Book Title: Mahavirnu Aarogya Shastra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
Catalog link: https://jainqq.org/explore/005323/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચાહીમાં આરોગ્યશાા માર્ચ મહ Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહવીરે આધુનિક શરીરશાસ્ત્રી અને પોષણશાસ્ત્રીની જેમ એવું વિશ્લેષણ નથી કર્યું કે શરીરના પોષણ માટે કેટલું. વિટમીન, કેટલું લવણ, કેટલો યાર જોઇએ, પરંતુ તેમણે આયર બાબતે બે મહત્ત્વપૂર્ણ શો આપ્યા - ક્લિાયર અને મિતાહર. જે વ્યક્તિ હિતકર આયરલે છે, જે વ્યક્તિ મિતભોજી હોય છે તે સ્વસ્થ રહે છે. તેની શિક્સિા માટે વૈદ્યની જæ પડતી નથી. તે પોતાની ચિકિત્સા પોતે જ કરી લે છે. તે પોતે જ પોતાનો વૈદ્ય છે. જો કે આયરવિષયક આ બંને શબ્દ મુનિ માટે પ્રયોજવામાં આવ્યા છે, પરંતુ આ બંને શબ્દ પ્રત્યેક મનુષ્ય માટે લાગુ પડે છે. આજના શરીરશાસ્ત્રીઓ પણ આ વિષયને સમર્થન આપે છે. તેઓ કહે છે કે વ્યક્તિએ દરરોજ ધ, દહીં, ઘી, માખણ, મીઠાઇ ખાવાં ન જોઇએ. આ પદ્યર્થો પ્તિકર નથી. તે અમ્લતા પેધ કરનારા છે, વિષ પેધ કરનારા છે. તેમનું દરરોજ સેવન કરવાથી વિષનો સંગ્રહ થાય છે અને તે રોગનું મૂળ બને છે. ક્યારેક ક્યારેક આ પશ્ચર્થોને છોડવા પણ જોઇએ. આજના ચિન્સિà ઔષધિની સાથે સાથે એવો નિર્દેશ પણ આપે છે કે ઘી, ખાંડ બંધ કરો , દૂધ વધુ પ્રમાણમાં ન લો. પ્રાણીજ ચીજો ઓછી લો વગેરે. તેનું તાત્પર્ય | એ જ છે કે ભોજન જેટલું ભારે હશે તેટલું I આયુષ્ય ઓછું હશે અને આરોગ્ય પણ વિ) બગડતું જશે. Jain Educationa International For Personal and private use only Page #3 -------------------------------------------------------------------------- ________________ હીરને આરોગ્ય, મહાવ ' આચાર્ય મહાપ્રજ્ઞ Cle અs. અનેકાન્ત ભારતી પ્રકાશન અમદાવાદ-૧૫. Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી આવૃત્તિ : હિન્દી આવૃત્તિ : સંપાદક મુનિ દુલહરાજ મુનિ ધનંજયકુમાર અનુવાદક તથા સંપાદક રોહિત શાહ આ 3 - - - 1 114 સંસ્થાપક-નિર્દેશક શુભકરણ સુરાણા તા . ' આવૃત્તિ પ્રથમ : ધૂળેટી, ૧૯૯૮ - - - (કિંમત : ૬૦/-) '- - Geeta 1 : આ છે ' at : ક : 8 : પ્રકાશક : સંતોષકુમાર સુરાણા આ નિર્દેશક, અનેકાન્ત ભારતી પ્રકાશન - ઇ/ચાક્લ, સહજાનંદ કોલેજ પાસે, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનું માર્ગ, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫. . ફોન : ૪૬૭૭૩૯, ૨૧૬૭૧૨૯ કાકા ને ધમકી ટાઈપ સેટિંગ : ભાવાર્થ એન્ટરપ્રાઈઝ શાહપુર, અમદાવાદ-૪. મુદ્રક : મારૂતિ ઓફસેટ પ્રિન્ટર્સ, શાર્તબાગ, અમદાવાદ-૪. ફોન : ૧૬ ૨૧૩૧૨, ૨૬ રપપ૯ મા Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુતિ આરોગ્યનો પ્રશ્ન જીવન સાથે સંકળાયેલો પ્રશ્ન છે. તે કોઇ એક સંપ્રદાયનો પ્રશ્ન નથી. ભગવાન મહાવીર સમક્ષ આત્મા મુખ્ય હતો અને શરીર ગૌણ હતું. આત્માના વિકાસમાં સહ્યોગી બને તે શરીરનું મહત્ત્વ હતું. એવું શરીર મૂલ્યહીન હતું કે જે આત્મોદયમાં અવરોધ સ્ત્ય બનતું હોય. આદિથી અંત સુધી આત્માની પરિક્રમા કરનારી ચેતના એ જ સ્વાસ્થ્યને મહત્ત્વ આપી શકે છે, કે જેના કણેકણમાં આત્માની સહજ સ્મૃતિ હોય. ભગવાન મહાવીરે આરોગ્યના શાસ્ત્રનું પ્રતિપાદન નથી કર્યું. તેમની વાણીમાં શરીર આત્માનું સહાયક અને ઉપયોગી માત્ર છે. તેથી શારીરિક આરોગ્યનું શાસ્ત્ર તેમની વાણીનો વિષય બન્યું નથી. તેમની સમક્ષ પરમતત્ત્વ હતું આત્મા. તેને સ્વસ્થ રાખવા માટે તેમણે ઘણું બધું કહ્યું અને તે અધ્યાત્મશાસ્ત્ર બની ગયું. અધ્યાત્મશાસ્ત્રનું બીજું નામ આરોગ્યશાસ્ત્ર છે. આ સચ્ચાઈનું પ્રતિપાદન વાંચી શકાશે ‘મહાવીરનું આરોગ્યશાસ્ત્ર'માં. આત્મિક આરોગ્યમાં અવરોધ નાખનારાં તત્ત્વો રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, ભય, શોક, ઘૃણા, કામવાસના વગેરે છે. તે શરીર અને મનને પણ ણ (રોગી) બનાવે છે. તેમની ચિકિત્સા એ આરોગ્યનો મૂળ આધાર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ આપણું જગત શબ્દ, વર્ણ, રસ, ગંધ અને સ્પર્શથી સંયુકત છે. પ્રત્યેક પદાર્થ વર્ણ, રસ વગેરેથી સંયુકત છે. ધ્વનિચિકિત્સા, રસચિકિત્સા, ગંધચિકિત્સા, સ્પર્શચિકિત્સા અને રંગચિકિત્સા - ચિકિત્સાની આ પ્રાચીન પદ્ધતિઓ છે. ધ્વનિચિકિત્સામાં મંત્રનો પ્રયોગ કરવામાં આવે છે. ગંધચિકિત્સાનો સંબંધ પુષ્પચિકિત્સા સાથે છે. રસચિકિત્સા મીઠા અને કડવા વગેરે રસો દ્વારા કરવામાં આવે છે. સ્પર્શચિકિત્સા હાથની ઊર્જ તથા વિદ્યુતીય સંપ્રેષણ દ્વારા કરવામાં આવે છે. વર્ણચિકિત્સાનો સંબંધ સૂર્ય-કિરણ-ચિકિત્સા અથવા રંગચિકિત્સા સાથે છે. વ્યક્તિના આભામંડળમાં માત્ર વર્ણ જ નથી હોતો, ગંધ, રસ અને સ્પર્શ પણ હોય છે. વર્ણ વગેરે તમામ તત્ત્વો બરાબર હોય તો આભામંડળ આરોગ્યનું કારણ બની જાય છે. વિકૃત આભામંડળ રોગ પેદા કરનારું બને છે. રોગ અને આરોગ્ય બંને આભામંડળની પ્રતિકૃતિઓ છે. ભગવાન મહાવીરની વાણીમાં લેશ્યા અથવા આભામંડળ એવું દર્પણ છે કે જેમાં પ્રતિબિંબને પણ જોઈ શકાય છે અને બિંબની ગતિવિધિઓને પણ જોઈ શકાય છે. અધ્યાત્મ સાધના કેન્દ્ર - દિલ્હી (ઈ. સ. ૧૯૯૪)માં પૂજ્ય ગુરુદેવ શ્રી તુલસીએ મહાવીરના અર્થશાસ્ત્ર વિશે પ્રવચનશ્રેણીનો સંકેત કર્યો અને જૈન વિશ્વભારતી, લાડ (ઈ. સ. ૧૯૯૬)માં મહાવીરના આરોગ્યશાસ્ત્ર વિશે પ્રવચન આપવાનો નિર્દેશ કર્યો. 'છમાં દર રવિવારે એક પ્રવચન થતું હતું. કુલ સોળ પ્રવચનો થયાં અને તેમાંથી પ્રસ્તુત ગ્રંથ આકાર પામ્યો. પ્રસ્તુત ગ્રંથના સંપાદનમાં મુનિ દુલહરાજ અને મુનિ ધનંજયકુમારે ' તથા તેની ગુજરાતી આવૃત્તિ માટે અનુવાદ અને સંપાદન કાર્યમાં શ્રી ન રોહિત શાહે નિષ્ઠાપૂર્વક પરિશ્રમ કર્યો છે. આ ૧૪, જૂન ૧૯૯૭ ન તેરાપંથ ભવન, ગંગાશહેર. g આચાર્ય મહાપ્રજ્ઞા આ એક એવી થી જી . Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય જીવનનો યક્ષ-પ્રશ્ન કરી રતે રહે સ્વસ્થ તવ સ્વસ્થ ચિંતન, સ્વસ્થ મન ઊળે રેગની જટિલ પલ્લી બતે આરોગ્ય શાશ્વત સલી આપે છે એક સંબોધ મહર્ષિ ચરકનો ઉબોધસ્વસ્થ એ છે જે હિતબુલ્લિભોજી છે મિતભુકૃ-મિતભોજી છે તભુતભોજી છે આરોગ્યની આ ભાષા શરીરજિત પરિભાષા મલવીરનું આરોગ્યદર્શન આપે છે નવ્ય ચિંતન આરોગ્યની આત્મતિ પરિભાષા ગાડે છે એક નવી જિજ્ઞાસા એ છે સ્વસ્થ અને છ આત્મસ્થ નો વિશુદ્ધ છ અધ્યવસાય પવિત્ર છે ચિત્તનો વ્યવસાય વિઘાતક ભાવોનું આલય નિર્મળ વેશ્યા અને આભાવલય આરોગ્યનું છે અદ્ભત રહસ્ય બને છે જીવન સ્વતઃ પ્રશસ્યા વિકસે છે આત્માની નિર્મળતા અધ્યવસાય અને ભાવોની પવિત્રતા આભામંડળ અને લેસ્થાની વિશુદ્ધિ સુમન અથવા અમનની ઉપલબ્ધિ શરીર ઉપર ઊતતા સ્ત્રોનું ક્ષરણ સર્વાગીણ આરોગ્યનું અવતરણ પ્રસ્તુત છ મલપ્રતનું મૌલિક સર્જન આ કલા અક Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્વર પામીએ સ્વસ્થ જીવન રેગ ચિકિત્સાના અભિનવ પ્રકલ્પ નવી વિધિઓ, નવા વિલ્પભાવ અને આભામંડળીય ચિત્સિા સ અને ગંધ ચિકિત્સા સ અને સ્પર્શ ચિકિત્સા શબ્દ અને ચિતન ચિત્સિા જે ચાલે અનુસંધાન અને અન્વેષણ સઘન પ્રયોગ અને પ્રશિક્ષણ અધ્યાત્મ-મનીષીના આ વિચાર ખોલશે ચિકિત્સાક્ષેત્રમાં નવા વર આગમોનો સૂત્રાત્મા મતપ્રજ્ઞનો અર્થાત્મા પ્રાચીન સંદભ, અર્વાચીન ભાષા આરોગ્યની અપૂર્વ મીમાંસા વાંચીએ મતવીરનું આરોગ્યશાસ્ત્ર બનશે પવિત્ર જીવન, ગાત્ર બલાશે ચિંતનનો બ્રેણ, વિકસશે નવો ધંખણ સુઝડશે ઔષધનો વિલ્પ ધ્યાન-યોગનો સંકલ્પ પ્રેક્ષા-અપેક્ષાનો ઉપમા અર્પશે જીવનને નવો અભિન્ન નવી આશાસ વવો વિશ્વાસ નવો ઉદ્યાસ શરીર અને મનની સીમાથી પર આરોગ્યની ચેતનાનું દર્શન કરી શકશે જીવનમાં નવી ક્ષિતિજું ઉદ્ઘાટન ૪ જૂન, ૧૯૯૭ 0 મુનિ ધનંજયકુમાર તેરાપંથ ભવન, ગંગાશહેર. Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ 래미 બારોધને થા સંબંધ ‘આરોગ્ય’ માનવીનું સૌથી પ્રથમ સુખ મનાયું છે. એનો અર્થ એ થયો કે અનારોગ્ય માનવીનું સૌથી પ્રથમ દુ:ખ છે. જે અધ્યાત્મ માનવીને તેનો પ્રથમ અધિકાર બક્ષે છે, તે ઉત્તમ અધ્યાત્મ છે. આચાર્ય મલપ્રજ્ઞ અધ્યાત્મ-મનીષી છે તેમણે જગતને ધ્યાન અને યોગ વિશે વ્યાપક અને ગહન સમજ આપી છે. અધ્યાત્મ અને આરોગ્યને વળી શો સંબંધ ? એવો પ્રશ્ન જેને પજવતો હોય તે વ્યકિત પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરે તો એને તરત જ સમજાઈ જશે કે, અધ્યાત્મ અને આરોગ્ય અલગ નથી. એક જ સિક્કાની બે બાજુઓ છે. જેવું અન્ન તેવું મન અને જેવું મન તેવું ચિંતન, જેવું ચિંતન તેવું જીવન. આમ, આહાર અને આરોગ્ય અને અધ્યાત્મ પરસ્પરનાં પૂરક અને પોષક છે. આરોગ્યની માવજતમાં પાયાની બે બાબતો છે : આહર અને શ્વાસ. અહીં આચાર્યશ્રી મલપ્રજ્ઞજીએ આહ્વર અને શ્વાસને કેન્દ્રમાં રાખીને મૌલિક રીતે અધ્યાત્મચિંતન વ્યક્ત કર્યુ છે. આમ તો પ્રસ્તુત ગ્રંથમાં સંગૃહીત તમામ પ્રકરણો પ્રવચનો રૂપે વ્યક્ત થયાં હતાં, તેને ગ્રંથસ્થ કરીને પ્રવચનથી વંચિત રહેલા જિજ્ઞાસુઓ માટે આ પ્રેરણા ઉપલબ્ધ કરી આપી છે. ગુજરાતી વાચકો માટે શુભ લાગણીથી આ ગ્રંથના અનુવાદનું પ્રકાશન કરવા બદલ તથા આ પુનિત કાર્યમાં મને સદ્ભાગી બનાવવા માટે શ્રી શુભકરણ સુરાણાનો આભારી છું. Jain Educationa International D રોહિત શાહ ડી-૧૧, રમણકલા એપાર્ટમેન્ટ, સંઘવી હાઈસ્કૂલ રેલવે ક્રોસિંગ પાસે, નારણપુરા, અમદાવાદ-૧૩. * ફોન : ૭૪૭૩૨૦૭ For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ કિરી અનુકમ ૧. અસ્તિત્વ અને આરોગ્ય ૨. ચિત્ત, મન અને આરોગ્ય ૩. ભાવ અને આરોગ્ય | ૪. પર્યાપ્તિ અને આરોગ્ય ૫. રુણ કોણ ? ૬. કર્મવાદ અને આરોગ્ય ૭. જીવનશૈલી અને આરોગ્ય ૮. શ્વાસ અને આરોગ્ય કે ૯. આતર અને આરોગ્ય ૧૦. યોગાસન અને આજે ૧૧. પ્રેક્ષાધ્યાન અને આરોગ્ય T૧૦૧] ૧૨. કાયોત્રાર્ગ અને આરોગ્ય - - - - ૧૩. અનુપ્રેક્ષા અને આરોગ્ય ૧૧૯ | ૧૪. લેશ્યાધ્યાન અને આરોગ્ય ૧૫. હૃદયરોગ : કારણ અને નિવારણ - ૧૬. શિશુ તેમજ વૃદ્ધનું આરોગ્ય : : ૧૭. પરિશિષ્ટ : આગમ રાંદર્ભ ૧ ૬ ૧ જિન : વાર તે કોઈ Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ અર્થસૌજન્ય શ્રીમતી સૂરજબહેન ચુનીભાઇ પટેલના સ્મરણાર્થે પાર્શ્વનાથ એસ્ટેટ કોર્પોરેશન C/o. હરિસિદ્ધ ચેમ્બર્સ, અમદાવાદ-૩૮૦૦૧૪. વતી શ્રી નવનીતભાઈ ચુનીભાઈ પટેલ તરફથી.... Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ પેદન શ્રી મીઠાલાલ પોરવાલ [ સિંગલ ટ્રાન્સપોર્ટ કોર્પો. ] શ્રી ચંદનમલ ભંવરલાલ સુરાણા [અષ્ણા પ્રોસેસર્સ પ્રા. લિ. ] શ્રી બજરંગ જૈન [ કોમ્યુટર પોઈન્ટ લિ., કલકત્તા. ] પદ છે. આગળ શ , 46 ડર મીન રાહુ Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧. અસ્તિત્વ અને આરોગ્ય આરોગ્ય, બોધિ અને સમાધિની ઉપલબ્ધિનું સ્વપ્ન માનવીના મનમાં આકાર લેતું રહ્યું છે. માનવીની સૌપ્રથમ ઝંખના આરોગ્યપ્રાપ્તિની છે. સંસ્કૃત સાહિત્યમાં આરોગ્યની કામના સતત કરવામાં આવી અને તેને તમામ સફળતાઓનો આધાર માનવામાં આવ્યો. આરોગ્ય અને ચિકિત્સાની અનેક પદ્ધતિઓ પ્રચલિત થઈ. મહાવીરનું દર્શન ચિકિત્સાનું દર્શન પણ નથી અને આરોગ્યનું દર્શન પણ નથી, પરંતુ જ્ઞાનને વિભક્ત કરીને જોવાનું અનેકાન્તને ક્યારેય મંજૂર નથી હોતું. જ્ઞાન સાપેક્ષ છે. નિરપેક્ષ દૃષ્ટિએ જ્ઞાનને જોવું પણ ન જોઈએ અને તેનું વિભાજન પણ કરવું ન જોઈએ. જ્ઞાનની બે શાખાઓ વચ્ચે કોઈ લક્ષ્મણરેખા દોરી શકાતી નથી. પ્રત્યેક જ્ઞાનનો ઉપયોગ પ્રત્યેક ક્ષેત્રમાં થઈ શકે છે, થાય છે. જ્યાં મહાવીરે અસ્તિત્વનું પ્રતિપાદન કર્યું. તેમનું મુખ્ય સૂત્ર હતું - આત્મા. જ્યાં આત્માની વિશુદ્ધિ નથી ત્યાં આરોગ્ય પણ નથી. આત્માનીમલિનતાછેત્યાંઆરોગ્યનીસમસ્યા છે. આત્માનીપવિત્રતા સાથે આરોગ્યનોપ્રશ્ન જોડાયેલોછે. પ્રસ્તુત સંદર્ભમાં અસ્તિત્વનીચર્ચા દાર્શનિકદૃષ્ટિએ કરવાનથી માંગતો. જ્યાં દાર્શનિકદૃષ્ટિ હોય છે ત્યાં આત્મા અને પુદ્ગલની મીમાંસા થાય છે. આરોગ્યના સંદર્ભમાં અસ્તિત્વની પરિભાષા અને વ્યાખ્યા બદલાઈ જશે. દાર્શનિક દૃષ્ટિએ અસ્તિત્વછે-આત્મા.જ્યાં આરોગ્યનો સંદર્ભછે ત્યાં અસ્તિત્વસાત અંગોવાળું હશે. અસ્તિત્વ સાત અંગોનો સમુચ્ચય છે. શરીર, ઈન્દ્રિય, શ્વાસ, પ્રાણ, મન, ભાવ અને ભાષા આ સાત અંગોછે. અસ્તિત્વનું પ્રથમ અને દૃશ્યમાન અંગ શરીર છે. બીજું અંગ ઈન્દ્રિય છે. ઈન્દ્રિયો શરીર સાથે સંલગ્ન છે, પરંતુ કાર્યની દૃષ્ટિએ મહાવીરનું આરોગ્યશાસ્ત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ શરીરથી તદ્દન અલગ છે. ત્રીજું અંગ શ્વાસ છે. તે અસ્તિત્વ અને આરોગ્ય બંને દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ચોથું અંગ પ્રાણ છે. પ્રાણી પ્રાણના આધારે જીવે છે. જીવિત એટલે પ્રાણધારાનો પ્રવાહ અને મૃત એટલે પ્રાણધારાનું વિનિયોજન. જીવનનો મૌલિક આધાર પ્રાણ છે. આ ચારેય અંગો શરીર સાથે ગાઢ રીતે જોડાયેલાં છે. વિકાસની દૃષ્ટિએ આગળ વધીએ તો બાકીનાં આ ત્રણ તત્ત્વો પણ અસ્તિત્વનાં અંગો બને છે – મન, ભાવ અને ભાષા. આરોગ્યની દૃષ્ટિએ વિચાર કરીએ તો આ સાતેય તત્ત્વો પરસ્પરને પ્રભાવિત કરનારાં છે. શરીર મનને પ્રભાવિત કરે છે અને મન શરીરને પ્રભાવિત કરે છે. ભાવ શ્વાસને અને શ્વાસ ભાવને પ્રભાવિત કરે છે. ભાષામાં પરિવર્તન આવી જાય છે. સમગ્ર દૃષ્ટિએ વિચાર કરીએ તો તેમાંથી કોઈને પણ છોડી શકાતું નથી. આરોગ્ય વિષે વિચાર કરવામાં આવ્યો અને અનેક શાખાઓ વિકસિત થઈ ગઈ. એક શાખા એ છે કે જે શારીરિક બીમારીઓની ચિકિત્સા કરે છે અને બીજી શાખા એ છે કે જે માનસિક સમસ્યાઓની ચિકિત્સા, કરે છે. ચિકિત્સાક્ષેત્રની આ બે મુખ્ય શાખાઓ છે. શરીર અનેકાન્ત દર્શનમાં એક ગૌણ અને એક મુખ્ય હોઈ શકે છે, તેમાં સર્વથા તફાવત માની શકાતો નથી. શરીર અસ્તિત્વનું પ્રથમ ઘટક છે. જ્યારે શરીરનો પ્રત્યેક અવયવ બરાબર કામ કરે છે, પાચનતંત્ર અને ઉત્સર્જનતંત્ર બરાબર કામ કરે છે, શ્વસનતંત્ર, નર્વસ સિસ્ટમ અને મસ્તિષ્ક બરાબર કામ કરે છે ત્યારે શરીરને સ્વસ્થ સમજવામાં આવે છે. શરીરના અવયવોમાં ક્યાંય કોઈ ગરબડ કે વિકૃતિ આવે છે ત્યારે શરીરરુષ્ણ અને બીમાર બની જાય છે. ઇન્દ્રિય અસ્તિત્વનો બીજો ઘટક ઇન્દ્રિયો છે. શરીર સ્વસ્થ હોવાનું છતાં ઇન્દ્રિયો અસ્વસ્થ હોઈ શકે છે. ઇન્દ્રિયોનો અધિક ઉપયોગ િથાય તો તે રુણ બની જાય છે. ઇન્દ્રિયોનો ઉપયોગ નહિ થાય તો શું તે નકામી થઈ જશે. આંખનો વધુ ઉપયોગ કરવામાં આવે તો આંખ રુણ બનશે. આંખ પાસેથી જો બિલકુલ કામ ન લેવામાં આવે તો છે કે મહાવીરનું આયેગ્યશાસ્ત્ર કે તેને 5 - લ - 4 Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ તેની ક્ષમતા ઘટી જશે. ઇન્દ્રિયોની ક્ષમતા ત્યાં સુધી ટકી રહે છે કે જ્યાં સુધી ઇન્દ્રિયોનો સમુચિત ઉપયોગ થાય છે. ન તો અતિયોગ, ન અયોગ પરંતુ સમ્યક્ ઉપયોગ – એ જ ઇન્દ્રિયોનું આરોગ્ય છે. શ્વાસ અસ્તિત્વનો ત્રીજો ઘટક શ્વાસ છે. તે સૌને પ્રભાવિત કરે છે. ન્યાયશાસ્ત્રમાં એક ન્યાયનો ઉલ્લેખ છે – ઉંબરા દીપક ન્યાય. ઉંબરા ઉપર મૂકેલો દીપક અંદર અને બહાર બનેને પ્રકાશિત કરે છે. શ્વાસ શરીરને પણ પ્રભાવિત કરે છે, ઇન્દ્રિયોને પણ પ્રભાવિત કરે છે, મન અને ભાવોને પણ પ્રભાવિત કરે છે. સૌને પ્રભાવિત કરનારું તત્ત્વ છે શ્વાસ. જેવી રીતે મસ્તિષ્કનાં પડળોનું એક ચક્ર હોય છે, તેવી જ રીતે શ્વાસનું પણ એક ચક્ર હોય છે. મસ્તિષ્કવિદ્યાના ક્ષેત્રમાં ઊંડા અધ્યયનને આધારે એમ કહેવામાં આવ્યું કે જમણા અને ડાબા મસ્તિષ્કનાં કાર્યોનું એક ચક્ર છે અને તેમનો સમયગાળો નિશ્ચિત છે. મસ્તિષ્કનું એક પડ નેવું મિનિટ સુધી સક્રિય રહે છે, ત્યારબાદ તેનું બીજું પડ સક્રિય બને છે. શ્વાસના સંદર્ભમાં એમ જ કહી શકાય કે - ક્યારેક જમણો સ્વર સક્રિય રહે છે તો ક્યારેક ડાબો સ્વર સક્રિય રહે છે. શ્વાસનો પણ એક લય હોય છે, એક ચક્ર હોય છે. જે અવિરત ચાલ્યા કરે છે. જ્યારે ડાબો શ્વાસ ચાલતો હોય છે ત્યારે મસ્તિષ્કનું નાનુંપડ સક્રિય બન્ની જુય છે. જ્યારે જમણો શ્વાસ ચાલતો હોય છે ત્યારે મસ્તિષ્કનું ઓછું પડ સક્રિય બની જાય છે. આરોગ્ય માટે શ્વાસના આ નિયમોને સમજવા જરૂરી છે. આરોગ્ય વિષે યોગમાં ઘણું કામ થયું છે. સ્વરોદયમાં પણ શ્વાસ વિષે ઘણું કાર્ય થયેલું છે. શ્વાસની એટલી બધી ક્રિયાઓ છે, તેનું એટલું બધું વૈચિત્ર છે કે તેને અલગ સમજી લેવામાં આવ્યો. માત્ર શ્વાસ દ્વારા આરોગ્યની અનેક સમસ્યાઓનું સમાધાન મેળવી શકાય છે. પ્રાણ અસ્તિત્વનો ચોથો ઘટક પ્રાણ છે. તે અસ્તિત્વનો મૂળાધાર ઈ છે. માનવજીવન અથવા કોઈ પણ પ્રાણીનો આધાર પ્રાણ છે. તે પ્રેક્ષાધ્યાનમાં જ્યારે શ્વાસપેક્ષાનો પ્રયોગ કરવામાં આવે છે ત્યારે હિ. એવો નિર્દેશ આપવામાં આવે છે કે – “શ્વાસને જુઓ, શ્વાસની એક મહાલીનું સ નામ : જ કોઈ Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ સાથોસાથ પ્રાણને જુઓ.’ મહાવીરે દસ પ્રકારના પ્રાણ બતાવ્યા – પાંચ ઇન્દ્રિયોના પાંચ પ્રાણ, શ્વાસોચ્છ્વાસ પ્રાણ, શરીરબળ પ્રાણ, મનોબળ પ્રાણ, વચનબળ પ્રાણ અને આયુષ્ય પ્રાણ. આપણા શરીરનું સંચાલન પ્રાણ દ્વારા થઈ રહ્યું છે. શરીરમાં જે અનેક સમસ્યાઓ પ્રગટ થાય છે તેની અભિવ્યક્તિનું માધ્યમ શરીર બને છે, પરંતુ તે સમસ્યાઓ શરીર-જનિત નથી હોતી. બીમારીનાં અનેક કારણો માનવામાં આવે છે. આનુવંશિકતા બીમારીનું એક કારણ છે. પરિસ્થિતિ, વાતાવરણ, વાયરસ, જર્મ્સ વગેરે પણ બીમારીનાં નિમિત્ત બની શકે છે. જ્યારે ધાતુઓનું વૈષમ્ય થઈ જાય છે, શરીરના અવયવો વચ્ચે સામ્ય નથી રહેતું ત્યારે વ્યક્તિ બીમારીથી આક્રાંત થઈ ઊઠે છે. આ તમામ કારણો ખોટાં નથી, પરંતુ માત્ર આટલાં જ કારણો નથી. પ્રાણનું અસંતુલન પણ એક મુખ્ય કારણ છે. જ્યારે પ્રાણનું અસંતુલન થાય છે ત્યારે શરીરના અવયવોની સ્વસ્થતા હોવા છતાં વ્યક્તિ બીમાર બની જાય છે. પ્રાણ સૂક્ષ્મશરીર અને સ્થૂળશરીરનો સંબંધસેતુ છે. સૂક્ષ્મશરીરની સાથે આપણો જે સંબંધ છે તે પ્રાણ દ્વારા થાય છે. આર્યુવેદમાં બીમારીનું એક કારણ કર્મ માનવામાં આવે છે. રોગ કર્મ દ્વારા પણ થાય છે. આ વિષયમાં કર્મશાસ્ત્રીય દૃષ્ટિએ અમારું પણ એ જ ચિંતન છે કે કેટલીક બીમારીઓ એવી છે કે જેનું કારણ બહાર શોધી શકાતું નથી. જે શરીરમાં આપણા જૂના સંસ્કારો સંચિત છે, જેના દ્વારા આપણી તમામ ગતિવિધિઓ સંચાલિત થાય છે, તે સૂક્ષ્મશરીરમાં કર્મનાં બીજ રહે છે. જ્યારે તે પ્રાણના માધ્યમ દ્વારા સ્થૂળશરીરમાં આવે છે ત્યારે પ્રાણિક બીમારી ઉદ્ભવે છે. આ દૃષ્ટિએ પ્રાણ આપણા આરોગ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. એક વ્યક્તિ કોષ્ઠબદ્ધતા (બજિયાત)ની સમસ્યાથી ગ્રસ્ત છે. તે વિરેચન માટે અનેક પ્રકારની દવાઓ લે છે, છતાં વિરેચન થતું નથી. પ્રશ્ન થશે કે એવું શા માટે ? તેનું કારણ એ છે કે અપાન નામનો પ્રાણ બરાબર કામ કરતો નથી. જો અપાનપ્રાણ વિકૃત થઈ ગયો હોય તો પછી તમે ભલે હજારો દવાઓ લો તો પણ ઉત્સર્જન ક્રિયા બરાબર થશે નહિ. ગુદાથી શરૂ કરીને નાભિ સુધી જે સ્થાન છે, તે અપાનપ્રાણનું સ્થાન છે. જો તે સમ્યક્ નહિ હોય તો ઉદાસી, બેચેની, ડિપ્રેશન, માનસિક ઉચાટ મહાવીરનું આયેગ્યશાસ્ત્ર * ૪ Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ જેવી પરિસ્થિતિઓ પેદા થશે અને જેવો અપાનપ્રાણ ઠીક થશે કે તરત જ તમામ પરિસ્થિતિઓ પણ સુધરી જશે. બિહેવિયર સાયકોલોજી (વ્યવહાર વિજ્ઞાન)નો પ્રશ્ન હોય કે શારીરિક ચિકિત્સાનો પ્રશ્ન હોય, તેમાં પ્રાણનું સંતુલન અપેક્ષિત છે. તે આ તમામની સમ્યફ સક્રિયતાનું કારણ બને છે. તમે કાર ચલાવવા ઈચ્છો છો પરંતુ જો કારમાં પેટ્રોલ નહિ હોય તો તમે ધક્કા મારીને ક્યાં સુધી ચલાવશો?તમે ગમે તેટલો પરિશ્રમ કરો પરંતુ ઈધણ વગર કાર ચાલશે નહિ. પ્રાણ આપણું જીવન છે. આપણું જીવન તેના દ્વારા સંચાલિત છે. હૃદયરોગ શા માટે થાય છે ? તેનાં અનેક કારણો છે, પરંતુ પ્રાણ નામનો જે પ્રાણ છે તે યોગ્ય કામ કરતો હશે તો હૃદયને મજબૂતી મળશે, તે કમજોર નહિ બને. જો તે પ્રાણ બરાબર કામ નહિ કરતો હોય તો ઉચાટની સ્થિતિ પેદા થશે. નેપાળના એક ભાઈએ કહ્યું, “મહારાજ! હૃદયની બાયપાસ સર્જરી કરાવી લીધી, છતાં ઉદાસી, બેચેની અને સુસ્તી યથાવત છે. પરિસ્થિતિ એવી છે કે હું અગિયાર વાગ્યા પહેલાં ઊઠી જ નથી શકતો. એમ લાગે છે કે જીવનમાં કોઈ | સક્રિયતા નથી, પ્રસન્નતા નથી. અત્યંત પરેશાનીભર્યું જીવન હું જીવી રહ્યો છું.” મેં કહ્યું, “તમે માત્ર દવાના ભરોસે ન રહો, સાથેસાથે કેટલાક પ્રયોગો પણ કરો. દીર્ઘશ્વાસપ્રેક્ષા અને કાયોત્સર્ગ કરો.” ભાઈએ એ પ્રયોગો કર્યા. તે ખૂબ પ્રબુદ્ધ અને સંપન્ન હતા. ત્રીજા દિવસે તેમણે કહ્યું, “મહારાજ ! આજે અનેક મહિના પછી સવારે સાત વાગે હું ઊઠી શક્યો ! આ ત્રણ દિવસોના પ્રયોગ થકી મને પચીસ ટકા જેટલો ફાયદો અનુભવાય છે. મારી પ્રસન્નતા વધી છે, માનસિક વ્યગ્રતા ઘટી છે.” આવું થઈ શકે ખરું? જે ફાયદો મહિનાઓ સુધી દવાઓ લેવા છતાં ન થયો તે માત્ર ત્રણ દિવસના પ્રયોગથી કઈ રીતે શક્ય બન્યો? કારણ એ જ છે - જ્યારે પ્રાણ પર્યાપ્ત રહેશે, શ્વાસની ક્રિયા સમ્યક્ રહેશે ત્યારે હૃદયને પર્યાપ્ત ઓક્સિજન મળશે, તેની સક્રિયતા અને સ્વસ્થતા ટકી રહેશે. રાજસ્થાનના એક રાજનીતિજ્ઞ બાયપાસ સર્જરી કરાવવા માટે અમેરિકા ગયા. બાયપાસ સર્જરી થઈ ગઈ. ડૉક્ટરે કહ્યું, “તમે ખૂબ સારી રીતે શ્વાસ લીધો. શું તમે લાંબા શ્વાસ લેવાનું જાણો છો ?” રાજનેતાએ કહ્યું, “હું પ્રેક્ષાધ્યાનનો અભ્યાસી કાકી " મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + ૫ વાત છે. મહાવીરનું આયai Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ છું, મે દીર્ઘશ્વાસપ્રેક્ષાનો પ્રયોગ કર્યો છે. તેથી હું લાંબો શ્વાસ લેવાનું જાણું છું.” પ્રાણ અને આરોગ્ય શ્વાસ-પ્રાણનો પ્રયોગ અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રયોગ છે. પ્રાણસંતુલનની સાથે આરોગ્યનો ઊંડો સંબંધ છે, તેથી પ્રાણનું સમ્યફ હોવું આવશ્યક છે. પ્રાણનું આકર્ષણ કઈ રીતે થાય છે ? શરીરમાં પ્રાણનો સંચય ક્યાં થાય છે ? પ્રાણનું વિતરણ ક્યાંથી થાય છે ? પ્રાણની તમામ ક્રિયાઓ ક્યાંથી સંચાલિત થાય છે ? આ સઘળા પ્રશ્નો અંગે સ્વતંત્રરૂપે વિસ્તૃત ચર્ચા અપેક્ષિત છે. વાસ્તવમાં પ્રાણ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે. જૈન દર્શનમાં આઠ વર્ગણાઓ માનવામાં આવી છે. પુદ્ગલોના આઠ એવા સમૂહ છે કે જે સમગ્ર લોકમાં, બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. તેમાં એક વર્ગણાનું નામ તૈજસ વર્ગણા છે. આપણે ક્યાંય બહાર જવાની જરૂર નથી. આપણી આસપાસ પ્રાણનું એક વલય રચાયેલું છે. ચારે તરફ પ્રાણની સામગ્રી વિકીર્ણ છે. જો આપણે યોગ્ય રીતે લેવાનું જાણીએ, પ્રાણનો સંચય કરવાનું જાણીએ તો પ્રાણનો વ્યાપક સંગ્રહ કરી શકીએ છીએ અને પ્રાણનો પ્રયોગ પણ કરી શકીએ છીએ. ઘણી બધી બીમારીઓ એવી છે કે જે પ્રાણના અસંતુલન અને અવરોધ દ્વારા પેદા થાય છે. પેરાલીસીસ (પક્ષાઘાત)નાં અનેક કારણો માનવામાં આવે છે, પરંતુ તેનું જે સૌથી મોટું કારણ છે એ તો છે – જ્યાં પ્રાણની સક્રિયતા ઓછી હશે ત્યાં નિષ્ક્રિયતા આવી જશે. જે અવયવમાં પ્રાણ-સંચાર અવરોધાય છે તે અવશ્ય પક્ષાઘાતથી આક્રાંત થાય છે. પ્રાણશક્તિનું સમ્યક્ સંચાલન થતું રહે તો કોઈ અવયવ નિક્રિય બનશે નહિ. આપણે ઓક્સિજન લઈએ છીએ નર્વની સાથે અથવા લોહીની સાથે. લોહી ઓક્સિજનને પ્રત્યેક કોશિકા સુધી પહોંચાડે છે. તેનાથી આપણા જીવનની શક્તિ બરાબર કામ કરતી રહે છે અને આરોગ્ય જળવાઈ રહે છે. જ મન અસ્તિત્વનો પાંચમો ઘટક મન છે. મન સર્વસ્વ છે અને કશું જ નથી. મનનું કોઈ સ્થાયી અસ્તિત્વ નથી. જ્યારે મન અસ્તિત્વમાં દ હોય છે ત્યારે તે સર્વસ્વ હોય છે. તેને પેદા કરવામાં ન આવે તો તે છે છે મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + ૭ કાકા નો Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ કશું જ નથી. જેવી રીતે ભાવ સ્થાયીતત્ત્વ છે તેવી રીતે મન સ્થાયીતત્ત્વ નથી. મન ઉત્પન્ન થાય છે, વિલીન પણ થાય છે. આપણે જ્યારે ઇચ્છીએ ત્યારે મનને પેદા કરીએ શકીએ છીએ અને જ્યારે ઇચ્છીએ ત્યારે મનને વિરામ આપી શકીએ છીએ. મનની અનેક અવસ્થાઓ છે. મન ચંચળ, વ્યગ્ર અને એકાગ્ર બને છે. તે સમનસ્ક અવસ્થા છે, પરંતુ જ્યારે મન હોય છે ત્યારેતે ઘણું