________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ ૯. તીર્થંકર પરમાત્માની માતાને કયા ચૌદ સ્વપ્રો આવે છે?
૧-હાથી, ર-બળદ, ૩-કેસરીસિંહ, ૪-લક્ષ્મી, ૫-ફૂલની માલા, ૬-ચંદ્ર, ૭-સૂર્ય, ૮-ધજા, ૯-કળશ, ૧૦-પદૂસરોવર, ૧૧- રત્નાકર(સમુદ્ર), ૧૨-વિમાન, ૧૩-રત્નનો ઢગલો, ૧૪
નિધૂમ અગ્નિ એ ચૌદ સ્વપ્રો આવે છે. ૧૦. નૈવેદ્ય પૂજા શા માટે કરવી?
ભૂખ અને તરસની વેદનાને સંપૂર્ણ નાશ કરી, આત્માનો અણાહારી
સ્વભાવ પ્રગટ કરવા નૈવેદ્ય પૂજા કરવી. ૧૧. રત્નત્રયી એટલે શું? અક્ષત પૂજામાં તેનું સ્થાન શું છે?
દર્શન-જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ રત્નરૂપ છે. અક્ષતપૂજા માં તે
સાથીયાની ઉપર ત્રણ ઢગલી સ્વરૂપે મૂકાય છે. ૧૨. સંસારી જીવોના મુખ્ય ભેદ અર્થ સહિત જણાવો.
સંસારી જીવોના મુખ્ય બે ભેદ છે. ત્રસ અને સ્થાવર. જે જીવો પોતાની ઇચ્છાનુસાર એક સ્થાનેથી બીજે સ્થાને ન જઈ શકે તે સ્થાવર. જે જીવો
ઈચ્છાનુસાર ખસી શકે તે ત્રસ. ૧૩. કર્મબંધના મુખ્ય ચાર હેતુના નામ આપો.
કર્મબંધ મુખ્યત્વે ૧-મિથ્યાત્વ, ર-અવિરતિ, ૩-કષાય અને ૪-યોગ
(મન-વચન-કાયાની પ્રવૃત્તિ) વડે થાય છે. ૧૪. ચારિત્ર એટલે શું? તેના મુખ્ય બે ભેદ જણાવો.
આત્માના પૂર્વે એકત્ર થયેલા કર્મોને ખાલી કરવા કે ક્ષય કરવો તે ચારિત્ર
તેના સર્વવિરતિ અને દેશવિરતિ એવા બે ભેદ છે. ૧૫. મોક્ષ એટલે શું?
આત્માને ચોટેલા બધા જ કર્મોનો ક્ષય કરી, આત્મા સર્વથા કર્મરહિત બની જાય, પછી તેને કદાપિ જન્મ-મરણ ન કરવા પડે તેવી સ્થિતિ કે જેમાં સર્વોત્તમ અને કાયમી સુખ જ હોય.