________________
૧૪
જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત;
જ્ઞાન વિના મેં નવિ લાં, પરમ તત્ત્વ સંકેત. ૩. ચય તે સંચય કર્મનો, રિક્ત કરે વળી જે હ;
ચારિત્ર નામ નિયુકતે કહ્યું, વંદો તે ગુણ ગેહ; શાશ્વત સુખને પામવા, તે ચારિત્રો નિરધાર; ત્રીજી પ્રદક્ષિણા તે કારણે, ભવ દુઃખ ભંજનહાર.
(૪. કથા - વિભાગ)
કથા-૧ઃ અર્જુનમાળી રાજગૃહી નગરીમાં અર્જુન નામનો એક માળી રહેતો હતો તે ખૂબ જ ધનવાન હતો. તેને બંધુમતી નામની એક અતિ સ્વરૂપવાન પત્ની હતી. બન્ને માણસ દરરોજ નગરની બહાર કુળદેવતા યક્ષની ફૂલ વડે પૂજા કરવા જતા હતા. તે ગામમાં લલિતા નામની મંડળી હતી. તે બધાને પરેશાન કરતી હતી.
એક દિવસ તે નગરમાં ઉત્સવ હતો. આથી તે દિવસે અર્જુન અને તેની પત્ની યક્ષની પૂજા કરવા વહેલા ગયા. પેલી મંડળી ત્યાં આગળ સંતાઈને ઉભી હતી. અને અર્જુનમાલી અને બંધુમતી મંદિરની અંદર ગયા કે તુરંત જ પેલી મંડળીના પુરુષોએ અર્જુનમાલીને બાંધી દીધો. તેની નજર સમક્ષ છ એ પુરુષો બંધુમતી ને ઉપાડી ગયા અને પોતે કાંઈ જ ન કરી શક્યો. અર્જુન માળી ક્રોધથી ધમધમી ઉઠ્યો.
અર્જુનમાળીને મનમાં થયું અરે ! હું દરરોજ યક્ષની પૂજા કરું છું. છતાં યક્ષે મને કંઈ જ મદદ ન કરી. મેં જેની પૂજા કરી તે તો પથરો જ છે, યક્ષ નહીં, યક્ષના મનમાં દયા જાગી, અને તેને અર્જુનમાળીના શરીરમાં પ્રવેશ કર્યો, અને તેને જેના વડે બાંધેલો હતો તે બધી જ દોરી તોડી નાખી અને બહાર આવીને પેલા બધાં જ પુરુષો અને પોતાની પત્ની એ સાતે લોકો ને મારી નાખ્યા. આમ, દરરોજ સાત લોકોને મારતો હતો. રાજગૃહી નગરીમાં હાહાકાર મચી ગયો. ગામના લાકો અર્જુનમાળી થી ડરવા લાગ્યા. જ્યાં સુધી અર્જુનમાળી સાત જણાને મારી ન નાંખે ત્યાં સુધી કોઈ ગામની બહાર નીકળતું ન હતું. છ મહિના સુધી આ ક્રમ ચાલ્યો. રોજ સાત-સાતની હત્યા કરવા લાગ્યો.
એવામાં એક દિવસ ભગવાન મહાવીર ગામની બહાર ઉદ્યાનમાં (જંગલમાં) સમોસર્યા. પરંતુ જાય કોણ? બધા જ અર્જુનમાળીથી ડરતા હતા. એ ગામમાં સુદર્શન નામે એક શેઠ હતા. તે ખૂબ જ ધર્મિષ્ઠ હતા અને દરરોજે જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, નવકારશી, સાધર્મિક ભક્તિ કરતા હતા. તેને વિચાર્યું. ભગવાન આપણા નગરમાં પધાર્યા હોય અને એમની વાણી સાંભળ્યા વગર