બધું હોય છે. તેથી આરોગ્યની સાથે મનનો સંબંધ જોડાયેલો છે. મન સ્વસ્થ હોય તો શરીર સ્વસ્થ રહે છે. મન અસ્વસ્થ થાય તો શરીર અસ્વસ્થ બને છે. આચાર્ય મલયગિરિએ નંદીસૂત્રની વૃત્તિમાં આ વિષયની ખૂબ સરસ મીમાંસા કરી છે. એક વ્યક્તિને ઇષ્ટ ભોજન મળે, પૌષ્ટિક ભોજન મળે તો તેનું શરીર પુષ્ટ બની જશે. જો તેને અનિષ્ટ ભોજન મળે, કુપોષણ મળે તો તેનું શરીર ક્લાન્ત અને રુગ્ણ બની જશે. એ જ રીતે જ્યારે મન સારા વિચાર, સારું ચિંતન અને વિધાયક મનન કરે છે ત્યારે તે ઇષ્ટપુદ્ગલોને ગ્રહણ કરે છે. તેનાથી મન પ્રફુલ્લિત બને છે અને શરીર સ્વસ્થ બને છે. જ્યારે મનમાં ખરાબ વિચારો, ખરાબ ક્લ્પનાઓ અને ખરાબ સ્મૃતિઓ જાગે છે ત્યારે અનિષ્ટ પુદ્ગલોને ગ્રહણ કરે છે. તેનાથી મન પણ રુગ્ણ બને છે અને સ્વસ્થ શરીર પણ,અસ્વસ્થ બની જાય છે. શરીરનો મન ઉપર અને મનનો શરીર ઉપર ભારે પ્રભાવ પડે છે. એક સૂત્ર આ છે - શરીર સ્વસ્થ હશે તો મન સ્વસ્થ રહેશે. બીજું સૂત્ર એવું હોઈ શકે કે – મન સ્વસ્થ હશે તો શરીર સ્વસ્થ રહેશે. વાસ્તવમાં બીજું સૂત્ર વિશેષ નિર્ણાયક છે. - પ્રશ્ન છે – મનનું આરોગ્ય કઈ રીતે જળવાઈ રહે ? મન કેવી રીતે ઇષ્ટ પુદ્ગલોને અવિરત ગ્રહણ કરતું રહે ? સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે – આપણે ચિંતન કરીએ છીએ પરંતુ દાર્શનિક દૃષ્ટિએ વિચાર કરીએ તો એમ કહેવાશે કે મન મનોવર્ગણાના પુદ્ગલોને લીધા વગર એક ઈંચ પણ આગળ વધી શકતું નથી. જેવી રીતે પ્રાણશક્તિના પુદ્ગલ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે એ જ રીતે મનોવર્ગણાના પુદ્ગલ જે મનની ક્રિયાને સંચાલિત કરે છે તે પણ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે. તે પુદ્ગલ ઇષ્ટ પણ છે અને અનિષ્ટ પણ તે છે. એનું તાત્પર્ય એ છે કે મનોવર્ગણાના જે પુદ્ગલોનાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અનુકૂળ હોય છે, સારાં હોય છે તે ઇષ્ટ પુદ્ગલ છે. જે પુદ્ગલોનાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પ્રતિકૂળ હોય છે, ખરાબ મહાવીરનું અધયશાસ્ત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ હોય છે તે અનિષ્ટ પુગલ છે. જ્યારે જ્યારે મન સારા વિચાર કરે છે, ઈષ્ટ પુદ્ગલોને લે છે, ત્યારે ત્યારે મનની પ્રફુલ્લતા અને પ્રસન્નતા વધે છે. સાથોસાથ શરીર પણ સ્વસ્થ બને છે. જ્યારે જ્યારે મન ખરાબ વિચાર કરે છે, ઈર્ષા, કલહ અને નિંદાના વિચાર કરે છે, બીજા લોકોને પછાડવાનું ચિંતન કરે છે ત્યારે ત્યારે અનિષ્ટ પુદ્ગલોનું ગ્રહણ થાય છે. તેનાથી મનની સમસ્યાઓ ગુંચવાય છે અને શરીર પણ અસ્વસ્થ બને છે. મનના સંદર્ભમાં બે શબ્દો અત્યંત મહત્ત્વના છે – સત્ય મનોયોગ અને અસત્ય મનોયોગ. જ્યારે આપણે સત્યની શોધમાં મનની પ્રવૃત્તિ કરીએ છીએ અથવા મનની પ્રવૃત્તિ યથાર્થમાં થાય છે ત્યારે સત્ય મનોયોગ થાય છે. જ્યારે જ્યારે આપણે અસત્યમાં મનની પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે ત્યારે અસત્ય મનોયોગ થાય છે. આ સત્ય મનોયોગ માનસિક સ્વાથ્ય માટે ઔષધ છે. શરીર અને મન બંને માટે ટોનિક છે. જ્યારે અસત્ય મનોયોગ થાય છે ત્યારે શરીર અને મન બંનેની શક્તિનો નાશ થાય છે. મનોબળની ઊણપ | આજની મુખ્ય સમસ્યા છે. માનસિક તનાવથી પણ આજનો માણસ ઘેરાયેલો છે. જો મનની પ્રવૃત્તિ સત્યમાં વધી જાય તો આ સમસ્યાઓમાંથી મુક્તિનું સૂત્ર મળી જાય. ભાવ અસ્તિત્વનું છઠ્ઠું તત્ત્વ ભાવ છે. શરીર પૌગલિક છે, ઇન્દ્રિય રચના અને શ્વાસ પૌગલિક છે. મન અને પ્રાણ પણ પુગલ સાથે જોડાયેલાં છે. ભાવ આત્મા અથવા ચેતના સાથે જોડાયેલો છે. આપણી ભાવનાઓ ભીતરમાંથી આવે છે. બહાર સાથે તેનો કોઈ સંબંધ નથી. રહેતો. ભાવ જગત ભીતરનું જગત છે. તે સ્વાથ્ય માટે ચાવીનું કામ કરે છે. મન ખરાબ વિચાર શા માટે કરે છે ? સારા વિચાર શા માટે કરે છે ? ઈષ્ટ પુગલનું ગ્રહણ શા માટે કરે છે? અનિષ્ટ છે. પુદ્ગલનું ગ્રહણ શા માટે કરે છે? મનનો નિયામક અને સંચાલકો કોણ છે ? મનનો નિયામક છે ભાવ. મનના સારા અથવા ખરાબ, કાર્ય માટે જવાબદાર છે ભાવ. જેવો ભાવ તેવું મન. ભાવ મનને સંચાલિત કરે છે. વર્તમાન મેડિકલ સાયન્સની દૃષ્ટિએ ભાવની કે હજી માળીનું માણેક્ષણાત્રિ Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉત્પત્તિનું કેન્દ્ર લિંબિક સિસ્ટમ, હાઈપોથેલેમસ છે. મસ્તિષ્કનો આ ભાગ ભાવ સંવેદનાનું મૂળ કેન્દ્ર છે. જો આપણે આત્મા અને શરીરનું સંબંધસૂત્ર શોધીએ – આત્મા અને શરીરનો સંગમ ક્યાં થઈ રહ્યો છે – તો કેટલાંક કેન્દ્રો નિર્દિષ્ટ કરી શકાય છે. પ્રથમ કેન્દ્ર છે હાઈપોથેલેમસ, જ્યાં આત્મા અને શરીરનો સંબંધ થાય છે. બીજું કેન્દ્ર નાભિ હોઈ શકે છે. તે તૈજસ કેન્દ્ર છે, જ્યાં વૃત્તિઓ અભિવ્યક્ત થાય છે. મન ભાવ દ્વારા સંચાલિત એક તંત્ર છે. શરીર અને ભાષા પણ ભાવ દ્વારા સંચાલિત તંત્ર છે. જૈન પારિભાષિક શબ્દાવલિમાં તેમને “યોગ” કહેવામાં આવ્યો છે. આ તંત્ર ભાવ દ્વારા સંચાલિત છે. ભાવ દ્વારા આપણી તમામ પ્રવૃત્તિઓ સંચાલિત થઈ રહી છે. આપણે મન વિષે ઘણું બધું માનીએ છીએ પરંતુ મનને મૂળતત્ત્વ માનતા નથી. મૂળતત્ત્વ છે ભાવ. એક ડૉક્ટર ચિકિત્સા કરે છે શરીરની, એક સાયકોલોજિસ્ટ ચિકિત્સા કરે છે મનની. ભાવ તેનાથી પણ આગળ છે. તે કોઈ માનસિક સમસ્યા નથી, તે ભાવાત્મક સમસ્યા છે, આંતરિક સમસ્યા છે; જ્યાં મને કોઈ કામ કરતું નથી. વર્તમાન શિક્ષણજગતમાં પણ એક ભ્રાંતિ પ્રવર્તી રહી છે. બૌદ્ધિક વિકાસ અને માનસિક વિકાસને એક જ માનવામાં આવી રહ્યા છે. કોઈનો બૌદ્ધિક વિકાસ સારો હોય તો એમ કહેવાશે કે તેનો માનસિક વિકાસ સારો થયો છે. આપણા શબ્દોમાં આવી અનેક શ્રાંતિઓ ચાલી રહી છે. હકીકતમાં માનસિક વિકાસ અને બૌદ્ધિક વિકાસ એક જ નથી. ભાવાત્મક વિકાસ આ બંનેથી સર્વથા ભિન્ન છે. ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા, ભય, ધૃણા, વાસના – આ બધી આપણી ભાવનાઓ છે. જેવો ભાવ હશે એવું જ મન બની જશે. મન મૂળ નથી. મૂળ તો છે ભાવ. આપણા અસ્તિત્વનું, ચેતનાનું અંતરંગ પ્રતિનિધિત્વ કરનારું શક્તિશાળી તત્ત્વ છે ભાવ. ભાવની શુદ્ધિ અને પવિત્રતા આરોગ્યનું રહસ્યસૂત્ર છે. ભાષા અસ્તિત્વનો સાતમો ઘટક છે ભાષા. ભાષાનો પણ આરોગ્ય ની સાથે ખૂબ ઊંડો સંબંધ છે. ધ્વનિનાં પ્રકંપનો આપણા આરોગ્ય સાથે જોડાયેલાં છે. કોઈ વ્યક્તિ ક્રોધની અવસ્થામાં બોલશે તો તેના હોઠ Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ફફડવા લાગશે, તેનું શરીર ધ્રૂજવા લાગશે, તેની વાણી ખોરંભાશે. ભાષા ઉપર ભાવનો આટલો બધો પ્રભાવ હોય છે. એક વ્યક્તિએ શક્તિશાળી શબ્દોનું ઉચ્ચારણ કર્યું, તેનો ધ્વનિ ભાવનાઓને પ્રભાવિત કરશે, મનને પ્રભાવિત કરશે. એના જ આધારે ધ્વનિચિકિત્સાનો વિકાસ થયો. ધ્વનિ દ્વારા ચિકિત્સા કરવામાં આવે છે. આજે પ્રકંપન (વાઈબ્રેશન) વિશે ઘણાં સંશોધનો ચાલી રહ્યાં છે. કેવા પ્રકારની ભાષા, કેવા પ્રકારનો શબ્દ અને કેવું ઉચ્ચારણ આપણા કયા તંત્રને પ્રભાવિત કરે છે ? મસ્તિષ્કમાં ક્યાંક ગરબડ થઈ જાય તો એક શબ્દનું દસ મિનિટ સુધી ઉચ્ચારણ કરો. મસ્તિષ્ક એકદમ સંતુલિત અને વ્યવસ્થિત થઈ જશે. કોઈ શબ્દનું ઉચ્ચારણ હૃદયને પ્રભાવિત કરે છે તો કોઈ શબ્દનું ઉચ્ચારણ લીવર અને નાડીતંત્રને પ્રભાવિત કરે છે. આ પ્રભાવની સૂક્ષ્મ મીમાંસા કરવામાં આવે તો નિષ્કર્ષ મળશે કે ભાષાનો ભાવ, મન અને શરીરની ક્રિયાઓ સાથે ઊંડો સંબંધ છે. શરીર, ઈન્દ્રિય, શ્વાસ, પ્રાણ, મન, ભાવ અને ભાષા આરોગ્યના સંદર્ભમાં આ સાત તત્ત્વો વિશે વિચાર કરવો આવશ્યક છે. આ સમગ્રતાનો દૃષ્ટિકોણ છે. મહાવીરે સમગ્રતાની દૃષ્ટિનું પ્રતિપાદન કર્યું હતું. મહાવીર દ્વારા પ્રતિપાદિત અનેકાન્તનો અર્થ છે – કોઈ એક માટે આગ્રહી ન બનો. વસ્તુતત્ત્વને સમગ્રરૂપે જુઓ. સમગ્રતાથી આ સાતેય તત્ત્વો વિષે વિચાર કરતાં આરોગ્યના સંદર્ભમાં જે ચિંતનધારા વિકસિત થશે, તે ‘અસ્તિત્વ અને આરોગ્ય’ બંનેનું રહસ્યસૂત્ર ઉપલબ્ધ કરાવનારી હશે. Jain Educationa International મધ્યમ સિવા For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ચિત્ત, મન અને આરોગ્ય સ્વસ્થ મહાવીરનું શરીર અત્યંત દઢ હતું, તેમનું આરોગ્ય ખૂબ બળવાન હતું તેથી તેઓ આટલી બધી મુશ્કેલીઓ, સમસ્યાઓ સહન કરી શક્યા, આટલા બધા ઉપસર્ગોને સહન કરી શક્યા. શરીર મજબૂત હોય, સ્વસ્થ હોય તો ઘણી બધી પરિસ્થિતિઓને સહન કરી શકાય છે અને ચેતના પણ બરાબર કામ કરતી રહે છે. ભગવાનની સ્તુતિમાં એક ખૂબ જ માર્મિક વાત કહેવામાં આવી છે – વપુરેવ તવાચષ્ટ, ભગવન્! વીતરાગતામ્ | નહિ કોટરસંસ્થગ્નૌ, તરુર્ભવતિ શાઠ્ઠલઃ || ભગવાન ! આપનું શરીર જ બતાવી રહ્યું છે કે આપ વીતરાગ છો. અન્ય કોઈ સાક્ષીની જરૂર જ નથી. દૃષ્ટાંતની ભાષામાં તેનું સમર્થન કરવામાં આવ્યું કે જે વૃક્ષના મૂળમાં આગ લાગી હોય તે શું હર્યુંભર્યું વૃક્ષ રહી શકે ખરું? જેના મૂળમાં આગ લાગી હોય તે વૃક્ષ ક્યારેય હર્યુંભર્યું રહી શકે નહિ. જો તમારા શરીરમાં કષાય, રાગદ્વેષ, ક્રોધ, વિકાર આ બધું પ્રબળ હશે તો તમારું શરીર એટલું મજબૂત નહિ હોય. તમારું શરીર સ્વસ્થ છે એ જ બતાવી રહ્યું છે કે તમારી ભીતરમાં સઘળું શાંત છે. કોઈ ઉત્તેજના નથી, ક્રોધ નથી, આવેશ અને આવેગ નથી. આ શરીર પોતે જ સાક્ષી આપી રહ્યું છે. આ શ્લોકની મીમાંસા કરીએ તો, નિષ્કર્ષ એ છે કે આરોગ્યનો આ સંબંધ માત્ર શરીર સાથે નથી, તેનો સંબંધ આપણા ચિત્ત સાથે, મન, સાથે છે, ભાવ સાથે છે. આ તમામ સાથે આરોગ્યનો સંબંધ છે. માત્ર સંતુલિત ભોજન કે પોષણ થકી શરીર સ્વસ્થ રહે છે એવી ભ્રાંતિનું ક નિરસન આવશ્યક છે. આ વાત કરી હતી. મહાપીનું આયેયણાય ના ૧૧ . એ ક Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ આરોગ્ય માટે સૌથી પ્રથમ આવશ્યકતા ચિત્તની સ્વસ્થતાની છે. આપણું ચૈતન્ય એક સૂર્ય છે. ચૈતન્યની તુલના સૂર્ય સાથે કરવામાં આવી છે. ચિત્ત તે સૂર્યનું એક કિરણ છે. અખંડ ચૈતન્યનના એક કિરણનું નામ ચિત્ત છે. બીજું તત્ત્વ છે આપણું મન. મન ચિત્તના સાહચર્યથી કાર્ય કરનારું એક તંત્ર છે. ચિત્ત છે ચૈતન્યમય અને મન છે પૌગલિક. મનનું ચૈતન્ય, જે આપણને પ્રતીત થાય છે, તે ચિત્તના સાહચર્ય દ્વારા થાય છે, ચિત્તના પ્રભાવથી થાય છે. મન પોતે ચેતન નથી, અચતેન છે. એક પ્રશ્ન છે સંચાલકનો. ચિત્તનો સંચાલક કોણ છે? મનનો સંચાલક કોણ છે? ચિત્ત સંચાલિત થાય છે સૂક્ષ્મ શરીર દ્વારા, મન સંચાલિત થાય છે ચિત્ત દ્વારા. ચિત્ત મનનું સંચાલક છે. ચિત્તના પોતાના ઉત્પાદ છે. ચિત્ત ભાવને ઉત્પન્ન કરે છે, મનને ઉત્પન્ન કરે છે. ભાવ અને મન આ બંને ચિત્તનાં ઉત્પાદ છે. સૂક્ષ્મ શરીરમાંથી કેટલાંક સ્પંદનો આવે છે. તે સ્પંદનો ચિત્ત સુધી પહોંચે છે. ચિત્ત આપણા મસ્તિષ્ક સાથે કાર્ય કરનાર ચેતના છે. જ્યારે આ સ્પંદનો આવે છે. ચિત્ત ભાવોનું નિર્માણ કરે છે અને તે ભાવોની ક્રિયાને સંચાલિત કરવા માટે એક તંત્રનું નિર્માણ કરે છે. એ તંત્ર છે મન. ચિત્તનાં બે ઉત્પાદ થયાં – એક ભાવ અને બીજું મન. આ બંને તેના દ્વારા નિષ્પન્ન થયેલાં તત્ત્વો છે. ચિત્ત અનેક છે ભગવાન મહાવીરે કહ્યું, માણસ અનેક ચિત્તવાળો છે. ચિત્ત પણ એક નથી અનેક છે. અનેક ચિત્તની વ્યાખ્યા કરીએ તો ચાર પ્રકારનાં ચિત્ત જોવા મળે છે. આ આવરણ ચિત્ત O અંતરાય ચિત્ત I મિથ્યાદર્શન ચિત્ત 1 મોહ ચિત્ત આ ચાર પ્રકારનાં ચિત્ત છે. તેના અન્ય પણ સેંકડો પ્રકાર - થાય છે. પરંતુ પ્રસ્તુત પ્રસંગે આ ચાર ચિત્તોની ચર્ચા અપેક્ષિત છે. તેમના પ્રતિપક્ષમાં નીચે પ્રમાણેનાં ચાર ચિત્ત છે – આ અનાવરણ ચિત્ત . 1 નિર્વિઘ્ન ચિત્ત Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ T સમ્ય દર્શન ચિત્ત વીતરાગ ચિત્ત - ચિત્તના અનેક પ્રકાર અને અનેક કક્ષાઓ બને છે. ચિત્તના અનેક પ્રકાર મહર્ષિ પતંજલિએ પણ કર્યા છે. સાંખ્યદર્શનમાં પણ ચિત્તની અવધારણા છે. જૈન દર્શનમાં ચિત્ત અને મન બંનેની અવધારણા છે. તેમની અવધારણા સાંખ્યદર્શનમાં નથી એવું નથી. પરંતુ તેમનું જૈન દર્શનમાં વ્યાપક વિશ્લેષણ થયું છે. મહર્ષિ પતંજલિ અથવા પાતંજલ યોગ દર્શનના ભાગ્યકાર વ્યાસે ચિત્તનાં ત્રણ રૂપ બતાવ્યાં છે – મિથ્યા ચિત્ત, પ્રવૃત્તિ ચિત્ત અને સ્મૃતિ ચિત્ત. એ ચિત્ત કે જેમાં રજોગુણ અને તમોગુણની અસર છે તે મિથ્યા ચિત્ત છે. તેને ઐશ્વર્ય, સત્તા અને અધિકાર પ્રિય હોય છે. પ્રવૃત્તિ ચિત્તમાં તમોગુણની પ્રધાનતા હોય છે. આસક્તિ, મૂચ્છ, મોહ – આ બધું પ્રવૃત્તિ ચિત્તમાં થાય છે. સ્મૃતિ ચિત્ત એ છે કે જ્યાં તમોગુણ અને રજોગુણ સમાપ્ત થઈ જાય છે. વૈરાગ્ય, અનાસક્તિ વગેરે અનેક ગુણોનો ઉદ્ભવ અને | પ્રલય થાય છે. ધંગની અવધારણા ફ્રોઈડે ચિત્તને માઈન્ડ સુધી સીમિત રાખ્યું પરંતુ મૂંગે માઈન્ડ અને સાઈક એવા બે વિભાગ કર્યા. ફ્રોઈડે મનના ચેતન અને અવચેતન એવા બે સંવિભાગ સ્વીકાર્યા. મૂંગે ચિત્તના બે સંભાગ સ્વીકાર્યા - ચેતન અને અચેતન. આ બંને વચ્ચે જે એકતા છે તે ચિત્ત છે. મૂંગે ચિત્તનું ખૂબ સરસ વિશ્લેષણ કર્યું છે. ઉદયપુરમાં એક બહુ મોટા વિદ્વાન હતા ડૉ. ભવાનીશંકર ઉપાધ્યાય. તેમણે મૂંગે વિષે પુસ્તક લખ્યું “કાલે ગુસ્તાવ મૂંગ વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાન વાસ્તવમાં મૂંગની અવધારણાની મીમાંસા અને વિશ્લેષણ કરીએ તો એમ લાગે છે કે તેઓ ચિત્તની નજીક પહોંચ્યા હતા. આપણે ચિત્ત વિશે વિચાર કરીએ. પહેલો પ્રશ્ન છે – જાણનાર કોણ છે ? જ્ઞાતા કોણ છે ? આપણે મનને જાણનાર પણ નથી કહી શકતા અને અનુભવ કરનાર પણ નથી કહી શકતા. જાણવું અને હું અનુભવ કરવો, જ્ઞાન અને વિજ્ઞાનનો જે મૂળ આધાર છે. તે મન નો ન હોઈ શકે. મનની પ્રકૃતિ અલગ છે. મન ચંચળ છે, અસ્થાયી છે. . મહાવીરનું આયેયણાસ્ત્ર ૧૩ ડોલરનું Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ચિત્ત સ્થાયી છે, દીર્ઘજીવી છે. આપણી સમગ્ર ચેતનાનો પ્રવાહ ત્યાંથી આવી રહ્યો છે. આવરણ ચિત્ત પ્રથમ છે આવરણ ચિત્ત. તે ચૈતન્યને આવૃત્ત કરનારું ચિત્ત છે. સૂક્ષ્મ શરીરનો એક એવો પ્રવાહ આવી રહ્યો છે કે જે ચેતનાને અનાવૃત્ત થવા દેતો નથી. તેને આવૃત્ત જ રાખે છે. પરંતુ વિકાર કશું જ કરતો નથી, માત્ર આવરણ રચે છે. તે પડદો બનાવી દે છે તેથી સીધા પહોંચી શકાતું નથી. અંતરાય ચિત્ત બીજું છે અંતરાય ચિત્ત. તે અવરોધ નાખનારું ચિત્ત છે. ભીતરનો એવો પ્રવાહ કે જે અવરોધ ઊભા કર્યા કરે છે. વ્યક્તિ ઇચ્છે તેવું કાર્ય કરી શકતી નથી, વિચારી પણ શકતી નથી. કાર્યમાં હંમેશાં કોઈ ને કોઈ અવરોધ આવ્યા જ કરે છે. તેનું કારણ બને છે અંતરાય ચિત્ત. મિથ્યાત્વ ચિત્ત ત્રીજું છે મિથ્યાત્વ ચિત્ત. મિથ્યાદૃષ્ટિકોણ બની રહે છે. આપણે સત્ય સુધી પહોંચી શકતા નથી, દૃષ્ટિકોણ ખોટો બની જાય છે. આજે જે વિધાયક ભાવ અને નિષેધાત્મક ભાવની ચર્ચા છે તેનું કારણ શું છે ? વિધાયકભાવ ન હોવાનું મુખ્ય કારણ મિથ્યાદર્શન ચિત્ત બને છે. તે સાચું દર્શન થવા દેતું નથી, યથાર્થનું ગ્રહણ થવા દેતું નથી. તે દૃષ્ટિકોણને બદલી નાખે છે. યથાર્થ કંઈક બીજું જ હોય છે પરંતુ અનુભવ કે પ્રતીતિ અન્યથા થવા લાગે છે. વિપર્યય થાય છે જ્ઞાનનો. જેને દાર્શનિક જગતમાં વિમોહાત્મક ખ્યાતિ, અનાત્મક ખ્યાતિ અથવા જ્ઞાનનો વિપર્યય કહેવામાં આવ્યો તેની પાછળ મિથ્યાત્વ ચિત્ત અથવા મિથ્યા દૃષ્ટિકોણ છુપાયેલો હોય છે. મોહ ચિત્ત ચોથું છે મોહ ચિત્ત. તે સારું ચારિત્ર્ય થવા દેતું નથી. સંયમની ભાવના, વ્રતની ભાવના ઉત્પન્ન થવા દેતું નથી, આધ્યાત્મિક ઉન્નયન કાકી કાકી એ મહાપીરનું આરોપણાત્ર + ૧૪ ના ' Bી દ્રષ્ટિ કરી છે. તે કે આ કી Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ થવા દેતું નથી. હંમેશાં રાગ-દ્વેષ પેદા કરતું રહે છે. રાગાત્મક અને દ્વેષાત્મક પ્રવૃત્તિમાં જ માણસનું આકર્ષણ થયા કરે છે. બીજું પાસું જો આ ચિત્ત જ આપણા જીવન સાથે જોડાયેલાં હોત તો આપણે ક્યારેય સફળ થઈ શક્યા ન હોત. તેનું બીજું પાસું પણ છે. તે પણ સૂક્ષ્મ શરીરનાં વિશુદ્ધ પ્રકંપનો દ્વારા બને છે. તે પાસું એટલે અનાવરણ ચિત્ત. માત્ર આવરણ નથી, અનાવરણ પણ છે તેથી આપણે જ્ઞાનનો વિકાસ કરી શકીએ છીએ. આપણી ચેતના સર્વથા આવૃત્ત નથી હોતી. કહેવામાં આવ્યું કે ચેતનાનો અનંતમો ભાગ હંમેશાં ઉદ્ઘાટિત રહે છે, તે ક્યારેય આવૃત્ત થતો નથી. જો ચેતના પૂર્ણ આવૃત્ત થઈ જાય તો પછી જીવ અજીવ બની જાય. આવા સંજોગોમાં જીવ અને અજીવ વચ્ચે તફાવત જ ન રહે. અનાવરણ ચિત્ત પણ હંમેશાં સક્રિય રહે છે, પોતાનું કામ કરતું રહે છે અને ચૈતન્યને સર્વથા આવૃત્ત થવા દેતું નથી. બીજું છે નિર્વિઘ્ન ચિત્ત, ચારે તરફ અવરોધ જ અવરોધ હોય, અડચણો જ અડચણો હોય તો માનવી શી રીતે કાર્ય કરી શકે ? તે અવરોધને તોડે છે. અવરોધને પાર કરવાનું પ્રતિનિધિ ચિત્ત છે નિર્વિઘ્ન ચિત્ત, તે સક્રિય રહે છે તેથી માણસ ઘણાં બધાં કાર્યો કરી શકે છે. ત્રીજું ચિત્ત સમ્યગ્ દર્શન ચિત્ત છે. તે સમ્યક્ દૃષ્ટિકોણનું નિર્માણ કરે છે. તત્ત્વને તત્ત્વસ્વરૂપે સ્વીકારે છે, યથાર્થને યથાર્થની દૃષ્ટિએ જુએ છે. એના જ સહારે વિધાયક ભાવ અને વિધાયક ચિંતનની પ્રક્રિયા ચાલે છે. ચોથું છે વીતરાગ ચિત્ત. કોઈપણ વ્યક્તિ સર્વથા ચરિત્ર્યશૂન્ય નથી હોતી. ચરિત્રનો કિંચિત માત્રમાં પ્રત્યેક વ્યક્તિમાં વિકાસ થાય છે. આ વિકાસ વીતરાગ ચિત્ત દ્વારા નિષ્પન થાય છે. સંદર્ભ આરોગ્યનો આપણે આરોગ્યની દૃષ્ટિએ ચિંતન કરીએ. આવરણ ચિત્તનો સીધો સંબંધ સ્વાસ્થ્ય સાથે નથી, તેનો સંબધ જ્ઞાન સાથે છે. સ્વાસ્થ્યની મહાવીરનું આગ્નેયાસ્ત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ સાથે પણ હોઈ શકે છે પરંતુ પ્રત્યક્ષ રૂપે સીધો સંબંધ નથી હોતો. પરંતુ અંતરાય ચિત્ત, મિથ્યાત્વ ચિત્ત અને સૌથી વધુ મોહ ચિત્તનો સંબંધ આપણા સ્વાથ્ય સાથે જોડાય છે. આપણે ચિત્તને બે ભાગમાં વહેંચી દઈએ - શુદ્ધ ચિત્ત અને અશુદ્ધ ચિત્ત. એક શુદ્ધ ચિત્ત છે અને બીજું અશુદ્ધ ચિત્ત છે. ચિત્તની શુદ્ધિ અને ભાવોની શુદ્ધિ સાથે જોડાયેલી છે મનની શુદ્ધિ. વાસ્તવમાં મન શુદ્ધ કે અશુદ્ધ નથી બનતું. તે મનનું કામ જ નથી. મનનું કામ છે સ્મૃતિ કરવાનું, કલ્પના કરવાનું, ચિંતન કરવાનું. તે શુદ્ધ કે અશુદ્ધ નથી થતું. તે શુદ્ધ અથવા અશુદ્ધ બને છે ચિત્તના પ્રવાહ થકી. ચિત્તનો પ્રવાહ ભાવમાં બદલાય છે ત્યારે તે શુદ્ધ અથવા અશુદ્ધ બની જાય છે. જ્યારે ભાવ મન ઉપર ઊતરે છે ત્યારે આપણે કહીએ છીએ કે મન શુદ્ધ છે અથવા તો અશુદ્ધ છે, શુભ છે અથવા અશુભ છે. - વાસ્તવમાં શુદ્ધ અથવા અશુદ્ધ કશું જ મનમાં નથી. હવા વહી રહી છે. હવા ગરમ છે કે ઠંડી? જો ગરમી વધુ હશે તો હવા ગરમ બની જશે. જો ઠંડી લહર ચાલતી હશે તો હવા ઠંડી બની જશે. હવા ઠંડી છે કે ગરમ તે નિરપેક્ષ દૃષ્ટિએ કહી શકાય નહિ. તેનું સાપેક્ષ પ્રતિપાદન જ કરી શકાય છે. હિમપાત થયો હોય, વરસાદ પડ્યો હોય તો હવા ઠંડી હોય છે. જેઠ અથવા અષાઢ મહિનામાં પ્રખર તડકો પડતો હોય ત્યારે હવા ગરમ બને છે. મનનું પણ એ જ કામ છે કારણ કે મનની કોઈ સ્વતંત્ર સત્તા નથી. ચિત્તની સ્વતંત્ર સત્તા છે, પરંતુ મનની સ્વતંત્ર સત્તા નથી. જો મન જ સર્વસ્વ હોય. મનની સ્વતંત્ર સત્તા હોય તો પોતાના મનને વશમાં રાખો એવો નિર્દેશ કોણ આપે છે ? આ નિર્દેશ કોની ક્રિયા છે ? તે છે ચિત્તની સત્તા. આ ચિત્તનું કામ છે કે ભલે તે મનનો નિગ્રહ કરે કે પછી તેને ખુલ્લું મૂકી દે. જો ચિત્ત પવિત્ર હોય અને ચિત્તમાં એ વાત બેસી ગઈ હોય કે મારે મનનો નિગ્રહ કરવો છે તો પછી તે ધ્યાનની સાધના કરશે, મનને એકાગ્ર કરશે, મનને પોતાના નિયંત્રણમાં રાખશે. મનનો માલિક છે તે. ધ્યાનમાં એક સ્થિતિ આવે છે નિર્વિકલ્પ, ધ્યાનની. જો મનની સ્વતંત્ર સત્તા હોય તો પછી નિર્વિકલ્પ અને નિર્વિચાર ધ્યાનનો અર્થ શો રહ્યો? શું ચેતના સમાપ્ત થશે? ચેતના ક્યારેય સમાપ્ત થતી નથી. વિચાર ન હોય ત્યારે પણ છતાં પોતાના અસ્તિત્વની અનુભૂતિ બરાબર થતી રહે છે. મહાવીરનું આયશાસ્ત્ર મુકે છે Tી છે કે ' જ કામ Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય રામચંદ્રે એક સુંદર વાત કરી. જૈન લોકો શૂન્યને ધ્યાન માનતા નથી. ચેતનાની શૂન્યતા ધ્યાન નથી, મૂર્છા છે. જ્યાં મૂર્છા છે ત્યાં ચેતનાનું ધ્યાન નથી, ત્યાં મનની સત્તા નથી, મનનો વિકલ્પ નથી, મનનો વિચાર નથી. જ્યાં ચેતનાની અનુભૂતિનું સાતત્ય છે, નિરંતર ચેતનાની અનુભૂતિનો અનુભવ થઈ રહ્યો છે, ચિત્તની જાગરૂકતા છે ત્યાં ધ્યાન છે. અન્યથા મૂર્છા અને ધ્યાન વચ્ચે કોઈ તફાવત રહેશે નહિ. તે ધ્યાનની અવસ્થા છે, જ્યાં પોતાના અસ્તિત્વનું, પોતના ચૈતન્યનું બરાબર ધ્યાન ટકી રહે છે. નિર્વિચાર અને નિર્વિકલ્પ અવસ્થામાં મન તો નથી પરંતુ ધ્યાન છે અને તે એટલા માટે છે કે તેમાં અસ્તિત્વ અથવા ચૈતન્યનો બોધ પ્રખર બની રહે છે. સ્થાયી છે ચિત્ત એક મહત્ત્વપૂર્ણ શબ્દ છે અમન. મનની અનેક સ્થિતિઓ બને છે પરંતુ એક સ્થિતિએ પણ છે કે જ્યાં મન જ નથી રહેતું, સમાપ્ત થઈ જાય છે. તે અમનની સ્થિતિ છે. આ તફાવત સ્પષ્ટ થવો જોઈએ કે ચિત્ત સ્થાયી છે અને મન ઉત્પાદ છે. આપણે મનને પેદા કરીએ તો તે છે. જો ન કરીએ તો મન છે જ ક્યાં ? મન, વચન, કાયા – ત્રણ તત્ત્વો છે. તેમાં મન અને વચનની સ્થિતિ સમાન છે. કાયાની સ્થિતિ આ બંનેથી અલગ છે. જ્યાં સુધી માણસ જીવીત છે ત્યાં સુધી શરીર ટકી રહે છે. વાણી અને મનની સ્થિતિ એ છે કે જ્યારે ઇચ્છે ત્યારે આ બંનેને પેદા કરે અને જ્યારે ઇચ્છે ત્યારે તેમને વિરામ આપે, તેથી મન ક્યાંય પ્રતિષ્ઠિત નથી. આપણે તેને ઉત્પન્ન કરીએ છીએ. જો મનને ઉત્પન્ન ન કરીએ તો અમનની સ્થિતિ બની જાય. ચિત્તની આવી સ્થિતિ નથી. ચિત્તને ઉત્પન્ન કરી શકાતું નથી. જેવી રીતે શરીરની નિરંતરતા છે તેવી જ રીતે ચિત્તની પણ આપણી સાથે નિરંતરતા છે. ચિત્ત નિરંતર રહેશે. સૂતાં, જાગતાં નિરંતર રહેશે. ચિત્ત પોતાનું કામ ચાલુ રાખશે. એ તો આપણી ચેતના છે કે જે ક્યારેય લુપ્ત નથી થતી. ન્યાયશાસ્ત્રના આચાર્યોએ તેથી જ કેટલાંક કથન પ્રસ્તુત કર્યાં હતાં – આજે મને ખૂબ સરસ નિદ્રા આવી. આ કોણ જાણે છે ? મન તો નિષ્ક્રિય બની ગયું હતું. તો પછી મને બહુ સરસ નિદ્રા આવી – એનો અનુભવ કોણ કરી રહ્યું છે ? એ ચિત્તનું મહાવીરનું અનેયશાસ્ત્ર ૮ ૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ કામ છે. કોઈકને સરસ નિદ્રા ન આવી. વારંવાર આમ તેમ પડખાં બદલતો રહ્યો. એનો અનુભવ કોણ કરે છે? એમનનું કામ નથી, ચિત્તનું કામ છે. ચેતનાનું એક કિરણ ચિત્ત છે. આ બધું ચિત્તનું કામ છે. એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે ચિત્તનું કાર્ય અલગ છે અને મનનું કાર્ય પણ અલગ છે. ચિત્તનું પ્રથમ ઉત્પાદ છે ભાવ. મન તેનું પહેલું ઉત્પાદ નથી. ચિત્ત ભાવને પેદા કરે છે. ભાવનો પ્રવાહ ભીતરમાંથી આવે છે. આપણાં જેટલાં ઈમોશન્સ છે તે તમામ ચિત્તનાં ઉત્પાદ છે, તેથી ચિત્તના અનેક પ્રકાર છે. ભાવના આધારે એમ કહી શકાય કે આ ક્રોધનું ચિત્ત છે. એ જ રીતે અહંકારનું ચિત્ત, માયાનું ચિત્ત, લોભનું ચિત્ત, ધૃણાનું ચિત્ત, કલહનું ચિત્ત વગેરે અનેક ચિત્ત બની જશે. આ જે ભાવ પેદા થાય છે તે ચિત્ત પેદા કરે છે. સાહિત્યમાં એક શબ્દનો પ્રયોગ થાય છે – મનોભાવ. મનોભાવ એટલે મનમાં ભાવોનું. અવતરણ. મન ભાવ પેદા નથી કરતું. ભાવ પેદા કરવા એ મનનું કામ નથી. ભાવ પેદા કરે છે ચિત્ત. તે ભાવ મનની પાસે જાય છે અને પછી મનોભાવ બની જાય છે. આગમ સાહિત્યમાં, સાંખ્યદર્શન અને ઋગ્વદમાં જ્યાં મન વિષે વિચાર કરવામાં આવ્યો ત્યાં એમ કહેવામાં આવ્યું કે ચિંતન કરો, વિચાર કરો, આ મનનું કામ છે. કેટલાક લોકો પ્રશ્ન પૂછે છે કે – હવે એ દિવસ દૂર નથી કે જ્યારે કોમ્યુટર પણ ચિંતન કરવા લાગશે, ત્યારે ચેતનાનું અસ્તિત્વ ક્યાં રહેશે ? આ પ્રશ્ન કોઈ સમસ્યા નથી. કોમ્યુટરની ક્રિયા યાંત્રિક પ્રક્રિયા છે. મન પણ ચેતનાનું એક યંત્ર છે, ઉપકરણ છે. કોમ્યુટર ચિંતન કરશે તેથી આત્માના અસ્તિત્વ ઉપર કોઈ અસર નહિ પડે કારણ કે ચિંતન આત્મા અથવા ચિત્તનું મૂળ કામ નથી. તે પારિવાર્થિક કાર્ય છે. તેનું મૂળ કાર્ય છે અનુભવ કરવો, સંવેદન કરવું, ઇચ્છા કરવી. મનને કોઈ ઈચ્છા નથી હોતી. જો કે આપણા સાહિત્યકારો અને સંત લેખકોએ તો લખ્યું છે કે મનની તૃષ્ણા અનંત છે. હકીકતમાં મનમાં કોઈ તૃષ્ણા હોતી જ નથી. મન પેદા થયું છે શરીર સાથે તો! કે પછી તેમાં અનંત તૃષ્ણા ક્યાંથી આવે ? ચિત્ત અને મન વચ્ચે - તફાવત કરતા નથી ત્યારે ઉપચાર રૂપે કહી દેવામાં આવે છે કે મનની તૃષ્ણા અનંત છે. પ્રાણીનું એક લક્ષણ માનવામાં આવે છે – ઇચ્છા. જેનામાં મનનો વિકાસ નથી તેનામાં પણ ઈચ્છા થાય છે. મહાન આરાયણાસા ( ૧૮ ) : એ છે કે જો આ Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ તમામ પ્રાણીઓમાં મન નથી હોતું, પરંતુ ઇચ્છા અવશ્ય હોય છે. પ્રાણીનું અકાઢ્ય લક્ષણ છે ઈચ્છા. એક ઇન્દ્રિયવાળા જીવ, બે ઇન્દ્રિયવાળા જીવ, ત્રણ ઇન્દ્રિયવાળા અને ચાર ઇન્દ્રિયવાળા જીવ અમનસ્ક હોય છે. તેમનામાં મનનો વિકાસ નથી પરંતુ ઇચ્છા છે. તેથી મનને જીવનું લક્ષણ માન્યું નથી પરંતુ ચિત્તને માન્યું છે, ઇચ્છાને માન્યું છે. જેનામાં ઈચ્છા છે તે પ્રાણી છે. ઇચ્છા કોનું કાર્ય છે ? ઇચ્છા-આકાંક્ષા એ બધું ચિત્તનું કામ છે. ચિત્ત, મન અને ભાવ - ચિત્ત, મન અને ભાવ આ ત્રણેયનો સંબંધ સમજીએ. ધ્યાનની દૃષ્ટિએ વિચાર કરીએ તો સૂક્ષ્મ શરીર, અધ્યવસાય, વેશ્યા, ચિત્ત, ભાવ અને મન આ એક પૂર્ણ શ્રૃંખલા છે, સૂક્ષ્મ જગતથી માંડીને સ્થૂળ જગત સુધીનો સમગ્ર ક્રમ છે. ભીતર સૂક્ષ્મ જગતમાં જે કાંઈ થાય છે તે મન દ્વારા અભિવ્યક્ત થાય છે. હવે આપણે સ્વાથ્યની દૃષ્ટિએ વિચાર કરીએ. એક નિયમ બની જશે – અશુદ્ધ ચિત્ત, અશુદ્ધ ભાવ અને અશુદ્ધ મન હોય તો સ્વાથ્ય માટે સમસ્યા છે, સ્વાથ્ય બરાબર રહેશે નહિ. શુદ્ધ ચિત્ત, શુદ્ધ ભાવ અને શુદ્ધ મન હોય તો તે સ્વાથ્ય માટે ખૂબ અનુકૂળતા બનશે. સમસ્યા આવશે નહિ. સાઈકો સોમેટિક – મનોકાયિક બીમારી માટે માત્ર શરીરનું તંત્ર જવાબદાર નથી. તેને માટે મનને જવાબદાર માનવામાં આવ્યું. જો ચિત્ત પવિત્ર હોય તો મન અશુદ્ધ હોઈ શકતું નથી. મનોકાયિક બીમારીઓ ચિત્તની અશુદ્ધિના કારણે જ ઉપજે છે. મહાવીરનું આ સૂત્ર – શુદ્ધ ચિત્ત, શુદ્ધ ભાવ અને શુદ્ધ મન – સ્વાથ્યનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. અશુદ્ધ ચિત્ત, અશુદ્ધ ભાવ અને અશુદ્ધ મન – અર્થાત બીમારી માટેનું ખુલ્યું આમંત્રણ. સ્વાથ્ય અને ચિત્તની નિર્મળતા સ્વાથ્યના સંદર્ભમાં ચિત્ત અને મનની ચર્ચા ખૂબ આવશ્યક છે. આ કોઈ દાર્શનિક ચર્ચા નથી. જ્યાં દાર્શનિક ચર્ચા કરીએ ત્યાં મા મનના સ્વરૂપનું પ્રતિપાદન કરીએ. આપણે ચિત્ત અને મનના સ્વરૂપને સ્વાથ્યના સંદર્ભમાં પણ જોઈએ. જે વ્યક્તિ સ્વસ્થ રહેવા ઇચ્છે છે , કાકી કાકી મહાપીટનું થાયીસ્ટ " ૧૬ કરો : - - . . Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ તે એમ વિચારે કે હું બહુ સારું ભોજન કરીશ, વિટામિન્સ, લવણ, પ્રોટીન-બધું જ મળી રહેશે. સ્વાદિષ્ટ ભોજન કરીશ તો હું સ્વસ્થ રહીશ એમ વિચારવું નિતાંત ભ્રાંતિપૂર્ણ છે. એણે સાથોસાથ એમ પણ વિચારવું પડશે કે મારું ચિત્ત કેટલું નિરવદ્ય છે, નિર્મળ અને પવિત્ર છે ! ચેતનામાં પાપના પ્રવાહ આવી રહ્યા નથી, મલિન વિચાર આવી રહ્યા નથી તો સ્વાસ્થ્ય સારું રહેશે. માણસ ખરાબ કલ્પના, ખરાબ વિચાર, ખરાબ ભાવના કરતો રહે અને એમ વિચારે કે હું સ્વાસ્થ્ય રહીશ તો એનાથી મોટી કોઈ આત્મસ્રાંતિ હોઈ શકે નહિ. ચિત્તની નિર્મળતા સ્વાસ્થય માટે વરદાન બને છે. આપણે મહાવીરવાણીના બે શબ્દો તરફ ધ્યાન આપીએ : સાવદ્ય અને નિરવદ્ય. તેમનો સ્વાસ્થ્ય સાથે ઊંડો સંબંધ છે. જો તમારું ચિત્ત, ભાવ, આચરણ અને ચિંતન નિરવદ્ય હોય, નિર્મળ હોય તો આરોગ્ય સામે કોઈ જોખમ નથી. તમારી શક્તિ ઓછી નહિ થાય. તમારી રોગ-પ્રતિરોધાત્મક શક્તિ મજબૂત રહેશે. તમે સમસ્યાઓને સહન કરી શકશો, તેમનો સામનો કરી શકશો. જો આ ભીતરની શુદ્ધિ ન હોય, ભાવ, ચિત્ત અને મનની શુદ્ધિ ન હોય તો પછી ગમેતેટલા પ્રયત્નો કરો છતાં તમારું શરીર ખોખલું થતું જશે, ઈમ્યુનિટી સિસ્ટમ નબળી પડતી જશે, રોગ પ્રતિરોધક ક્ષમતા ઘટતી જશે. ગમેતેટલી દવાઓ લેતા જાઓ છતાં ન તો ડૉક્ટર બચાવી શકશે કે ન તો દવાઓ બચાવી શકશે. આ મૂળ સૂત્રને પકડીને ચિત્ત અને મન વિશે વિચાર કરવો જોઈએ. તેમને પવિત્ર, વિશુદ્ધ અને નિર્મળ બનાવવાનો અભ્યાસ કરવો જોઈએ. જે દિવસે ચિત્તની નિર્મળતા ઉપલબ્ધ થશે તે દિવસે ભાવ અને મન શુદ્ધ બની જશે. ભાવ અને મનની શુદ્ધિ એટલે સ્વાસ્થ્યના રહસ્ય-સૂત્રનું સંધાન. સ્વાસ્થ્ય માટે આ સચ્ચાઈનો બોધ અને ઉપલબ્ધિ બંને અનિવાર્ય છે. Jain Educationa International મનપામાં માહત્યમાં For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ભાવ અને આરોગ્ય આપણે સ્થૂળ જગતમાં જીવીએ છીએ, તેથી સ્થૂળને જાણવાનું, પકડવાનું આપણા માટે સરળ છે. આપણું એક જગત છે સૂક્ષ્મનું જગત. તે અદૃશ્ય છે તેથી અન્નેય પણ રહ્યું છે. તેને સહેલાઈથી જાણી શકાતું નથી. શરીર સ્થળ છે. મન શરીર કરતાં સૂક્ષ્મ છે. આપણે મનને પણ પકડી લઈએ છીએ. ભાવનું જગત અત્યંત સૂક્ષ્મ છે. સ્થળ ગત અને સૂક્ષ્મ જગતની સાથે સંગમની એક શૃંખલા છે. તે શ્રૃંખલાને પકડવાનું સરળ લાગતું નથી. તેથી અત્યાર સુધી ચિકિત્સા ક્ષેત્રમાં આરોગ્ય બાબતે જે કોઈ અવધારણાઓ બની તે સ્થૂળસ્પર્શી છે. બે પ્રકારના રોગ માનવામાં આવે છે - શરીરનો રોગ અને મનનો રોગ. અગાઉ શરીરનો રોગ વિશેષ માનવામાં આવતો હતો પરંતુ હવે મનનો રોગ પણ ઠીકઠીક જાણીતો થયો છે. એમ માનવામાં આવે છે કે મન શરીરને પ્રભાવિત કરે છે. એક શબ્દ પણ પ્રચલિત થયો - મનોકાયિક રોગ. આ એક નવો સિદ્ધાંત વિકસ્યો છે. આર્યુવેદમાં તો શરૂથી જ તે માન્ય હતો, પરંતુ મેડિકલ સાયન્સમાં હવે ખૂબ સારી રીતે તેનો વિકાસ થયો છે. સ્વરૂપ છે ભાવ ભાવ આપણા આરોગ્યને પ્રભાવિત કરે છે, એવી અવધારણા હજી પણ સ્પષ્ટ નથી, તેનું કારણ એ છે કે મન અને ભાવને એક જ ન સમજી લીધાં. વાસ્તવમાં તે બંને બિલકુલ ભિન્ન છે. તેમને એક - સમજીને આપણે ઘણીબધી સમસ્યાઓ ઊભી કરી દીધી છે. ભાવ અને મનના પૃથફત્વને સમજવા માટે ભાવના સ્વરૂપને સમજવું ? Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ જરૂરી છે. ઉમાસ્વાતિએ કહ્યું, “ભાવો જીવસ્ય સતત્ત્વ' - ભાવ જીવનું સ્વરૂપ છે. આત્મા અજ્ઞેય છે, અમૂર્ત છે, અગમ્ય અને અદૃશ્ય છે. ભાવ જીવનું એક સ્વરૂપ બને છે. માણસ છે. માણસનું શરીર છે. ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયોની સાથે અન્ય પણ ઘણું બધું જોડાયેલું છે. આ સ્વરૂપ શા માટે બન્યું? કેવી રીતે બન્યું ? તેનો આધાર ભાવ છે. તેથી ઉમાસ્વાતિએ કહ્યું – જીવનું સ્વરૂપ ભાવ છે. એક ભાવ એ છે કે જે ઔદયિક ભાવ તરીકે ઓળખાય છે, કર્મના ઉદયથી – વિપાકથી પેદા થતો ભાવ છે. બીજો ભાવ એ છે કે જે કર્મના શોધન દ્વારા – કર્મના વિલય થકી પેદા થતો ભાવ છે. એક ભાવ એ છે કે જે સ્વભાવતઃ જ ચાલતો રહે છે. જેનું નામ છે પરિણામિક ભાવ. ભાવને આ ત્રણ વિભાગોમાં વિભક્ત કરી શકાય છે. ભાવનો સ્ત્રોત ભાવને સમજવા માટે ભાવની પરિભાષા સુધી જવું અને પરિભાષા સુધી પહોંચવા માટે મૂળ સ્રોત સુધી પહોંચવું આવશ્યક છે. આપણા શરીરની અંદર ઘણાં બધાં સૂક્ષ્મસંસ્થાન છે. મૂળ છે આત્મા. આત્માનું એક વલય કષાય છે. કષાય આત્મામાંથી સ્પંદન આવે છે. તે કષાયનાં સ્પંદનો અધ્યવસાયને પ્રભાવિત કરે છે. અધ્યવસાયનાં સ્પંદનો વેશ્યાને પ્રભાવિત કરે છે. વેશ્યાનાં સ્પંદનો સ્થળશરીરમાં આવીને ભાવનું નિર્માણ કરે છે. આ ભાવના નિર્માણની આટલી મોટી શૃંખલા છે, પ્રક્રિયા છે. આત્મા, આત્માનું એક વલય, જેનું નામ છે કષાય. કષાય વલયની પાછળ એક સંસ્થાન છે – ચૈતન્યનું સંસ્થાન. જેનું નામ છે અધ્યવસાય, સૂક્ષ્મચેતના. મનોવિજ્ઞાનમાં અનકોન્ટિાયસની વાત કહેવામાં આવી, તેનાથી પણ વધુ સૂક્ષ્મ છે અધ્યવસાયનું જગત. પ્રત્યેક અધ્યવસાયના અસંખ્ય ભાગ છે, તેમનામાં આટલું તારતમ્ય છે. તે અધ્યવસાય સ્પંદિત થાય છે, તેમનું સ્પંદન એક નવી સૃષ્ટિ રચે છે લેશ્યાની. જ્યારે તે વેશ્યાનાં સ્પંદનો સૂક્ષ્મજગતમાં આવે છે, ચિત્તની સાથે તેમનો સંયોગ થાય છે ત્યારે ભાવતંત્રનું નિર્માણ થાય છે. આ . આ મહાપીનું આરો યtra રેરા અને Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ભાવના અને સંવેગ મનોવિજ્ઞાનમાં બે શબ્દો પ્રચલિત છે – ભાવના અને સંવેગ. ભાવના અને સંવેગ આ બંનેનું એટલું બધું સંશ્લેષણ છે કે તેમને વિભક્ત કરવાનું સરળ નથી. મૂળ છે ભાવ. ભાવ વ્યક્ત નથી થતો, ભીતરમાં જ રહે છે. જ્યારે ભાવ તીવ્ર બની જાય છે, ત્યારે સંવેગની સ્થિતિ બને છે. સંવેગ જ માનવીને સુખ અને દુઃખની સ્થિતિમાં લઈ જાય છે, ભાવ પાછળ રહી જાય છે. મનોવિજ્ઞાનની ભાષામાં ભાવ સંતોષ અને અસંતોષ પેદા કરે છે. જ્યારે સંતોષ અને અસંતોષ ઉગ્ર બની જાય છે ત્યારે તે સંવેગ સમસ્યા પેદા કરે છે, પછી પાણીનો વેગ વધે છે, પૂર આવે છે. જ્યારે ભાવ સંવેગ બને છે ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓ પેદા કરે છે. મહાવીરની સિદ્ધાંતપ્રણાલીમાં બે શબ્દો મળે છે – રાગ અને દ્વેષ. બીજો શબ્દસમૂહ છે – કામ, ક્રોધ, માન, માયા, લોભ, ધૃણા અને વાસના. મૂળ છે રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષનો પોતાનો આશય હોય છે. એક રાગાશય અને બીજા ક્રેષાશય. આ બંને આશય આપણા સૂક્ષ્મશરીરમાં બનેલા છે. જ્યારે જ્યારે દ્વેષાશયની ઉત્તેજના થાય છે ત્યારે ત્યારે ક્રોધ પ્રગટ થાય છે. ક્રોધ એક ભાવ પણ છે અને સંવેગ પણ છે. એ જ રીતે અહંકાર, કપટ, લોભ વગેરે સંવેગ પણ બની જાય છે. ભાવ અને સંવેગને સર્વથા અલગ કરવાનું આવશ્યક નથી, પરંતુ જ્યારે બંનેના સ્વરૂપ વિષે વિચાર કરીએ ત્યારે કહી શકાય કે ભાવનું જગત અવ્યક્ત અને સૂક્ષ્મ છે. સંવેગનું જગત આપણી સમક્ષ આવે છે, પ્રગટ થાય છે. પ્રગટ ક્રોધ થાય છે, તેની પાછળ છુપાયેલો આશય ક્યારેય પ્રગટ થતો નથી. ક્રોધ નિરંતર નથી રહેતો, તે અવારનવાર વ્યક્ત થાય છે, પ્રગટ થાય છે. દ્વેષનો જે આશય છે તે ક્રોધને ઉત્પન્ન કરે છે અને તે આશય નિરંતર સૂતાં-જાગતાં ચોવીસે કલાક પ્રાણીની સાથે રહે છે. જ્યારે તે આશય ક્રોધ સ્વરૂપે પ્રગટ થાય છે ત્યારે સંવેગ બને છે. લોભનો મૂળ સ્રોત છે રાગ. લોભ | નિરંતર નથી રહેતો. માણસ જ્યારે જ્યારે વિચારે છે અને જ્યારે જ્યારે માનસિક સ્તરે જાય છે ત્યારે ત્યારે લોભનો સંગ બને છે. તે કરj: * An: મહાવીરનું આedયશાસ્ત્ર મા Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ચોવીસે કલાક લાલસા તીવ્ર નથી રહેતી. લાલસાનો સ્ત્રોત છે રાગ, તે ચોવીસે કલાક ટકી રહે છે. આપણા બે વિભાગ બની ગયા – એક રાગ અને દ્વેષનો, બીજો ક્રોધ, માન, માયા અને લોભનો. ત્રીજો વિભાગ બને છે ક્રોધથી ઉત્પન્ન થતા ઉપજીવી ભાવનો, અહંકાર દ્વારા ઉત્પન્ન થતા ઉપજીવી ભાવનો. ભય કોઈ મૂળ ભાવ નથી. ભય ઉત્પન્ન થાય છે લોભ દ્વારા. જેટલો લોભ, તેટલું મમત્વ અને એટલો જ ભય. જો લોભ નથી, મમત્વ નથી તો ભય બિલકુલ નથી. વાસના સ્વયંનું ઉત્પાદ નથી. તેનું પણ ઉત્પાદ થાય છે રાગાત્મકતા અથવા લોભ દ્વારા. તે પણ એક નોકષાય છે. કામનાનો એક પ્રકાર છે. આપણી સામે ત્રણ કક્ષાઓ બની ગઈ – એક રાગદ્વેષના આશય-રાગાશય અને દ્વેષાશયની. બીજી કક્ષા બને છે તેમની તીવ્રતા થકી ઉત્પન્ન સંવેગની. ત્રીજી કક્ષા બને છે તેમના ઉપજીવી વ્યવહાર અને આચરણની. ભાવ, સંવેગ અને આરોગ્ય પ્રશ્ન છે – ભાવ, સંવેગ અને આરોગ્ય વચ્ચે શો સંબંધ છે? આ પ્રશ્ન વિશે વિચાર કરીએ. રાગાશય અને દ્વષાશય – એ આરોગ્યને સીધું પ્રભાવિત કરતા નથી. જ્યારે ભાવ સંવેગ બને છે ત્યારે તે આરોગ્યને પ્રભાવિત કરે છે. તે પણ સીધું આરોગ્યને પ્રભાવિત કરી શકતા નથી. તે પ્રભાવિત કરે છે શરીરના માધ્યમ દ્વારા. આપણા શરીરનું સર્વોત્તમ અંગ મસ્તિષ્ક છે. મસ્તિષ્કનો એક ભાગ છે લિંબિક સિસ્ટમ અને બીજો ભાગ છે હાઈપોથેલેમસ. હાઈપોથેલેમસ ભાવના પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે. તે ભાવનાને પકડે છે અને ભાવના દ્વારા થતી પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરે છે. જે ભાવના પેદા થાય છે, ભાવ નિર્મિત થાય છે, તેનાથી હાઈપોથેલેમસ પ્રભાવિત થાય છે અને તે બીજાં અંગોને પ્રભાવિત કરે છે. આપણે જે સ્વયંસંચાલિત નાડીતંત્ર છે, ગ્રંથિતંત્ર છે તેને પણ ભાવના પ્રભાવિત કરે છે. જેવી રીતે પૃથ્વી ઉપર આપણો કોઈ અધિકાર નથી તેવી જ રીતે સ્વયંસંચાલિત નાડીતંત્ર ઉપર પણ આપણો કોઈ અધિકાર નથી. ભોજન જમી લીધું, પછી તેનો પરિપાક થાય છે. આપણે તે પ્રત્યે સભાન રહીએ કાન મા ન મહાવીરનું આરોગ્યશાસ્ત્ર ર૪ Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ કે અભાન રહીએ તો પણ ભોજનનો પરિપાક થવા લાગે છે. સ્વયંસંચાલિત થતી ક્રિયા ઉપર હાઈપોથેલેમસનું નિયંત્રણ છે. આપણી જે નાડીઓ છે, ગ્રંથિઓના જે સ્રાવ છે, હોર્મોન્સ બને છે તેમના ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી. તે પોતાની મેળે બને છે અને પોતપોતાનું કામ કરે છે. ભાવનાને પકડે છે હાઈપોથેલેમસ. તે નાડીતંત્ર અને ગ્રંથિતંત્રના માધ્યમ દ્વારા શરીરને પ્રભાવિત કરે છે. એક વ્યક્તિએ ક્રોધ કર્યો. આ સંદર્ભમાં ખૂબ જૂની માન્યતા છે અને તે આજે પણ સ્વીકૃત છે કે ક્રોધની પ્રબળતા આવશે તો પિત્ત તીવ્ર બની જશે. કામ, શોક અને ભય થકી વાયુ ઉત્પન્ન થાય છે. આ ખૂબ જૂનો સિદ્ધાંત છે. મનોવિજ્ઞાનમાં એ વાત સ્વીકૃત છે કે જ્યારે આ સંવેગો પ્રબળ બને છે ત્યારે શારીરિક પરિવર્તનો થાય છે. મેડિકલ સાયન્સની દૃષ્ટિએ વિચારીએ તો જ્યારે જ્યારે સંવેગ પ્રબળ બનશે, ત્યારે ત્યારે એડ્રીનલ ગ્લેન્ડ ઠીક ઠીક સક્રિય બની જશે. આજે બંને સિદ્ધાંતોને આપણે મેળવીએ તો પિત્તનો અર્થ થશે એડ્રીનલીન. મેડિકલ સાયન્સની ભાષામાં એડ્રીનલ ગ્લેન્ડમાંથી એડ્રીનલીનનો સ્રાવ થાય છે. તે આર્યુવેદની ભાષામાં પિત્ત છે. જેવો ક્રોધનો સંવેગ તીવ્ર થશે કે તરત જ એડ્રીનલ ગ્લેન્ડ સક્રિય બની જશે. એડ્રીનલ ગ્લેન્ડને સઘળી શક્તિ તેમાં ખર્ચવી પડે છે, એડ્રીનલીનનો વધારાનો સ્રાવ કરવો પડે છે. તે વધારાનો સ્રાવ બીમારીનું કારણ બને છે. આપણા આરોગ્યનો સંબંધ ભાવો સાથે જોડાયેલો છે. જો આપણે શરીર સુધી જઈએ. તેનાથી આગળ મન સુધી જઈએ તો એટલાથી સમસ્યાનું સમાધાન નહિ થાય. ઘણી બધી બીમારીઓ એવી છે કે જે ન તો શરીર દ્વારા ઉત્પન્ન થાય છે કે ન તો મન દ્વારા ઉત્પન્ન થાય છે, પરંતુ તે ભાવ દ્વારા ઉત્પન્ન થતી હોય છે. મન અને ભાવ વચ્ચે જે અલગતા છે તેને મહાવીરે ખૂબ સૂક્ષ્મતાથી વર્ણવી છે. પ્રશ્ન એ છે કે ભાવ શું છે અને મન શું છે? સ્પષ્ટ છે કે મન આપણું સ્વરૂપ નથી, જીવનું સ્વરૂપ નથી, પરંતુ ભાવ જીવનું સ્વરૂપ છે. મન | પેદા થાય છે પરંતુ ભાવનો સ્રોત ભીતરમાં છે. મનનો કોઈ સ્ત્રોત - ભીતરમાં નથી. તે આપણા ચિત્ત દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલું તંત્ર માં છે. ભાવ જ્યારે મન સાથે જોડાય છે ત્યારે તે મનોભાવ બની જાય છે. મૂળભૂત રીતે મન ભાવજગતથી અલગ છે. હતી, મહાવીરનું આયશાસ્ત્ર રાજ પો ' કેક , Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ વ્યાધિ, આધિ અને ઉપાધિ પ્રેક્ષાધ્યાનમાં ત્રણ શબ્દોનો પ્રયોગ થાય છે ઃ વ્યાધિ - શરીરની બીમારી, આધિ - મનની બીમારી અને ઉપાધિ ભાવનાત્મક બીમારી. જો આપણે ઉપાધિને બાજુએ રાખીને આધિ અને વ્યાધિ સાથે આરોગ્યની વિચારણા કરીએ તો સમસ્યાનું સમાધાન મળી શકે નહિ. એક ભાઈએ કહ્યું કે, ‘મહારાજ ! દરેક જગાએ ટેસ્ટ કરાવી લીધા, સૂક્ષ્મ સાધનો દ્વારા નિદાન કરાવી લીધું. ડૉક્ટરો કહે છે કે કોઈ બીમારી નથી, આરોગ્ય સારું છે. પરંતુ સાચી વાત એ છે કે હું બીમારી ભોગવી રહ્યો છું. હું મુસીબતમાં છું, દુઃખ ભોગવી રહ્યો છું.’ આપણે આ બંને સમસ્યાઓનો વિચાર કરીએ. એક તરફ ડૉક્ટરનો, નિદાનકેન્દ્રોનાં સાધનોનો મત છે કે કોઈ જ બીમારી નથી, જ્યારે બીજી તરફ રોગી એમ કહે છે કે ખૂબ કષ્ટ અનુભવી રહ્યો છું. આ વિરોધાભાસ ક્યાં છે ? શું આપણે એમ માનીશું કે ડૉક્ટર ખોટું કહી રહ્યા છે અથવા તો નિદાનનાં સાધનો ખોટી માહિતી આપી રહ્યાં છે ? ના, તેમને ખોટાં તો માની શકાય તેમ નથી. જો માની લઈએ તો ચિકિત્સાની સમગ્ર પદ્ધતિ ખોટી ઠરશે. શું આપણે બીમારીને ખોટી માનીશું ? કોને સાચું માનવું ? કોને ખોટું માનવું ? આ એક અંતર્વંદ્વ અને વિરોધાભાસની સ્થિતિ છે. તેનું સમાધાન ભાવજગતમાં શોધી શકાય છે. ભાવ અને આભામંડળ વાસ્તવમાં તે બીમારી ન તો શરીરમાં ઊતરી છે કે ન તો મન ઉપર ઊતરી છે. ન તો તે સોમેટિક છે અને ન તો તે સાયકોસોમેટિક છે. તે કાયિક પણ નથી, મનોકાયિક પણ નથી. તે બીમારી છે ભાવાત્મક. ભાવજગતમાં બીમારી ઊતરી ગઈ. તેનું એક સાક્ષ્ય વર્તમાન મેડિકલ સાયન્સનું અનુસંધાન હોઈ શકે છે. તેનાં અનુસંધાનો દ્વારા એ સ્પષ્ટ થયું છે કે જે બીમારી થવાની છે, તેની સૂચના આભામંડળ દ્વારા મળે છે. આભામંડળ એવી સૂચના આપી દે છે કે છ અથવા ત્રણ મહિના પછી અમુક બીમારી આવવાની છે. આપણું આભામંડળ આપણી ભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. મહાવીરનું આોગ્યશાસ્ત્ર * ક Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ જેવો ભાવ તેવું આભામંડળ અને જેવું આભામંડળ તેવા ભાવ. આજે કેટલાક વૈજ્ઞાનિકો મદ્રાસ અને પૂનામાં આભામંડળના ફોટો લઈને બીમારીનું નિદાન કરી રહ્યા છે. પૂનામાં એક ડૉક્ટર છે ડૉ. કલ્યાણ ગંગવાલ. તેમણે પ્રેક્ષાધ્યાનનો અભ્યાસ કર્યો, સાહિત્ય વાંચીને અભ્યાસ કર્યો. આભામંડળની તપાસનાં સાધનો પણ વિકસાવ્યાં. તેઓ આભામંડળના ફોટા લે છે અને તેના આધારે રોગનું નિદાન કરે છે. આભામંડળમાં જે રોગનું નિદાન થાય છે તે શરીરના અવયવમાં નથી હોતો. તે કોઈ અવયવની બીમારી નથી, મનની બીમારી પણ નથી પરંતુ ભાવાત્મક બીમારી છે અને તેને આભામંડળ દ્વારા જાણી શકાય છે. તેની જાણકારી પ્રાણીનું આભામંડળ આપે છે. ભાવ સારો હશે તો આભામંડળ સારું બની જશે. ભાવ ખરાબ હશે તો આભામંડળ વિકૃત બની જશે. જો આપણે સ્વસ્થ રહેવું હોય, ભયંકર બીમારીઓથી બચવું હોય તો ભાવ પ્રત્યે જાગરૂક રહેવું પડશે. શરીર ઉપર ઘા પડ્યો. ઠંડીની ઋતુમાં શરદી થઈ તો તે એક સામાન્ય સ્થિતિ છે. પરંતુ જે મોટી મોટી બીમારીઓ છે તેવી બીમારીઓથી બચવું હોય તો આપણે એક કેન્દ્ર ઉપર પહોંચવું પડશે અને તે કેન્દ્ર છે ભાવકેન્દ્ર. જો આપણો ભાવ શુદ્ધ હશે તો કોઈ મોટી બીમારી આવી નહિ શકે. વિતરાગતા છે આરોગ્યનું સૂત્ર મહાત્મા ગાંધી કહેતા હતા કે હું ક્યારેય બીમાર નહિ પડું કારણ કે હું વીતરાગતાની પણ સાધના કરું છું અને રાગ-દ્વેષથી બચવાનો પ્રયત્ન પણ કરું છું. એ વાત બિલકુલ સાચી છે કે વીતરાગ ક્યારેય બીમાર પડી શકતો નથી. આપણે આ નાનીમોટી બીમારીઓની વાત છોડી દઈએ – જે આગંતુક છે, પરંતુ મોટી બીમારીઓનો સ્રોત છે રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષના આશય દ્વારા પેદા થનારા ભાવાત્મક સંવેગો. જેના ભાવાત્મક સંવેગો પ્રબળ નથી, તેમને અસાધ્ય બીમારીઓ આવતી નથી. એક વ્યક્તિને તીવ્ર લો ક્રોધ ઉપજે છે, ભયંકર ક્રોધનું પરિણામ તત્કાળ હાર્ટએટેક આવે છે. વીતરાગને હાર્ટએટેક આવતો નથી કારણ કે તેને ક્યારેય ક્રોધ આવતો નથી. દ્વેષ આવ્યા વગર ક્રોધ પણ આવતો નથી. વ્યક્તિ - શાંત હોય તો ક્રોધની ઉત્તેજનાથી આવતો હાર્ટએટેક નહિ આવે. જો નું આયણાવ જ ૨૩ . સા. . તક on : ૪ : ધ કરી દે Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ નિષેધાત્મક ભાવ શાંત છે, ન કોઈના વિશે ખરાબ વાત વિચારે છે, ન કોઈની ઈર્ષ્યા કરે છે, ન કોઈની ધૃણા કરે છે તો કેન્સરની બીમારીની સંભાવના ખૂબ ઓછી થઈ જશે. કેન્સરનું એક કારણ માદક વસ્તુઓનું સેવન છે. જો ભીતરમાં ભાવ શુદ્ધ હશે તો માદક વસ્તુઓનું સેવન પણ કરવું નહિ પડે. જો ભાવની સાથે આરોગ્યનો વિચાર કરીએ, ભાવ જગતમાં થનારા પરિવર્તનની સાથે આરોગ્યનો વિચાર કરીએ તો ઘણીબધી બીમારીઓથી બચી શકાશે. વીતરાગતાની સાધના માત્ર આધ્યાત્મિક સાધના જ નથી, આરોગ્યની સાધના પણ છે. મહાવીરના આરોગ્યનું રહસ્ય જો આપણે મેડિકલ સાયન્સની દૃષ્ટિએ વિચાર કરીએ, એક ડૉક્ટરના ભૂ પોઈન્ટથી વિચાર કરીએ તો મહાવીર કદીય સ્વસ્થ રહી શકે નહિ. તેમણે સાડાબાર વર્ષના સાધનાકાળમાં કશો જ પોષક આહાર લીધો જ નહોતો. માત્ર તપસ્યા જ તપસ્યા, ઉપવાસ જ ઉપવાસ ! ભોજન પણ નહિ અને પાણી પણ નહિ ! જે કાંઈ લૂખું-સૂકું મળી જતું તેનાથી પારણાં કરી લેતા. ક્યાં વિટામિન્સ, ક્યાં ચરબી ? કશું જ નહિ. શરીરને પોષણ મળ્યું જ નહિ. છતાં તેઓ કદી ગભરાયા નહિ. આજે મેડિકલ સાયન્સ કહે છે કે આપણું શરીર ઘણાંબધાં પ્રોટિન્સ પેદા કરે છે, તે અનેક તત્ત્વોને પેદા કરે છે. આપણે એ સચ્ચાઈ સુધી પહોંચવું પડશે કે જે વ્યક્તિનું ભાવતંત્ર ખૂબ પ્રશસ્ત છે, વિશુદ્ધ છે, તે પોતાના શરીર માટે જરૂરી તત્ત્વોની પૂર્તિ આપોઆપ કરી લે છે. મહાવીરે છ મહિના સુધી ભોજન ન લીધું અને પાણી પણ ન પીધું. કોઈ ડૉક્ટરને પૂછવામાં આવે તો તે એમ કહેશે કે આ અશક્ય છે, આવું થઈ જ ન શકે. પરંતુ એ સાચું છે કે એવું જ થયું છે. આપણે છ મહિનાની વાત જવા દઈએ. જેણે ઉપવાસ કર્યો, વીસ-પચીસ દિવસ સુધી પાણી ન પીધું તેને જોઈને કદાચ ડૉક્ટર એમ જ કહેશે કે આવું તો બની જ ન શકે. છે પરંતુ જે તેમની સમક્ષ થઈ રહ્યું હોય તેનો અસ્વીકાર પણ કઈ રીતે કરી શકે ? એક સાધ્વીએ એક વર્ષ સુધી માત્ર આશનું પાણી પીધું, - બીજું કશું જ ન ખાધું. આશ એટલે ગરમ છાશનું નિતર્યું પાણી. છે મારાયણાય છે કે * - - - - - Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ મેવાડ પ્રદેશમાં લોકો છાશને ગરમ કરે છે તેની ઉપર જે પાણી આવે છે તે થોડું રંગીન જેવું પાણી હોય છે, તેને આશનું પાણી કહે છે. સાધ્વીજીએ એવું આશનું પાણી પીને બાર મહિના સુધી પોતાનું જીવન ચલાવ્યું અને તે પણ સારી રીતે ચલાવ્યું. તેઓ સ્વસ્થ રહ્યાં. અનેક સાધ્વીઓએ આશના પાણીના આધારે છ મહિના અને ચાર મહિનાનાં તપ કર્યાં. અનેક ડૉક્ટર્સ આવ્યા. તેમણે કહ્યું કે આવું થઈ શકે નહિ, પરંતુ આંખોની સામે જે કાંઈ થઈ રહ્યું હતું તેનો અસ્વીકાર પણ શી રીતે કરી શકે ? એનું કારણ એ જ છે કે જ્યારે ભાવતંત્ર શક્તિશાળી બની જાય છે, સ્વસ્થ બની જાય છે, તે કોઈપણ ઉત્તેજના પેદા કરતું નથી, સંવેગ પેદા કરતું નથી ત્યારે તેવા સંજોગોમાં શરીર પણ તેને સહયોગ આપે છે અને એવા સ્રાવોનું નિર્માણ કરી દે છે કે જે શરીર માટે પોષક તત્ત્વો બને છે. ભાવ અને રોગ ભાવ અને રોગ - આ વિશે પણ વિચાર કરીએ. એક બહુ સરસ શ્લોક રજૂ કરવામાં આવ્યો. ભીતરની વિશુદ્ધિ દ્વારા બહારની શુદ્ધિ થાય છે અને ભીતરની અશુદ્ધિ દ્વારા બહારની અશુદ્ધિ કે દોષ ઉત્પન્ન થાય છે અન્તર્વિશુદ્ધિતો જન્તો, શુદ્ધિઃ સંપદ્યતે બહિઃ । બાહ્ય હિ કુરુતે દોષ, સર્વમન્તરદોષતઃ ॥ આપણે બહારની બાબતો ઉપર વિશેષ ધ્યાન આપીએ છીએ. વાય૨સ અને જર્મ્સ તરફ ધ્યાન આપીએ છીએ, તેમને બીમારીનું મૂળ સમજીએ છીએ. આપણે મનને પણ ગૌણ કરી દઈએ છીએ અને મનથી આગળ જઈએ તો ભાવને પણ ગૌણ કરી દઈએ છીએ. આપણી જે ઈમ્યુનિટી સિસ્ટમ છે, જે રેજિસ્ટન્સ પાવર છે, જે રોગપ્રતિરોધક ક્ષમતા છે, તે આ બાહ્ય તત્ત્વો ઉપર નિર્ભર નથી. તેનો સ્રોત છે મનની પવિત્રતા, તેનાથી પણ આગળનો સ્રોત છે ભાવોની પવિત્રતા, લેશ્યાની પવિત્રતા. એનાથી પણ આગળ જઈએ તો તેનો સ્રોત છે અધ્યવસાયની પવિત્રતા અને એનાથી પણ આગળ એક સ્રોત છે કષાયની ઉપશાન્તિ. મહાવીરનું આસેમ્યાસ્ત્ર * રદ Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ આ તમામ વિશે વિચાર કરીએ તો ભાવની શુદ્ધિ અને આરોગ્ય વચ્ચેનો સંબંધ સ્પષ્ટ થઈ જશે. ભાવની વિકૃતિ રોગને જન્મ આપે છે. ભય પેદા થશે તો બીમારી આવશે જ. ભયની સાથે અનેક બીમારીઓ જોડાયેલી છે. ઉત્કંઠા પેદા થશે તો બીમારી આવશે જ. કોઈ એક ચીજ પ્રત્યે ઉત્સુકતા અને અતિ લાલસા થાય તો તે પણ ભંયકર બીમારી ઉત્પન્ન કરે છે. આ ઉત્કંઠા કે ઉત્સુકતા થાઈરોઈડને પ્રભાવિત કરે છે. જેના થકી થાઈરોક્સિનની પ્રક્રિયા બદલાઈ જાય છે, ચયાપચયની ક્રિયા બદલાઈ જાય છે. ઉદાસી, સ્વભાવનું ચીડિયાપણું, અવસાદ, ડિપ્રેશન વગેરે બીમારીઓ પેદા થઈ જાય છે. આ બીમારીઓનું મૂળ ક્યાં શોધવું ? શરીરમાં તો કોઈ કારણ બન્યું નથી. ન કોઈ જીવાણું આવ્યો કે ન કોઈ કીટાણું આવ્યો - કોઈ જ કારણ બન્યું નથી. તો પછી આ બીમારીઓ શી રીતે પેદા થઈ. તેનું કારણ શોધવું પડશે ભાવજગતમાં. અતિ ઉત્સુકતાનો ભાવ, ભયનો ભાવ, ક્રોધનો ભાવ – આ તમામ આપણા આરોગ્યની શૃંખલામાં ગરબડ પેદા કરે છે. તે પ્રત્યક્ષ પોતાની અસર પાડતા નથી. તે પ્રથમ નાડીતંત્રને અસ્તવ્યસ્ત કરે છે, નર્સ સિસ્ટમ ખોરંભાય છે. તે ગ્રંથિતંત્રને અસ્તવ્યસ્ત કરે છે. જ્યારે નાડીતંત્ર અને ગ્રંથિતંત્રની ક્રિયા ખોરંભાય છે ત્યારે બીમારીઓને ખુલ્લું આમંત્રણ મળી જાય છે. તેથી જ્યારે આરોગ્ય વિશે વિચાર કરીએ અને મહાવીરની વાણીને નજર સામે રાખીને વિચાર કરીએ ત્યારે આપણે શરીરથી પર જઈએ, મનથી પર જઈએ અને ભાવજગતમાં પ્રવેશ કરીએ, ભાવજગતની સમગ્ર શૃંખલાને સમજી લઈએ. એનો નિષ્કર્ષ હશે – ભય દૂર કરવો છે, અભય પેદા કરવો છે તો ભાવની વિશુદ્ધિ કરો. તમારો ભય દૂર થશે, અભય પુષ્ટ થશે. આભામંડળ અને ભાવવિશુદ્ધિ, ભાવની વિશુદ્ધિથી લેણ્યા વિશુદ્ધ બની જાય છે, આભામંડળ બદલાઈ જાય છે. પ્રેક્ષાધ્યાનમાં આભામંડળના ધ્યાનના ઘણા પ્રયોગ તે થાય છે. આપણા રંગ શ્વાસ સાથે જોડાયેલા છે. આપણે શ્વાસ લઈએ છીએ. આપણને ખબર નથી કે ગૃહીત શ્વાસમાં કયો રંગ છે. આપણો છે શ્વાસ ક્યારેક કાળા રંગનો હોય છે ક્યારેક નીલા રંગનો હોય છે, છે ક્યારેક લીલા રંગનો હોય છે, ક્યારેક પીળા રંગનો હોય છે તો - દમ: . " છે કે 3 41 4 n o : ' , , , , , , , મહs' છે કે મહાવીરનું આટોયાટ્ય જ 3 લોક Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ક્યારેક સફેદ રંગનો હોય છે. તમામ રંગોનો શ્વાસ હોય છે. આપણે જે શ્વાસ લઈએ છીએ તે ક્યારેક ખાટો હોય છે, તો ક્યારેક મીઠો હોય છે, ક્યારેક એમાં તીખાશ પણ હોય છે. બહારના જગતમાં જેટલા રસ છે એ તમામ રસ આપણા શ્વાસમાં પણ હોય છે. ક્યારેક આપણો શ્વાસ સુંગધથી સભર હોય છે તો ક્યારેક આપણો શ્વાસ દુર્ગધથી ભરેલો હોય છે, ક્યારેક આપણો શ્વાસ મૃદુ સ્પર્શનો હોય છે તો ક્યારેક કઠોર સ્પર્શનો હોય છે. આ તમામ બાબતો શ્વાસ સાથે જોડાયેલી છે. આ તમામ પુદ્ગલો સાથે આભામંડળ સંબંધિત છે. આ દરેકના આધારે જોઈએ તો શ્વાસ કેવો લીધો ? અને સૂક્ષ્મતામાં જઈએ, વિશ્લેષણ કરીએ -- રવિવારનો શ્વાસ કેવો હશે ? રવિવારે આપણે સૂર્યની કોસ્મિક રેજ લઈ રહ્યા છીએ, સોમવારે આપણે ચંદ્રમાની કોસ્મિક રેજ લઈ રહ્યા છીએ. તેમની સાથે ગ્રહોનો સંબંધ છે, ભાવોનો સંબંધ છે. જ્યોતિષમાં એમ કહેવામાં આવે છે કે ગ્રહોનો પ્રભાવ પડે છે. ગ્રહો સીધો પ્રભાવ નથી પાડતા, પરંતુ ગ્રહોમાંથી આવતાં વિકિરણો આપણા ભાવો ઉપર પ્રભાવ પાડે છે. ભાવ મન ઉપર પ્રભાવ પાડે છે, શરીર ઉપર પ્રભાવ પાડે છે. સ્વાથ્ય અને અસ્વાથ્યની સમસ્યા ઊભી થાય છે, અન્ય પણ અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે. ભાવ વિશુદ્ધિ સાથે જોડાયેલો છે આરોગ્યનો પ્રશ્ન આપણે આરોગ્યની સમસ્યાના સંદર્ભમાં થોડાક ઊંડાણમાં જઈએ તો આપણે ઘણાં આગળ જવું પડશે. જેટલું આજે માનવામાં આવી રહ્યું છે, જેટલું સત્ય આજે મળ્યું છે તે એટલું નથી, હજી પણ આગળ જવું પડશે. મહાવીરે બે દૃષ્ટિએ વિચાર કર્યો : નિશ્ચય નય અને વ્યવહાર નય. વ્યવહારમાં જે ઘટના ઘટે છે તે આપણી સમક્ષ મોડેથી આવે છે. નિશ્ચયમાં કોઈ નિયમ નથી, કોઈ વ્યવહાર નથી. તે ઘટના ભાવજગતમાં છ મહિના પહેલાં, એક વર્ષ પહેલાં કે પાંચ વર્ષ પહેલાં ઘટિત થઈ જાય છે. તે ભાવજગતમાં પોષણ પામતી રહે છે. શરીરમાં પણ એવું થાય છે. અનેક લોકોને કેન્સરની બીમારી થઈ જાય છે. ડૉક્ટર કહે છે કે કેન્સર એક વર્ષથી છે, પરંતુ ખબર નથી પડતી. મનની બીમારીની ખબર એના કરતાં પણ દુર્લભ છે. - ભાવજગતની બીમારીની જાણકારી તો ઘણી દુર્લભ બની જાય છે. આ ૧ વાર છે gadh કાકી: - વ , , જી. મહાવા આadટાક્ષાર શ્રી ( ) , Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ આપણે ભાવના પ્રશસ્ત અને અપ્રશસ્ત સ્વરૂપ વિશે વિચાર કરીએ, મનોવિજ્ઞાનનો એક શબ્દ બની ગયો - નકારાત્મક ભાવ અથવા દૃષ્ટિકોણ અને સકારાત્મકભાવ અને દૃષ્ટિકોણ. એનાથી આગળ છે ભાવની વિશુદ્ધિ. જે વ્યક્તિ ભાવ-વિશુદ્ધિ પ્રત્યે સચેત છે, જેનો ભાવ પવિત્ર રહે છે, તે આરોગ્યનો મંત્ર પામી જાય છે. જેમાં કોઈ મલિનતા છે તે એવી સાધના કરે કે હું મારા ભાવોને વધુમાં વધુ પવિત્ર રાખું. જેણે આવો સંકલ્પ કર્યો તે આરોગ્ય પ્રત્યે સચેત બની ગયો. ભાવવિશુદ્ધિ સાથે જોડાયેલો છે આરોગ્યનો પ્રશ્ન. જે પોતાના ભાવો પ્રત્યે બેપરવાહ છે, ઉદાસીન છે તે પોતાના આરોગ્ય પ્રત્યે પણ ઉદાસીન છે. આરોગ્યનો ભાવતંત્ર સાથે ઊંડો સંબંધ છે તેથી ભાવતંત્ર અને આરોગ્ય વિષય ઉપર વિચાર કરવો એ માત્ર દાર્શનિક દૃષ્ટિએ જ નહિ, આરોગ્યની દૃષ્ટિએ પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. Jain Educationa International મહાવીરનું આરોગ્યશાસ્ત્ર * 3ર For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્તિ અને આરોગ્ય કેટલાક વિદ્વાનોએ આરોગ્ય વિષે પ્રત્યક્ષરૂપે વિચાર કર્યો અને કેટલાક વિદ્વાનોએ અન્ય તત્ત્વોનો વિચાર કર્યો. તેથી આરોગ્યનાં અનેક તત્ત્વો મળ્યાં. શરીર વિશે હજારો વર્ષોથી વિચાર થતો રહ્યો છે. વર્તમાન શરીરશાસ્ત્રીઓએ શરીરનાં સૂક્ષ્મતમ રહસ્યોને પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ભૂતકાળમાં જઈએ તો યોગના આચાર્યોએ શરીર બાબતે ખૂબ વિચાર કર્યો હતો. યોગની એનાટોમી સ્વતંત્ર બની ગઈ. યોગનું પોતાનું શરીરશાસ્ત્ર છે. તત્ત્વવેત્તાઓએ શરીર બાબતે વિચાર કર્યો તેથી તેમનું પણ એક અલગ શાસ્ત્ર બન્યું. અનેક ગ્રંથો છે તેથી અનેક કલ્પનાઓ અને ખ્યાલો શરીર બાબતે ઉપલબ્ધ થયાં છે. શરીર અને આરોગ્ય આજે આપણે ભગવાન મહાવીરની વાણી અને આરોગ્ય વિશે વિચાર કરી રહ્યા છીએ. મહાવીરે પાંચ પ્રકારનાં શરીર ગણાવ્યાં છે : ૧. ઔદારિક શરીર ૨. વૈક્રિય શરીર ૩. આહારક શરીર ૪. તૈજસ શરીર ૫. કાર્પણ શરીર એક છે આપણું સ્થૂળ શરીર જે દેખાય છે. બે શરીર સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે, તે દૃશ્ય નથી, પ્રત્યક્ષ નથી. બે શરીર એ છે કે જેનું નિર્માણ કરી શકાય છે. મૂળભૂત રીતે ત્રણ શરીર માની શકાય – લી, કોઈ મહાપીરનું આરોગ્યશાસ્ત્ર + 33 યા તો | Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ સ્થૂળ શરીર, જેનું નામ છે ઔદારિક શરીર. સૂક્ષ્મ શરીર, જેનું નામ છે તૈજસ શરીર અને સૂક્ષ્મતર શરીર, જેનું નામ છે કર્મ શરીર અથવા ” કાર્પણ શરીર. આ ત્રણેયનો આરોગ્ય સાથે ઊંડો સંબંધ છે. અનેક યંત્રોનો વિકાસ થઈ જવા છતાંય સૂક્ષ્મ અને સૂક્ષ્મતર શરીરને હજી પકડી શકાતું નથી. સૂક્ષ્મદર્શક યંત્રો દ્વારા સ્થૂળ શરીરનાં રહસ્યો તો જાણી શકાય છે, પરંતુ તેને પ્રભાવિત કરનારાં જે શરીર છે તે કોઈપણ યંત્રની પકડમાં હજી સુધી આવ્યાં નથી. જૈન દૃષ્ટિએ વિચારીએ તો કહી શકાય કે આ સ્થૂળ શરીર એ સૂક્ષ્મ શરીરનું પ્રતિબિંબ છે. એટલે કે કર્મ શરીરનાં જેટલાં સ્પંદનો છે તે પ્રતિબિંબિત થઈને આ સ્થૂળ શરીરમાં પોતાના પ્રતિનિધિઓનું નિર્માણ કરે છે, કોઈ અંગને નિર્મિત કરે છે. એમ માનવું જોઈએ કે આ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરનું સંવાદી અંગ છે. ઉદાહરણ દ્વારા આ બાબત સમજીએ. કર્મ શરીરમાં જ્ઞાનનો એકમ છે. તે એકમને એક સંવાદી અંગ મળ્યું છે મસ્તિષ્કમાં. સંવેદનાનું એક ચોક્કસ સ્થાન છે, જ્યાંથી સંવેદના પોતાનું કામ કરે છે. એક એકમ વેદનીય કર્મનો છે. વેદનાનું જે સંવેદન આપણું હોય છે તેનું પ્રતિબિંબ પણ આ શરીરમાં નિર્મિત થયેલું છે. જ્ઞાન: સંવાદી અંગ - જ્ઞાનનાં સંવાદી અંગ પાંચ ઇન્દ્રિયો છે. તેમના દ્વારા આપણી ચેતના પ્રગટ થાય છે. તેનાથી આગળ વધીએ તો ઈન્દ્રિય ચેતના અને અતીન્દ્રિય ચેતનાની વચ્ચે એક ચેતના છે – પ્રાતિભચેતના અને વિશિષ્ટ ઇન્દ્રિય ક્ષમતાની ચેતના. તેનું નામ છે સંભિન્નસ્રોતોલબ્ધિ. એક એવી શક્તિ આપણી ભીતરમાં છે જેનો વિકાસ અભ્યાસ દ્વારા કરીએ તો આંગળી થકી જોઈ પણ શકાય છે, સાંભળી પણ શકાય છે અને સ્પર્શી પણ શકાય છે. તમામ ઈન્દ્રિયોનું કામ એક આંગળી દ્વારા કરી શકાય છે. આપણી આંખ જુએ છે એનું તાત્પર્ય એ છે કે આંખની કોશિકાઓને આપણે એટલી વિકસિત કરી દીધી, તેમનામાં એ શક્તિ પેદા થઈ ગઈ કે તે પારદર્શી બની ગઈ. જેવી રીતે આંખની શક્તિનો વિકાસ કર્યો, એવી રીતે શરીરના કોઈ પણ અવયવનો વિકાસ કરી શકાય છે. આ સઘળી વાત સંભિસ્રોતોલબ્ધિના માધ્યમ દ્વારા સમજાવવામાં આવી છે. ના દર છ મહાપીરનું આયEામ = 31 મારા પર . Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ અતીન્દ્રિય ચેતનાનાં અંગો પણ આપણી અંદર છે. નંદીસૂત્રમાં આ વિષય ઉપર ખૂબ સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવ્યો. અતીન્દ્રિય ચેતનાને બહાર નીકળવા માટે ઉપયુક્ત અવયવ, અંગો આપણા શરીરના અગ્ર ભાગમાં પણ છે, શરીરના પૃષ્ઠ ભાગમાં પણ છે, શરીરના જમણા-ડાબા ભાગમાં પણ છે. ઉપર-નીચેના ભાગમાં પણ છે. પાંચેય દિશાઓમાં આપણા શરીરમાં તે કેન્દ્રો આવેલાં છે, જેના દ્વારા આપણી ચેતના બહાર નીકળી શકે છે, અતીન્દ્રિય વિષયને જાણી શકાય છે. - ઉદાહરણની ભાષામાં સમજાવવામાં આવ્યું - એક દીવો મૂકવામાં આવ્યો અને તેના ઉપર એક જાળીવાળું ઢાંકણું મૂકવામાં આવ્યું. દીવામાંથી જે પ્રકાશ બહાર નીકળશે તે સીધો નહિ નીકળે, જાળીનાં છિદ્રોમાંથી નીકળશે. એ જ રીતે આપણા સમગ્ર શરીરમાં આવાં છિદ્રો બનેલાં છે, જેમાંથી ચેતનાનાં કિરણો બહાર નીકળી શકે છે. જેવી રીતે આપણા શરીરમાં જ્ઞાનનાં સંવાદી અંગો છે એવી જ રીતે જ્ઞાનાવરોધનાં કેન્દ્રો પણ આપણા શરીરની અંદર છે. તે જ્ઞાનનો અવરોધ કરે છે, જ્ઞાનને બહાર આવવા દેતા નથી. સંવેદનાનાં અંગો આપણી ભીતરમાં છે અને સંવેદનાને રોકનારાં અંગો પણ આપણી ભીતરમાં છે. એનું તાત્પર્ય એ છે કે પ્રત્યેક કર્મનાં અંગો આપણા શરીરમાં છે અને તે સંવાદી બનેલાં છે. વર્તમાન શરીરશાસ્ત્રીઓએ તેમને ઓળખ્યાં છે. સંવેદનાનો સંદેશ કેવી રીતે ભીતર સુધી જાય છે, કેવી રીતે આવે છે ? તેની અનુભૂતિ શી રીતે થાય છે ? મોહનાં સંવાદી અંગો પણ શરીરમાં નિર્મિત છે, ત્યાં મોહકર્મ પ્રગટ થાય છે. અવરોધ પેદા કરનારાં, શક્તિને તોડી નાખનારાં તત્ત્વો પણ આપણા શરીરની અંદર છે. જો કર્મશાસ્ત્ર અને કર્મ શરીરને નજર સામે રાખીને વિચાર કરીએ તો આપણા શરીરમાં એટલાં બધાં કેન્દ્રો બનેલાં છે કે સેંકડો પ્રકારની શક્તિઓ જાગૃત કરી શકાય છે. તેમાંની એક શક્તિ છે આપણી આરોગ્યની શક્તિ. ભીતરમાંથી જે પ્રવાહ અને સ્પંદનો આવે છે, તે આપણા શરીરને પ્રભાવિત કરે છે. એવા અનેક રોગ છે, જેમનું બાહ્યકારણ આ માલૂમ પડતું નથી. ન કોઈ ચિંતન, ન કોઈ વાયરસ, ન કોઈનો શ્રી પારિસ્થિતિક – કશું જ થતું નથી, છતાં રોગ પ્રગટ થઈ જાય છે. તે છે સ્પંદન સ્થૂળ શરીરમાં કર્મ શરીર અને તૈજસ શરીર દ્વારા આવી રહ્યાં . આ નિ મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + ૩૫ " " " Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ છે. તૈજસ શરીર આપણી પ્રાણશક્તિને પેદા કરનારી શક્તિ છે. તેમાં અવ્યવસ્થા અને ગરબડ થાય તો શરીર બીમાર પડે છે. આ તમામ સંદર્ભોમાં આરોગ્યની સમસ્યા વિષે વિચાર કરતી વખતે આપણે બે શરીરોની શૃંખલાનો વિચાર કરવો પડશે. પર્યાપ્તિ : જીવનશક્તિ જ્યારે સ્થૂળ શરીર નિર્મિત થાય છે ત્યારે છ જીવનશક્તિઓ નિર્મિત થાય છે. તેમની અભિધા છે – આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મનઃ પર્યાપ્તિ. આ પર્યાપ્તિઓ એટલે કે છ જીવનશક્તિઓ આપણાં શરીરમાં વિદ્યમાન છે. આહાર પર્યાપ્તિનું કેન્દ્ર કંઠ-થાઈરોઈડનો ભાગ છે. અહીં ચયાપચયની ક્રિયા થાય છે. આ ખૂબ મહત્ત્વપૂર્ણ ભાગ છે. શરીર પર્યાપ્તિનું કેન્દ્ર નાભિ છે. તે શરીરની રચનાનું મૂળ આધાર કેન્દ્ર છે. મહર્ષિ પતંજલિએ એક મજાની વાત કહી હતી –“નાભિચક્રેકયડજ્ઞાન નાભિચક્ર દ્વારા સમગ્ર શરીરની રચનાનું જ્ઞાન થાય છે. સમગ્ર શરીરની સંરચનાનું જ્ઞાન નાભિ ઉપર ધ્યાન કરવાથી થાય છે. નાભિનું મહત્ત્વ યોગમાં પણ જોવા મળે છે અને શરીરશાસ્ત્રની દૃષ્ટિએ પણ જોવા મળે છે. મધ્યવર્તી કેન્દ્ર છે નાભિ. શરીર માટે જે નિરંતર પોષણ જોઈએ, તે પોષણ નાભિ દ્વારા પ્રાપ્ત થાય છે. નાભિ દ્વારા બહારના પુદ્ગલોનું નિરંતર ગ્રહણ થતું રહે છે. ગ્રહણની આ ક્રિયા સતત ચાલુ રહે છે. આહાર પર્યાપ્તિ અને શરીર પર્યાપ્તિ – બંને વચ્ચે ઊંડો સંબંધ છે. એક છે કંઠનું સ્થાન અને બીજું છે નાભિનું સ્થાન. યોગનો એક પ્રયોગ થાઈરોઈડ અને એડ્રીનલના સંતુલન માટે અત્યંત ઉપયોગી છે. પ્રયોગની વિધિ આ મુજબ બતાવવામાં આવી છે – સૂઈ જાવ, સૂઈ જઈને ગરદનને ઉપર ઊંચકો અને નાભિને જુઓ. | સૂતાં-સૂતાં નાભિદર્શન કરવાની આ ક્રિયાને ખૂબ મહત્ત્વપૂર્ણ ક્રિયા માનવામાં આવે છે. આ ક્રિયા દ્વારા એડ્રીનલ અને થાઈરોઈડનું સંતુલન સ્થપાઈ જાય છે. યોગમાં કંઠનું ખૂબ મહત્ત્વ છે કારણ કે જ્યાં વૃત્તિઓ પ્રગટ થાય છે, સંવેદનાઓ પ્રગટ થાય છે, તે જગાએ નિયંત્રણ થાઈરોઈડ દ્વારા થાય છે. બ્રહ્મચર્ય માટે પણ આ પ્રયોગ હતી . મહાપીરનું આયેયgla * 35 * * * Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ કરવાનું વિધાન છે. સામાન્ય સ્વાથ્ય માટે પણ તેનું વિધાન છે. સૂતાં-સૂતાં ગરદન ઊંચી કરીને નાભિનું દર્શન કરો. તેનાથી બંને - ગ્રંથિઓ વચ્ચે સંતુલન સ્થપાય છે. નાભિનું અન્ય પણ ઘણું મહત્ત્વ છે કારણ કે તે તૈજસ શક્તિનું કેન્દ્ર અને અગ્નિતત્ત્વનું સ્થાન છે. પાંચ તત્ત્વો માનવામાં આવ્યાં છે – પૃથ્વી તત્ત્વ, અગ્નિ તત્ત્વ, જળ તત્ત્વ, વાયુ તત્ત્વ અને આકાશ તત્ત્વ. નાભિ અગ્નિ તત્ત્વનું સ્થાન છે. પાંચ પ્રાણમાં તે સમાનપ્રાણનું સ્થાન છે. સમાનપ્રાણ સઘળી ક્રિયા કરનારો છે. - પાચનતંત્ર દ્વારા પાચન થાય છે. આ સંદર્ભમાં એમ જણાવવામાં આવ્યું કે આહાર પર્યાપ્તિ દ્વારા ખુલરસીકરણ થાય છે. ખુલરસીકરણને વર્તમાન ભાષામાં ચયાપચયની ક્રિયા તરીકે ઓળખી શકાય છે. ખલને કાઢી નાંખવો, અલગ કરવો અને રસને આત્મસાત કરી લેવો એ છે ખલરસીકરણની ક્રિયા, ચયાપચયની ક્રિયા – જે આહાર પર્યાપ્તિ દ્વારા થાય છે. આ બંને પર્યાપ્તિઓ આપણી જીવનશક્તિઓ છે. જીવનનો મૂળભૂત આહાર * જીવનનો મૂળ આધાર છે – આહાર પર્યાપ્તિ અને શરીર પર્યાપ્તિ. કઈ વ્યક્તિ કેટલું જીવશે તેનો આધાર આહાર પર્યાપ્તિ ઉપર છે. થાઈરોઈડ અને આહાર પર્યાપ્તિ વચ્ચે ઊંડો સંબંધ છે. જેટલી આહાર પર્યાપ્તિ હશે એટલું જ વ્યક્તિ જીવશે. આહાર પર્યાપ્તિ પોતાનું કામ કરવાનું બંધ કરી દે તો માણસ મૃત્યુ પામે. કોશિકા માટે ચયાપચયની ક્રિયા નિર્ધારિત છે, સંખ્યા નિર્ધારિત છે. જ્યાં સુધી કોશિકામાં પુનર્જનનની ક્રિયા થતી રહેશે ત્યાં સુધી કોશિકા જીવતી રહેશે, પુનર્જનનની ક્રિયા બંધ થતાં જ કોશિકા મૃત્યુ પામશે. તેનો સંબંધ આહાર પર્યાપ્તિ સાથે છે. એક પારિભાષિક શબ્દ છે ઓજ આહાર. મૂળભૂત આહાર છે ઓજ આહાર. એક આહાર હોય છે કવલ આહાર. આપણે જે ભોજન કરીએ છીએ તે કવલ દ્વારા કરીએ છીએ. બીજો એક આહાર હોય છે – રોમ આહાર, જેને આપણે નું લોહી દ્વારા, શરીરની ત્વચા દ્વારા ગ્રહણ કરીએ છીએ. ઓજ આહાર મૂળ આહાર છે. જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે જીવનની છે પ્રારંભિક ક્ષણોમાં જે આહાર ગ્રહણ કરીએ છીએ તે ઓજ આહારી આરોગ્યશાસ્ત્ર - ૩૩ ગામ Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ છે. ઓજ આહાર જ્યાં સુધી વ્યક્તિ જીવતી રહે છે ત્યાં સુધી ટકી રહે છે. ઓજ આહાર સમાપ્ત થતાં જ વ્યક્તિ મૃત્યુ પામે છે. આહાર પર્યાપ્તિ અને ઓજ આહાર આ બંને વચ્ચે ઊંડો સંબંધ છે. કેન્દ્ર છે મસ્તિષ્કમાં ઇન્દ્રિય પર્યાપ્તિનું કેન્દ્ર આપણા મસ્તિષ્કમાં છે. શ્રવણ અને ચક્ષુનાં કેન્દ્રો પણ આપણા મસ્તિષ્કમાં બનેલાં છે. શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિનું મૂળ કેન્દ્ર મસ્તિષ્કમાં છે. તેનું કાર્ય સંચાલક કેન્દ્ર રેસ્પિરેટરી સિસ્ટમ શ્વસનતંત્રને કહી શકાય. ભાષા પર્યાપ્તિનું કેન્દ્ર પણ મસ્તિષ્કમાં છે. આપણે ભાષા વર્ગણાના પરમાણુઓને ગ્રહણ કરીએ છીએ, તે પુદ્ગલોને ભાષાના સ્વરૂપમાં બદલીએ છીએ અને તેમનું વિસર્જન કરીએ છીએ ત્યારે આપણી વાણી વ્યક્ત થાય છે. ભાષા પર્યાપ્તિમાં ત્રણ કાર્ય થાય છે : પોતાને યોગ્ય પુદ્ગલ પરમાણુઓ ગ્રહણ કરવા, પોતાના કાર્યને અનુરૂપ તે પરમાણુઓને પરિવર્તિત કરવા, પરિણમન કરી દેવું અને પછી તેમનું વિસર્જન કરી દેવું, ઉત્સર્જન કરી દેવું. આ ત્રણ ક્રિયાઓ પ્રત્યેક પર્યાપ્તિની સાથે થાય છે. છઠ્ઠી પર્યાપ્તિ મનઃ પર્યાપ્તિ છે. તેનું કેન્દ્ર પણ મસ્તિષ્કમાં છે. આ છ પર્યાપ્તિઓ આપણી જીવનશક્તિ છે. તેમની સાથે આરોગ્યનો સંબંધ ખૂબ ઊંડો છે. જો આહાર પર્યાપ્તિ બરાબર કામ કરતી હશે તો આરોગ્ય સારું રહેશે. આપણે આરોગ્યના માર્ગમાં આવતા અવરોધોને પાર કરી શકીશું. આપણી જે જૈવિક રોગપ્રતિરોધક ક્ષમતા છે તે પણ ટકી રહેશે. આ બધાનો આધાર આહાર પર્યાપ્તિ છે. જ્યાં સુધી શરીર પર્યાપ્તિનું કાર્ય યોગ્ય રીતે ચાલશે ત્યાં સુધી આરોગ્ય સારું રહેશે. જ્યારે માણસ આ પર્યાપ્તિઓની સ્વાભાવિક અવસ્થામાં કોઈ અવરોધ ઊભો કરે છે ત્યારે બહારના કીટાણુઓ અથવા જીવાણુઓનું આક્રમણ માણસને રોગી બનાવી દે છે. રોગ પ્રતિરોધક ક્ષમતાને માત્ર એક તંત્ર સાથે નહિ, આ તમામ-છ જીવનશક્તિઓ સાથે જોડવામાં આવે તો જ આરોગ્યની વ્યવસ્થા બરાબર ચાલે છે. જ્યારે થાઈરોઈડની ક્રિયામાં ગરબડ મહાવીરનું મણેગ્યશાસ્ત્ર * ૩૮ Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ઊભી થાય છે ત્યારે ચયાપચયની ક્રિયામાં પણ ગરબડ થાય છે અને માણસ બીમાર પડે છે. થાઈરોઈડનું હાઈપ હોય કે હાઈપર તે બંને ક્રિયાઓ આરોગ્ય માટે ગરબડ ઊભી કરે છે. આહાર પર્યાપ્તિ એક વિધાન કરવામાં આવ્યું કે કંઠ ઉપર સવા કલાક ધ્યાન કરો. આ વિધાન એટલા માટે કરવામાં આવ્યું કે થાઈરોક્સિનનું નિર્માણ અથવા થાઈરોઈડનો જે સ્ત્રાવ છે તે બરાબર થાય, ચયાપચયની ક્રિયા બરાબર ચાલે. થાઈરોઈડનો સંબંધ માત્ર આપણી ચયાપચયની ક્રિયા સાથે જ નથી, વૃત્તિઓની સાથે પણ વિશેષ છે. થાઈરોઈડની ક્રિયા બરાબર ન હોય તો ભય, ડિપ્રેશન વગેરે અનેક માનસિક અવસાદની ક્રિયાઓ શરૂ થઈ જાય છે. આહાર પર્યાપ્તિની પણ સમ્યક વ્યવસ્થા ચાલવી જોઈએ, તેમાં કોઈ અવરોધ ઊભો ન થવો જોઈએ. તેમાં ખરાબ ભાવોથી પણ અવરોધ આવે છે. ખરાબ ચિંતનથી પણ અવરોધ આવે છે અને આહારના અસંયમથી પણ અવરોધ આવે છે. મહાવીરના આરોગ્ય વિજ્ઞાન વિશે વિચાર કરીએ તો આપણે સૌ પ્રથમ ધ્યાન એ આપવું પડશે કે આપણી આહાર પર્યાપ્તિનું કાર્ય સુચારુરૂપે ચાલી રહ્યું છે કે નહિ, તેમાં કોઈ અડચણ તો પેદા કરી રહ્યું નથી ને ? શરીર પર્યાપ્તિ બીજો પ્રશ્ન શરીર પર્યાપ્તિનો છે. શરીર પર્યાપ્તિમાં પણ માણસ અવરોધ પેદા કરે છે. સામાન્ય લૌકિક ભાષામાં પણ કહેવાય છે કે નાભિ ખસી ગઈ. ધરણ થઈ ગઈ, નાભિ ખસી ગઈ. કોઈ માને કે ન માને પરંતુ એ વાત સાચી છે કે નાભિ ખસી જવાથી સઘળી સ્થિતિ ખોરંભાઈ જાય છે. નાભિને યોગ્ય સ્થાને સ્થાપિત કરવામાં આવે તો વ્યક્તિ એકદમ સ્વસ્થ બની જાય છે. આ પ્રાયોગિક વાત છે, અનુભવની વાત છે. આ વાત સ્પષ્ટ છે, ભલે પછી તે વિજ્ઞાન દ્વારા સંમત હોય કે ન હોય. આપણે નથી માનતા દ કે વિજ્ઞાન જ અંતિમ સત્ય છે અથવા બીજું બધું અસત્ય છે. જે - કાંઈ પ્રત્યક્ષ થઈ રહ્યું છે તેને શા માટે સારું ન માનવું ? ભલે કોઈ . શાસ્ત્ર માને કે ન માને, પ્રત્યક્ષ એ જ સૌથી મોટું પ્રમાણ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ આપણે કોઈ શાસ્ત્ર સાથે બંધાયેલા ન રહીએ. પ્રત્યક્ષ લાભ થઈ રહ્યો હોય તો એનો અસ્વીકાર ન કરીએ. પ્રશ્ન એ છે કે શરીર પર્યાપ્તિમાં અવરોધ કયારે આવે છે ? બીમારી દ્વારા જ અવરોધ આવે છે. બીમારીને પેદા કરનાર ભોજન દ્વારા અવરોધ આવે છે. અસંયમ દ્વારા અથવા તો વૃત્તિઓની અધિક ઉત્તેજના દ્વારા પણ અવરોધ પેદા થાય છે. પ્રાચીન ભાષામાં કહી શકાય કે નાભિનું સ્થાન કાયમૂહનું સ્થાન છે. ત્યાં ધ્યાન કરવાથી ખબર પડે છે કે વાત, પિત્ત અને કફની સ્થિતિ કેવી છે. તેમની વચ્ચે સામ્ય છે કે વૈષમ્ય ? એમની વચ્ચે સામ્ય હોય તે આરોગ્યની નિશાની છે અને વૈષમ્ય હોય તો તે રોગની નિશાની છે. આ પરિસ્થિતિની ખબર પડી શકે છે, શરીરના અન્ય પણ અનેક પરમાણુઓની ખબર પડી શકે છે. આરોગ્યની ચાવી આ વિષય વિશે તત્ત્વ સિદ્ધાંતની દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યો. આગ્નેય પરમાણુઓનું તે મુખ્ય કેન્દ્ર બને છે. ગુદાથી શરૂ કરીને નાભિ સુધીનું જે વિશેષ સ્થાન છે તેને અપાન પ્રાણનું સ્થાન કહેવામાં આવ્યું છે. અપાન સાથે આરોગ્યનો ખૂબ ઊંડો સંબંધ છે. કહેવાય છે કે અપાનની શુદ્ધિ એ જ આરોગ્ય છે – અપાનશુદ્ધિઃ સ્વાધ્યમ્. જો પાર્થિવ પરમાણુઓ ઉપર નિયંત્રણ મેળવવું હોય અને તેમને સમ્યફ રાખવા હોય તો આપણે ઇન્દ્રિયો વિશે પણ વિચાર કરવો પડશે. પાંચ ઇન્દ્રિયોનું કાર્ય શું છે ? આંખનું કામ જોવાનું છે, કાનનું કામ સાંભળવાનું છે, નાકનું કામ ગંધ લેવાનું છે એ સર્વમાન્ય છે. પરંતુ શરીરરચનાની દૃષ્ટિએ અને પર્યાપ્તિની દૃષ્ટિએ તેમનાં કાર્યો ખૂબ વ્યાપક છે. જે આપણું શક્તિ કેન્દ્ર છે, જેને મૂળાધાર કહેવામાં આવે છે, જે ટેરેનિયમ ચક્ર છે તેના ઉપર નિયંત્રણ કરવાનું છે, તેને સ્વસ્થ રાખવાનું છે. જ્યારે તેના ઉપર ધ્યાન કરીએ છીએ ત્યારે શક્તિ કેન્દ્રના સ્નાયુ ઉપર આવવા લાગે છે, જેને મૂલનાડી કહે છે. યોગની ભાષામાં આ મૂલનાડી આરોગ્યની ચાવી છે. ઘણા બધા પુરુષો અને સ્ત્રીઓને જે બીમારીઓ પેદા થાય છે તેનું કેન્દ્ર છે તે મૂલાધાર અથવા તો શક્તિ કેન્દ્ર. જો તે બરાબર કામ ન કરે તો આ બીમારીઓ પેદા થતી રહે છે. તેને સ્વસ્થ રાખવામાં આવે તો . મહાધીનું આણેયણાય 1 TI Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ બીમારીઓમાં ઘણો બધો ફેર પડે છે. અનેક બીમારીઓનું મૂળ અપાન-પ્રાણનાં સ્થાનમાં છુપાયેલું છે. જ્યારે આપણે નાસાગ્ર ઉપર ધ્યાન કરીએ છીએ અને એકાગ્ર થઈએ છીએ ત્યારે એ સ્પષ્ટ થાય છે કે પાર્થિવ પરમાણુઓ ઉપર નિયંત્રણ કરવા માટે આ નાસાગ્રનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ઇન્દ્રિય પર્યાપ્તિ અને આરોગ્ય આપણે ત્રણ ઉપર ધ્યાન કરીએ-નાસાગ, કંઠ અને નાભિચક્ર ઉપર. હઠયોગની ભાષામાં નાભિચક્રને મણિપુરચક્ર અને કંઠને વિશુદ્ધિચક્ર તરીકે ઓળખવામાં આવે છે. નાસાગ્ર માટે યોગમાં કોઈ અલગ શબ્દ નથી, પરંતુ પ્રેક્ષાધ્યાનમાં તેમનાં નામ – તૈજસ કેન્દ્ર, વિશુદ્ધિ કેન્દ્ર અને પ્રાણ કેન્દ્ર છે. આપણે આ સત્ય જાણીએ કે નાકનું કામ માત્ર ગંધ લેવાનું નથી, આરોગ્યની માવજત કરવાનું પણ નાકનું મહત્ત્વનું કામ છે. મહાવીરનું જેટલું પણ વર્ણન મળે છે તેમાં મોટેભાગે આ વાત હોય છે કે મહાવીરે નાસાગ્ર ઉપર દૃષ્ટિ સ્થિર કરી લીધી. આ તેમના આરોગ્યની ચાવી હતી. આટલી મુશ્કેલીઓ સહન કરવા છતાં તેઓ સ્વસ્થ રહ્યા, શારીરિક, માનસિક અને ભાવનાત્મક દરેક દૃષ્ટિએ તે સ્વસ્થ રહ્યા. તેનું કારણ શું હતું ? નાસાગ્ર ઉપર ન્યસ્ત દૃષ્ટિ એમના આરોગ્યનું એક મહત્ત્વપૂર્ણ રહસ્ય હતું. આંખનું કામ જોવાનું છે, પરંતુ માત્ર એટલું જ તેનું કામ નથી. આંખ પણ આપણું એક ચૈતન્ય કેન્દ્ર છે. આરોગ્યમાં આંખનો પણ બહુ મોટો યોગ છે. કાન માત્ર શ્રવણનું કેન્દ્ર નથી, નશાની આદતને સુધારવા માટેનું પણ તે એક બહુ મોટું કેન્દ્ર છે. પ્રેક્ષાધ્યાનમાં પાંચેય ઇન્દ્રિયો ઉપર ધ્યાન કરાવવામાં આવે છે. પર્યાપ્તિઓની ધ્યાનવિધિ પણ વિકસિત છે, પરંતુ પ્રયોગ હજી કરાવવામાં આવ્યો નથી. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિની સાથે ઇન્દ્રિય પર્યાપ્તિઉપર પણ ધ્યાન આપવું અપેક્ષિત છે.જો ઇન્દ્રિયોસ્વસ્થ હોય તો તમે સ્વસ્થ રહી શકો છો. તમે માત્ર પાંચ મિનિટ માટે આંખ 6 ઉપર ધ્યાન કરો તો પાંચ મિનિટ માટેકાન ઉપર ધ્યાન કરો, દસ મિનિટ માટે નાક ઉપર ધ્યાન કરો તો તમને અનેક મુશ્કેલીઓ, શારીરિક બીમારીઓ વગેરેમાંથી મુક્તિ મળી જશે. આ અનુભૂત પ્રયોગ છે. વિક રીતે જ મહાવીરનું આધ્યાત્વ + ૪૧ માં થી કોઈ Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્વાસ પર્યાપ્તિ અને આરોગ્ય ચોથી પર્યાપ્તિ શ્વાસોચ્છવાસની પર્યાપ્તિ છે. તેનો આરોગ્ય સાથેનો સંબંધ ખૂબ પ્રત્યક્ષ છે. તેના વિષયમાં વિશેષ ચર્ચા કરવી આવશ્યક જણાતી નથી. જે વ્યક્તિએ સમ્યક્ શ્વાસનો પ્રયોગ કર્યો હશે, શ્વાસ પર્યાપ્તિને બરાબર સંભાળીને જાળવી હશે તે ઘણી મુશ્કેલીઓથી બચી ગઈ હશે. સમ્યફશ્વાસ શ્વાસ પર્યાપ્તિનું કાર્ય છે. તેમાં અવરોધ ન થવો જોઈએ. તેના કેટલાક અવરોધો છે, તેમનો નિષેધ પણ કરવામાં આવ્યો છે. ભોજન પ્રથમ અવરોધ છે. ખૂબ ઠંડું કે ખૂબ ગરમ ભોજન ન લેવું જોઈએ. જ્યારે ખૂબ ગરમ કે ખૂબ ઠંડું ભોજન લેવામાં આવે છે ત્યારે તેનાથી શ્વાસની ક્રિયાપ્રભાવિત થાય છે. ભોજન ઉપર ધ્યાન આપવાથી શ્વાસ પર્યાપ્તિનું રક્ષણ થાય છે. જે વ્યક્તિ ખૂબ ગુસ્સાવાળી હોય, ક્રોધી હોય તે શ્વાસ પર્યાપ્તિને પણ અવ્યવસ્થિત કરી મૂકે છે. ઈમોશનનો, શ્વાસની પ્રબળતાનો શ્વાસપર્યાપ્તિ ઉપર ખૂબ પ્રભાવ પડે છે. શ્વાસ લેવાની આપણી સામાન્ય વિધિ એક મિનિટમાં પંદર શ્વાસની છે. બે સેકન્ડમાં એક | શ્વાસ લીધો અને બે સેકન્ડમાં તેનું રેચન કર્યું. ચાર સેકન્ડમાં એક શ્વાસ – આ સામાન્ય વિધિ છે. જ્યારે આવેશની પ્રબળતા થાય છે ત્યારે શ્વાસની સંખ્યા પંદરથી વધીને વીસ, ત્રીસ કે ચાળીસ સુધી પહોંચી જાય છે. તેનાથી શ્વાસપર્યાપ્તિ ડહોળાય છે અને જીવનશક્તિ પણ નાશ પામે છે. