________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ ૬. પછી એક ખમાસણ દઈ, “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક
સંદિસાહું? ઇચ્છ' કહી, એક ખમાસમણ દઈ, “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક ઠાઉં? ઇચ્છે,’ કહી, એક નવકાર ગણવો. પછી “ઈચ્છકારી ભગવન્! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી' એમ કહી “કરેમિ ભંતે' સૂત્ર પોતે બોલવું, જો ગુરુ કે વડીલ હોય તો
તેમની પાસે ઉચ્ચરવું. ૮. પછી એક ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! બેસણું
સંદિસાહું? ઈચ્છે,” કહી એક ખમાસમણ દેવું. પછી “ઈચ્છાકારેણ
સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં? ઈચ્છે, કહી, ખમાસમણ દેવું. ૯. “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજઝાય સંદિસાહું? ઇચ્છે' કહી
ખમાસમણ દઈ, “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજઝાય કરું? ઇચ્છે'
કહી, સજઝાય ની મુદ્રામાં બેસી ત્રણ નવકાર ગણવા. ૧૦. પછી બે ઘડી અથવા અડતાળીસ મિનિટ સુધી ધર્મધ્યાન કરવું.
સામાયિક પારવાનો વિધિ ૧. પ્રથમ એક ખમાસમણ દઈને ઇરિયાવહિય, તસ્ય ઉત્તરી, અન્નત્ય સૂત્ર
કહી એક લોગસ્સ, ચંદેસુ નિમ્મલયરા-સુધી અથવા ન આવડે તો ચાર
નવકારનો કાઉસ્સગ્ન કરવો. ૨. પછી એક ખમાસમણ દઈ, “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ
પડિલેહું? ઇચ્છે' કહીને મુહપત્તિ પડિલેહવી. ૩. પછી એક ખમાસમણ દઈ, “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક
પારું? યથાશક્તિ' પછી એક ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ
ભગવન્! સામાયિક પાર્યું? તહત્તિ' કહેવું. ૪. જમણો હાથ ચરવળા ઉપર સ્થાપીને એક નવકાર ગણી સામાઈય વયજુત્તો
કહેવો. પછી ૫. સ્થાપના સ્થાપેલ હોય તો જમણો હાથ સવળો રાખી એક નવકાર ગણીને
સ્થાપનાચાર્ય યોગ્ય સ્થાનકે મૂકવા.