________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ નયન સલૂણાં શ્રી જિનજીનાં, અનુપમ રૂપ દયારસ ભીનાં. લૂણ ૩ રૂપ સલૂણું જિનજીનું દિસે, લાયું લૂણ તે જળમાં પેસે. લૂણ ૪ ત્રણ પ્રદક્ષિણા દેઈ જળધારા, જલણ ખેપવીયે લૂણ ઉદારા. લૂણ॰ ૫ જે જિન ઉ૫૨ ઘૂમણો પ્રાણી, તે એમ થાજો લૂણ જયું પાણી. લૂણ ૬ અગર કૃષ્ણા કુંદરુ સુગંધે, ધૂપ કરીજે વિવિધ પ્રબંધે. લૂણ ૬ સીમંધર સ્વામીના ચૈત્યવંદન પૂર્વેના દુહા
૧૩૨
શ્રી સીમંઘર સાહિબા તમે વસ્યા મહાવિદેહ મોઝાર વંદના મારી હો....જો, શ્વાસ માંહે સો વાર. ૧ શ્રી સીમંઘર સાહિબા, અરજ કરું કર જોડ જયાં લગે શશી-સુરજતપે, વંદના મારી હોય. ૨ રાંકની પેઠે રળવળ્યો ન ધણીયો નિરધાર શ્રી સીમંધર સાહિબા, તુમ વિણ કોણ આધાર. ૩ શ્રી સિદ્ધાચલજીના ચૈત્યવંદન પૂર્વેના દુહા
સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર, મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૧ સિદ્ધાચલ સિદ્ધિ વર્યા, સિદ્ધ અનંતા ક્રોડ જ્યાં મુનિવર મુગતે ગયા, વંદુ બે કર જોડ. ૨ સુરતરુ જાઈ ને કેતકી, ગુંથી ફૂલની માળ મરુદેવા નંદન પૂજીએ, વરીએ શીવ વરમાળ. ૩
શ્રેણી-૫ કોર્સ સમાપ્ત