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોચ્છશ્વાસ પર્યાપ્તિ આ તમામ આપણા આરોગ્યના મૌલિક આધારો છે. ભાષા પર્યાપ્તિ અને આરોગ્ય ભાષા પર્યાપ્તિ અને મનઃ પર્યાપ્તિ આ બંને પર્યાપ્તિઓ વિશે વિચાર કરીએ. એમ તો ભાષા પર્યાપ્તિની સાથે આરોગ્યનો છે સીધો સંબંધ દેખાતો નથી, પરંતુ ભાષા-તંત્ર પણ ખૂબ પ્રભાવિત કરે છે છે. જો આપણે ભાષા પર્યાપ્તિને ખાસ ઉપયોગમાં ન લઈએ તો સમસ્યા પેદા થઈ જશે. ભાષા પર્યાપ્તિની જેટલી સક્રિયતા છે, કામ કરવાની જેટલી ક્ષમતા છે તેના કરતાં જો વ્યક્તિ વધારે બોલવા - , , મહાવીર, આયરસાની ' , , " " : " Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ લાગે તો જીવનશક્તિ ઓછી થશે. આરોગ્ય ઉપર તેની અસર પડશે. તેથી વાણીસંયમનું વિધાન કરવામાં આવ્યું છે. કહેવાયું છે કે તમે ભાષા પર્યાપ્તિ પાસેથી પણ વધારાનું કામ ન લેશો. જે પશુ બે ક્વિન્ટલ ભારનું વહન કરતું હોય તેની પીઠ ઉપર પચાસ ક્વિન્ટલ ભાર લાદવા જેવી વાત થશે. એટલો જ ભાર લાદવો જોઈએ કે જેટલો તે સામાન્ય રીતે વહન કરી શકે. માણસ એટલું બધું બોલે છે, એટલું બધું અનાવશ્યક બોલે છે કે ભાષા પર્યાપ્તિ પ્રભાવિત થઈ જાય છે. ભાષા પર્યાપ્તિનું કામ પુદ્ગલોને ગ્રહણ કરવાનું છે. આખરે તે ગ્રહણ અને વિસર્જન કેટલું કરશે? આરોગ્ય અને સંયમ આહાર પર્યાપ્તિને પણ આરામની જરૂર છે. તેથી જ કહેવામાં આવ્યું કે આહારનો સંયમ કરો, આખો દિવસ ખાતા ન રહો. શરીર પર્યાપ્તિને પણ આરામની જરૂર છે તેથી આખો દિવસ પ્રવૃત્તિ ન કરવી જોઈએ. ઇન્દ્રિય પર્યાપ્તિને આરામની જરૂર છે તેથી આખો દિવસ ઈન્દ્રિયો પાસેથી કામ ન લેવું જોઈએ. શ્વાસને આરામની જરૂર છે તેથી જલદી જલદી શ્વાસ લેવાને બદલે તેને પણ આરામ આપો. શ્વાસ લેવો જરૂરી તો છે કારણ કે શ્વાસ વગર માણસ જીવી નથી શકતો. એક માણસ મૃત્યુ પામ્યો. બીજાએ પૂછ્યું, “ભાઈ, તે કેવી રીતે મૃત્યુ પામ્યો ?' બીજાએ કહ્યું, “અરે, તમે જાણતા નથી ? આ માણસ ખૂબ ભૂલકણો હતો. કદાચ તે શ્વાસ લેવાનું ભૂલી ગયો હશે તેથી મૃત્યુ પામ્યો.” એમ નથી કહી શકાતું કે શ્વાસ ન લેશો, પરંતુ એટલો વિવેક તો અવશ્ય હોવો જોઈએ કે શ્વાસને પણ આરામ આપીએ, શ્વાસનો પણ સંયમ કરીએ. ક્યારેક ક્યારેક શ્વાસને રોકી લઈએ. જે વ્યક્તિ શ્વાસનો સંયમ કરે છે તેની જીવનશક્તિ વધે છે. પોતાના આવેશો દ્વારા શ્વાસને એટલો વેગ ન આપો કે જેથી જીવનશક્તિ ઓછી થઈ ન જાય. શ્વાસસંયમ આવેશ-નિયમનનો અચૂક પ્રયોગ છે. ભાષાનો પણ સંયમ કરો. આખો દિવસ બોલ બોલ ન કરો. જ મનનો સંયમ કરો. બહુ વિચારો ન કરો. બહુ વિચારશો તો મનઃ આ પર્યાપ્તિને પણ ખલેલ પહોંચશે. વ્યક્તિ વધુ પડતું ચિંતન કરે તો કરી મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + 13 રાક કિ કી For Personal and Private Use Only Jain Educationa International Page #56 -------------------------------------------------------------------------- ________________ તેના મનનું તંત્ર બગડી જાય છે. વધુ પડતું વિચારનાર, રાત-દિવસ વિચારનાર, મનને આરામ ન આપનાર મૃત્યુના ઉબરે પોતાનો પગ મૂકી દે છે. આરોગ્ય માટે એ જરૂરી છે કે મનઃ પર્યાપ્તિની વ્યવસ્થા કરો, મનનો સંયમ કરો. ભગવાન મહાવીરે અનેક પ્રકારના સંયમ બતાવ્યા, તેમાં છ પ્રકારના સંયમ આરોગ્યની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વના છે ઃ આહારનો સંયમ, શરીરનો સંયમ, ઇન્દ્રિયોનો સંયમ. શ્વાસનો સંયમ, ભાષાનો સંયમ અને મનનો સંયમ. જે વ્યક્તિ તેમનો સંયમ કરે છે, આ પર્યાપ્તિઓની વ્યવસ્થામાં હસ્તક્ષેપ નથી કરતી અને તેમને પોતાનું કામ પોતાની રીતે કરવા દે છે તે વ્યક્તિનું આરોગ્ય ખૂબ સારું રહે છે. આપણે આરોગ્યનાં સૂત્રો વિશે વિચાર કરતી વખતે આ છ પર્યાપ્તિઓને ન ભૂલવી જોઈએ. તેમને ભૂલીને આરોગ્ય વિશે વિચાર કરીશું અને સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરીશું તો કદાચ સફળ નહિ થઈએ. જ્યારે આપણે આ છ પર્યાપ્તિઓમાં ખૂબ હસ્તક્ષેપ કરીએ છીએ ત્યારે એક પ્રકારનું પ્રદૂષણ પેદા થાય છે, બીમારીનું જોખમ વધી જાય છે. આરોગ્ય પ્રત્યે જાગરુક રહેનાર વ્યક્તિ પર્યાપ્તિજીવનશક્તિનું રક્ષણ અને સંવર્ધન કરવાનો પ્રયત્ન કરે છે તેથી આરોગ્યની ચાવી તેના હાથમાં આવી જાય છે. Jain Educationa International મહાવીરનું આગ્યશાસ્ત્ર * ૪૪ For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ રુષ્ણ (રોગી) કોણ ? જીવનની બે મુખ્ય ઘટનાઓ છે – સુખ અને દુઃખ. સુખની સાથે આરોગ્યને ગાઢ સંબંધ છે. સુખના અનેક પ્રકારો બતાવવામાં આવ્યા છે. તેમાંનો એક પ્રકાર છે આરોગ્ય. દુઃખના પણ અનેક પ્રકારો બતાવવામાં આવ્યા છે. તેમાંનો એક પ્રકાર છે રોગ. આરોગ્ય સુખ છે અને રોગ દુઃખ છે. રોગ દુઃખ છે તેથી કોઈ રોગી બનવા નથી ઇચ્છતું. પ્રશ્ન એ છે કે વ્યક્તિ રોગી બનવા નથી ઇચ્છતી તો પછી તે રોગી બને છે કેમ ? કયો અવયવ રોગી બને છે ? આપણી સમક્ષ વિમર્શનીય વિષય એ છે કે શું આપણે અવયવ અને અવયવીને અલગ માનવાં ? તેમને સર્વથા અલગ અલગ માનવાં ? રુણ કોણ છે, અંગ કે અંગી ? એકાંત દૃષ્ટિએ વિચાર કરવાથી આ પ્રશ્નનું સમાધાન મળતું નથી. અનેકાન્તની દૃષ્ટિએ અવયવ અને અવયવીને અલગ પણ નથી પાડી શકાતાં અને તે બંનેને એક જ પણ માની શકાતાં નથી. રોગી બને છે સમગ્ર શરીર ભગવતી સૂત્રનો એક પ્રસંગ છે. ભગવાન મહાવીરે ગૌતમને પૂછ્યું, “ગાડીનું આ જે પૈડું છે તે પૂર્ણ છે કે ખંડિત છે ? આ છત્ર ખંડ છે કે અખંડ ?' ગૌતમે કહ્યું, “ભંતે ! જે ખંડ છે તે ! ચક્ર નથી, જે ખંડ છે તે છત્ર નથી. જ્યારે તે પૂર્ણ બને છે ત્યારે તે ! ચક્ર અને છત્ર બને છે.” આપણું સમગ્ર શરીર પરિપૂર્ણ છે. આપણે કોઈ અવયવને જી વહેંચીને જોઈ શકતા નથી. સમગ્ર શરીર રોગી બને છે. ભગવાન મહાવીરે ખૂબ વિસ્તૃત ચર્ચા રજૂ કરી. એક પરમાણુ બીજા પરમાણુને કરવાની તક મળી મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + ૪૫ણ ટેક..આજના રે હો રાજા Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શ કરે છે તો તે કઈ રીતે કરે છે ? શું એક પરમાણુ બીજા પરમાણુને આંશિકરૂપે સ્પર્શ કરે છે કે સર્વાત્મના સ્પર્શ કરે છે? જવાબ મળ્યો કે સર્વાત્મના સ્પર્શ કરે છે, આંશિકરૂપે સ્પર્શ કરતો નથી. આવાં અનેક પ્રશ્નો છે જેમના જવાબમાં ભગવાન મહાવીરે કહ્યું કે રોગ થાય છે તે સમગ્ર શરીરને થાય છે. તે એક અવયવને સ્પર્શતો નથી, સમગ્ર શરીરને સ્પર્શે છે. તે અભિવ્યક્ત એક અવયવ દ્વારા થાય છે. ઘુંટણનું દર્દ હોય કે માથાનું દર્દ પરંતુ તે માત્ર ઘુંટણનો કે માથાનો રોગ હોતો નથી. સમગ્ર શરીર ઉપર તે રોગ થયો હોય છે. દુઃખી કોણ? આ સંદર્ભમાં ત્રીજો સિદ્ધાંત છે. મહાવીરને પૂછવામાં આવ્યું કે, દુઃખી દુઃખથી સ્પષ્ટ થાય કે અદુઃખી દુઃખથી સ્પષ્ટ ? મહાવીરે કહ્યું, જે દુઃખી છે તે દુઃખથી સ્પષ્ટ થાય છે, જે દુઃખી નથી તે ક્યારેય દુઃખથી પૃષ્ટ થતો નથી. આ સૂત્રને મેડિકલ સાયન્સની ભાષામાં અથવા વર્તમાન રોગ પદ્ધતિની ભાષામાં આ રીતે રજૂ કરી શકાય . જેની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ હોય તે વ્યક્તિ દુઃખથી પીડિત નથી થતી. જેની રોગનિરોધક શક્તિ ઘટી ગઈ હોય, જેનો રેજિસ્ટેન્સ પાવર ઓછો થઈ ગયો હોય, જેની ઈમ્યુનિટી સિસ્ટમ નબળી પડી ગઈ હોય તે રોગથી પીડિત થાય છે. જેની રોગપ્રતિકારક શક્તિ વિશિષ્ટ અને ઈમ્યુનિટી સિસ્ટમ શક્તિશાળી હોય છે તેની ચારે તરફ કીટાણું, જીવાણુ ચક્કર લગાવે છે છતાં તે રોગથી સ્પષ્ટ થતો નથી. કઈ વ્યક્તિ : કયો રોગ? આ ત્રણ દૃષ્ટિકોણ દ્વારા આપણે મહાવીરના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરીએ. અનેકાન્તનો સિદ્ધાંત છે કે અવયવને અવયવીથી જુદો (અલગ) ન સમજો. જો અલગ સમજશો તો અલગ એકમ બની જશે. કોઈ પણ અવયવ સ્વતંત્ર એકમ નથી. અવયવ અને અવયવી બંને જોડાયેલાં છે. રોગની મીમાંસા કરતી વખતે માત્ર ઘુંટણના દર્દીને ન જુઓ, માત્ર માથાના દર્દીને ન જુઓ, માત્ર કોઈ એક અવયવ વિશેષના દર્દને ન જુઓ. એ જુઓ કે એની પાછળ શું છે છે. આવી સ્થિતિમાં આપણી સમક્ષ બે રૂપ આવે છે. પહેલું રૂપ એ છે કરી મહાવીરનું આમેયણાય 19 ટ કા આ મહાન સાતિયાસ A * જ પડી Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ છે કે રોગીને કયા પ્રકારનો રોગ છે. બીજું રૂપ એ છે કે કયા પ્રકારના રોગીને કયો રોગ છે? બંને વચ્ચે બહુ મોટો તફાવત પડી ગયો. રોગીને કયો રોગ? આ ભાષામાં આપણે રોગને જોઈએ છીએ અને રોગીને બિલકુલ ગૌણ બનાવી દઈએ છીએ. જ્યાં આપણે જોઈએ છીએ કે કેવા પ્રકારના રોગીને કયો રોગ છે. ત્યાં રોગી નજર સામે આવે છે, રોગ મુખ્ય નથી રહેતો. અનેકાન્તનો સિદ્ધાંત છે કે જ્યાં એક મુખ્ય બને છે ત્યાં બીજું ગૌણ બની જાય છે. જ્યાં રોગને મુખ્ય બનાવીએ છીએ ત્યાં રોગી ગૌણ બની જાય છે. જ્યાં રોગીને મુખ્ય બનાવીએ છીએ ત્યાં રોગ ગૌણ બની જાય છે. જ્યાં અવયવીને મુખ્ય બનાવીએ છીએ ત્યાં અવયવ ગૌણ બની જાય છે અને જ્યાં અવયવ મુખ્ય બને છે ત્યાં અવયવી ગૌણ બની જાય છે. આ બંને પાસાં આપણી સમક્ષ છે. શરીરથી પણ આગળ જોવું પ્રશ્ન છે કે શું આપણે શરીરને જ જોવું કે પછી અવયવીને જ જોઈશું ? જો મહાવીરના દૃષ્ટિકોણને સમજવો હોય તો માત્ર આટલાથી કામ નહિ ચાલે. આપણે તેનાથી આગળ વધવું પડશે. શરીરને જુઓ તો શરીરની સાથે જે વિદ્યુત શરીર જોડાયેલું છે, જે તૈજસ શરીર છે તેને પણ જુઓ. પ્રાણશક્તિ કેવી છે ? તૈજસ શરીર કેટલું શક્તિશાળી છે? તેથી પણ આગળ એ જુઓ કે સૂક્ષ્મ શરીર કેવું છે? કર્મનો ઉદય કેવો છે ? શૂળ અવયવ, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મતમ શરીર આ બધું જ જુઓ. તેની સાથે મનને પણ જુઓ, ભાવને પણ જુઓ અને ચિત્તને પણ જુઓ. ચિત્તને જોઈને તમે સાચું નિદાન કરી શકશો, સાચી ચિકિત્સા કરી શકશો. આ તમામને અલગ-અલગ વિભાજિત કરવામાં આવે તો સાચી વાત જાણવા મળશે નહિ. જો કે વિશેષજ્ઞતાની દૃષ્ટિએ તેને વહેંચી શકાય છે, વિભક્ત કરી શકાય છે. એક ડૉક્ટર સર્જન છે અને એક ડૉક્ટર ફિજીશિયન છે. એક વાઢ-કામ કરે છે, ઓપરેશન કરે છે અને બીજો - સામાન્ય ચિકિત્સા કરે છે. સર્જરીનો વિભાગ અલગ છે અને સામાન્ય છે ચિકિત્સાનો વિભાગ અલગ છે. આ વિભાગોની ઉપયોગિતા પણ છે. પરંતુ સમગ્રતાની દૃષ્ટિએ જોઈએ તો બધું જ વિભક્ત થઈ શકતું Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ નથી. એક માણસે નિદાન કરાવ્યું, ચિકિત્સા કરાવી અને દવા લેતાં લેતાં તે થાકી ગયો. તે કહે છે કે હવે હું દવા નહિ લઉં. ડૉક્ટર કહે છે કે તમને કશી બીમારી નથી. આવા સંજોગોમાં જો તે માનસિક ચિકિત્સકની સલાહ લે તો તેને ફાયદો થઈ શકે છે. તેથી પણ આગળ ભાવનાત્મક ચિકિત્સાની પદ્ધતિમાં ચાલ્યો જાય તો તેને સમાધાન મળી જશે. આ સમગ્ર ચર્ચામાં બે મુદા બને છે. એક સમગ્ર ચિકિત્સાની પદ્ધતિ અને બીજી વિભક્ત ચિકિત્સાની પદ્ધતિ. ક્યાંક ક્યાંક ખંડિત ચિકિત્સાની પદ્ધતિનો પણ ઉપયોગ થાય છે. દુઃખનો પાંચમો પ્રકાર આચાર્યોએ દુ:ખના ચાર પ્રકાર ગણાવ્યા છે : સહજ દુઃખ, શારીરિક દુઃખ, માનસિક દુઃખ અને આગંતુક દુઃખ. અકસ્માત કોઈ દુર્ઘટના ઘટી કે એક્સિડન્ટ થયો તો તે આગંતુક દુઃખ છે. કોઈકે પથ્થર માર્યો અને ઘા પડ્યો તો તે આગંતુક રોગ છે. તેનો ન તો શરીર સાથે સંબંધ છે કે ન તો મન સાથે સંબંધ છે. તે આગંતુકદુઃખ છે. બીજું છે સહજ દુઃખ. ભૂખ અને તરસ લાગવી તે એક પીડા છે. સંસ્કૃતના કવિઓએ કહ્યું – સુજ્જઠરાગ્નિના પીડા – જઠરાગ્નિ દ્વારા પેદા થતી પીડા એ ભૂખ છે. શરીરમાં ઉત્પન્ન થતા રોગો શારીરિક રોગ છે. મન ઉપર આઘાત લાગવાથી જે દુઃખ થાય છે તે માનસિક દુઃખ છે. મન ઉપર આકસ્મિક આઘાત લાગે છે અને વ્યક્તિ દુઃખી થઈ જાય છે. દુઃખનો પાંચમો પ્રકાર ભાવનાત્મક દુ:ખનો હોઈ શકે. તે દુઃખ કે જેનો મન સાથે કશો સંબંધ નથી. સામાન્ય રીતે એવો નિયમ પણ છે અને એમ માનવામાં પણ આવે છે કે આપણા સમગ્ર શરીર ઉપર મસ્તિષ્કનું નિયંત્રણ છે. પ્રશ્ન ઉદ્ભવે છે કે તો પછી મસ્તિષ્ક ઉપર કોનું નિયંત્રણ છે ? કહેવાય છે છે કે મસ્તિષ્ક ઉપર મનનું નિયંત્રણ છે. આ વાત સાચી નથી - લાગતી. મન મસ્તિષ્ક ઉપર નિયંત્રણ કરી શકતું નથી. મન ઉપર નિયંત્રણ કોનું છે ? કહેવાય છે કે ભાવનું. ભાવનો મસ્તિષ્ક સાથે, હાઈપોથેલેમસ સાથે ગાઢ સંબંધ છે. હાઈપોથેલેમસ અત્યંત * કર્યા હતા કાકા - હતી', 'T ' ' - મહાવીર જયાણા ? Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ સંવેદનશીલ હોય છે. તે ભાવનાઓને પેદા કરે છે. હકીકતમાં મસ્તિષ્ક ઉપર મનનું પણ નિયંત્રણ નથી અને ભાવનું પણ નિયંત્રણ નથી. અનેકાન્તની દૃષ્ટિએ ફલિત થાય છે કે મસ્તિષ્ક ઉપર નિયંત્રણ છે ચિત્તનું. એના જ આધારે એક શબ્દ બની ગયો – સાઈકોસોમેટિક – મનોકાયિક બીમારી. વાસ્તવમાં મનોકાયિક બીમારી નથી, ઐત્તિકકાયિક રોગ છે. આપણા આ શરીરમાં સૌથી વધુ નિયામક, સંચાલક સાઈક-ચિત્ત છે. ચિત્ત મસ્તિષ્ક ઉપર નિયંત્રણ કરે છે અને મસ્તિષ્ક મન ઉપર, ભાવ ઉપર, શરીર ઉપર તથા શરીરની પ્રત્યેક ક્રિયા ઉપર નિયંત્રણ કરે છે. રોગીને જોઈએ આ સંદર્ભમાં એ સિદ્ધાંત મહત્ત્વનો છે કે રોગીને જુઓ, રોગને ન જુઓ. રોગીની ચિકિત્સા કરો, રોગની ચિકિત્સા ન કરો. અવયવીની ચિકિત્સા કરો, અવયવની ચિકિત્સા ન કરો. આપણે સમગ્રતયા વિચાર કરીએ, મન અને ભાવના વિશે વિચાર કરીએ તો અનેક રોગોના ઊંડાણ સુધી પહોંચવાની તક મળે છે. એક વ્યક્તિ હૃદયરોગથી પીડિત છે. બીજી વ્યક્તિને જઠરનું કેન્સર છે. ત્રીજી વ્યક્તિ ડાયાબિટીસની બીમારીથી પીડિત છે. આ બધી ભયંકર બીમારીઓ છે. જો આપણે તેમની માત્ર શરીરના આધારે જ ચિકિત્સા કરવા ઇચ્છીએ તો તે બહુ મોટી ભૂલ ગણાશે. આપણે ભાવના સુધી જવું પડશે. રોગી કઈ ભાવનાવાળો છે એ દૃષ્ટિએ એના રોગ વિશે વિચાર કરીએ તો કદાચ ખૂબ ઝડપથી ચિકિત્સા થશે અને રોગી ખૂબ જલદી સ્વસ્થ થવા લાગશે. ગણાધિપતિ તુલસી બીદાસરમાં પ્રવાસ કરી રહ્યા હતા. તેમને શ્વાસનો પ્રકોપ થવા લાગ્યો. જયપુરથી ડૉ. મહેતા પધાર્યા. તેમણે નિદાન કર્યું અને કહ્યું કે, “હવે પછી આપ એક કિલોમીટરથી વધુ પદયાત્રા કરી શકશો નહિ.” પરંતુ ત્યાર પછી પૂજ્ય ગુરુદેવે હજારો કિલોમીટરની પદયાત્રા કરી લીધી. આ પ્રશ્ન અત્યંત મહત્ત્વનો છે કે કેવા પ્રકારના રોગીને આ કયા પ્રકારનો રોગ છે. જેનું મનોબળ પ્રબળ હોય, જેનામાં આત્માની પવિત્રતા હોય તે દસ દિવસમાં જ રોગ ઉપર વિજય છે મેળવી લેશે. જેનું મનોબળ નબળું હોય, જેની ભાવના મલિન મુકેલ જ મહાટિનું આરોગ્યશાસ્ત્ર - ૪t , , Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ હોય, જેનામાં આત્મબળનો અભાવ હોય તેવી વ્યક્તિને દસ દિવસમાં જ મટી જનારો રોગ દસ મહિના સુધી પણ મટશે નહિ, દસ વર્ષે પણ મટશે નહિ. એ નિર્ણય કરવો આવશ્યક છે કે કેવા પ્રકારના રોગીને કેવા પ્રકારનો રોગ છે. માત્ર રોગના આધારે જ ચિકિત્સા થઈ શકતી નથી. બંનેને એકસાથે સમગ્રતાની દૃષ્ટિએ જોવાનાં રહે છે. રોગીનું શરીર કેવું છે, તેની પ્રાણશક્તિ કેવી છે, તેનું આધ્યત્મિક બળ કેવું છે, તેનું કર્મશરીર કેવું છે, તેના ભાવ કેવા છે, તેના મનનું બળ કેવું છે ? આ બધી બાબતોના સંદર્ભમાં નિર્ણય કરીએ તો આપણો નિર્ણય ઉચિત ગણાશે. નહિતર સાચો નિર્ણય થઈ શકશે નહિ. એવા અનેક લોકો છે કે જે એમ કહે છે અમે અનેક રીતે નિદાન કરાવ્યું છતાં બીમારીની ખબર પડી નહિ. શા માટે ખબર ન પડી ? બહુ મોટી સમસ્યા છે. એનું કારણ એકાંતવાદી દૃષ્ટિકોણ જ માલૂમ પડે છે. જો અનેકાન્તવાદી દૃષ્ટિકોણ હોય તો બીમારીની ખબર પડી શકે છે. ઑર્ગેન (અવયવ) ઉપર કોઈ બીમારી હોય તો તે યંત્ર બતાવી દેશે. બીમારી માટે એટલું જ પર્યાપ્ત નથી. એથી વિશેષ જોવું પડશે કે ભાવ અને મનોબળ કેવાં છે ? જે વ્યક્તિમાં એ ભાવના પ્રબળ બની જાય છે કે મારા રોમેરોમમાં આનંદ પ્રવાહિત છે, તે પછી દુઃખ અને નિરાશાનો અનુભવ કરતી નથી. ભલે તે રોગ ગમે તે કારણે આવ્યો હોય છતાં એ રોગ ટકી શકતો નથી. તેની રોગ-પ્રતિરોધક શક્તિ એટલી બધી પ્રબળ બની જાય છે કે ત્યાં રોગની સ્થિતિ ટકી શકતી જ નથી. અરોગીને રોગ થતો નથી આપણે આ પ્રસંગે રોગને રોકવાનો વિચાર કરીએ. એલોપેથિક ચિકિત્સા પદ્ધતિમાં જર્મ્સ, વાયરસ વગેરેને રોગનાં આગંતુક તત્ત્વો સમજવામાં આવે છે. દુર્ઘટનાની વાત બાજુએ રાખીએ તો શરીરમાં ઉત્પન્ન થતા રોગો માટે તેમને મુખ્ય કારણ માનવામાં આવે છે. હોમિયોપેથી તેનું કારણ જુદું બતાવે છે. પ્રાકૃતિક ચિકિત્સા કરનારા લોકો બીમારીનું એક જ કારણ માને છે કે આપણા ઉદરમાં જે વિજાતીય તત્ત્વો છે અથવા તો આપણા શરીરમાં જે વિજાતીય તત્ત્વો છે તે વિજાતીય તત્ત્વો એકઠાં થાય તે બીમારી છે અને તે અલગ રહે મહાવીનું આત્રેયશાસ્ત્ર * ૫ Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ તે આરોગ્ય છે. અલગ-અલગ દૃષ્ટિકોણ છે. આપણે મહાવીરને નજર સામે રાખીને રોગનાં કારણો વિશે વિચાર કરીએ તો સૌ પ્રથમ એ લક્ષ્ય ઉપર જવું પડશે કે દુઃખી દુઃખનો અનુભવ કરે છે. એમ માનવું પડશે કે આ રોગી છે. અરોગીને રોગ થતો નથી. રોગીને રોગ થાય છે. અરોગીને ક્યારેય રોગ થતો નથી. એક રોગ એ છે કે જે વ્યક્ત થઈ રહ્યો છે, એક રોગ એ છે કે જે ભીતરમાં છે પરંતુ વ્યક્ત થતો નથી. તે રોગનું મૂળ કારણ ભાવજગત છે. ક્રોધ, અહંકાર, કપટ, દુઃખ, ભય, ઘૃણા વગેરેનું ભાવજગત વ્યક્તિને રોગી બનાવી રહ્યું છે. ભાવજગત વ્યક્તિને નિરંતર રોગી બનાવતું રહે છે. જે વ્યક્તિ રોગી હશે તેની જીવનશક્તિ પણ નબળી હશે. અધ્યવસાન અને આરોગ્ય એવો નિયમ બનાવી શકાય કે કષાયચક્ર જેટલું ઉપશાંત હોય માણસ તેટલો ઓછો રોગી હશે. કષાયચક્ર જેટલું પ્રબળ હશે એટલો તે વધુ રોગી હશે. એવી ઘટનાઓ આપણે જોઈ અને સાંભળી છે કે કષાયની પ્રબળતા વ્યક્તિના વિનાશનું કારણ બની ગઈ છે. એક યુવાન શરીરમાં અત્યંત ભયંકર રોગ જાગ્યો. ચાલીસ વર્ષનો તે યુવાન બે કલાકમાં મૃત્યુ પામ્યો. આવું શાથી થયું ? આ સંદર્ભમાં મહાવીરનો એક શબ્દ-અધ્યવસાન યાદ રાખવો પડશે. અધ્યવસાન રોગનું એક કારણ બને છે. વ્યક્તિની સૂક્ષ્મ ચેતના કેવી છે ? મસ્તિષ્કીય ચેતના નહિ, ભીતરની સૂક્ષ્મચેતના કેવી છે ? અધ્યવસાન પ્રશસ્ત હશે તો તેનું આરોગ્ય પણ પ્રશસ્ત હશે. અધ્યવસાન અપ્રશસ્ત હશે તો તેનું આરોગ્ય પણ અપ્રશસ્ત હશે. અપ્રશસ્ત અધ્યવસાન ભીતરમાં રહેશે તો બીમારીને વધવાની તક મળી જશે. અપ્રશસ્ત અધ્યવસાનમાં વ્યક્તિ જલદી બીમારીથી આક્રાંત થઈ જાય છે. જો પ્રશસ્ત અધ્યવસાન હોય તો પછી ભલે ઠંડીની ઋતુ આવે, ગરમી કે વરસાદની ઋતુ આવે, કીટાણુઓ કે જીવાણુઓ ગમે તે આવે પરંતુ શરીર ઉપર તેનું પ્રબળ આક્રમણ થઈ શકશે નહિ. કર્મનો સંદર્ભ આ વિષયમાં કર્મસિદ્ધાંતની એક વ્યવસ્થા સમજવી જરૂરી છે. કર્મનો સિદ્ધાંત સર્વાત્મના સર્વ-સવ્વુણ સવ્વનો સિદ્ધાંત છે. એક મહાવીરનું આત્રેયશાસ્ત્ર * પ Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ ઘૃણા કરે છે તો તેને મોહની કર્મનો બંધ થાય છે. કારણ કે તે મોહના કારણે ઘૃણા કરે છે. બંધ થશે મોહનીય કર્મનો, પરંતુ તેની સાથે સાત કે આઠ કર્મનો બંધ થશે. જો આયુષ્યનો બંધ ન થાય તો સાત કર્મનો બંધ થશે. તેમાં રોગ પણ છે. સાત વેદનીય પણ છે, અસાત વેદનીય પણ છે. એટલું અવશ્ય છે કે જો તે ઘૃણા કરે, ઈર્ષ્યા કરે તો મોહનીય કર્મને તેનો ભાગ વધુ મળશે. જે ડાયરેક્ટર છે તેનો ભાગ વધુ હશે જ, બાકીનાં તમામ સહાયક કર્મોનો ભાગ ઓછો હશે. એનું તાત્પર્ય એ છે કે – માણસ કરી રહ્યો છે ઘૃણા, પરંતુ બંધ થશે મોહનીય કર્મનો અને સાથોસાથ જ્ઞાનના આવરણનો પણ બંધ થશે, દર્શનાવરણીય અને વેદનીયનો પણ બંધ થશે. તમામનો બંધ થશે. દરેકનો પોતપોતાનો ભાગ બની જશે અને મુખ્ય ભાગ મોહનીય કર્મનો બની જશે. જેવી રીતે કર્મની વ્યવસ્થા છે એવી જ રીતે રોગની વ્યવસ્થા છે. એક માણસ રોગી બન્યો, તેને માથાનું દર્દ થયું. જે નિમિત્તે દર્દ થયું હશે તેને દર્દનો મોટો ભાગ મળી જશે. પરંતુ દર્દ માત્ર ત્યાં જ નથી થયું, સમગ્ર શરીરમાં થયું છે. એ શક્ય છે કે કરોડરજ્જુ અથવા અન્ય જગ્યાએ આપણે દર્દનો અનુભવ ન કરી શકીએ છતાં આપણી પાસે કોઈ સૂક્ષ્મદર્શક યંત્ર હોય તો જાણી શકાય કે તે દર્દ માત્ર માથામાં જ નથી. તે જગાને મોટો ભાગ મળ્યો તેથી ત્યાં દર્દ વધુ અનુભવાયું. આ સમગ્ર ચર્ચાને ધ્યાનમાં રાખીને જો આપણે આરોગ્યની મીમાંસા કરીએ તો આપણી સમક્ષ કેટલાક નૂતન નિષ્કર્ષ પ્રગટ થશે. જો આરોગ્યનો વિકાસ કરવો હોય તો માત્ર શરીર ઉપર ધ્યાન ન આપો, મન તરફ પણ ધ્યાન આપો, ભાવના તરફ પણ ધ્યાન આપો. મન અને ભાવનાનું સંચાલન કરનાર મસ્તિષ્ક છે, તેના તરફ પણ ધ્યાન આપો. જો આપણે આટલું કરી શકીશું તો મહાવીરની વાત પૂરેપૂરી સમજાઈ જશે. આભામંડળને ઓળખીએ ભગવાન મહાવીરને પૂછવામાં આવ્યું કે, ‘ભંતે ! મનની એકાગ્રતા દ્વારા શું થાય છે ?’ મહાવીરે કહ્યું, ‘મનની એકાગ્રતા દ્વારા ચિત્તનો નિરોધ થાય છે.' મનને એકાગ્ર કરો તો ચિત્તનો નિરોધ મહાવીરનું આોગ્યશાસ્ત્ર . પર Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ થશે. ચિત્તની જે વૃત્તિઓ જાગે છે તે વૃત્તિઓમાં પવિત્રતા પ્રગટશે. એ જરૂરી છે કે ભીતરમાંથી જે કાંઈ આવતું હોય તેના તરફ ધ્યાન આપવું જોઈએ. આપણે મોટેભાગે ચિકિત્સાના ક્ષેત્રમાં બાહ્ય કારણો તરફ વિશેષ ધ્યાન આપીએ છીએ. બાહ્ય અને અંતરંગ બને કારણો હોય છે. બીમારીનું બાહ્ય કારણ આપણી સમક્ષ સ્પષ્ટ છે. તેની સાથે અંતરંગ કારણ તરફ પણ ધ્યાન આપીએ. જો તેના ઉપર સમગ્રતાપૂર્વક ધ્યાન આપવામાં આવે, મનથી આગળ ભાવની વિશુદ્ધિ અને પવિત્રતા સુધી પહોંચી જઈએ તો આરોગ્યશાસ્ત્રને એક નવી જ ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકશે. ચિકિત્સાક્ષેત્રમાં એક અભિનવ વિકાસ થઈ શકશે. ચિકિત્સકો ઈ.સી.જી. કરે છે. તેમાં તરંગો માપવામાં આવે છે. ઈ.સી.