________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪
૯૩
ભરતક્ષેત્ર કુલ છ ભાગોમાં વહેંચાયેલ છે. જેમાં વૈતાઢ્ય પર્વતની ઉપરના ભાગને ઉત્તરાર્ધ ભરત કહે છે અને વૈતાઢ્ય પર્વતની નીચેના ભાગને દક્ષિણાર્ધ ભરત કહે છે. લઘુહિમવંત પર્વત ઉપર રહેલા પદ્મદ્રહથી બે નદી નીકળે છે. એક ગંગા નદી અને બીજી સિંધુ નદી. આ બંને નદીઓ આખા ભરતક્ષેત્રમાંથી વહેતી-વહેતી છેક નીચે લવણ સમુદ્રમાં જઈને મળે છે.
વૈતાઢય પર્વત અને ગંગા તથા સિંધુ નદીને કારણે ભરતક્ષેત્રના છ વિભાગ થઈ જાય છે. તે આ રીતે (૧) વૈતાઢ઼ય પર્વતની નીચે અને ગંગા તથા સિંધુ નદીની વચ્ચેનો એક ખંડ, (૨) વૈતાઢય પર્વતની નીચે અને સિંધુ નદી તથા લવણ સમુદ્રની વચ્ચેનો બીજો ખંડ, (૩) વૈતાદ્ય પર્વતની ઉપર અને સિંધુ નદી તથા લવણ સમુદ્રની વચ્ચે ત્રીજો ખંડ, (૪) વૈતાઢ્ય પર્વતની ઉપર અને ગંગા તથા સિંધુ નદી વચ્ચેનો ચોથો ખંડ, (૫) વૈતાઢ્ય પર્વતની ઉપર અને ગંગા નદી તથા લવણ સમુદ્રની વચ્ચેનો પાંચમો ખંડ, (૬) વૈતાઢ્ય પર્વતની નીચે અને ગંગાનદી તથા લવણ સમુદ્રના વચ્ચે છઠ્ઠો ખંડ.
સમગ્ર ભરત ક્ષેત્રમાં ૩૨૦૦૦ દેશો છે. તેમાં સાડા પચીશ દેશોજ આર્ય દેશો છે. તે દક્ષિણાઈ ભરતના મધ્યખંડમાં આવેલા છે. આ આર્ય દેશોમાં ધર્મ છે. તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, પ્રતિવાસુદેવ એ બધાં ઉત્તમ પુરુષો આ મધ્યખંડમાં જ ઉત્પન્ન થાય છે. હાલમાં આ મધ્યખંડનો સાવ નાનો એવો ટપકાં જેવો એક ભાગ કે ટાપુ એજ આપણી અત્યારની દુનિયા છે. •
આ છે આપણી સાચી ભૂગોળ, આપણે જેને સમગ્ર વિશ્વ માની બેઠા છીએ તે તો એક નાનકડા ભરત ક્ષેત્રનો પણ નાનો એવો બિંદુ સમાન ભાગ માત્ર છે.
૬. સૂત્ર-આધારીત પ્રશ્નો આયરિય ઉવજઝાએ સૂત્રમાં કોની માફી માંગવામાં આવી છે? આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય વગેરે, સકળ શ્રી સંઘ અને સર્વ જીવો સાથે જે ક્રોદાદિ કષાય થયા હોય તેની માફી માંગેલ છે. ગચ્છ, કુલ અને ગણ કોને કહેવાય? એક આચાર્યની આજ્ઞામાં રહેલો શિષ્ય સમુદાય તે “ગચ્છ' ઘણાં ગચ્છોનો સમુદાય તે કુલ’ અને ઘણાં કુળોનો સમુદાય તે ‘ગણ' કહેવાય