે નિયમ લઈને બરાબર પાલન કરવું.
કથા-પઃ સુલસા શ્રાવિકા રાજગૃહી નામની એક નગરી હતી. તે નગરીમાં સુલસા નામના એક શ્રાવિકા રહેતા હતા. તે ભગવંત મહાવીરના પરમ ભક્ત હતા. તેને પરમાત્મામાં અને પરમાત્માએ બતાવેલા માર્ગમાં અભૂતપૂર્વ-અતુટ શ્રદ્ધા હતી. તેની આ શ્રદ્ધા કોઈ દેવ કે દાનવ, મનુષ્ય કે વિદ્યાધર ડગાવી ન શકે એવી મજબુત.
ભગવાન મહાવીરે એક વખત લાભનું કારણ જાણી, અંબડ પરિવ્રાજક ને કહ્યું, તમે રાજગૃહી જાઓ છો તો તુલસા શ્રામિકને મારા ધર્મલાભ કહેજો . અંબડને થયું કે ભગવાન્ જેવા ભગવાન્ જેને ધર્મલાભ કહેવડાવે એ શ્રાવિકા કેટલા ઉત્તમ હશે? તો તેની પરીક્ષા કરી જોઉં કે ખરેખર ! આ શ્રાવિકાની શ્રદ્ધા કેવી છે?
અંબડે રાજગૃહી પહોંચી સાક્ષાત બહ્માનું રૂપ ધારણ કર્યું. નગરની પૂર્વ દિશામાં જઈને રહ્યો. નગરના અનેક લોકો બહ્માના દર્શને ગયા. ન ગયા એક સુલતા