જી. દ્વારા ભલે હૃદયનું માપન કરીએ કે પછી ભલે મસ્તિષ્કનું માપન કરીએ. અલ્ફા તરંગ હોય તો આપણે સમજી લઈએ છીએ કે ખૂબ સરસ ચાલી રહ્યું છે. બીટા-થીટાના અલગ-અલગ નિષ્કર્ષ છે. જેવી રીતે આપણે મસ્તિષ્કીય તરંગોનું માપન કરીએ છીએ તેવી જ રીતે આભામંડળીય ઉપકરણો દ્વારા ભાવનું માપન થઈ શકે છે. આભામંડળને પકડવા માટે કેટલાક પ્રયત્નો થઈ રહ્યા છે, યંત્રોનો પણ વિકાસ થયો છે, જેના દ્વારા ખબર પડે છે કે આભામંડળનો રંગ કેવો છે. તેના આધારે બીમારીના મૂળ સુધી પહોંચવાની પણ જાણકારી મળી રહેશે. સમગ્રતાનો દૃષ્ટિકોણ આરોગ્ય માટે જે ત્રણ સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવામાં આવ્યું તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. * રોગી અવયવ વિશેષ નહિ, સમગ્ર શરીર બને છે. અક રોગી જ રોગથી ગ્રસ્ત થાય છે, અરોગી ક્યારેય રોગગ્રસ્ત થતો નથી. * રોગ સર્વાત્મના હોય છે, આંશિકરૂપે નથી હોતો. આ ત્રણેય સિદ્ધાંતોની અનેકાન્તના આધારે મીમાંસા કરવામાં શું આવે તો રોગી અને રોગને સમજવામાં ખૂબ અનુકૂળતા રહેશે. જો છે રોગીને નહિ પકડી શકીએ તો રોગની ચિકિત્સા અત્યંત જટિલ બની જશે. અમારા એક મુનિ જયપુરની સવાઈ માનસીંહ હોસ્પિટલમાં પરિવાર કે મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + ૫૩ કરો | કાકા ને જ કે ળા - 1 મહાdીઝ આરેયણાય ન T4 Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ હતા. વરિષ્ઠ ચિકિત્સકોએ તેમને કહ્યું, “મહારાજ, અહીં, જે દાઝેલા માણસો આવે છે તેમની ચિકિત્સા કરવાનું અમારા માટે અત્યંત કઠિન બની રહે છે, કારણ કે તેવા લોકો જીવનથી નિરાશ થઈ ગયેલા હોય છે. જે માણસ જીવનથી નિરાશ થઈ જાય, જેની જિજીવિશા નાશ પામે તેને શી રીતે બચાવી શકાય ? તેથી આપ એક કામ કરો, કોઈક રીતે તેમનું આત્મબળ વધે તેમ કરો. અમે દવા આપીએ અને આપ આત્મબળ વધારો તો તેમનું કલ્યાણ થઈ શકશે.” આ સમગ્રતાનો દૃષ્ટિકોણ છે. જો અનેકાન્તનો આ દૃષ્ટિકોણ ચિકિત્સાના ક્ષેત્રમાં વ્યાપક રીતે લાગુ પડી જાય તો સમગ્ર માનવજાતિને એક નવું અવદાન-વરદાન મળી જાય. કામ કરતા મહાતીરનું આરોગ્યશાસ્ત્ર + ૫૪ કરી દિક Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬. કર્મવાદ અને આરોગ્ય દૃશ્ય જગતમાં માત્ર શરીરની કક્ષાએ આરોગ્ય અને રોગનું ચિંતન થયેલું છે. કેટલુંક ચિંતન મનની કક્ષાએ પણ થયું છે. આયુર્વેદમાં સામાન્ય રીતે ત્રણ પ્રકારના રોગ સ્વીકૃત છે ઃ વાતિ, ઐત્તિક અને લૈષ્મિક, આર્યુવેદના કેટલાક આચાર્યોએ કર્મની કક્ષાએ પણ રોગોનું વિશ્લેષણ કર્યું છે. તેમણે સ્વીકાર્યું કે રોગોનો જનક પુણ્ય-પાપ પણ છે. તંજ્જો રોગઃ કર્મ યોગઃ- પુણ્ય પાપ દ્વારા ઉત્પન્ન રોગ એ કર્મજ રોગ છે. આ રીતે રોગ માત્ર વાતિક, ઐત્તિક અને શ્લેષ્મિક જ નથી હોતા, પરંતુ તે કર્મજ પણ હોય છે. કર્મજ રોગોનો સંબંધ વાત, પિત્ત અને કફ સાથે નથી હોતો. તેમનો સંબંધ પૂર્વજન્મકૃત કર્મો સાથે હોય છે, પુણ્ય-પાપ સાથે હોય છે. ભગવાન મહાવીરે કર્મવાદનું સર્વાંગીણ નિરૂપણ કર્યું અને વિવિધ કર્મોનાં વિવિધ પરિણામોની માહિતી આપી. જૈન દર્શન સમ્મત ચૌદ પૂર્વ ગ્રંથોમાં ‘કર્મપ્રવાહ’ નામનું પૂર્વ છે. તેમાં કર્મ અને તેનાં પરિણામોનું વિસ્તૃત વર્ણન મળે છે. આજે તે મહાગ્રંથ પ્રાપ્ત નથી, પરંતુ કર્મવિષયક જે સૂત્ર ઉપલબ્ધ છે, તેનું ગંભીર અધ્યયન કરવાથી રોગ, આરોગ્ય અને કર્મનું સંબંધસૂત્ર સહજ બુદ્ધિગમ્ય બની રહે છે. તેના અધ્યયન દ્વારા નવા-નવા આયામો ઉદ્ઘાટિત થાય છે. ઘટના અને સુખ-દુઃખ આપણું શરીર સુખ-દુઃખના અનુભવોનું સાધન છે, તે એક વાત છે. આપણે એનાથી આગળ જવું પડશે. સુખ-દુઃખનો અનુભવ મહાવીરનું અસયશાસ્ત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ કેવી રીતે થાય છે અને કોના દ્વારા થાય છે જાણવું આવશ્યક છે. ઘટના ઘટના હોય છે. તે ન તો સુખ આપે છે કે ન તો દુઃખ આપે છે. જ્યારે આપણી ચેતના તે ઘટના સાથે જોડાય છે ત્યારે સુખદુઃખનો અનુભવ થાય છે. માત્ર ઘટના દ્વારા કોઈ સુખ કે દુઃખનો અનુભવ થતો નથી. જો ઘટના દ્વારા સુખ કે દુઃખનો અનુભવ થતો હોત તો મોટું ઑપરેશન થઈ જ ન શકત. જ્યારે મોટું ઑપરેશન થાય છે ત્યારે રોગીને એનેસ્થેસિયા સુંઘાડવામાં આવે છે અથવા શરીરના રોગગ્રસ્ત અવયવને શૂન્ય (બહેરો) ક૨વાના અન્ય પ્રયોગો કરવામાં આવે છે. તેનાથી કષ્ટનું સંવેદન મસ્તિષ્ક સુધી પહોંચી શકતું નથી. તેમનો માર્ગ અવરોધી દેવામાં આવે છે. આવા સંજોગોમાં કષ્ટનો અનુભવ થતો નથી. તેનાથી સ્પષ્ટ છે કે આપણને સુખ કે દુઃખનો અનુભવ કોઈ ઘટના વિશેષ દ્વારા નથી થતો, પરંતુ જ્યારે આપણી મસ્તિષ્ક્રીય ચેતના તેની સાથે જોડાય છે ત્યારે આપણને સુખ કે દુઃખનો અનુભવ થાય છે. શરીર સુખ-દુઃખના અનુભવનું સાધન માત્ર છે, પરંતુ સુખદુઃખનો અનુભવ જે કરે છે તે તો આપણી ચેતના છે. આપણે તેને સમજવી પડશે. જે ચેતના સુખનો અનુભવ કરે છે, દુઃખનું સંવેદન કરે છે તે કોનાથી પ્રભાવિત થઈને કરે છે, તે આપણે સમજવું પડશે. આ સમસ્યા વિશે ચિંતન કરતી વખતે કર્મ આપણી સમક્ષ આવે છે. કર્મો આઠ છે, તેમાં એક છે વેદનીય કર્મ, તેનું કાર્ય ચેતનાને પ્રભાવિત કરવાનું છે. તેનાથી સુખનું સંવેદન થાય છે, દુઃખનું સંવેદન થાય છે, પ્રિયતા અને અનુકૂળતાની સ્થિતિમાં સુખનું સંવેદન થાય છે અને અપ્રિયતા તથા પ્રતિકૂળતાના સંજોગોમાં દુઃખનું સંવેદન થાય છે. આ બધું વેદનીય કર્મના પ્રભાવ થકી થાય છે. આ સંવેદન માટે, કર્મ વિપાક માટે સામગ્રીનું નિર્માણ થાય છે. તેને નો-કર્મ કહે છે. કર્મ અને નો-કર્મ અલગ-અલગ છે. નો-કર્મ કર્મની સહાયક સામગ્રી છે. તે રોગનું કારણ બને છે. જ્યારે અસાત વેદનીયનું સંવેદન થાય છે ત્યારે શરીર અને મનમાં રોગની સ્થિતિ પેદા થઈ જાય છે. ત્યારે જ અસાત વેદનીય કર્મ પોતાનું ફળ આપી શકે છે, સંવેદન કરાવી શકે છે. મહાવીરનું આોગ્યશાસ્ત્ર * ૫૩ Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ માધ્યમસાપેક્ષ છે વિપાક કર્મનો વિપાક માધ્યમસાપેક્ષ હોય છે. આપણે ઉદાહરણ દ્વારા તેને સમજીએ કે કોઈ કર્મનો વિપાક મતિભ્રંશ હોય છે. એવા સંજોગોમાં મતિ અને બુદ્ધિ પણ વિપરીત બની જાય છે. મતિ, બુદ્ધિ અને ભાવનાનો વિપર્યય કરીને જ કર્મ પોતાનું ફળ આપે છે. માધ્યમ વગર કર્મ ફળ આપી શકતું નથી. અસાત વેદનીય કર્મનો જ્યારે વિપાક થાય છે ત્યારે સૌ પ્રથમ કર્મશરીરની ઊર્જા બહાર નીકળે છે. આ ઊર્જા તૈસ શરીરની ઊર્જાને અસ્તવ્યસ્ત કરી મૂકે છે. કર્મશરીરની ઊર્જા શરીરની ઊર્જાને, જૈવિકઊર્જાને વિપર્યસ્ત કરી નાખે છે. તેથી આપણું નાડીતંત્ર પ્રભાવિત થાય છે. તેનાથી ગ્રંથિતંત્ર તથા શરીરની તમામ ક્રિયાઓ પ્રભાવિત થાય છે અને રોગનો ઉદય થઈ જાય છે. અસાત વેદનીય કર્મ પોતાનું કામ કરી લે છે. જ્યારે કોઈ કર્મનો વિપાક થવાનો હોય છે ત્યારે સૌ પ્રથમ પૂર્વતૈયારી થાય છે. તે પૂર્વતૈયારી શરીરના માધ્યમ દ્વારા થાય છે. કરણ ચાર છે - કાયકરણ, મનઃકરણ, વાકરણ અને કર્મકરણ. ભગવતી સૂત્રનો એક પ્રસંગ છે. ગૌતમે ભગવાન મહાવીરને પૂછ્યું, “ભંતે, પ્રાણી સાત વેદનીય અને અસાત વેદનીય કર્મનો અનુભવ કેવી રીતે કરે છે ?” ભગવાને કહ્યું, “સાત અથવા અસાત વેદનીય કર્મનો અનુભવ કરવા માટે આ ચાર કરણ માધ્યમ બને છે.” મન એક કારણ છે. તેના દ્વારા સાત-અસાતનો અનુભવ કરવામાં આવે છે. એ જ રીતે શરીર દ્વારા, મસ્તિષ્ક દ્વારા પણ સાતઅસાતનું વેદન કરવામાં આવે છે. સંદર્ભ અસાત વેદનીય કર્મનો બે પ્રકારની બીમારીઓ હોય છે : (૧) આગંતુક (૨) કર્મ વિપાકજ. શિયાળો કે ઉનાળો આવે ત્યારે અનેક પ્રકારની તુજન્ય આ બીમારીઓ થાય છે. દુર્ઘટના ઘટે છે ત્યારે માણસ ઈજાગ્રસ્ત થાય છે. છે એવી સ્થિતિ અસાત વેદનીય કર્મને ઉદિત કરીને આવે છે. સાત વેદનીય કર્મનો ઉદય થઈ રહ્યો નથી. અસાત વેદનીય કર્મે અસાત વેદનાને પહેલાં જ વિપાકમાં લાવી દીધી. આ એક પ્રક્રિયા છે. તેને છે મહાવીરનું આટોયણાસ્ત્ર + ૫૭ અરજી . Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ આગંતુક રોગ તરીકે ઓળખવામાં આવે છે. હવે ભલે આર્યુવેદની ભાષામાં વાત વગેરે દ્વારા ઉત્પન્ન રોગ હોય અથવા મેડિકલની ભાષામાં વાયરસ વગેરે દ્વારા ઉત્પન્ન રોગ હોય તે પણ આગંતુક રોગ છે. તે અસાત વેદનીય કર્મને ખેંચીને ઉદયમાં લઈ આવે છે. એક માણસ સુખનું સંવેદન કરે છે. તેની સામે કોઈ સમસ્યા નથી. તે માણસ બેઠો છે અને એકાએક એક ગાડી આવીને તેની સાથે ટકરાઈ જાય છે. તે આગંતુક સ્થિતિ છે. એ સ્થિતિ અસાત વેદનીયને ખેંચીને ઉદયમાં લઈ આવે છે અને માણસ કષ્ટનો અનુભવ કરવા લાગે છે. તે વખતે અકુશળ સ્થિતિ હોવાથી માણસ અસાત વેદનીયનો અનુભવ કરવા લાગે છે. એવી પણ સ્થિતિ પેદા થાય છે કે કોઈ માણસ સાત વેદનીયનો અનુભવ કરી રહ્યો હોય અને અચાનક તે અસાતનો અનુભવ કરવા લાગી જાય. આપણે ભલે તેને આગંતુક રોગ સમજીએ કે સમસ્યા સમજીએ, તેના વિશે આયુર્વેદના આચાર્યોએ વિચાર કરતાં કહ્યું કે આગંતુક બીમારી પણ આપણાં વાત, પિત્ત અને કફને પ્રભાવિત કરે છે અને આપણને રોગનો અનુભવ થવા લાગે છે. એ છે અસાત વેદનીય કર્મની ઉદીરણા. એક સ્થિતિ એ છે કે કર્મ પોતાની પ્રક્રિયા થકી ઉદયમાં આવે છે, વિપાકમાં આવે છે. જ્યારે અસાત વેદનીય કર્મ વિપાકમાં આવે છે ત્યારે તે આપોઆપ અકુશળ પરિસ્થિતિનું નિર્માણ કરે છે, વ્યક્તિને અસાતાનો અનુભવ કરાવે છે. અસાતનો અનુભવ થવાથી રોગ સાથે સંબંધ જોડાઈ જાય છે. શરીરને કષ્ટનો અનુભવ થાય છે, દુઃખનું સંવેદન થાય છે અને કોઈ ને કોઈ રોગ પેદા થાય છે. એ જાણી લેવું કે કયા કર્મના વિપાકથી કઈ બીમારી પેદા થાય છે – અત્યંત મુશ્કેલ છે. તે સૂક્ષ્મ તથ્ય છે. સૂક્ષ્મતામાં જવાથી એ જાણી શકાય છે કે કયો કર્મવિપાક ક્યા રોગ માટે જવાબદાર છે. સ્થળ દૃષ્ટિએ જોવામાં આવે તો એ સ્પષ્ટ જ્ઞાત થઈ જાય છે કે સંવેદન થાય છે અને તે સંવેદન કોઈને કોઈ રોગને કારણે થાય છે. રોગ અને કર્મ રોગ અને કર્મનો સંબંધ આચરણશાસ્ત્ર સાથે જોડાયેલો છે. અસાત વેદનીય તથા સાત વેદનીય કર્મનો બંધ કઈ રીતે થાય છે? આ વિષયની ચર્ચા અનેક આગમોમાં પ્રાપ્ત છે. સાત વેદનીય સોમનાથ Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ D. LL કર્મબંધનાં કારણો આ મુજબ છે : 9 પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની અનુકંપા a પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વને દુઃખી ન કરવું દીન ન બનવું શરીરનો અપચય કરનારો શોક પેદા ન કરવો અશ્રુપાત કરાવનાર શોક પેદા ન કરવો 0 લાકડી વગેરેનો પ્રહાર ન કરવો | શારીરિક પરિતાપ ન આપવો. સાતા વેદનીય શરીર પ્રયોગ નામકર્મનો ઉદય. અસાત વેદનીય કર્મબંધનાં કારણોમાં પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની અનુકંપા ન કરવી, તેમને દુઃખી કરવા, દીન બનાવવા, શરીરનો અપચય કરનાર શોક પેદા કરવો, અગ્રુપાત કરાવનારો શોક પેદા કરવો, લાકડી વગેરેથી પ્રહાર કરવો, શારીરિક પરિતાપ આપવો તથા અસાતા વેદનીય શરીર પ્રયોગ નામકર્મનો ઉદય વગેરે છે. એક ઝુંખલા બને છે – રોગ, અસાત વેદનીય કર્મનો બંધ તથા અસાત વેદનીય કર્મના વિપાકની પરિસ્થિતિઓની. કોઈ રોગના રોગીને જોઈને માત્ર તેના વ્યાધિનું નિદાન કરવું, અષૌધિ દ્વારા તેની ચિકિત્સા કરવી, રોગ-ઉપશમનનો ઉપાય કરવો આ બધી સ્થૂળ ઘટનાઓ છે. એમ થાય ત્યારે અસાત વેદનીયનો વિપાક પ્રબળ નથી થતો, બીમારી મટી જાય છે. આવું એવી સ્થિતિમાં બને છે કે જ્યારે કર્મબંધ મંદ હોય. જો અસાત વેદનીય કર્મબંધ તીવ્ર હોય તો હજારો દવાઓ આપવા છતાં રોગ દૂર થતો નથી. આજે ડૉક્ટરો, વૈદ્યો તથા રોગીઓ પોતે એમ માને છે કે વર્ષો સુધી દવાઓ લેવા છતાં રોગથી મુક્તિ મળતી નથી. આ કર્મજ રોગીની સ્થિતિ છે. કોઈ ગાઢ કર્મ કરેલું હોય, ક્રૂરતાની પ્રવૃત્તિ કરવામાં આવી હોય તો તેના થકી ઉપાર્જિત અસાત વેદનીય કર્મના પુગલ એટલા બધા પ્રબળ બની જાય છે કે પછી બીમારી અસાધ્ય બની જાય છે. ઉપચાર કરવા છતાં તે પુદ્ગલ એટલો બધો પ્રભાવ પાડે. છે કે રોગી અર્થહીન અને શક્તિહીન બની જાય છે. તે તમામ ચિકિત્સા પદ્ધતિઓને વ્યર્થ કરી મૂકે છે. તે મા : આ બધાની સાથે Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક રોગ : બાહ્ય રોગ રોગના બે પ્રકાર છે : બાહ્ય ઉપાય-સાધ્ય અને આત્યંતર ઉપાય-સાધ્ય. જૈન આગમોના આધારે રોગ બે વિભાગમાં વિભક્ત છે – આધ્યાત્મિક રોગ અને બાહ્ય રોગ. કર્મ દ્વારા થતા રોગ આધ્યાત્મિક રોગ છે. તે ભીતરમાં પેદા થાય છે, તેનું બહાર કોઈ નિમિત્ત મળતું નથી. બાહ્ય રોગ બાહ્ય નિમિત્તો દ્વારા ઉત્પન્ન થાય છે. તે બહારના ઉપાયોથી સાધ્ય બને છે. તેમની બાહ્ય સાધનો દ્વારા ચિકિત્સા કરી શકાય છે. આધ્યાત્મિક રોગોની ચિકિત્સા બાહ્ય સાધનો દ્વારા કરી શકાતી નથી કારણ કે તે રોગના પરમાણુઓ એટલા બધા પ્રબળ હોય છે કે તે બાહ્ય ઔષધિઓને સ્વીકારતા નથી, તેમને નકારી દે છે. તેમની ચિકિત્સા આવ્યંતર ઉપાય દ્વારા સાધ્ય બને છે. આપણે તેને એક આગમિક ઘટના દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. કમાર અનાથી ધનાઢ્ય શેઠનો પુત્ર હતો. એક વખત તેની આંખોમાં ભયાનક વેદના થવા લાગી. તેની વેદના અસહ્ય હતી, અસીમ હતી. ઘણા બધા ઉપચાર કર્યા. પિતાએ તેના ઉપચાર કરાવવામાં અઢળક ધન વાપર્યું. દૂર દૂરથી પ્રાણાચાર્યોને બોલાવ્યા. અનેક તાંત્રિકો અને માંત્રિકો પણ આવ્યા. સૌએ પોતપોતાની રીતે ચિકિત્સા કરી, પરંતુ વેદના ઓછી ન થઈ. એની તીવ્રતા યથાવત રહી. કુમાર અનાથીએ આત્યંતર ચિકિત્સાનો પ્રયોગ કર્યો. તેઓ જાણી ગયા કે એ કર્મજ બીમારી છે. તેમણે મનોમન સંકલ્પ કર્યો. કર્મો ઉપર સંકલ્પનો પ્રહાર થયો અને કુમાર અનાથીની આંખની વેદના શાંત થવા લાગી. જ્યારે કોઈ ચિકિત્સા પદ્ધતિ સફળ નથી થતી, ત્યારે સંકલ્પ દ્વારા કરવામાં આવતી ચિકિત્સા પદ્ધતિ સફળ થાય છે. કર્મજ બીમારી માટે આ પદ્ધતિ જ કામિયાબ બની શકે છે. વિશ્વાસ દ્વારા ચિકિત્સા કરી શકાય છે. સંકલ્પ અને ભાવશુદ્ધિ દ્વારા ચિકિત્સા કરી શકાય છે. ભાવશુદ્ધિ અને માનસિક શુદ્ધિ પણ રોગ-નિવારણમાં સહાયક બને, છે. આપણે રોગનાં કારણો સમજીએ અને એ જાણીએ કે રોગ બાહ્ય આ નિમિત્તો દ્વારા પેદા થયો છે કે આંતરિક નિમિત્તો દ્વારા. જો રોગ ની આંતરિક કારણો દ્વારા ઉત્પન્ન થયો હોય તો ત્યાં આવ્યંતરિક ચિકિત્સા T સફળ થશે, બાહ્ય ચિકિત્સા નહિ. તમામ ચિકિત્સા પદ્ધતિઓ સર્વત્ર મી છેમહાવીરનું મારો યથાવ 30 પોતે * ' , , , , For Personal and Private Use Only Jain Educationa International Page #73 -------------------------------------------------------------------------- ________________ સફળ થતી નથી. લોકો આ જાણે છે કે ધ્યાન, આસન, પ્રાણાયામ વગેરે દ્વારા રોગની ચિકિત્સા થાય છે, પરંતુ આ કથન સાપેક્ષ છે, સર્વથા નિરપેક્ષ નથી. કર્મવાદનું દર્શન એ સ્પષ્ટ કરે છે કે જો રોગ આપ્યંતરિક કારણો દ્વારા ઉત્પન્ન હોય, તો આધ્યાત્મિક ચિકિત્સા વિશેષ સફળ થશે. ત્યાં ધ્યાન, આસન, પ્રાણાયામ વગેરે દ્વારા રોગ મુક્ત થઈ શકાશે. જો બાહ્ય કારણો દ્વારા રોગ ઉત્પન્ન થયો હોય તો આ સાધનો આરોગ્ય પ્રાપ્તિ માટે થોડાંક સહાયક બની શકે છે, પરંતુ નિરપેક્ષ રૂપે સહાયક બનતાં નથી. તમામ રોગ અધ્યાત્મ દ્વારા મટી જશે એવો એકાંતિક વિચાર પણ સંગત નથી અને તમામ રોગ બાહ્ય સાધનો દ્વારા દૂર થઈ જશે એવો પણ એકાંતિક વિચાર સંગત નથી. રોગની ઉત્પત્તિની કારણ – મીમાંસા અનુસાર ચિકિત્સા કરવાથી જ રોગનું નિવારણ થઈ શકે છે. કેવી રીતે થાય છે વેદન ? વેદનીય કર્મના બે પ્રકાર છે - સાત વેદનીય અને અસાત વેદનીય, તેમનું વેદન કેવી રીતે થાય છે ? શરીર એક કારણ છે. તેમનું વેદન શરીર દ્વારા થાય છે. અસાત અને સાત બન્નેનું વેદન શરીર દ્વારા થાય છે. શરીરની ઊર્જા જો બરાબર હોય તો સાત વેદનીયનું સંવેદન થાય છે. જો શરીરની ઊર્જા અસ્તવ્યસ્ત હોય તો અસાત વેદનીયનું સંવેદન થાય છે, દુઃખનું સંવેદન થાય છે. તૈજસ શરીર વડે સ્થૂળ શરીરને ઊર્જાની શક્તિ પ્રાપ્ત થાય છે. શરીરની એક સંરચના થઈ છે. આભામંડળ બન્યું છે. જો તે સમ્યક્ સ્થિતિમાં રહે તો સાતનું સંવેદન થશે અને જો તે અસ્તવ્યસ્ત થાય તો અસાતનું સંવેદન થશે. મનની પણ એવી જ સ્થિતિ છે. મન પણ ઊર્જા દ્વારા સંચાલિત છે. આપણી જૈવિક ઊર્જા બરાબર કામ કરતી હોય, તૈજસ શરીરની ઊર્જા સમીચીન હોય તો મન પ્રસન્ન રહેશે, આનંદિત રહેશે. જો ઊર્જા સમીચીન નહિ હોય તો મન અશાંત બની જશે, દુઃખી બની જશે, ખરાબ વિચાર આવવા લાગશે. જેવી રીતે શરીર સુખદુઃખના સંવેદનનું કારણ બને છે, એવી જ રીતે મન અને વાણી પણ સંવેદનનાં કારણ બને છે. ધ્વનિનાં સૂક્ષ્મ પ્રકંપનો પણ સુખદુઃખના સંવેદનમાં નિમિત્ત બને છે. સંગીત સાંભળવાથી સુખનું સંવેદન થાય છે અને માતમની ધૂન સાંભળવાથી મહાવીનું મોયણાસ્ત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ માનસિક દુઃખનું સંવેદન થવા લાગે છે. આપણાં ધ્વનિનાં પ્રકંપનો જો બહુ સારાં હોય, ભયમુક્ત હોય તો આપણને સુખનું સંવેદન થશે. જો સ્વયંનાં ધ્વનિ-પ્રકંપનો સારાં ન હોય તો દુઃખનું સંવેદન શરૂ થઈ જશે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત છે. સંવેદનનાં સાધન | સંવેદનનાં ચાર સાધનો છે – શરીર, મન, વાણી અને કર્મ. શરીર, મન અને વાણી આ એક ભૂમિકા છે. તે શરીરનાં પ્રકંપનો સાથે સંબંધિત છે. બીજી ભૂમિકા કર્મની છે, કર્મનાં પ્રકંપનોની છે. કર્મ એક કારણ છે. તે સાત વેદનીય કર્મના અનુભવનું સાધન બને છે તો અસાત વેદનીય કર્મના અનુભવનું પણ સાધન બને છે. કર્મ શાસ્ત્રીય દૃષ્ટિએ મીમાંસા કરીએ તો સાત વેદનીય કર્મ માત્ર સુખનું સાધન નથી બનતું અને અસાત વેદનીય કર્મ માત્ર દુઃખનું નિમિત્ત નથી બનતું. તેમની સાથે સમવાય હોય છે. જ્યાં સાત વેદનીયનો વિપાક થાય છે, સુખનો અનુભવ થવાનો હોય છે ત્યાં તે કર્મ પોતાની સાથે નો-કર્મને રાખશે, કારણ કે પુદ્ગલને ગ્રહણ કરવા એ સાત વેદનીયનું કાર્ય નથી. બહારથી પુદ્ગલને ગ્રહણ કર્યા વગર સુખદુઃખનું સંવેદન થઈ શકતું નથી. તે સહયોગી કર્મની સંજ્ઞા છે – નો-કર્મ. સુખના સંવેદનમાં શુભ નામકર્મનો યોગ રહે છે. તે વેદનીય કર્મનું સાથી બને છે. તેના નિમિત્તે ઈષ્ટ પુગલોનું ગ્રહણ થાય છે. તે ઈષ્ટ પુદ્ગલો સુખના સંવેદનામાં નિમિત્ત બને છે. અસાત વેદનીય કર્મ વિપાકના સમયે અશુભ નામકર્મનો યોગ રહે છે. તેનાથી અનિષ્ટ પુગલોનું ગ્રહણ થાય છે અને તે દુઃખના સંવેદનમાં નિમિત્તભૂત બને છે. વેદનીય કર્મ માત્ર નામકર્મને જ નહિ, મોહનીય કર્મને પણ સાથે લે છે. આ સહયોગી વગર સુખદુઃખના અનુભવોની સ્થિતિનું પૂર્ણ નિર્માણ થતું નથી. કર્મ સીધું ફળ આપતું નથી. તે પહેલાં વિપર્યય પેદા કરે છે. મોહનીય કર્મનું એ કામ છે કે તે પહેલાં દૃષ્ટિકોણોને વિપર્યસ્ત કરે છે. દૃષ્ટિકોણનો વિપર્યય થતાં જ રોગની પૂર્વભૂમિકા તૈયાર થઈ હૈ જાય છે. મનોકાયિક બીમારીઓ મિથ્યા દૃષ્ટિકોણના કારણે જ થાય છે. કેટલીક બીમારીઓ મિથ્યા ચારિત્ર્યના કારણે પેદા થાય છે. આચાર, વિચાર અને વ્યવહારની વિપરિતતા વગર બીમારીને પેદા કોલ કરી છે કે મહાલીનું આરોષણાd કરવા મા આવી છે ક Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ થવાની તક મળતી નથી. તમામ ભાવનાત્મક બીમારીઓનું એ જ નિમિત્ત બને છે. મોહનીય કર્મ પોતાનાં બંને કાર્યો મિથ્યા દૃષ્ટિકોણ અને મિથ્યા ચારિત્ર્યને પૂરાં કરીને વેદનીયના વિપાકમાં સહયોગી બને છે. અસાત વેદનીયનો વિપાક થાય છે ત્યારે તે મિથ્યા દૃષ્ટિકોણ અને મિથ્યા ચારિત્ર્યને વ્યક્ત કરી દે છે અને સાત વેદનીયના વિપાકમાં સમ્યફ દૃષ્ટિકોણ અને સમ્યફ ચારિત્ર્ય વ્યક્ત થઈ જાય છે. રસાયણ છે આચાર આર્યુવેદનો આધાર રસાયણ છે. તે સૌથી મોટી ઔષધવિધિ છે. રસાયણ જરા અને વ્યાધિને નષ્ટ કરનાર હોય છે. અનેક પ્રકારનાં રસાયણો બન્યાં. કહેવામાં આવ્યું કે આચાર સૌથી મુખ્ય રસાયણ છે. જો આચાર સમ્યફ ન હોય તો કોઈ અન્ય રસાયણ કામિયાબ થતું નથી. અનેક રસાયણો ખાવા છતાં વ્યક્તિ સ્વસ્થ બનતી નથી. આરોગ્યની બાબતમાં આચારને ક્યારેય ભૂલી શકાય નહિ . કર્મશાસ્ત્રીય ભાષામાં સુખદુઃખનો સંબંધ વેદનીય કર્મ સાથે જોડાય છે અને આચારશાસ્ત્રીય ભાષામાં તેનો સંબંધ આચાર સાથે જોડાય છે. - સુખદુ:ખના સંવેદનમાં ત્રણ કર્મોની ત્રિપુટી બને છે - વેદનીય કર્મ, નામ કર્મ અને મોહ કર્મ. આ ત્રણેયમાં વેદનીય કર્મ મુખ્ય છે. તેના આધારે શરીર સુખદુઃખનું સંવેદન કરે છે. આધ્યાત્મિક ચિકિત્સા પદ્ધતિ નિષ્કર્ષ સ્વરૂપે એમ કહી શકાય કે ચિકિત્સાપદ્ધતિઓમાં બાહ્ય કારણો તરફ વિશેષ ધ્યાન આપવામાં આવે છે. રોગનું નિદાન કરતી વખતે પણ બાહ્ય કારણોને જ જોવામાં આવે છે. પરંતુ જ્યાં સુધી આંતરિક કારણો – કર્મો તરફ ધ્યાન આપવામાં નહિ આવે ત્યાં સુધી નિદાનપદ્ધતિ અને ચિકિત્સા પદ્ધતિ અધૂરી જ રહેશે. આજે ચિકિત્સાની પ્રચલિત પદ્ધતિઓ સિવાય અન્યાન્ય પદ્ધતિઓનો વિકાસ જ આવશ્યક બન્યો છે. ભાવના દ્વારા પણ ચિકિત્સા કરવામાં આવે છે. ઔષધ આ પ્રયોગની સાથોસાથ ભાવનાનો પ્રયોગ પણ સફળ થાય છે. જો ' કલમ - મહાતીનું આમણા જ 83 . Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ઔષધની સાથે મૈત્રીની ભાવના, અનુકંપાની ભાવનાનો પ્રયોગ કરવામાં આવે તો ઔષધની શક્તિ વધી જાય છે. જો બીમારી ક્રૂરતાને કારણે ઉત્પન્ન થઈ હોય તો ક્રૂરતાની વૃત્તિનું શુદ્ધીકરણ કરીને સૌની સાથે મૈત્રીની ભાવનાને પુષ્ટ કરવામાં આવે છે અને બીમારી ખતમ થઈ જાય છે. જો બાહ્ય ઉપચારથી રોગ નષ્ટ ન થાય તો આત્યંતર ઉપાય કરવો જોઈએ. એક નવી વિધિનો પ્રસાર થશે અને સાચી ચિકિત્સા થશે. જો રોગીમાં મૈત્રી, પ્રમોદ અને કરુણાની ભાવના પેદા કરી શકાય, તેના મનની પ્રસન્નતા અને નિર્મળતા વધારી શકાય, ક્રોધ, માન, લોભ, માયા, ધૃણા, ઈર્ષ્યા વગેરે ભાવનાઓનું શુદ્ધીકરણ કરી શકાય તો એક આધ્યાત્મિક ચિકિત્સા પદ્ધતિનું ઉન્નયન થઈ શકશે અને તે પદ્ધતિનો આધાર હશે - કર્મવાદ. Jain Educationa International મહાપરિવું આર્યપશાસ્ત્ર ૪ ૩૪ For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ જીવનશૈલી અને આરોગ્ય જીવનનો પ્રત્યક્ષ સંબંધ શરીર સાથે તથા પરોક્ષ સંબંધ મનનાં અનેક ઉપાદાનો અને નિમિત્તો સાથે છે. ભગવાન મહાવીરે જે તત્ત્વોનું પ્રતિપાદન કર્યું, તેમાં મુખ્ય તત્ત્વ સંયમ છે. મહાવીરના આ દૃષ્ટિકોણ મુજબ જીવનશૈલી સંયમપ્રધાન હોવી જોઈએ. સમતા, સંતુલન વગેરે અનેક તત્ત્વો છે. તે તમામનો સંયમ સાથે સંબંધ છે. દરેક વ્યક્તિ સમતા, સંતુલન વગેરે ઈચ્છે છે પરંતુ જ્યાં સુધી સંયમની સાધના થતી નથી ત્યાં સુધી ન તો સમતા આવે છે, ન ઉપશમ આવે છે કે ન તો સંતુલન આવે છે. સામાન્ય રીતે સંયમનો અર્થ ખૂબ જ સીમિત સમજવામાં આવે છે. આપણે તેને વ્યાપક અર્થમાં સમજવો પડશે. એમ જ સમજવામાં આવે છે કે કોઈ ખાસ પ્રકારનું વ્રત લેવું એ સંયમ છે. પતંજલિના મત મુજબ સંયમ એટલે ધારણા, ધ્યાન અને સમાધિ ત્રણેયનો એકત્ર યોગ. માત્ર ધારણા, માત્ર ધ્યાન અથવા માત્ર સમાધિ સંયમ નથી. ત્રણેયનો એકત્ર યોગ એ જ સંયમ છે. આધુનિક પરિપ્રેક્ષમાં મહાવીર દ્વારા પ્રતિપાદિત સંયમનો અર્થ છે – મસ્તિષ્કીય નિયંત્રણ. જ્યાં સુધી મસ્તિષ્કના અનેક પ્રકોષ્ઠો, તેમના સંબંધો અને વિભાગો વિશે વિચાર ન કરીએ ત્યાં સુધી સમતા, ઉપશમ અને સંતુલનની સાધના થઈ શકતી નથી. મસ્તિષ્કનો એક ભાગ ઈમોશનલ બ્રેઈન છે. તેનો સંબંધ ઈમોશન્સ સાથે છે. આ ઉપશમ, કષાય-વિજય વગેરે ત્યારે જ શક્ય બને છે જ્યારે ઈમોશનલ બ્રેઈન ઉપર નિયંત્રણ હોય છે. છે . તેની માવડો થાયallણ મન For Personal and Private Use Only Jain Educationa International Page #78 -------------------------------------------------------------------------- ________________ સંયમનો અર્થ મસ્તિષ્કનો એક ભાગ લિંબિક સિસ્ટમ છે. ત્યાં ભાવનાઓ ઉપજે છે. સુખદુઃખ, પ્રસન્નતા વગેરેની અનુભૂતિ થાય છે. જ્યાં સુધી લિંબિક સિસ્ટમ ઉપર નિયંત્રણ નથી થતું ત્યાં સુધી ભાવનાઓ ઉપર નિયંત્રણ કરી શકાતું નથી. મસ્તિષ્ક ભાવ-નિયંત્રણનું નિયામક સાધન છે. મસ્તિષ્ક ઉપર નિયંત્રણના અભાવે ન તો આહાર સંયમ થઈ શકે છે કે ન તો અન્ય કોઈ સંયમ પણ થઈ શકે છે. લોકો જાણે છે કે તમાકુનું સેવન કરવું, જર્દા ખાવી, શરાબ પીવો વગેરે આરોગ્ય માટે હાનિકારક છે. તેમ છતાં તેઓ તેને છોડી શકતા નથી. તેનું સ્પષ્ટ કારણ છે કે તેમનું પોતાના મસ્તિષ્ક ઉપર નિયંત્રણ નથી. જો મસ્તિષ્ક ઉપર નિયંત્રણ આવી જાય તો તે બધું એક ક્ષણમાં જ છૂટી જાય. રોગની ઉત્પત્તિનાં કારણો ભગવાન મહાવીરે રોગની ઉત્પત્તિનાં નવ કારણો ગણાવ્યાં છે : (૧) અચ્ચાસણયાએ, (૨) અમિતાસણયાએ, (૩)| અતિણિદાએ, (૪) અતિજાગરિતેણ, (૫) ઉચ્ચારણિરોહણ, (૬) પાસવણસિરોહણ, (૭) અદ્ધાણગમણે. (૮) ભોયણપડિકૂલતાએ (૯) ઈદ્રિયત્યવિકોવણયાએ. (૧) વધુ પડતું ભોજન (૨) અહિતકર ભોજન (૩) અતિનિદ્રા (૪) અતિજાગરણ (૫) મળ રોકવો (૬) મૂત્ર રોકવું (૭) પંથગમન (૮) પ્રતિકૂળ ભોજન તથા (૯) ઇન્દ્રિયાર્થ-વિકોપન. ભોજન - પહેલું કારણ છે અહિતકર ભોજન કરવું તે. ભોજનમાં | ખાણી-પીણીની તમામ વસ્તુઓ સમાઈ જાય છે. તમાકુ, જર્દા, શરાબ વગેરે વસ્તુઓ વારંવાર ખાવી તે રોગનું કારણ છે. અધિક વસ્તુઓનો ઉપયોગ કરવો એ પણ રોગનું કારણ છે. માણસ આ જાણે છે, પરંતુ તે આહારનો સંયમ કરી શકતો નથી. આહારનો સંયમ એટલા માટે છે સરકાર માપીરનું માણે થશાસ્ત્ર + 55 C દિક Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ થઈ શકતો નથી કે મસ્તિષ્ક ઉપર નિયંત્રણ નથી હોતું. જો મસ્તિષ્ક ઉપર નિયંત્રણ હોય તો તત્કાળ આહારનો સંયમ થઈ શકે છે. શ્રમ, સ્વાથ્ય માટે પરમ આવશ્યક તત્ત્વ છે. શ્રમ વગર લોહીનો સંચાર પણ થતો નથી અને વ્યક્તિ સ્વસ્થ રહી શકતી નથી. મહાવીરે અત્યશન એટલે કે વધુ પડતા ખોરાકને પણ રોગનું એક કારણ ગણાવ્યું છે. વધુ પડતા બેસી રહેવું એ પણ રોગનું એક કારણ છે. કેટલાક લોકો સાત-આઠ કલાક બેસી રહે છે. તેઓ શ્રમથી દૂર ભાગે છે અને રોગથી આક્રાંત થઈ જાય છે. અનિદ્રા : અતિનિદ્રા અનિદ્રા કે અતિનિદ્રા એ પણ રોગનું કારણ બને છે. નિદ્રા આરોગ્ય માટે આવશ્યક છે, અનિવાર્ય છે તેથી અનિદ્રા અને અતિનિદ્રાથી બચવું જોઈએ, સંયમિત નિદ્રા લેવી જોઈએ. આયુર્વેદમાં પણ અતિનિદ્રાને કારણે થતી મુશ્કેલીઓનો ઉલ્લેખ છે. તેમાં દિવાશયન એટલે કે દિવસે સૂઈ જવાનો નિષેધ છે. આયુર્વેદના મત મુજબ નિદ્રા અને કફને સંબંધ છે. યોગના મત મુજબ વિચારવાથી આ તથ્ય સ્પષ્ટ થાય છે કે અતિનિદ્રાને કારણે આયુષ્ય ઘટે છે. નિદ્રા દરમ્યાન શ્વાસની સંખ્યા વધી જાય છે. વધુ પડતી નિદ્રા લેનાર વ્યક્તિ જીવનશક્તિને ઓછી કરી નાખે છે. અતિ જાગરણ પણ રોગનું એક કારણ છે. વાણીનો અસંયમ વાણીનો અસંયમ પણ રોગ પેદા કરે છે. તેને કારણે પણ જીવનશક્તિ વધુ વપરાય છે. જૈવિક