________________
૧૫
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ પાણીનું એક ટીંપુ પણ કેમ પીવાય. એ તો નગર બહાર જાય છે, બધા તેમને રોકે છે. પરંતુ તે માનતા નથી. તેમને જોઈને અર્જુનમાળી તેને મારવા દોડે છે પરંતુ એ તો ત્યાં ધર્મ કરવા બેસી જાય છે. આ જોઈને અર્જુન માળીને પોતે શું કરી રહ્યો છે તેનું ભાન થાય છે અને તે શેઠને મારતો નથી, પુછે છે ક્યાં જાઓ છો? તેણે જવાબ આપ્યો, ભગવાનની વાણી સાંભળવા. અર્જુનમાળી પણ તેની સાથે ભગવાનની વાણી સાંભળવા જાય છે. પોતે કરેલા પાપના પ્રાયશ્ચિત રૂપે દીક્ષા ગ્રહણ કરે છે અને ખૂબ જ તપ વગેરે કરે છે, અને પોતે કરેલા પાપનું પ્રાયશ્ચિત કરે છે. અને અંતે અર્જુનમાળી મોક્ષે જાય છે.
બાળકો, આટલું બધું છે ધર્મ સાંભળવાનું મહત્ત્વ આવો મહાપાપી અર્જુન માળી પણ ધર્મશ્રવણ થી મોક્ષે ગયો, તો આપણે કેમ ન જઈએ?
કથા- ર : શીતલાચાર્ય શીતલાચાર્ય નામે એક જૈનાચાર્ય થઈ ગયા. તેમને એક બહેન હતી. તેનું નામ શૃંગારમંજરી હતું. તે બહેનને ચાર પુત્રો હતા. તે ચારે પુત્રોએ પોતાની માતાની શીક્ષાથી દીક્ષા ગ્રહણ કરી. એક વખત તે ચારેય સાધુ ભગવંતો પોતાના ગુરુ ની સંમતિ લઈ પોતાના મામા (શીતલાચાર્ય) ને વંદન કરવા નીકળ્યા. નગર પાસે પહોચ્યાં ત્યાંજ સાંજ થઈ ગઈ. તેઓએ કોઈ શ્રાવક સાથે આચાર્ય મહારાજ ને સમાચાર મોકલ્યા કે અમે સવારે વંદન કરવા આવીશું. તેઓ ચારેય સાધુ મહારાજ વિચારવા લાગ્યા કે સવારે મામા મહારાજશ્રીને વંદન કરવા મોડા પહોંચીશું તો! કેવી રીતે વંદન કરવા! આમ, તેઓ આખી રાત સુઈ શક્યા નહીં, વંદન કરવાના ભાવપૂર્વક વિચાર કરવાથી તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
આ તરફ સવારે શીતલાચાર્ય વિચાર કરે કે હમણાં ચારે ભાણેજ મુનિ વંદન કરવા આવશે. કેવળજ્ઞાન જ્ઞાન પ્રાપ્ત કરેલા સાધુએ સામાન્ય સાધુને વંદન કરવાનું હોય નહીં
શીતલાચાર્યજી તો જાણતા નથી કે ભાણેજ મુનિ કેવલી બન્યા છે. તેઓ જાતે જ સામે ચાલીને ગયા. પરંતુ ભાણેજ મુનિઓ કેવલી હોવાથી આચાર્ય મહારાજનો સત્કાર કરતા નથી. શીતલાચાર્યજી તો ગુસ્સે થઈ ગયા, ગુસ્સામાં જ બોલ્યા કે ચાલો તમે નથી વંદન કરતા તો હું વંદન કરું એમ કહીને આચાર્ય મહારાજે વંદન કર્યું કેવલીમુનિઓ એ આચાર્ય મહારાજને કહ્યું તમે તો ફક્ત શરીરથી વંદન કર્યું છે, ભાવથી નહીં. આચાર્ય મહારાજે આશ્ચર્ય થી પૂછ્યું તમને કેમ ખબર પડી ? કેવલીમુનિઓએ કહ્યું અમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. આ સાંભળી આચાર્ય મહારાજે પોતાનો અપરાધ ખમાવી ફરી ચારેય મુનિઓને ભાવથી વંદન કર્યા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે ગયા.