________________
૩૮
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ બાળકો આપણે હંમેશા સહન કરતાં શીખવું જોઈએ અને બીજા જીવની રક્ષા કરવી જોઈએ. “જીવ તો જેવો આપણો છે તેવો જ બીજાનો છે”એવો સમભાવ કેળવીએ તો આપણે પણ ક્યારેક આ સુખ-દુઃખ આપતા જન્મ મરણને છોડી શકીશું.
કથાઃ ૩-ઈલાચીકુમાર એલાવર્ધન નગરમાં ઇભ્ય શ્રેષ્ઠી નામે એક સજ્જન રહેતો હતો. તેની પત્નીનું નામ ધારણી હતું. તેમને એક પુત્ર હતો તેનું નામ ઇલાચીકુમાર હતું.
ઈલાચીકુમાર યુવાન થયો ત્યારે તે એક નટડી (એટલે કે જે વાંસડા ઉપર ચાલીને નાટક બતાવે) ના પ્રેમમાં પડ્યો. લગ્નની ઈચ્છા જાગી. ઈલાચીકુમારે નટ આગળ વાત કરી કે હું ઘણો બધો પૈસો આપી આ નટડી સાથે લગ્ન કરવા ઇચ્છું છું. નટે કહ્યું આ કન્યા વગર તો અમારો ધંધો પડી ભાંગે. નટે તેની આગળ પ્રસ્તાવ મૂક્યો કે તમે અમારી કળા શીખો અને પછી તેના દ્વારા ધન ભેગું કરો, એટલે તમારી સાથે આ કન્યાનો (નટીનો) વિવાહ કરીએ.
ઈલાચીકુમાર વખત જતાં કળામાં નિપુણ થઈ જાય છે. અને તે ધન કમાવવા લાગે છે. એક વખત તે બેનાતટ નગરે પહોંચ્યો. નગરના રાજા પાસે નાચ કરીને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે જેથી ખૂબ ધન કમાઈ શકે છે. ઈલાચીકુમાર ઉંચા વાંસડા ઉપર ચઢે છે એક હાથમાં અણીદાર ખગ, અને બીજા હાથમાં ત્રિશુળ લઈ વાસ ઉપર ખૂબજ સરસ નાચ કરે છે. તેના અદૂભુત નાચથી બધા લોકો ખુશ થઈ જાય છે. પરંતુ રાજા પેલી જ નટડી ઉપર મોહી પડયો હોય છે તેને થાય છે કે જો આ ઈલાચીકુમારનો નાચ હું પસંદ ના કરું અને તે ત્રણ-ચાર વાર નાચ કરે અને વાંસડા ઉપરથી પડી જાય તો હું આ નટ ને વધારે પૈસા આપીને નટડીને મેળવી લઉં. આમ, ત્રીજી વખતનો ખેલ ચાલતો હોય છે ત્યાં વાંસ ઉપરથી ઈલાચીકુમાર ની નજર દૂર પડી. એક મુનિને ગોચરી વહોરાવતી એવી કોઈ અતિ ધનાઢ્ય અને સ્વર્ગની અપ્સરા જેવી સુંદર સ્ત્રી ઉપર નજર પડે છે. આ સ્ત્રી તો નટડી કરતાં અનેક ગણી સુંદર છે.
ઈલાચીકુમારને થાય છે કે અહો ! આ મુનિ કેવા છે? કે જેની સામે આ નટડી સાવ ભંગાર લાગે એવી સ્ત્રી ઉભી છે છતાં તેની સામે નજર ઉંચી કરી જોતાં પણ નથી અને સામે લડવાના થાળ પડ્યાં છે પરંતુ તે ના ના કરે છે. ખરેખર ધન્ય છે આ મુનિને અને હું કેટલો ખરાબ છું કે આવી નટડી પાછળ ગાંડો બન્યો છું. ધિક્કાર છે મારી જાતને !