________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬
૧૬૫ બેસીને ફરવું. તેથી સૌ કોઈ તારી આજ્ઞાનું પાલન કરશે. દેવપાલે તેમ કર્યું. તે દિવ્ય પ્રભાવ જોઈ આશ્ચર્ય પામી લોકો તેની આજ્ઞા પાળવા લાગ્યા.
નદી કાંઠેથી બિંબ લાવી મોટો જિનપ્રાસાદ બનાવ્યો. જિનમૂર્તિ સ્થાપી. ત્યાં ત્રિકાળ પૂજા કરે છે આ રીતે દેવપાળ રાજાએ ત્રિકાળ પૂજા ના બળે તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. પ્રાંતે પ્રવજ્યા ગ્રહણ કરી સ્વર્ગે ગયો.
જે રીતે દેવપાલ જેવો રાંક માણસ જિનેશ્વરની પૂજાના બળે તે જ ભવે અશ્વહસ્તી વગેરેથી વ્યાપ્ત સૈન્ય યુક્ત રાજ્ય પામ્યો. તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું તેમ આપણે જિનપૂજા દરરોજ કરવી જ જોઈએ. યાદરાખો : પ્રભુ પૂજા લગાવે પાર...
૫. જિનદાસ - સોહાગદેવી વસંતપુરમાં શીવશંકર નામે શ્રાવક રહેતો હતો. એક વખત વસંતપુરમાં ધર્મદાસ સૂરિજી પધાર્યા. તેને વંદન કરી હર્ષપૂર્વક શીવશંકર શ્રેષ્ઠીએ કહ્યું કે મારે એક લાખ સાધર્મીકોને જમાડવાની ઈચ્છા છે પણ તેટલું ધન મારા પાસે નથી તો મારે શું કરવું?
ગુરુ મહારાજે કહ્યું તું મુનિસુવ્રત સ્વામીને વંદન કરવા ભરૂચ જા. ત્યાં જિનદાસ નામનો એક શ્રાવક રહે છે. તેને સૌભાગ્યદેવી નામે પત્ની છે. તે પતિપત્નીને તારી શક્તિ મુજબ ભોજન કરાવી, અલંકાર આપીને પ્રસન્ન કર. તેના વાત્સલ્યથી તને લાખ સાધÍકોને ભોજન કરાવ્યા જેટલું પુણ્ય થશે. આ પ્રમાણે તેણે ગુરુ મહારાજની આજ્ઞાનું પાલન કર્યું
ભરૂચ પહોંચી ભોજન કરાવી અને અલંકાર આપી જિનદાસ-સોહાગદેવીની ભક્તિ કરી. પછી ગામમાં જઈને શીવશંકરને વિચાર આવ્યો, હું તો જ્ઞાની ગુરુભગવંતના આદેશથી અહીં આવેલો પણ મેં એ પૂછયું નહીં કે જિનદાસ – સોહાગદેવી ની ભક્તિ કરવાનું કેમ જણાવ્યું?
ગામના શ્રાવકોએ જવાબ આપ્યો કે આ જિનદાસ સાત વર્ષનો હતો ત્યારે ઉપાશ્રયમાં એક દિવસ શીલ ઉપદેશ માળાનું વ્યાખ્યાન સાંભળી એકાંતર બ્રહ્મચર્ય પાલનનો નિયમ લીધો હતો. જિનદાસ એ નિયમને યોગ્ય રીતે પાળે છે. તેના લગ્ન સોહાગદેવી સાથે થયા. પરણીને પ્રથમ રાત્રીએ વાત થઈ કે મારે એકાંતર બ્રહ્મચર્ય પાલનનો નિયમ છે. સોહાગદેવી એ પણ બાલ્યાવસ્થામાં જ એકાંતર બ્રહ્મચર્ય પાલનનો નિયમ લીધો હતો. પણ બંનેનો દિવસ અલગ અલગ આવતો હતો.