________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨
૩૯ આ રીતે ભાવથી વારંવાર ગુરુ સ્તુતિ અને આત્મનિંદા કરતા કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે અને સમય જતાં મોક્ષ પ્રાપ્ત કરે છે. એક જ વખત મુનિ મહારાજા દર્શનથી ઈલાચીકુમાર મોક્ષે ગયા.
“બાળકો આપણને પણ મુનિ મહારાજનું દર્શન થાય જ છે ને ? આપણે પણ ગુરુદેવની ભાવથી સ્તુતિ કરવાથી જ જો મોક્ષ પ્રાપ્ત થતો હોય, તો બીજું શું જોઈએ?” ગુરુજી તણાં ગુણ ગાવાના આજથી શરૂ કરો પરંતુ ભાવથી, દિલથી સમજ્યા ! જેથી આપણે પણ મુનિ નું દર્શન કલ્યાણકારી બને.
કથાઃ ૪ - શાલીભદ્ર શાલીભદ્ર પૂર્વ જન્મમાં સંગમો નામનો એક સામાન્ય ગોવાળ નો છોકરો છે. તે અત્યંત ગરીબ હતો.ખૂબ રડી રડી ને માંગી માંગીને માંડ-માંડ ખીર ખાવા માટે મેળવેલી છે ત્યાં જ મુનિ મહારાજ પધારે છે.
સંગમો પૂર્વ જન્મમાં એક શેઠ હતો. અને મુનિને દાન દેવાની તીવ્ર ઈચ્છા થતા દાદરો ઉતરવા ગયા ને સીડી ઉપરથી પડી જતાં મૃત્યુ પામ્યા. તે દાન દેવાનો ભાવ ઉદયમાં આવ્યો અને એવી દાન દેવાની ઉત્કૃષ્ટ ભાવનાવાળા એ આત્માએ સંગમાના આ જન્મ માં ખૂબ જ ભાવપૂર્વક બધી જ ખીર મુનિને વહોરવી દીધી.
સંગમો જેને ખીર વહોરાવે છે તે મુનિ પણ ઉત્તમ હતા. તેમને એ વખતે માસક્ષમણ નું પારણું હતું. ભાવથી વહોરાવેલી ખીરના પ્રભાવે તે આ જન્મમાં શાલીભદ્ર થયો. પૂર્વ જન્મના દાનના પ્રભાવે આ ભવમાં તેને નવાણું પેટી સીધી સ્વર્ગમાંથી આવવા લાગી. આવી ઋદ્ધિ-સમૃદ્ધિ નો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરે છે. તેની સાથે તેમના (શાલીભદ્રના) બનેવી ધન્યકુમાર દીક્ષા ગ્રહણ કરે છે. અને પ્રભુની સાથે વિચરતા વિચરતાં પોતાની જ નગરીમાં પધાર્યા.
માસક્ષમણનાં પારણે શાલીભદ્ર અને તેમના બનેવી ધન્યમુનિ વહોરવા નીકળ્યા. વીરપ્રભુએ કહ્યું હતું કે આજે શાલીભદ્રને પોતાની માતા ના હાથે પારણું થશે. તેઓ ઘરે પહોંચે છે. માસક્ષમણના તપસ્વી હોવાથી બંનેની કાયા ઘસાઈ ગઈ છે. ઘરે તેમને કોઈ ઓળખતું નથી. આહાર પણ વહોરાવતા નથી.
બંને પાછા ફરે છે. ત્યાં રસ્તામાં એક ગોવાળની પત્ની એ દહીં વહોરાવી પારણું કરાવ્યું. બંને મુનિ શંકા વ્યક્ત કરતાં પ્રભુ પાસે આવીને કહે છે. કે મારી માતાએ મને પારણું ન કરાવ્યું. ત્યારે વીર પ્રભુએ કહ્યું કે એ શાલીભદ્રની પૂર્વજન્મની માતા હતી અને શાલીભદ્ર પોતે સંગમાં ગોવાળ હતાં. આમ,