________________
૯૮
જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ ૯. વિશેષ અભ્યાસ
મુહપત્તિના ૫૦ બોલ ૧. સૂત્ર, અર્થ તત્ત્વ કરી સદ્દઉં, (મુહપત્તીની બન્ને બાજુ જતાં)
સમ્યકત્વ મોહનીય, ૩. મિશ્ર મોહનીય, ૪. મિથ્યાત્વ મોહનીય પરિહરું,
(ડાબે હાથે હલાવતા) ૫. કામરાગ, ૬. સ્નેહરાગ, ૭. દષ્ટિરાગ પરિહરું, (જમણે હાથે હલાવતા) ૮. સુદેવ, ૯. સુગુરુ, ૧૦. સુધર્મ આદરું, (જમણા હાથમાં લઈ જતાં) ૧૧. કુદેવ, ૧૨. કુગુરુ, ૧૩. કુધર્મ પરિહરું, (જમણા હાથથી દૂર કરતાં) ૧૪. જ્ઞાન ૧૫. દર્શન ૧૬ ચારિત્ર આદરું, ૧૭. જ્ઞાન-વિરાધના, ૧૮.દર્શન-વિરાધના, ૧૯.ચારિત્ર-વિરાધના પરિહરું, ૨૦. મનગુપ્તિ, ૨૧. વચનગુપ્તિ, ૨૨. કાયગુપ્તિ આદરું, ૨૩. મનદંડ, ૨૪. વચનદંડ, ૨૫. કાયદંડ પરિહરું.
(બાકીના ૨૫ બોલ અંગ પડિલેહતાં બોલવા.) ૧. હાસ્ય, ૨. રતિ, ૩.અરતિ પરિહરું. (ડાબો હાથ પડિલેહતાં) ૪. ભય, ૫. શોક, ૬. દુગંછા પરિહરું. (જમણો હાથ પડિલેહતાં) ૭.કૃષ્ણલેશ્યા, ૮. નીલલેશ્યા, ૯. કાપોતલેશ્યા પરિહરું.(માથે પડિલેહતાં) ૧૦. રસગારવ, ૧૧.ઋદ્વિગારવ ૧૨. સાતાગારવ પરિહરું. (મોઢે પડિલેહતાં) ૧૩. માયાશલ્ય, ૧૪. નિયાણશલ્ય, ૧૫. મિથ્યાત્વશલ્ય પરિહરું.
(છાતી આગળ પડિલેહતા) ૧૬. ક્રોધ, ૧૭. માન પરિહરું.
(ડાબા ખભેથી પડિલેહતાં) ૧૮. માયા, ૧૯. લોભ પરિહરું.
(જમણા ખભેથી પડિલેહતાં) ૨૦. પૃથ્વીકાય, ૨૧. અપકાય, ૨૨.તે ઉકાયની રક્ષા કરું. (ડાબે ઢીંચણથી પડિલેહતાં) ૨૩. વાયુકાય, ૨૪. વનસ્તપિકાય, ૨૫. ત્રસકાયની જયણા કરું.
(જમણે ઢીંચણથી પડિલેહતાં) સ્ત્રીઓને ૪૦બોલ બોલવાના હોય છે. તેમણે મર્યાદાને માટે કપડાં પહેરવા પડે છે તેથી તેમનાથી મસ્તકની હૃદયની,ખભાની અને પડખાની પ્રતિલેખના ન થઈ શકે.
શ્રેણી-૪ કોર્સ સમાપ્તા