________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ કલંક નિર્મુક્તમમુક્ત પૂર્ણત, કુતર્ક રાહુગ્રસનું સદોદયમુ; અપૂર્વચન્દ્ર જિનચન્દ્રભાષિત, દિનાગમે નૌમિ બુધેર્નમસ્કૃતમ્ યll
| વિશાલલોચનઃ આ વીર પરમાત્માની સ્તુતિ છે અને સવારે રાઈ પ્રતિક્રમણમાં બોલાય છે. પહેલી ગાથાથી શ્રી વીર પ્રભુની સ્તુતિ થાય છે. બીજી ગાથાથી સર્વ જિનેશ્વરોની સ્તુતિ થાય છે અને ત્રીજી ગાથાથી જિનવાણીની સ્તુતિ થાય છે.
૪૧. શ્રુતદેવતાની સ્તુતિ ) સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ૦ સુઅદેવયા ભગવાઈ, નાણાવરણીય-કમ્પ-સંઘાય તેસિં ખવેલ સમય, જેસિ સુઅસાયરે ભરી લો. સુઅદેવયા-આ શ્રુત-દેવતાની સ્તુતિ છે. તે પુરુષોને જ બોલવાનું વિધાન છે.
(૪૨. શ્રેત્રદેવતાની સ્તુતિ પિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્મ-અન્નત્થ જીસે ખિત્તે સાહુ , દંસણ-નાણહિં ચરણ-સહિઅહિં સાણંતિ મુખમગું સા દેવી હરઉ દુરિયાઈ ૧ ખિદેવયા - આ ક્ષેત્રદેવતાની સ્તુતિ છે અને તે પુરુષોને જ બોલાવનું વિધાન છે.
૪૩. કમલદલ સ્તુતિ કમલ-દલ-વિપુલ-નયના, કમલ-મુખી કમલગર્ભ-સમ-ગૌરી; કમલે સ્થિતા ભગવતી, દદાતુ શ્રુત-દેવતા સિદ્ધિમ્ ૧
કમલદલ આ સરસ્વતી દેવીની સ્તુતિ છે અને સ્ત્રીઓને દેવસિ-પ્રતિક્રમણમાં બોલાવનું વિધાન છે.
‘૪૪. ભવન-દેવતાની સ્તુતિ
ભવણ-દેવયાએ કરેમિ કાઉસ્સગ-અન્નત્થ૦ જ્ઞાનાદિગુણ યુતાનાં, નિત્યં સ્વાધ્યાયસંયમરતાનામ્; વિદધાતુ ભવનદેવી, શિવં સદા સર્વસાધૂનામ્ /૧/
જ્ઞાનાદિગુણયુતાનાં - આ ભવન-દેવતાની સ્તુતિ છે અને પાક્ષિક પ્રતિક્રમણ તથા પ્રવેશના પ્રથમ દિવસના પ્રતિક્રમણમાં બોલાય છે.