________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ ૩. નમોડસ્તુ, સૂત્રથી કોની સ્તુતિ થાય છે? તે ક્યારે બોલાય છે?
નમોડસ્તુ સૂત્ર મુખ્યત્વે વીર પરમાત્માની સ્તુતિ છે અને તે સાંજના
પ્રતિક્રમણમાં બોલાય છે. ૪. વિશાલલોચન સૂત્રથી કોની સ્તુતિ થાય છે? તે ક્યારે બોલાય છે?
વિશાલલોચન સૂત્ર મુખ્યત્વે વીર પરમાત્માની સ્તુતિ છે. તે સવારના (રાઈ.) પ્રતિક્રમણમાં બોલાય છે. નમોડસ્તુ અને વિશાલલોચન સૂત્ર બોલવાના અધિકારી કોણ ? આ બંને સૂત્રો પુરુષો બોલે છે. સ્ત્રી વર્ગને બોલવાની મનાઈ છે. સુઅદેવયા કોની સ્તુતિ છે? તે કોણ બોલે છે? સુઅદેવયા સૂત્ર શ્રુતદેવતાની સ્તુતિ છે. તે પુરુષો બોલે છે. જીસેખિત્તે સૂત્ર કોની સ્તુતિ છે? તે કોણ બોલે છે? જીસેખિત્તે ક્ષેત્ર દેવતાની સ્તુતિ છે. તે પુરુષો બોલે છે. કમલદલ કોની સ્તુતિ છે ? તે કોણ બોલે છે ? કમલદલ સરસ્વતીદેવી શ્રુતદેવીની સ્તુતિ છે તે સ્ત્રીવર્ગ દેવસિ પ્રતિક્રમણમાં બોલે છે. યસ્યાક્ષેત્ર કોની સ્તુતિ છે?ક્યારે બોલાય છે? યસ્યાક્ષેત્ર એ ક્ષેત્ર દેવતાની સ્તુતિ છે. તે પાક્ષિક પ્રતિક્રમણ અને વિહારમાં પ્રથમ દિવસના માંગલિક પ્રતિક્રમણ માં બોલવાની પરંપરા
છે. સ્ત્રીઓ દેવસિ પ્રતિક્રમણમાં “જીસેખિત્તે' ને સ્થાને બોલે છે. ૧૦. અઢાઈજેસુ સૂત્ર વડે કોની વંદના થાય છે?
અઢાઈજેસુ સૂત્ર વડે અઢીદ્વીપમાં રહેલા સર્વે સાધુને વંદન થાય છે. ૧૧. વરકનક સૂત્રથી કોને વંદના થયા છે?
વરકનક સૂત્ર વડે ૧૭૦ તીર્થકરોને વંદના થાય છે. ૧૨. લઘુશાંતિમાં કોની સ્તવના થાય છે?
લઘુશાંતિસ્તવ એ શાંતિનાથ ભગવાનની સ્તુતિ છે. ૧૩. લઘુશાંતિ સ્તોત્રની રચના કોણે કરી છે?
લઘુશાતિ સ્તોત્રની રચના શ્રી માનદેવ સૂરિ એ કરેલી છે. ૧૪. લઘુશાંતિ સ્તોત્રની રચના શામાટે કરાઈ હતી ?
નાડોલ નામના નગરમાં મરકી નામનો રોગ ઉત્પન્ન થયો, તે રોગના નિવારણ માટે લઘુશાંતિ સ્તોત્ર રચાયેલ હતું.