________________ અંતે કંઈક આ સ્થાન વિશે અમારી પ્રેરણાથી જ્યાં ૨૦૫૭માં પાઠશાળાની સ્થાપના થઈ અને ૨૦૫૮ના વર્ષમાં " “જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ”” ચાલુ થાય છે તે સ્થાનછે - પંડિતશ્રી વીરવિજયજી મ.સા.નો ઉપાશ્રય. બ્રાહ્મણકુળમાં જન્મેલા આ કવિશ્રી વીરવિજય મ.સા.નો જન્મ સંવત ૧૮૨૯માં થયો, સંવત 1848 માં દીક્ષા થઈ, સંવત ૧૯૦૮માં તેઓ કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રી ની પ્રેરણાથી ૧૮૬૫માં ભઠ્ઠીની બારીમાં આ ઉપાશ્રયનું નિર્માણ થયું. આવા પ્રાચીન અને શુભ પુદ્ગલોથી યુકત સ્થાનમાં અમે નુતન પધ્ધતિથી જૈન અભ્યાસક્રમ-પરીક્ષા આરંભી રહ્યા છીએ. અમે પંડિત શ્રી વીરવિજયજીના કાળધર્મની દોઢ શતાબ્દીએ જ્ઞાનકાર્ય જ પ્રારંભ્ય, તેનું કારણ છે પૂજયશ્રીની જ્ઞાનભક્તિ તથા તેની કવિત્વશક્તિ નો લોકો દ્વારા થયેલ આદર. પૂજ્યશ્રી વીરવિજયજી રચિત સ્નાત્રતો આજે સમગ્ર જૈન વર્તુળમાં પ્રસિદ્ધ છે જ. સર્વે પૂજા અને પૂજનો પૂર્વે તેમજ નિત્ય પ્રાતઃકાલે આ સ્નાત્ર ભણાવાય છે પરંતુ જે પૂજાઓ ભણાવાય છે તે પૂજાઓ પણ પૂજ્ય વીરવિજયજી મ.સા. ની જ રચના છે. સ્નાત્રા અને પૂજાઓ ઉપરાંત તેઓના રચેલ ચૌમાસી દેવવંદન પણ પ્રસિદ્ધ છે. પર્યુષણ મહાપર્વમાં તેમના જ રચેલ પરમાત્મા મહાવીરના સ્તવનોની ઢાળો પણ ગામેગામ બોલાય છે. પ્રતિદિન પરમાત્માની પૂજા કરતી વખતે બોલાતા દુહા પણ શ્રી વીરવિજયજીની જ રચના છે. આવી વિશિષ્ટ સાહિત્યએ સેવાના કારક પૂજયશ્રીને શ્રદ્ધાંજલી અર્પવા અમે પણ તેમની જ્ઞાનભક્તિને જ પ્રાધાન્ય આપી, જૈન ધર્મના સૂત્ર વિધિઇતિહાસ-ભૂગોળ આદિને મુખ્યતા આપી આ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સની તેમના જ સ્થાનમાં રહીને શરૂઆત કરી રહ્યા છીએ. જે માટે સમગ્ર જૈન સંઘોના બાળકોને જોડાવા માટે પ્રાર્થના સહ... કા મુનિ દીપરત્નસાગર -: પ્રાપ્તિ સ્થાન :પંડિતવર્યશ્રી વીરવિજયજી જૈન ઉપાશ્રય ભટ્ટીની બારી, પતાસાપોળ, ગાંધીરોડ, અમદાવાદ,