________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧
(૩.પદ્ય-વિભાગ)
પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ ૧. છે પ્રતિમા મનોહારિણી દુ:ખ હરી, શ્રી વીર નિણંદની;
ભક્તોને છે સર્વદા સુખ કરી, જાણે ખીલી ચાંદની; આ પ્રતિમાના ગુણભાવ ધરીને, જે માણસો ગાય છે;
પામી સઘળા સુખ તે જગતમાં, મુક્તિ ભણી જાય છે. ૨. જે પ્રભુના અવતારથી અવનીમાં, શાંતિ બધે વ્યાપતી;
જે પ્રભુની સુપ્રસન્નને અમીભરી, દષ્ટિ દુઃખો કાપતી: જે પ્રભુએ ભર યૌવને વ્રત ગ્રહી, ત્યાગી બધી અંગના;
તે તારક જિન દેવના ચરણમાં, હોજો સદા વંદના; ૩. બારે પર્ષદા મધ્યમાં પ્રભુ તમે, જયારે દીધી દેશના;
ત્યારે હું હતભાગી દૂર વસીયો, તે મેં સુણી લેશ ના; પંચમ કાળ કરાલમાં પ્રભુ તમે, મૂર્તિ રૂપે છો મળ્યા;
મારે તો મન આંગણે સૂરત, સાક્ષાત્ આજે ફળ્યા. ૪. ભક્તિ તારી ભૂલી જઈ અ૨૨ હું, હારી ગયો જીંદગી;
વાણી આગમની સુણી નહીં કદા, જે છે સુધા વાનગી; યાત્રાઓ તીરથે જઈ પગ વડે, કીધી નહીં આ ભવે;
તપથી દેહ દમ્યો નહીં પરભવે, મારું શું થાશે હવે ? ૫. હારાથી ન સમર્થ અન્ય દીનનો, ઉદ્ધારનારો પ્રભુ;
મહારાથી નહીં અન્ય પાત્ર જગમાં, જોતા જડે તે વિભુ; મુક્તિ મંગલ સ્થાન તોય મુજને, ઈચ્છા ન લક્ષ્મી તણી; આપો સમ્યગુ રત્ન શ્યામ જીવને, તો તૃમિ થાયે ઘણી.
પ્રભુને પ્રદક્ષિણા આપતી વખતે બોલવાના દુહા ૧. કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણાનો નહીં પાર;
તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ સાર; ભમતીમાં ભમતા થકા, ભવ ભાવઠ દૂર પલાય;
સમ્યક્ દર્શન પામવા, પ્રથમ પ્રદક્ષિણા દેવાય. ૨. જન્મ મરણાદિ સવિ ભય ટળે, સીઝે જો દરિસણ કાજ;
સમ્યગ જ્ઞાન ને પામવા, બીજી પ્રદક્ષિણા જિનરાજ ;