શક્તિના ઘસારાનાં ત્રણ મુખ્ય સાધનો છે – આંખ, વાણી અને જનનેન્દ્રિય. આંગળીઓમાંથી પણ વિદ્યુત નીકળે છે. જે લોકોએ આભામંડળને જોયું છે અથવા જેઓ | આભામંડળને જોવાનું જાણે છે તેમને ખબર છે કે આંગળીઓમાંથી વિદ્યુતનો પ્રવાહ નીકળે છે. વધુ પડતું બોલનાર વ્યક્તિ પોતાની * જીવનશક્તિનું વધુ પડતું નુકસાન કરે છે. આ જ કા રાજા મહાવીરનું આયશાસ્ત્ર છે કે કક : શીતલ જ ન થી , -કાકી જો જરા Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ અબ્રહ્મચર્ય અબ્રહ્મચર્ય પણ રોગનું મુખ્ય સાધન છે. જીવનનાં ત્રણ આલંબનો છે - બ્રહ્મચર્ય, આહાર અને નિદ્રા. કામનો અતિરેક, આહારની અધિકતા અને નિદ્રાની અધિકતા એ ત્રણેય રોગનાં કારણ બને છે. તે તમામ ઉપર નિયંત્રણ કરવું એ સંયમ છે. સંયમ અર્થાત મસ્તિષ્ક ઉપર નિયંત્રણ. જેણે મસ્તિષ્ક ઉપર નિયંત્રણ કરવાનું શીખી લીધું છે તે ખૂબ સ્વસ્થ રહી શકે છે. ક્રોધનો સંવેગ પ્રબળ થવાથી માણસ બીમાર પડી જાય છે. તેનું કારણ છે મસ્તિષ્કમાં તનાવ. મસ્તિષ્કમાં તનાવ જાગતાં જ સ્નાયુતંત્ર નબળું બની જાય છે. જેનું સ્નાયુતંત્ર નબળું બને છે તેના ઉપર રોગનું આક્રમણ થતું રહે છે. આયુર્વેદ એમ માને છે કે ક્રોધ થકી પિત્તનો પ્રકોપ વધે છે. તેનાથી એસીડીટી વધે છે, અલ્સર થઈ જાય છે. આરોગ્ય અને મસ્તિષ્ક આરોગ્ય અને મસ્તિષ્ક એ બંનેને ગાઢ સંબંધ છે. જે માણસ મસ્તિષ્ક ઉપર નિયંત્રણ કરવાનું નથી જાણતો, નિયંત્રણની વિધિઓ નથી જાણતો તે શારીરિક, માનસિક અને ભાવનાત્મક દૃષ્ટિએ પણ સ્વસ્થ રહી શકતો નથી. આગંતુક બીમારીઓ ઉપર કદાચ તેનું નિયંત્રણ ન પણ હોય પરંતુ મોટીમોટી જે બીમારીઓ છે તેનો સંબંધ સંયમ અને અસંયમ સાથે વિશેષ છે. શરીરશાસ્ત્રમાં મસ્તિષ્કનું ઊંડું અધ્યયન થયું છે. તેમાં અલ્ફા અને થેટા જેવા તરંગોનું અધ્યયન થયું છે. અલ્ફા દ્વારા મસ્તિષ્કનો તનાવ ઘટે છે. એનું તાત્પર્ય એ છે કે ગ્રંથિઓનો સ્ત્રાવ સંતુલિત બને છે. જ્યારે આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ સંતુલિત થવા લાગે છે ત્યારે માણસ સ્વસ્થ રહે છે. આરોગ્ય છે સમતા આપણે અધ્યાત્મનાં આ તત્ત્વો ઉપર વિચાર કરીએ અને પર જીવનશૈલીમાં તેમનો સમાવેશ કરીએ. સમતા અધ્યાત્મનું તત્ત્વ છે. તે સમતાનો અર્થ છે – સમભાવ, ક્યાંય ઝુકાવ નહિ અને ક્યાંય વિષમતા નહિ. ન ચિંતનનું વૈષમ્ય અને ન કાર્યનું વૈષમ્ય. આયુર્વેદનું એ મહારનું આરોગ્યશાસ્ત્ર + s૮ ક. Mા છે ' For Personal and Private Use Only Jain Educationa International Page #81 -------------------------------------------------------------------------- ________________ સત્ર છે – “દોષવૈષમ્ય રોગ: દોષસાગ્યે આરોગ્યમ”દોષોની વિષમતા રોગ છે અને દોષોનું સામ્યઆરોગ્ય છે. જ્યારે વાત, પિત્ત અને કફ વિષમ થઈ જાય છે ત્યારે રોગ ઉત્પન્ન થાય છે અને જ્યારે તે ત્રણેય દોષ સમઅવસ્થામાં રહે છે ત્યારે આરોગ્ય જળવાઈ રહે છે. માનસિક સમતા આરોગ્ય છે. તેથી સમતા અને આરોગ્યને પયાર્ય વાચક સમજી શકાય છે. જ્યાં સમતા છે ત્યાં આરોગ્ય છે અને જ્યાં આરોગ્ય છે ત્યાં સમતા છે. જ્યાં વિષમતા છે ત્યાં રોગ છે અને જ્યાં રોગ છે ત્યાં વિષમતા છે. અહંકાર, કપટ, લોભ આ તમામ રોગનાં ઉત્પાદકો છે. માધવ નિદાન ગ્રંથમાં હૃધ્યને દુર્બળ બનાવનારાં કારણો પૈકી એક કારણ લોભ ગણાવ્યો છે. જેનામાં લોભની પ્રવૃત્તિ વિશેષ હશે તેનું હૃદય દુર્બળ હશે. તમામ સંવેગો આરોગ્યને અસ્તવ્યસ્ત કરી નાખે છે. આપણી જીવનશૈલી ઉપશમપ્રધાન, સમતાપ્રધાન તથા સંતુલનપ્રધાન હોવી જોઈએ. આવી જીવનશૈલી દ્વારા શારીરિક, માનસિક અને ભાવનાત્મક રોગોથી બચી શકાય છે. જીવનશૈલીનું. મુખ્યતત્ત્વ સંયમ છે. આ તત્ત્વ તમામ તત્ત્વો સાથે જોડાયેલું છે. જે જીવનશૈલીમાં આ તત્ત્વ હોય છે તે જીવન સુખી અને આનંદપ્રદ હોય છે. જરૂરી છે પ્રશિક્ષણ પ્રેક્ષા ધ્યાન પદ્ધતિમાં અનુપ્રેક્ષા તથા કેટલેક અંશે સમ્મોહનનો પ્રયોગ કરાવવામાં આવે છે. તે એટલા માટે કે મસ્તિષ્કીય નિયંત્રણ તથા ભાવનાત્મક નિયંત્રણ સધાઈ શકે. અનુપ્રેક્ષામાં એક નિશ્ચિત શબ્દાવલીને વારંવાર ઉચ્ચારવામાં આવે છે. એટલે કે એ પ્રક્રિયા દ્વારા આપણે મસ્તિષ્કને સૂચના આપીએ છીએ. તે (સૂચના) મસ્તિષ્કને પ્રભાવિત કરે છે. મસ્તિષ્કને પ્રભાવિત કરનાર મુખ્ય તત્ત્વ ભાવના છે. ભાવના એટલે વારંવારનો અભ્યાસ. જ્યારે મસ્તિષ્કમાં એક જ | ભાવના વારંવાર જાગે છે ત્યારે તે મસ્તિષ્ક પ્રશિક્ષિત બની જાય છે. | તે તેના પ્રશિક્ષણ વગર સંયમની વાત સધાતી નથી. મસ્તિષ્ક સૂચનનો ન સ્વીકાર કરે છે અને તે સ્વીકૃતિનું કર્મશાસ્ત્રીય કારણ લેશ્યા છે. આ પ્રવાહ ભીતરમાં વિદ્યમાન છે. એ જ આપણા વ્યવહારને પ્રભાવિત જ કરે છે. શરીરશાસ્ત્રની દૃષ્ટિએ એમ માનવામાં આવે છે કે ગ્રંથિઓનો પર કોઇ ન મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + ૬૬ એક વારમાં જઈ Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ સ્રાવ સંતુલિત બને છે ત્યારે આરોગ્ય ટકી રહે છે અને જ્યારે તે સ્રાવ અસંતુલિત થઈ જાય છે ત્યારે અસ્વાસ્થ્ય પેદા થાય છે. એ જ રીતે આપણા ભીતરનો પ્રવાહ લેશ્યા પણ આપણા આરોગ્ય તથા અનારોગ્ય માટે જવાબદાર છે. આપણે પવિત્ર લેશ્યા અને ભાવનાનો પ્રયોગ કરીએ, મસ્તિષ્ક તેનાથી પ્રભાવિત થશે. કાર્યકારી બને છે સ્નાયુગત સંસ્કાર આગમોમાં એક મહત્ત્વનો શબ્દ છે ભાવિયપ્પા ભાવિતાત્મા. ભાવિતાત્મા એ છે કે જેણે પોતાના મનને ભાવિત, વાસિત કરી લીધું હોય. મસ્તિષ્ક અને સ્નાયુતંત્રને નિરપેક્ષ થઈને પોતાને અનુકૂળ બનાવી લીધું હોય. સ્નાયુગત સંસ્કાર ખૂબ કાર્યકારી બને છે. કેટલીક ક્રિયાઓ શારીરિક અને સ્નાયવિક અભ્યાસને કા૨ણે પણ ચાલે છે. જે ઘરમાં રહીએ છીએ અને દરરોજ જે દાદર ઉપર આરોહણ-અવરોહણ કરીએ છીએ ત્યાં દરરોજ જાગરૂક રહેવાની આવશ્યકતા રહેતી નથી. પગથિયાં ઉપર પગ આપોઆપ ઉપડશે અને આગળ વધતા જશે. દાદરની ઊંચાઈ તરફ પ્રત્યેક પળે ધ્યાન રાખવાની આવશ્યકતા રહેશે નહિ.આ બધું સ્નાયવિક અભ્યાસના કા૨ણે થાય છે. જો બીજા દાદરો ઉપર ચઢવું પડે તો ત્યાં અત્યંત જાગરૂક રહેવું પડે છે. બીજા દાદરોની ઊંચાઈને ધ્યાનમાં રાખીને પગ મૂકવો પડે છે. આપણે સ્નાયુતંત્રને જે અભ્યાસ આપીએ છીએ તે એવું જ કરતું રહે છે. કેટલીક વ્યક્તિઓને વિચિત્ર રૂપે સ્નાયવિક અભ્યાસ થઈ જાય છે. કેટલાક લોકોની આંગળીઓ હલતી રહે છે. કાગળ, પેન્સિલ ન હોવા છતાં લખવાની મુદ્રા બની રહે છે. એક માણસને એવો સ્નાયવિક અભ્યાસ હતો કે તે ગમે ત્યાં બેઠો હોય ત્યારે પણ સતત લીટીઓ દોર્યા કરતો હતો. એક વખત તે પોતાના મિત્રો સાથે નૌકાવિહાર માટે ગયો, ત્યાં પણ તે હાથ બહાર કાઢીને આંગળી વડે પાણી ઉપર લીટીઓ દોરવા લાગ્યો. લોકોએ તેના સ્નાયવિક અભ્યાસ માટે આશ્ચર્ય વ્યક્ત કર્યું. મસ્તિષ્કીય નિયંત્રણનું સૂત્ર સ્નાયુતંત્રને કેવા પ્રકારનો અભ્યાસ આપવો છે તે બાબત વ્યક્તિ ઉપર નિર્ભર કરે છે. સારો કે ખરાબ જેવો અભ્યાસ આપવામાં મહાવીરનું ચોયણાસ્ત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ આવશે તેવું સ્નાયુતંત્ર કરતું રહેશે. સાધનાનું પ્રયોજન જ એ છે કે જે કરાવેલો અભ્યાસ હિતકર ન હોય તેને બદલીને અન્ય હિતકર અભ્યાસ કરાવવામાં આવે. જે અભ્યાસ આરોગ્ય માટે અડચણરૂપ હોય તેનાથી મુક્ત થઈને આરોગ્ય-પ્રદાયક અભ્યાસ કરાવવામાં આવે. અનુપ્રેક્ષા અને ભાવના દ્વારા એમ થઈ શકે છે. એક વ્યક્તિ પત્નીના વિયોગથી અત્યંત દુઃખી હતી. વિયોગમાં દુઃખનું સંવેદન કરવું એ તેનો સંસ્કાર હતો. તેને અનુપ્રેક્ષાનો પ્રયોગ કરાવવામાં આવ્યો. તેનામાં એ ભાવના પુષ્ટ થઈ ગઈ કે જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ અવશ્ય હોય છે. સંયોગમાં સુખી અને વિયોગમાં દુઃખી થવું એ તો સંસ્કાર માત્ર છે. યથાર્થ એ છે કે સંયોગ અને વિયોગ બંનેમાં પૂર્ણ સમભાવ રાખવો. દુઃખી વ્યક્તિએ ભાવનાનો આ મર્મ પકડ્યો અને તેના દુઃખનું સંવેદન ઓછું થઈ ગયું. તે પ્રસન્ન રહેવા લાગ્યો. ક્રોધ આવતો હોય તો ક્ષમાની ભાવનાનો અભ્યાસ કરો. અહંકાર હોય તો નમ્રતાની ભાવનાનો અભ્યાસ કરો, લોભની માત્રા વધી ગઈ હોય તો સંતોષની ભાવના વિકસાવો. વિરોધી ભાવના દ્વારા સફળતા મળી શકે છે. વિરોધી ભાવના આરોગ્યની ચાવી છે. એક બીમાર વ્યક્તિ જો દરરોજ એમ કહે કે હું બીમાર છું, હું બીમાર છું તો તે હંમેશાં બીમાર જ રહેશે, દુઃખનું સંવેદન જ કરશે. જ્ઞાનીઓ કહે છે કે આપણી ભીતરમાં આરોગ્ય વિશેષ છે. તમે તેનું ચિંતન કરો. પોતાનો સ્વર બદલો. હું રોગી નથી, હું સ્વસ્થ છું, હું સ્વસ્થ છું. એવા વિરોધી સ્વરો દ્વારા આશ્ચર્ય પેદા થશે. વિરોધી ભાવનાનું સૂત્ર મસ્તિષ્કીય નિયંત્રણનું સૂત્ર છે. એ જ રીતે શ્વાસ પણ નિયંત્રણનું એક સૂત્ર છે. જ્યારે ડાબું નાક સક્રિય હોય છે ત્યારે જમણા મસ્તિષ્ક ઉપર નિયંત્રણ થાય છે અને જમણું નાક સક્રિય હોય છે ત્યારે ડાબા મસ્તિષ્ક ઉપર નિયંત્રણ થાય છે. મસ્તિષ્કનો ડાબો પટલ શરીરના જમણા ભાગનું સંચાલન કરે છે અને જમણો પટલ શરીરના ડાબા ભાગનું સંચાલન કરે છે. જો શ્વાસની પ્રણાલી સમ્યક બની જાય તો નિયંત્રણનો ક્રમ પણ સમ્યક કી બની જાય છે. " આ રીતે મસ્તિષ્કનું નિયંત્રણ આપણા આરોગ્યનો મહત્ત્વપૂર્ણ - આધાર બને છે. - આ કેસ દારા S જળ છે કે હાલમાં છે. જે યણા * ૩૧ કિ . *": ફા For Personal and Private Use Only Jain Educationa International Page #84 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયસંયમ અને આરોગ્ય રોગનું એક કારણ – “ઈદિયત્વ વિકોવણયાએ એનો અર્થ છે કામવિકાર. તેનો વ્યાપક અર્થ ઇન્દ્રિયોના વિષયોનું વિકોપન ન કરો, તેમને ઉત્તેજિત ન કરો એવો થશે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વગેરેનું વિકોપન ન કરો. આ ઇન્દ્રિય-વિષયોનો અતિભોગવિકોપન રોગોનું કારણ બને છે. તેથી ઈન્દ્રિયસંયમ અપેક્ષિત છે. ઇન્દ્રિયસંયમ આરોગ્યનો મૂળ મંત્ર છે. આ સંયમની સાધના માટે મસ્તિષ્કીય નિયંત્રણની વિધિઓ તથા પદ્ધતિઓ જાણવી ખૂબ આવશ્યક છે. ઊઠવું, બેસવું, સૂવું, ઊભા થવું, શ્વાસ લેવો વગેરે નાની ક્રિયાઓ છે પરંતુ તેમાં જેટલી જાગરૂકતા અને સંયમ હશે તેટલી જ એ ક્રિયાઓ આપણી જીવનશૈલીને નિખારશે અને ત્યારે આપણું જીવન પ્રસન્નતાભર્યું રહેશે. સ્વસ્થ મસ્તિષ્ક એ સ્વસ્થ જીવનનું પ્રતીક છે. સ્વસ્થ મસ્તિષ્કનું ઘટક તત્ત્વ સંયમ છે. તેના આધારે કહી શકાય કે જીવનશૈલીનું મુખ્ય તત્ત્વ સંયમ છે. સંયમપ્રધાન જીવનશૈલી આરોગ્યની અણમોલ મૂડી છે. .38 . એક તો જ છે, અહાગન પાન સેથRાન Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્વાસ અને આરોગ્ય શરીર પૌદ્ગલિક છે - ‘વર્ણ ગંધરસસ્પર્શવાન્ પુદ્ગલઃ'જેમાં વર્ણ છે, ગંધ છે, રસ છે અને સ્પર્શ છે તે પુદ્દગલ છે, તે પૌદ્ગલિક વસ્તુ છે. શ્વાસમાં આ ચારેય લક્ષણ મળે છે. તેથી શ્વાસ પૌદ્ગલિક છે. ગૌતમે ભગવાન મહાવીરને પૂછ્યું ‘ભંતે ! જીવ શ્વાસપ્રશ્વાસ લે છે ? જો લેતા હોય તો કઈ રીતે લે છે ?’ ભગવાને તેનો ઉત્તર ચાર દૃષ્ટિએ આપ્યો - દ્રવ્ય દૃષ્ટિએ, ક્ષેત્ર દૃષ્ટિએ, કાલ દૃષ્ટિએ તથા ભાવ દૃષ્ટિએ. ભગવાને ભાવદૃષ્ટિએ સમાધાન આપતાં કહ્યું – ‘ભાવઓ વણમંનાઈ ગંધમંતાઈ, રસમંતાઈ, ફાસમંતાઈ આણમંતિ વા પાણમંતિ વા ઊસસંતિ વા નીસમંતિ વા...... (ભગ. ૨/૩,૪) પ્રત્યેક જીવ શ્વાસ-પ્રશ્વાસ લે છે. તેના શ્વસન-પુદ્ગલ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત હોય છે. જેવી રીતે શરીરમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે તેવી જ રીતે શ્વાસમાં પણ તે ચારેય છે. પ્રાણી માત્ર શ્વાસ નથી લેતું, તે વર્ણ, ગંધ અને સ્પર્શયુક્ત પુદ્ગલ ગ્રહણ કરે છે. પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર કે આઠ સ્પર્શ શ્વાસમાં વિદ્યમાન છે. જ્યારે માનવીની ભાવધારા શુદ્ધ હોય છે ત્યારે ઇષ્ટ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત શ્વાસ ગૃહીત બને છે અને જ્યારે ભાવધારા અશુદ્ધ હોય છે ત્યારે અનિષ્ટ વર્ણ, ગંધ, રસ તથા સ્પર્શયુક્ત પુદ્ગલ ગૃહીત બને છે. ઈષ્ટ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય તો આરોગ્ય જળાવાઈ રહે છે અને અનિષ્ટ વર્ણ, રસ, ગંધ તથા સ્પર્શ હોય તો આરોગ્ય બગડી જાય છે. મહાવીરનું મોશાય Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ નાક અને શ્વાસ .. શ્વાસ વિશે વિચાર કરતી વખતે આપણે નાક વિશે પણ વિચાર કરવો પડશે. નાક અને શ્વાસનો સંબંધ ગાઢ છે. શરીરશાસ્ત્રના મત મુજબ મસ્તિષ્કનો એક ભાગ ધ્રાણમસ્તિષ્ક છે. તેનો સંબંધ બાહ્ય જ્ઞાન સાથે છે. આ મસ્તિષ્ક પશુઓમાં જેટલું વિકસિત હોય છે તેટલું માણસોમાં નથી હોતું. તેમાં ઊણપ આવી છે. આમ છતાં આ દ્માણમસ્તિષ્ક ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ભય, ક્રોધ, આક્રમક મનોવૃત્તિ - આ તમામનાં કેન્દ્રો બ્રાણમસ્તિષ્કમાં છે. નાકને સમજવું એટલે શરીરનાં અનેક રહસ્યો સમજવાં એવો અર્થ છે. ભગવાન મહાવીર નાસા ઉપર ધ્યાન કરતા હતા. નાસાગ્ર ધ્યાનનું તાત્પર્ય ખૂબ ઊડું છે. એનો અર્થ એ છે કે નાસાગ્ર ઉપર ધ્યાન કરનાર વ્યક્તિ પોતાના ધ્રાણમસ્તિષ્ક ઉપર નિયંત્રણ મેળવી લે છે, તેનું શુદ્ધીકરણ કરી લે છે. જે વ્યક્તિ અભયની સાધના કરવા ઇચ્છે, ક્રોધને ઘટાડવા ઇચ્છે, આક્રમક મનોવૃત્તિ છોડવા ઇચ્છે, કામવૃત્તિ ઉપર નિયંત્રણ કરવા ઈચ્છે તેને માટે નાસાગ્ર ઉપર ધ્યાન કરવાનું ! અનિવાર્ય છે. આ રીતે નાકનો કોઈ સીધો ઉપયોગ દેખાતો નથી, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ નાક અને ધ્રાણમસ્તિષ્કનું ખૂબ મહત્ત્વ છે. નાક અને શ્વાસ વચ્ચે સંબંધ છે. શ્વાસ સંતુલિત હોય ત્યારે દ્માણમસ્તિષ્કનું શુદ્ધીકરણ થાય છે. શ્વાસ અસ્તવ્યસ્ત બને છે ત્યારે ધ્રાણમસ્તિષ્ક ઉત્તેજિત થઈ ઊઠે છે. તેનો આપણે સૌ પ્રત્યક્ષ અનુભવ કરી શકીએ છીએ. ક્રોધ આવતાં જ શ્વાસની સંખ્યા વધી જાય છે. અહંકાર અને માયાનો ભાવ જાગતાં જ શ્વાસની સંખ્યા વધી જાય છે. ભાવોના તારતમ્યની સાથે શ્વાસનું તારતમ્ય થાય છે. ભાવ ઉત્તેજનાપૂર્ણ હશે તો શ્વાસ ઉદ્વિગ્ન થઈ જશે. ભાવ શાંત હશે તો શ્વાસ શાંત રહેશે. ભાવ અને શ્વાસનો સ્પષ્ટ સંબંધ જોવા મળે છે. ભાવ, શ્વાસ અને આરોગ્ય ત્રણેયનો ઊંડો સંબંધ છે. તેમનું યુગપતું અધ્યયન કર્યા વગર આરોગ્યની સમસ્યાને ઉકેલી શકાતી નથી, શુદ્ધ ભાવ દ્વારા શુદ્ધ . શ્વાસના મુદ્દગલોનું ગ્રહણ થાય છે અને તે આરોગ્યનું ઘટક તત્ત્વ છે. તો અશુદ્ધ ભાવ દ્વારા અશુદ્ધ શ્વાસના પુદ્ગલોનું ગ્રહણ થાય છે અને જ તેનાથી રોગનો પ્રાદુર્ભાવ થાય છે. le છે. મક, * * * * જ એ પી જે કે આ Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય મલયગિરિએ સ્પષ્ટરૂપે સમજાવ્યું છે કે જ્યારે જ્યારે - અનિષ્ટ પુગલો ગ્રહણ થાય છે ત્યારે ત્યારે હૃદયરોગ વગેરે જેવી અનેક ભયંકર બીમારીઓ પેદા થાય છે, મનનો ઉપઘાત થાય છે. જ્યારે જ્યારે શુભ પુદ્ગલો ગ્રહણ થાય છે ત્યારે ત્યારે પ્રસન્નતા, પ્રફુલ્લતા વિકસિત થાય છે, આરોગ્યને લાભ થાય છે. રંગ અને આરોગ્ય રંગ માનવીનું જીવન છે. રંગ વગર માણસ જીવી શકતો નથી, સ્વસ્થ રહી શકતો નથી. રંગોની ઊણપ એટલે આરોગ્યની ઊણપ. રંગોની અધિકતા એટલે આરોગ્યની ન્યૂનતા. સંતુલિત રંગ એટલે આરોગ્યને લાભ. રંગોનું ગ્રહણ આરોગ્યના માધ્યમ દ્વારા થાય છે. શરીરમાં લાલ રંગની ઊણપ હોય તો અપચો, કબજિયાત, અનિદ્રા જેવી બીમારીઓ પેદા થાય છે. પીળા રંગની ઊણપ હોય તો પાચનતંત્ર અસ્તવ્યસ્ત થઈ જાય છે, યકૃત અને ઉદરની નાડીઓ ઉપર તેની અસર પડે છે. લીલારંગની ઊણપથી શરીરમાંથી વિજાતીય પદાર્થોનું નિસ્સરણ યોગ્ય રીતે થતું નથી. પ્રત્યેક રંગ શરીર ઉપર પ્રભાવ પાડે છે. રંગોની ઊણપ પણ શરીરને પ્રભાવિત કરે છે અને રંગોની અધિકતા પણ શરીરને પ્રભાવિત કરે છે. રશ્મિ ચિકિત્સા અથવા સૂર્ય ચિકિત્સામાં રંગોનું સંતુલન પેદા કરવામાં આવે છે. રંગોના સંતુલન દ્વારા જ બીમારીઓની ચિકિત્સા કરવામાં આવે છે. જો મનોભાવ અસંતુલિત હોય, અનિદ્રા કે અતિનિદ્રા હોય અથવા કોઈ શારીરિક, માનસિક કે ભાવનાત્મક બીમારી હોય તો રંગીન શ્વાસના ધ્યાનનો પ્રયોગ કરાવવામાં આવે છે. તેની પ્રક્રિયા આ પ્રમાણે છે – આપણે કલ્પના કરીએ કે શરીરની ચારે તરફ પીળો, લાલ, નારંગી વગેરે રંગો ફેલાયેલા છે. આપણે કોઈ એક રંગની કલ્પના કરીશું તો તે રંગ પ્રગટ થઈ જશે. આપણે એમ વિચારીએ કે આપણો શ્વાસ અમુક રંગનો બની રહ્યો છે. અમુક રંગના પરમાણુ શ્વાસમાં વિશેષ પ્રમાણમાં આવી રહ્યા છે. શ્વાસ લેતાં જ તે રંગની - પૂર્તિ થઈ જશે. આ રંગીન શ્વાસની પ્રક્રિયાનો આધાર મહાવીરનો લેશ્યા સિદ્ધાંત છે. જેવી રીતે લેશ્યા ધ્યાનમાં રંગોનું ધ્યાન કરવામાં આવે વિકાસ શાખા જતા મહાવીરનું રોકાણા મા મો. નોકરી Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ છે એવી જ રીતે શ્વાસની સાથે પણ રંગોનું ધ્યાન કરવામાં આવે છે, સ્વાદનું પણ ધ્યાન કરવામાં આવે છે. શ્વાસ મીઠો પણ છે, કડવો પણ છે, ફિક્કો પણ છે, તીખો પણ છે. તમામ સ્વાદ તેમાં છે. તેમાં હલકાપણું પણ છે અને ભારેપણું પણ છે. તે મૃદુ પણ છે અને કઠોર પણ છે. તેમાં તમામ સ્પર્શ છે. ચિકિત્સાત્મક દૃષ્ટિએ આ તમામનો વિકાસ કરવામાં આવે તો શ્વાસ ચિકિત્સાની એક સ્વતંત્ર પદ્ધતિ બની શકે છે. રંગ આપણા શારીરિક આરોગ્યને પ્રભાવિત કરે છે. મનની ચંચળતા, ભાવોની ઉદ્વિગ્નતા વગેરે પણ રંગોનું ધ્યાન પ્રભાવિત કરે છે. માણસ જે પ્રકારના રંગનો શ્વાસ ગ્રહણ કરે છે તે શ્વાસ તેના શારીરિક તંત્ર, માનસિક તંત્ર તથા ભાવતંત્રને પ્રભાવિત કરે છે. આ દૃષ્ટિએ શ્વાસ માત્ર જીવનદાયી જ નથી, આરોગ્યદાયી પણ છે. શ્વાસ અને આયુષ્ય સમવાયાંગ આગમમાં દેવતાઓના આયુષ્યનું વર્ણન છે. સાથોસાથ તેમના શ્વાસોચ્છવાસના દિવસોનો પણ ઉલ્લેખ છે. કોઈ દેવતા પાંચ દિવસ, કોઈ દસ દિવસ, કોઈ પંદર દિવસ અથવા તો ત્રીસ દિવસ શ્વાસ લે છે. જેના આયુષ્યની અવધિ જેટલી લાંબી એટલી જ લાંબી એના શ્વાસની અવિધ. અથવા એમ કહીએ કે શ્વાસની અવધિ જેટલી લાંબી એટલું જ એનું આયુષ્ય લાંબુ. તેનું તાત્પર્ય એ છે કે દીર્ઘ આયુષ્યનો સંબંધ શ્વાસ સાથે છે. શ્વાસ નાનો કે અસંતુલિત હોય તો આયુષ્ય ઓછું, શ્વાસ લાંબો અને સંતુલિત હોય તો આયુષ્ય પણ લાંબું હશે. જો કે આયુષ્યનો સંબંધ આયુષ્યકર્મના પુદ્ગલો સાથે છે, પરંતુ તે પુદ્ગલોને ભોગવવાની ક્રિયા શ્વાસ છે. પુદ્ગલોને કેટલા સમયમાં ભોગવવા તેનું નિર્ધારણ શ્વાસ દ્વારા થાય છે. જ્યારે શ્વાસનો અને દીર્ઘ આયુષ્યનો સંબંધ છે તો શ્વાસનો સંબંધ આરોગ્ય સાથે છે તે વાત સ્વયંગમ્ય છે. જો શ્વાસ ઉચિત ન હોય તો આયુષ્ય ક્યારેય લાંબું હોઈ શકતું નથી. શ્વાસ ઉચિત હોય તો આયુષ્ય ઉચિત રહેશે. શ્વાસનો અને આયુષ્યનો, શ્વાસનો અને આરોગ્યનો તથા શ્વાસનો અને ભાવનો સંબંધ હોય છે. આ એક શ્રૃંખલા છે. તેથી આરોગ્ય વિશે વિચાર કરતી વખતે શ્વાસને અળગો રાખી શકાતો નથી. Jain Educationa International મહાવીરનું કનીર આરોપશાસ્ત્ર * ૩૩ For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ આધુનિક સમયમાં આરોગ્ય વિશે અનેક દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યો. આહાર, નિદ્રા, જીવનશૈલી વગેરેના આધારે માનવી સ્વસ્થ કેવી રીતે રહી શકે તે વિશે ગંભીરતાપૂર્વક વિમર્શ થયો છે. પરંતુ આરોગ્યનું જે મુખ્ય તત્ત્વ છે – શ્વાસ, તેની ઉપેક્ષા કરી દેવામાં આવી છે. શ્વાસ જો અસંતુલિત હોય તો આરોગ્ય ક્યારેય સંતુલિત હોઈ શકતું નથી. શ્વાસ આપણા શરીરમાં રંગોનું સંતુલન પેદા કરે છે. રંગ આરોગ્યના ઘટકો છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તથા નાડીતંત્રનો સંબંધ શ્વાસ સાથે છે. જ્યારે રંગોનું સંતુલન થાય છે ત્યારે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ સંતુલિત બને છે. રંગોનું સંતુલન નાડીતંત્રને પણ સ્વસ્થ રાખે છે. ઓક્સિજન અને લોહીની સૌથી વધુ આવશ્યકતા મસ્તિષ્કને રહે છે. તેને વીસ ટકા લોહી અને ઓક્સિજન જોઈએ છે. તેનો વાહક શ્વાસ છે. શ્વાસ જ સમગ્ર શરીરમાં ઓક્સિજન અને લોહીનું વિતરણ કરે છે. કાયોત્સર્ગ અને શ્વાસ શ્વાસ વિષયક અને પ્રયોગો છે - લયબદ્ધ શ્વાસ, દીર્ઘ શ્વાસ વગેરે. દીર્ધ શ્વાસ એટલે લાંબો શ્વાસ. કાયોત્સર્ગની પ્રક્રિયામાં ઠેરઠેર જણાવવામાં આવ્યું છે કે શ્વાસ મંદ કરો, નિઃશ્વાસ પણ મંદ કરો. શ્વાસની ગતિ નાની ન રાખો, લાંબી રાખો. દીર્ઘ શ્વાસ અને મંદ શ્વાસ બંને એક જ છે. શ્વાસ મંદ ન હોય તો કાયોત્સર્ગ સાધી શકાતો નથી. કાયોત્સર્ગમાં શ્વાસ મંદ હોય છે અને મંદ શ્વાસમાં જ કાયોત્સર્ગ થાય છે. ઝડપી શ્વાસમાં કાયોત્સર્ગ સફળ થતો નથી, શિથિલતા આવતી નથી. કાયોત્સર્ગનું પેરામીટર શ્વાસ છે. શ્વાસ સમ્યક્ હશે તો કાયોત્સર્ગ સમ્યક બનશે. જો શ્વાસ સમ્યફ નહિ હોય તો કાયોત્સર્ગ સમ્યક નહિ બને. ' ઓક્સિજનની પૂર્તિનું સાધન શ્વાસ છે અને તે શ્વાસ કે જે | દીર્ઘ હોય, મંદ હોય, લાંબો હોય. મસ્તિષ્ક અને શરીરને વિશ્રામ આપવાનું સાધન શ્વાસ છે. જે કાર્ય શામક ઔષધિઓ કરી શકતી નથી તે કાર્ય શ્વાસ કરી દે છે. શ્વાસની ગતિ બરાબર નહિ હોય તો કદાચ ઔષધિઓ વધતી જશે અને તેમની કાર્યશક્તિ ઘટતી જશે. મહાવીરનું આયalખ્ય * ૩૩ ", " રાજા - કિમ . . K L . . . . " . Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ શરીરમાં થાક હોય, મસ્તિષ્કમાં મૂંઝવણો હોય તો શ્વાસનો સમ્યફ પ્રયોગ કરો, આરામ મળશે. કોઈ ઘટનાને કારણે મસ્તિષ્ક જો અસ્તવ્યસ્ત થઈ ગયું હોય તો દસ મિનિટ માટે મંદ શ્વાસનો પ્રયોગ કરો, અસ્તવ્યસ્તતા ઓછી થઈ જશે. એવો અનુભવ થશે કે જાણે કોઈ શામક ઔષધિનો પ્રયોગ કરી લીધો હોય ! આવેગ અને શ્વાસ આવેગ, ઉત્તેજના વગેરેનું નિયંત્રણ શ્વાસ દ્વારા થઈ શકે છે. એ અનુભૂત તથ્ય છે કે જ્યારે આવેશ કે આવેગ આવે છે ત્યારે શ્વાસ અસંતુલિત બની જાય છે. શ્વાસને તીવ્ર કર્યા વગર અથવા તો અસંતુલિત કર્યા વગર કોઈ પણ સંવેગ આવી શકતો નથી. સંતુલિત અવસ્થામાં અથવા શ્વાસને સંતુલિત રાખીને કોઈપણ માણસ ક્રોધ કરી શકતો નથી. મંદ શ્વાસ કરતાં જ સંવેગો લુપ્ત થઈ જાય છે. ક્યારેક એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે આવેશ અથવા આવેગને કેવી રીતે ઘટાડવા ? તેના ઉપાય બે પ્રકારના છે – એક છે દીર્ઘકાલિક અને બીજો છે અલ્પકાલિક. અલ્પકાલિક ઉપાય એ છે કે જેવો ક્રોધ આવે કે તરત શ્વાસનો સંયમ કરો, શ્વાસને ક્ષણભર માટે રોકી દો. શ્વાસને રોકતાં જ કોઈ આવેશ – ભલે પછી તે આવેશ ક્રોધનો હોય કે કામવાસાનાનો હોય કે અન્ય કોઈ પણ સંવેગનો હોય - તે ટકી નહિ શકે. શ્વાસનો સંવર કરી લેવાથી કોઈ પણ આવેશની એ તાકાત નથી કે તે બહાર આવી શકે. તેથી આપણે શ્વાસ ઉપર ધ્યાન આપીએ. જો સંવેગનું સંતુલન અને મસ્તિષ્કનું નિયંત્રણ કરવું હોય તો શ્વાસસંયમ અત્યંત આવશ્યક છે. શ્વાસસંયમ લોહીના દબાણને પણ સંતુલિત કરે છે. દીર્ઘકાલિક ઉપાય છે – દીર્ઘશ્વાસપેક્ષાનો નિયમિત અભ્યાસ. આજે અનેક પ્રકારની થેરેપીઓ - ચિકિત્સાવિધિઓ પ્રચલિત બની છે. તેમના દ્વારા ચિકિત્સા કરવામાં આવે છે. આવશ્યકતા એ ! છે કે શ્વાસ - થેરેપીનો વિકાસ થાય અને રંગીન વ્યાસ દ્વારા રોગની ચિકિત્સા કરવામાં આવે. અનુસંધાન દ્વારા આ પ્રવિધિમાં અનેક નવી ક્ષિતિજો ખૂલી શકે છે અને અનેક થેરેપીઓ કરતાં આ થેરેપી અધિક ઉપયોગી પુરવાર થઈ શકે છે. રો તમારા પર, મહાવીરનું આયશાસ્ત્ર ૧ ૩૮ છે તે કોઈ પણ Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ રંગીન શ્વાસ લેવાનું શીખીએ પતંજલિએ કહ્યું કે - ઇન્દ્રિયો ઉપર ધ્યાન કરો તો બાહ્યસુખ મળવા લાગશે. જીભ ઉપર ધ્યાન કરો અને કોઈ સ્વાદની કલ્પના કરો. કલ્પિત સ્વાદ ભલે દ્રાક્ષનો હોય, સંતરાનો હોય - તે સ્વાદ મળવા લાગશે. મીઠાઈ ખાધા વગર મીઠાઈનો સ્વાદ આવવા લાગશે. બાહ્ય વિષયો લીધા વગર જ તેમનો સ્વાદ આવવા લાગશે. દેવતાઓ મનોભક્ષી હોય છે. તેઓ પદાર્થને ખાતા નથી. તેઓ તમામ રસોનો આસ્વાદ લે છે. માત્ર માનસિક સંકલ્પ દ્વારા એવો સ્વાદ આવવા લાગશે. દેવતાઓ એમ જ કરે છે. ભોજન વગર તેમનું શરીર પણ ચાલતું નથી. તેઓ એવા પુદ્ગલોને એકત્ર કરે છે. જો આપણે માનસિક પુગલો એકત્ર કરી શકીએ, શ્વાસની સાથે વર્ણ, ગંધ વગેરે પુદ્ગલો લઈ શકીએ તો એવો આહાર થઈ શકે છે. તેના દ્વારા જીવન ચાલી શકે છે. જો આપણે રંગીન શ્વાસ લેવાનું શીખી જઈએ તો અનેક અપેક્ષાઓની પૂર્તિ થઈ શકે છે. શ્વાસમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે તે અગાઉ પ્રતિપાદિત કરી દેવામાં આવ્યું છે. ભગવતી આગમમાં તેનું લાંબુ પ્રકરણ છે. શ્વાસ-માર્ગણામાં કહેવામાં આવ્યું છે કે શ્વાસમાં કાળો રંગ પણ છે, નીલો અને પીળો રંગ પણ છે, તમામ રંગો વિદ્યમાન છે. લોહીના દબાણ ઉપર નિયંત્રણ કરવામાં નીલા રંગનો પ્રયોગ થાય છે. લીવર-યકૃતને સ્વસ્થ કરવા માટે પીળા રંગનો પ્રયોગ થાય છે. આ પ્રયોગ દ્વારા લીવરમાં સુધારો થવા લાગે છે. શરીરના પ્રત્યેક અવયવનો પોતપોતાનો રંગ હોય છે. તે રંગ જ્યારે અસંતુલિત થઈ જાય છે ત્યારે તે અવયવ રોગગ્રસ્ત બની જાય છે. તે રંગની પૂર્તિ દ્વારા તે અવયવ ફરીથી શક્તિશાળી બની જાય છે. રંગોનું સમ્યફ જ્ઞાન આરોગ્યને પ્રગટ કરવામાં મુખ્ય ભૂમિકા | ભજવે છે. શ્વાસ અને આરોગ્યનો સંબંધ એટલો ગાઢ છે કે આજે તેના તરફ વિશેષ ધ્યાન આપવું આવશ્યક બન્યું છે. મહાવીરે એકેન્દ્રિય જીવોથી માંડીને પંચેન્દ્રિય જીવોના શ્વાસ વિષયક અનેક રહસ્યપૂર્ણ માહિતી આપી છે. પૃથ્વીકાય વગેરે સ્થાવર જીવોના શ્વાસનો ક્રમ શો હોય છે ? તેમની શ્વાસપ્રક્રિયાનું સૂક્ષ્મતમ અધ્યયન આગમોમાં રાજી મહાતીન , | માલિત વીમા કે, ન Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લિખિત છે. આજ સુધી તે દીર્ઘ પ્રકરણને દાર્શનિક અને તાત્ત્વિક દૃષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ આરોગ્યના સંદર્ભમાં તેના વિશે કોઈ વિચાર કરવામાં આવ્યો નથી. હકીકતમાં શ્વાસ શારીરિક, માનસિક અને ભાવાત્મક શુદ્ધિનું સાધન બની શકે છે. આ એક મહત્ત્વપૂર્ણ ચિકિત્સાપદ્ધતિ બની શકે છે. તેમાં દીર્ઘકાલિક અધ્યયન અને અનુસંધાન દ્વારા અનેક મહત્ત્વપૂર્ણ તથ્યો મળી શકે છે. આ એક પ્રભાવક ચિકિત્સાપદ્ધતિ બની શકે છે. અપેક્ષા છે આ સંભાવનાને સચ્ચાઈમાં બદલવાનો ઉપક્રમ. Jain Educationa International મહાવીરનું આોગ્યશાસ્ત્ર *70 For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ આહાર અને આરોગ્ય જીવન અને આહાર પર્યાયવાચક શબ્દ છે. આહાર છે તો જીવન છે અને જીવન છે તો આહાર છે. આહાર નથી તો જીવન પણ નથી. આરોગ્ય અને આહાર પર્યાયવાચક છે. આહારનો વિવેક ન હોય તો આરોગ્ય પણ નહિ હોય. જ્યાં આરોગ્ય છે ત્યાં નિશ્ચિતરૂપે આહારનો વિવેક હશે જ. આહાર અને અનશન સ્વસ્થ જીવન માટે ત્રણ વાતો આવશ્યક છે – આહાર, ઉત્સર્જન અને અનશન. આહાર અને અનશનને છૂટા પાડી શકાતા નથી. સ્વસ્થ રહેવા માટે જેટલું ધ્યાન આહાર તરફ આપવાનું હોય છે એટલું જ ધ્યાન અનશન તરફ પણ આપવાનું રહે છે. જો માત્ર આહાર ઉપર ધ્યાન આપીએ અને અનશન ઉપર ધ્યાન ન આપીએ તો આરોગ્ય દુર્લભ બની જશે. વર્તમાનમાં સંતુલિત ભોજનની રીતો પ્રકાશિત થાય છે. તેના આધારે સંતુલિત ભોજનનો પ્રયત્ન થાય છે. એટલું યાદ રાખવું જોઈએ કે દરેક ખાદ્યવસ્તુમાં અમૃતની સાથેસાથે ઝેર પણ હોય છે. કોઈ પણ વસ્તુ એવી નથી કે જેને આપણે માત્ર ઝેર અથવા માત્ર અમૃત કહી શકીએ. જે ઝેર છે તેમાં અમૃત પણ છે અને જે અમૃત છે તેમાં ઝેર પણ છે. - મહત્ત્વ ઉત્સર્જનનું - આરોગ્યનો સંબંધ માત્ર સંતુલિત ભોજન અને પોષકતત્ત્વોની દ પૂર્તિ સાથે જ નથી, પરંતુ તેની સાથે જમા થતા ઝેરના નિષ્કાસન સાથે પણ છે. ઉત્સર્જન ખૂબ મહત્ત્વપૂર્ણ છે. મહાવીરનું આરોગ્યણાસ્ત્ર * ૮૧ Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરે આહારપર્યાપ્તિનાં ત્રણ કાર્યો ગણાવ્યાં છે – ગ્રહણ, પરિણમન અને ઉત્સર્જન. આહારનું ગ્રહણ તેનું પરિણમનસાત્મીકરણ અને ઉત્સર્જન આ ત્રણ કાર્યો છે. ભોજનનો રસ બને છે, રક્ત બને છે – આ પરિણમન છે, સાત્મીકરણ છે. પરિણમન પછી ઉત્સર્જન થાય છે. ઉત્સર્જનનું કાર્ય માત્ર આંતરડાં જ નથી કરતાં, શરીરની પ્રત્યેક કોશિકા કરે છે. જો શરીરમાં એકત્રિત વિષનું સમુચિત ઉત્સર્જન ન થાય તો આરોગ્યની સમસ્યાઓને ઉકેલી શકાતી નથી. સંતુલિત ભોજનની વ્યાખ્યા - આધુનિક પોષણશાસ્ત્રના મત મુજબ જીવનમાં ક્ષારતત્ત્વો અને અમ્લીયતત્ત્વોનો સમાવેશ થવો જોઈએ. એશી ટકા ક્ષારતત્ત્વો અને વીસ ટકા અમ્લીયતત્ત્વો – એ સંતુલિત ભોજનની વ્યાખ્યા છે. અમ્લીયતત્ત્વો ઝેર પેદા કરે છે, તે અશ્લીકણોને છોડે છે, જેમનો શરીરના પ્રત્યેક ભાગમાં જમાવ થાય છે અને તે પોષકતત્ત્વોને પ્રભાવિત કરે છે. આ જમાવ ઝેરીલો બની જાય છે. જો તેનું નિષ્કાસના ન થાય તો આરોગ્ય બગડી જાય છે. શરીર સંચાલનનું મુખ્ય તત્ત્વ લોહી છે. તેના દ્વારા સમગ્ર તંત્ર સંચાલિત થાય છે. જ્યારે લોહીમાં અમ્લીયતત્ત્વ અધિક થઈ જાય છે ત્યારે તે ઝેરીલું બની જાય છે. તેના એકલાનાં ઝેરીલા બની જવાથી સમ્રગ શરીર તેનાથી પ્રભાવિત થાય છે. અમ્લીયતત્ત્વ ણાત્મક શક્તિ છે. ક્ષારતત્ત્વ ઘનાત્મક શક્તિ છે. બંને શક્તિઓ છે અને બંને જરૂરી છે. શરીર માટે અમ્લીયતત્ત્વની પણ જરૂર છે અને તેનો વધુ પ્રમાણમાં શરીરમાં જમાવ ન થાય, તેનું ઉત્સર્જન થાય તે માટે ક્ષારતત્ત્વો પણ જરૂરી છે. બંનેનો અનુપાત બરાબર થાય તે અપેક્ષિત છે. જો અનુપાત બરાબર નહિ થાય તો તેમને કાઢવા માટે અનશન-આહારત્યાગની આવશ્યકતા રહેશે. મહાશક્તિ છે અનાહાર ભગવાન મહાવીરે આહારના વિષયમાં જેટલું કહ્યું, તેનાથી વધુ અનાહાર વિશે કહ્યું. આહાર આપણી શક્તિ છે તો અનાહાર મહાશક્તિ છે. આપણે જોઈએ છીએ કે જે વ્યક્તિ અનશન કરે છે, સંથારો કરે છે, માવજીવન અન્ન-પાણીનો પરિત્યાગ કરે છે અને Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ તે એવી અવસ્થાએ કરે છે કે જાણે તેઓ આ સંસારમાં દસ-વીસ કલાકના મહેમાન હોય તથા અસાધ્ય બીમારીની અવસ્થામાં એવું કરે છે. અનશન કર્યા પછી તેઓ દસ-વીસ દિવસ જીવે છે અને તે સ્વસ્થતાનો અનુભવ કરતાં-કરતાં જીવે છે. તેમની બીમારીનું દૂર થઈ જવું, આંખોની જ્યોતિ પુનઃ પાછી આવવી, બોલી ન શકવાની સ્થિતિમાંથી છૂટીને બોલવા માડવું, શરીરમાં ચમકનો પાદુર્ભાવ જેવી અનેક સ્થિતિઓ અનશન દ્વારા ઘટે છે. આવું એટલા માટે થાય છે કે શરીરમાં જે વિજાતીય તત્ત્વો જમા હતાં, તેમનું રેચન શરૂ થઈ જાય છે. જેટલું વિજાતીય તત્ત્વોનું રેચન થાય છે, એટલી શરીરના અવયવોની શક્તિ વધી જાય છે. શરીરશાસ્ત્રના મત મુજબ એમ માનવામાં આવે છે કે માણસનાં ફેફસાંમાં, હૃદય અને કિડનીમાં ત્રણસો વર્ષ સુધી કાર્ય કરવાની શક્તિ છે, ક્ષમતા છે. આજે પણ તે અવયવો એટલા સમય સુધી કાર્ય કરવા માટે શક્તિ-સંપન્ન છે, પરંતુ તેમની શક્તિના ક્ષયનું એક મુખ્ય કારણ બને છે – આહાર. હિતાહાર : મિતાહાર ભગવાન મહાવીરે આધુનિક શરીરશાસ્ત્રી અને પોષણશાસ્ત્રીની જેમ એવું વિશ્લેષણ નથી કર્યું કે શરીરના પોષણ માટે કેટલું વિટામીન, કેટલું લવણ, કેટલો ક્ષાર જોઈએ; પરંતુ તેમણે આહાર બાબતે બે મહત્ત્વપૂર્ણ શબ્દો આપ્યા – હિતાહાર અને મિતાહાર. જે વ્યક્તિ હિતકર આહાર લે છે, જે વ્યક્તિ મિતભોજી હોય છે તે સ્વસ્થ રહે છે. તેની ચિકિત્સા માટે વૈદ્યની જરૂર પડતી નથી. તે પોતાની ચિકિત્સા પોતે જ કરી લે છે. તે પોતે જ પોતાનો વૈદ્ય છે. જો કે આહાર વિષયક આ બંને શબ્દો મુનિ માટે પ્રયોજવામાં આવ્યા છે, પરંતુ આ બંને શબ્દો પ્રત્યેક મનુષ્ય માટે લાગુ પડે છે. આજના શરીરશાસ્ત્રીઓ પણ આ વિષયને સમર્થન આપે છે. તેઓ કહે છે કે વ્યક્તિએ દરરોજ દૂધ, દહીં, ઘી, માખણ, મીઠાઈઓ ખાવાં ન જોઈએ. આ પદાર્થો હિતકર નથી. તે અમ્લતા પેદા કરનારા છે, આ ઝેર પેદા કરનારા છે. તેમનું દરરોજ સેવન કરવાથી ઝેરનો સંગ્રહ તે થાય છે અને તે ઝેર રોગનું મૂળ છે, જડ છે. ક્યારેક ક્યારેક આપણ " પદાર્થોને છોડવા પણ જોઈએ. આજના ચિકિત્સકો ઔષધિની સાથે શકાગ મહાવીરનું આરોહમાયા ૮૧માં છે. --- Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ સાથે એવો નિર્દેશ પણ આપે છે કે ઘી, ખાંડ બંધ કરો, દૂધ વધુ પ્રમાણમાં ન લો, પ્રાણીજ ચીજો ઓછી લો વગેરે. તેનું તાત્પર્ય એ જ છે કે ભોજન જેટલું ભારે હશે તેટલું આયુષ્ય ઓછું હશે અને આરોગ્ય પણ બગડતું જશે. આહાર કેવો હોવો જોઈએ મુનિની આહારચર્યા બાબતે એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે શું મુનિએ સર્વથા લુખ્ખો આહાર જ લેવો જોઈએ અથવા સર્વથા ચીકણો આહાર જ લેવો જોઈએ ? સમાધાનમાં એમ કહેવામાં આવ્યું કે મુનિએ ક્યારેક લુખ્ખો અને ક્યારેક ચીકણો આહાર લેવો જોઈએ. જો તેણે પોતાની મેધા દ્વારા કામ લેવું હોય, આરોગ્યને બરાબર જાળવવું હોય, મૂત્ર-તંત્રને સ્વસ્થ રાખવું હોય તો ચીકણો આહાર લેવો જોઈએ. પરંતુ જો નિરંતર સ્નિગ્ધ આહાર લેવામાં આવે તો અનેક બીમારીઓ ઉત્પન્ન થઈ જશે. માનસિક રોગ તથા કામુકતાની સમસ્યાઓ ઊભી થશે. જો માત્ર લુઓ આહાર જ નિરંતર લેવામાં આવશે તો આરોગ્ય બગડશે તથા વારંવાર પ્રશ્રવણ કરવું પડશે, મૂત્રનો અવરોધ પેદા થશે. સ્વાધ્યાય વગેરેમાં અનેક વિગ્નો પેદા થશે. સ્નિગ્ધ આહારના નિરંતર સેવનથી વિકૃતિ વધે છે તો લુખ્ખા આહારના નિરંતર સેવનથી ક્રોધ, ચિડીયાપણું વધે છે. બંનેનું સંતુલન જાળવી રાખો – ક્યારેક સ્નિગ્ધ આહાર લો અને ક્યારેક લુઓ આહાર લો. આ આશયનો પ્રતિનિધિ શબ્દ છે – (અભિખ્ખણ નિશ્વિગંઇગયા અ)- વારંવાર વિગય-સ્નિગ્ધ આહારનો ત્યાગ કરવો. ઉપવાસ જૈન પરંપરા સંમત બાર પ્રકારની તપસ્યાઓ પૈકી પ્રથમ ચાર અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ અને રસ-પરિત્યાગ – પણ છે અને તે આરોગ્યનાં સૂત્રો પણ છે. અનશનનો અર્થ માત્ર ઉપવાસ વગેરે કરવાનો જ નથી.] અમેરિકન ડૉક્ટર સેલ્ટને આહાર-ચિકિત્સા વિશે જે કાર્ય કર્યું છે, તે આરોગ્યનો સિદ્ધાંત છે. તેમણે કહ્યું કે આહારને કારણે વિષ જમા થાય છે. જો વિષને શરીરની બહાર કાઢવામાં ન આવે તો આરોગ્ય છે બગડી જાય છે. શરીરના વિજાતીય પદાર્થોના નિષ્કાસનનો એકમાત્ર મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + ૮૪ લાખ માધlt આરાણાયામ રાજા દિપોવાળાTM , છે . Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ઉપાય છે – ઉપવાસ. ઉપવાસથી પાચનતંત્રને વિશ્રામ મળે છે. જ્યારે તેને વિશ્રામ નથી મળતો ત્યારે તે પોતાનું કાર્ય પૂરું કરી શકતું નથી. સમગ્ર શરીર તેનાથી પ્રભાવિત થાય છે. જીવનનો આધાર પાચનતંત્ર છે. સામાન્ય રીતે શ્વસનતંત્રને મહત્ત્વ આપવામાં આવે છે, પરંતુ શ્વસનતંત્રની સ્વસ્થતાનું કારણ શું છે તે તરફ ધ્યાન જતું નથી. પાચનતંત્ર બરાબર ન હોય તો શ્વાસની બીમારી થઈ જાય છે. શ્વાસને પાચનતંત્ર જ પ્રભાવિત કરે છે. પાચનતંત્ર, આમાશય, પક્વાશય, લિવર, પ્લીહા વગેરે જો બરાબર કાર્ય કરતાં હોય તો આરોગ્ય જળવાઈ રહે છે અને જો શરીરના આ અવયવો બરાબર નહિ હોય તો આરોગ્યની ઈચ્છા વ્યર્થ છે. પેન્ક્રિયાજ બરાબર ન હોય તો આરોગ્ય નહિ રહે. એક ભાઈએ કહ્યું કે મારો નાનો ભાઈ મૃત્યુ પામ્યો. તેને માત્ર ડાયાબિટિશની બીમારી હતી. તેણે આ સહજ રૂપે કહ્યું. તે એ સમજ્યો કે ડાયાબિટિશની બીમારી તમામ બીમારીઓનું મૂળ છે. તે અન્યાન્ય બીમારીઓને માટે આમંત્રણ છે. તેનાથી કિડની નબળી પડે છે, સમગ્ર શરીર ખોખલું બને છે. ઊણોદરી જે લોકો ઉપવાસ ન કરતા હોય તેમણે ઊણોદરી કરવી જોઈએ. ઊણોદરી એટલે ભૂખ હોય તેના કરતાં ઓછું ખાવું. ઇતિહાસ આ વાતનો સાક્ષી છે કે ઓછું ખાનારા લોકો સ્વસ્થ રહેતા હતા. દીર્ધાયુ હતા. ઠાંસી ઠાંસીને ખાનારા લોકો બીમાર પડતા હતા, અલ્પ આયુષ્યમાં મૃત્યુ પામતા હતા. ઊણોદરી પણ ઉપવાસ કરતાં ઓછા મહત્ત્વની નથી. અલ્પાહાર આરોગ્યનું બહુ મોટું સૂત્ર છે. પ્રાચીન સમયમાં નાસ્તો કરવાની પ્રથા નહોતી. આજે તેનું વિશેષ પ્રચલન જોવા મળે છે, પરંતુ આજે એક આંદોલન ચાલી રહ્યું છે કે નાસ્તો ન કરો. સ્વસ્થ રહેવું હોય તો નાસ્તો છોડી દો. [‘એગભd ચ ભોયણ” – એક વખત ભોજન કરો તો બીમારીઓ નહિ આવે. મહાવીરના કષ્ટસહન કરવા પાછળ આહારવિવેક મુખ્ય હતો. - અલ્પાહાર દ્વારા શક્તિનો સંચય થાય છે. શક્તિનો વ્યય ઓછો થાય છે. નાભિની આસપાસ પ્રાણઊર્જા પેદા થાય છે. તેને હઠયોગમાં “સમાનપ્રાણ” કહે છે. નાભિ કેન્દ્ર પ્રાણઊર્જા પેદા કરવાનું કેન્દ્ર છે. - આ ઊર્જા શરીરના સંચાલનનું મુખ્ય તત્ત્વ છે. અધિક ભોજન કરનાર છે. તે મહાવીર હર C: Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિમાં ઊર્જા ઘટી જાય છે. અધિક ભોજન અને કબજિયાત એ બંનેને ગઠબંધન છે. લોકો સામાન્ય રીતે એમ વિચારે છે કે વધુ ભોજન કરવાથી કબજિયાત દૂર થશે, પરંતુ એ ખ્યાલ ખોટો છે. તેનું કારણ એ છે કે ભોજન પચતું નથી, કાચો રસ બને છે. તેનું નિષ્કાસન કઠિન બને છે. તેના કારણે અનેક બીમારીઓ - સુસ્તી, મનની ઉદાસી, ગભરામણ વગેરે પેદા થાય છે. ભગવાન મહાવી૨ે તે સમયની ભાષામાં જણાવ્યું કે, એક સ્વસ્થ માણસનો આહાર બત્રીસ કોળિયાનો હોય છે. તેનાથી એક કોળિયો, બે કોળિયા ઓછા ખાવા તે ઊણોદરી છે. ઊણોદરીના પણ અનેક પ્રકાર છે. વૃત્તિ-સંક્ષેપ તપસ્યા અથવા આરોગ્યનું ત્રીજું સાધન વૃત્તિ-સંક્ષેપ છે. જૈન પરંપરામાં આ પ્રવૃત્તિ વિશેષ પ્રચલિત છે. દ્રવ્યોના વિવિધ પ્રકારથી પરિસીમન કરવામાં આવે છે. આજે હું પાંચ દ્રવ્યોથી વિશેષ નહિ ખાઉં. આજે હું અમુક અમુક દ્રવ્યો નહિ ખાઉં. આજે હું માત્ર એક જ દ્રવ્ય ખાઈશ, અમુક ઘર સિવાય ક્યાંય કશું જ નહિ ખાઉં – નહિ પીઉં વગેરે. આમ વૃત્તિ-સંક્ષેપ દ્વારા અનેક બીમારીઓથી બચી શકાય છે. રસ-પરિત્યાગ આરોગ્યનું ચોથું સાધન રસ-પરિત્યાગ - રસોનું વર્જન – છે. રસોનું સેવન દ૨૨ોજ ન કરો. ક્યારેક કરો અને ક્યારેક છોડો, આ સંતુલન થકી શરીરની પુષ્ટિ જળવાઈ રહેશે અને વિજાતીય તત્ત્વનું નિષ્કાસન પણ સરળતાથી થતું રહેશે. આપણા ધર્મ સંઘમાં વિગયવર્જનની વ્યવસ્થા છે. આઠમ, ચૌદશ તથા અન્યાન્ય તિથિઓના દિવસે વિગયનું વર્જન કરો. ઔષધિનું સેવન કર્યું હોય ત્યારે વિગયનું વર્જન કરો વગેરે. આ રસ-પરિત્યાગની એક વિધિ છે. પ્રાણઊર્જાનો વ્યય રોકો તપસ્યાના પ્રારંભિક ચાર પ્રકારનાં સાધનો છે. તેમનો દિ પ્રયોગ કરવાથી બીજા ચિકિત્સકોની જરૂર પડતી નથી. વ્યક્તિ પાંત મનવીનું સેયશાસ્ત્ર + (S Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ જ પોતાનો ચિકિત્સક બની જાય છે. અલ્પાહારી અથવા મિતાહારી વ્યક્તિ બીમાર નથી પડતી અથવા હંમેશાં સ્વસ્થ રહે છે એમ વાત નથી. બીમારીનાં બીજાં પણ અનેક કારણો છે. બહારનું વાતાવરણ, ઋતુ અથવા જીવાણુ, વાયરસ વગેરે અનેક કારણો છે, જે રોગ પેદા કરે છે. રોગ-નિરોધક શક્તિની ઊણપને કારણે પણ રોગ પેદા થાય છે. રોગ પ્રતિરોધક શક્તિ વધારવા માટે ઉપવાસ, ઊણોદરી વગેરે ચોક્કસ ઉપાયો છે. અધિક ભોજનથી ઊર્જાનો વ્યય અધિક થાય છે. ઊર્જાને બચાવવી એટલે પોતાની શક્તિને બચાવવી. જૈન પરંપરામાં નવકારશી, પૌરુષી, પુરિમઢ, એકાસણુ, ઉપવાસ, દસ પ્રત્યાખ્યાન વગેરે અનેક પ્રકારનાં તપ પ્રચલિત છે. આ તમામ તપો ઊર્જાના વધુ પડતા વ્યયને રોકવાના અથવા ઊર્જાને બચાવવાના પ્રયોગ છે. આયુર્વેદના મત મુજબ એમ માનવામાં આવે છે કે સવારે દસ વાગ્યા સુધી કફનો પ્રભાવ રહે છે અને ત્યાર પછી પિત્તનો પ્રભાવ વધે છે. કફના પ્રભાવકાળમાં ગૃહીત ભોજન, નાસ્તો વગેરેનું પાચન બરાબર થતું નથી. પિત્તનો પ્રારંભ દસ વાગે થાય છે અને તેની પૂર્ણતા બાર વાગે થાય છે. તેથી જૈન આગમોમાં જે “એકજં ચ ભોયણું” કહેવામાં આવ્યું છે તે વૈજ્ઞાનિક તથ્ય છે. આજે ભોજનશાસ્ત્રીઓ કહે છે કે નાસ્તો લેશો જ નહિ. જો લેવો જ હોય તો ઓછી માત્રામાં માત્ર તરલ પદાર્થો દૂધ વગેરે લો. અન્ય ભારે પદાર્થો ન લો, મીઠાઈઓ ન લો. આચાર્ય હેમચંદ્ર યોગશાસ્ત્રમાં લખ્યું છે કે (અસ્તગતે દિવાનાથે) – સૂર્ય અસ્ત થવાથી પાચનતંત્ર નિષ્ક્રિય બની જાય છે. ઊર્જાનો સૌથી મોટો સ્રોત સૂર્ય છે. તેની હયાતીમાં પ્રાણતંત્ર, ઊર્જાતંત્ર વગેરે સક્રિય રહે છે. સૂર્ય અસ્ત થતાં જ આ તમામ તંત્ર નિષ્ક્રિય થવા લાગે છે. તેથી તે સમય ભોજન માટે યોગ્ય નથી. ખાધેલા ભોજનનો રસ બનતો નથી. તે અનારોગ્યપ્રદ બને છે. પ્રાતઃરાશ અથવા નાસ્તા માટે પ્રાકૃત ભાષામાં શબ્દ છે – આ પઢમાલિયા. અપવાદની સ્થિતિમાં નાસ્તાનું વિધાન છે. સામાન્ય તે સ્થિતિમાં મુનિ માટે દિવસમાં માત્ર એક જ વખત ભોજન કરવાનું વિધાન છે. ઓછી વખત ભોજન કરવાથી અમલીય પદાર્થોનો સંચય મહાવમાં આપણાત્ર વદ ૮ ૮૩ ડર કે કિશોરી 3 કે 1/ TAT , N o n w.. i .. ? Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ થતો નથી, વિષ સંચિત થતું નથી. માણસ સ્વસ્થ રહે છે. આ સહજ વિધિ છોડીને માણસો દવાઓની શરણાગતિ લે છે, પરંતુ દવાઓ ખાસ સફળ થતી નથી. મોક-પ્રતિમા : શુદ્ધીકરણની પદ્ધતિ પ્રાચીન જૈન સાહિત્યમાં ‘મોક-પ્રતિમા’નું વિવરણ મળે છે. તેનું તાત્પર્ય મૂત્રચિકિત્સાની પદ્ધતિ છે. તે બીમારીના શુદ્ધીકરણની પ્રક્રિયા છે. જેટલું મહત્ત્વ આહારનું છે એટલું જ મહત્ત્વ ઉત્સર્જનનું છે, ઉત્સર્જનનો અર્થ માત્ર મળનું ઉત્સર્જન જ નથી, પરંતુ કોશિકાઓમાં સંચિત સૂક્ષ્મ મળનું નિષ્કાસન પણ છે. આ નિષ્કાસન અનાહાર દ્વારા જ શક્ય છે. આહારનો વિવેક, ઉત્સર્જન અને અનાહાર આ ત્રણેય બાબતો આરોગ્યનાં મૂળ સાધનો છે. સંતુલિત ભોજન માત્રથી આરોગ્ય સારું રહી શકતું નથી. તેની સાથે સાથે અનશનની વાતને જોડીને જ આપણે આરોગ્ય પ્રાપ્ત કરી શકીશું. આજના પોષણશાસ્ત્રીઓ તથા મહાવીરનાં આરોગ્ય સૂત્રો - બંનેને નજર સામે રાખીને જીવનચર્યા ચલાવીશું તો આરોગ્ય પ્રાપ્ત થશે. આહાર અને આરોગ્યને ભિન્નાર્થક માની શકાતાં નથી, તે બંને એકાર્થક બની જાય છે. Jain Educationa International કે મહાવીનું આàયશાસ્ત્ર For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ યોગાસન અને આરોગ્ય - - ભગવાન મહાવીરે તપસ્યાના બાર પ્રકાર બતાવ્યા છે. તેમાં એક પ્રકાર કાયક્લેશ છે. કાયક્લેશનો શબ્દાર્થ અને તાત્પર્યાર્થ છે – કાયસિદ્ધિ, કાયાને સાધવી. જ્યાં કાયસિદ્ધિનો પ્રશ્ન હોય ત્યાં આસનની અનિવાર્યતા હોય છે. એમ માનવામાં આવે છે કે આસનોનો અધિક વિસ્તાર ગોરખનાથે કર્યો હતો, પરંતુ ભગવાન મહાવીર ગોરખનાથની પૂર્વે થયા હતા. મહાવીરે આસનોનું વિસ્તારથી વર્ણન કર્યું છે.તેમણે માત્ર વર્ણન જ નથી કર્યું, પોતે અનેક પ્રયોગો પણ કર્યા હતા. તેમનું એક સૂત્ર છે – શ્રમણ-નિગ્રંથ માટે પાંચ સ્થાન સદા વર્ણિત, કીર્તિત, પ્રશસ્ત અને અભ્યનુજ્ઞાત છે. gસ્થાનાયતિક gઉટુકાસનિક Uપ્રતિમા સ્થાયી gવીરાસનિક ઉનૈષધિક કાયસિદ્ધિ અને આરોગ્ય આ પાંચ સ્થાનોની પૃષ્ઠભૂમિમાં સાધનાનો દૃષ્ટિકોણ છે, ! છે પરંતુ આરોગ્યની દૃષ્ટિકોણ નથી એમ કહી શકાશે નહિ. જ્યાં આ કાયસિદ્ધિનો પ્રશ્ન હોય ત્યાં આરોગ્ય જરૂરી છે. આરોગ્ય વગર આ કાયસિદ્ધિ શક્ય નથી. એક કલાક, બે અથવા ત્રણ કલાક એક જ થી આસનમાં બેસવું, જેવી રીતે ગાય દોહતી વખતે માણસ બેસે છે, . . મહાવીરનું આમેયણાત્ર ૮E. . . ર કે ' જ ' રી : આ . કે, આજે છે તો Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ તેવી મુદ્રામાં આખી રાત બેસી રહેવું, ઊકરૂં આસનમાં આખી રાત રહેવું –“એ આરોગ્ય વગર શક્ય નથી. જો આરોગ્ય સારું હોય તો વ્યક્તિ ઊકરૂં આસનમાં ચાર પ્રહર સુધી બેસી શકે છે, છ પ્રહર સુધી બેસી શકે છે. એવું વિધાન થયું કે મુનિએ ખુલ્લી જમીન ઉપર ન બેસવું. આસન પાથરીને બેસવું અથવા ઊકડું આસનમાં જ બેસવું. જેની પાસે આસન ન હોય તે ઊકહૂં આસનમાં જ પૃથ્વી ઉપર બેસે. આ આસનમાં લાંબા સમય સુધી બેસવાનું કેટલું બધું મુશ્કેલ છે ! આ આસનનું વિધાન શરીરને સાધવાની દૃષ્ટિએ ક૨વામાં આવ્યું છે. એમ કહેવાય છે કે શરીરને સાધો, તેને એટલું બધું સાધો કે તે તમને પજવે નહિ, કોઈ કષ્ટ પેદા ન કરે. આરોગ્ય માટે ત્રણ અનિવાર્ય શરતો માનવામાં આવી છે : 1 મસ્તિષ્કની આર્દ્રતા બરાબર જળવાઈ રહેવી જોઈએ. જે મસ્તિષ્કીય મજ્જા છે, ગ્રે-મૈટર છે, તેમાં સૂકાપણું ન આવવું જોઈએ. 7 સુષુમ્મા અથવા કરોડરજ્જુ લચીલો રહેવો જોઈએ. સુષુમ્હાનો ભાગ જેટલો લચીલો હશે એટલું જ આરોગ્ય સારું રહેશે. 1 અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સ્રાવ સંતુલિત રહેવો જોઈએ. આ ત્રણ બાબતો હોય તો માણસ આરોગ્યની બાબતે નિશ્ચિંત રહી શકે છે. જરૂરી છે સ્નાયવિક તનાવ સ્નાયવિક તનાવ આપવો એ પણ ખૂબ જરૂરી બને છે. જો સ્નાયવિક તનાવ અથવા ખેંચાણ આપવામાં ન આવે તો સ્નાયવિક સંતુલન સમ્યક્ રહી શકતું નથી. ભલે હાથના સ્નાયુ હોય, પગના સ્નાયુ હોય કે ગરદનના સ્નાયુ હોય, જો તેમને ખેંચાણ અથવા શ્રમ આપવામાં ન આવે તો તે અવયવો નકામા બની જશે. હાથને ખેંચાણ ન આપીએ તો તે અકડાઈ જશે. જો પગના સ્નાયુઓને ખેંચાણ આપવામાં ન આવે તો ઘૂંટણનો દુખાવો, સંધિવા વગેરે પોતાનું ઘર બનાવી લેશે. વર્તમાનમાં ફિજિયોથેરેપીનો જે પ્રકલ્પ મેડિકલ સાયન્સ સાથે જોડાયો છે, મોટી મોટી હોસ્પિટલોમાં તેના વિભાગો ખૂલ્યા છે તેનો પ્રયોગ આ જ છે આસન કરો, વ્યાયામ કરો, કોઈ ને કોઈ કસરત અવશ્ય કરો. મલીનું આયશાસ્ત્ર ઇ Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ કહેવામાં આવે છે કે જો આસન-વ્યાયામ નહિ કરો તો બીમારી વધતી જશે. જો ઘૂંટણનો દુખાવો હોય તો નિરંતર વ્યાયામ કરો નહિતર બીમારીની ગંભીરતા વધતી જશે. પૂજ્ય ગુરુદેવના મોટાભાઈ મુનિશ્રી ચંપાલાલજી દક્ષિણ ભારતની યાત્રાએ હતા. તેમને ઘૂંટણમાં દુખાવો શરૂ થયો. સુપ્રસિદ્ધ અસ્થિચિકિત્સક ડૉ. ઢોલકિયાને બતાવ્યું, કહ્યું, કે ચૂંટણીમાં પીડા છે, યાત્રા કરવી કે ન કરવી ? ડૉ. ઢોલકિયાએ કહ્યું કે, મુનિશ્રી ! આપ યાત્રા બંધ ન કરશો, જ્યાં સુધી આપ ચાલતા રહેશો, આ સ્નાયુઓ ઉપર દબાણ પડતું રહેશે ત્યાં સુધી આપ ચાલી શકશો. જે દિવસે આપ ચાલવાનું બંધ કરી દેશો તે દિવસથી આપ ક્યારેય ચાલી નહિ શકો ... આ સ્નાયવિક તનાવ સમગ્ર શરીર માટે આવશ્યક છે. આસન અને વ્યાયામ શરીરના પ્રત્યેક અવયવને સક્રિય બનાવી દે છે. આસનનું વિધાન શા માટે? ભગવાન મહાવીરે જે આસનોનું વર્ણન કર્યું, તેમાં અલગ અલગ પ્રકારના સ્નાયવિક તનાવ થાય છે. એક આસન દંડાયતિક - સીધા બેસીને પગને લાંબો કરીને ખેંચાણ પેદા કરવાનું છે. બીજું આસન છે ઉત્તાનશયન – સીધા સૂઈ જવું. બીજું એક આસન છે અવમશયન – ઊંધા સૂઈ જવું. અન્ય એક આસન છે પાર્શ્વશયન - ડાબી બાજુ અને જમણી બાજુ સૂઈ જવું. આ રીતે અનેક પ્રકારનાં આસનો બતાવવામાં આવ્યાં છે, જેમાં નિર્જરા છે, આત્માનું શુદ્ધીકરણ છે, ગ્રંથિઓનું શુદ્ધીકરણ છે અને તેની સાથોસાથ આરોગ્યની દૃષ્ટિકોણ પણ છે. જો આરોગ્યની દૃષ્ટિકોણ ન હોત તો આસનોના આટલા બધા પ્રકારો શા માટે બતાવવામાં આવ્યા હોત ? નિર્જરા અને આત્મશોધન એક આસન દ્વારા પણ થઈ શક્યા હોત. જો એક ગોદોહિકા આસન કરવામાં આવે તો પ્રચુર નિર્જરા થઈ જાય છે. વિવિધ આસનોનું પ્રતિપાદન શા માટે કરવામાં આવ્યું ? કાયોત્સર્ગનું 1 વિધાન શા માટે કરવામાં આવ્યું ? તેની પૃષ્ઠભૂમિમાં આરોગ્યનો - દૃષ્ટિકોણ પ્રબળ સ્વરૂપે છે. કોઈ મુનિ માટે અન્યાન્ય ચિકિત્સાઓ - જટિલ બને છે. આવા સંજોગોમાં તે સ્વસ્થ રહે તે માટે આરોગ્યના - સંદર્ભમાં અનેક પ્રકારનાં આસનોનું વિધાન કરવામાં આવ્યું. કરી મહાવીરનું આયla ના ૧ I ! * * * * * Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ કાયક્લેશનો અર્થ આસનના સંદર્ભમાં કાયકલેશ શબ્દોનો પ્રયોગ જોવા મળે છે. પ્રશ્ન એ છે કે કાયકલેશનો અર્થ શો છે ? આ શબ્દનો અર્થ પણ સમ્યક રૂપે પકડાયો નથી. આપણે કાયક્લેશ શબ્દનો અર્થ શરીરને કષ્ટ આપવું એવો સમજીએ છીએ. હકીકતમાં તેનો અર્થ શરીરને કષ્ટ આપવાનો નથી. તેનો ખરો અર્થ છે – શરીરને અવરોધવું, શરીરને સાધી લેવું. શરીરને એટલું બધું સાધી લેવું કે દસ દિવસ સુધી ઊભા રહેવાનું આવે તો પણ કોઈ મુશ્કેલીનો અનુભવ ન થાય. દસ દિવસ સુધી સૂતાં સૂતાં કાયોત્સર્ગ કરવાનો હોય તો પણ કોઈ મુશ્કેલીનો અનુભવ ન થાય. અનેક દિવસો સુધી એક જ આસનમાં બેસી રહીએ તો પણ કોઈ મુશ્કેલી ન નડે. શરીરને એટલું બધું સાધી લેવું, સ્નાયુઓને એટલા બધા લચીલા બનાવી દેવા, સ્નાયુતંત્ર સાથે જોડાયેલી માંસપેશિઓ અને પેશિઓ વચ્ચે એટલું સંતુલન સાધી લેવું કે શરીર ક્યાંય કશો અવરોધ ઊભો ન કરે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને આસન આસનની સાથે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને પણ ગાઢ સંબંધ છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું કાર્ય જેટલું સારું હોય છે, તેટલો માણસ સ્વસ્થ રહે છે. આપણી સમક્ષ માત્ર શારીરિક આરોગ્યનો જ પ્રશ્ન નથી, માનસિક અને ભાવાત્મક આરોગ્યનો પ્રશ્ન પણ છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું સંતુલન બરાબર જળવાય તો મન પણ સ્વસ્થ રહે છે, ભાવનાઓ પણ સ્વસ્થ રહે છે અને શરીર તો સ્વસ્થ રહે જ છે. એક ગ્રંથિ છે – થાઈરોઈડ. ત્યાંથી બોલવા-ચાલવાની સમગ્ર ક્રિયા થાય છે. ચયાપચયની ક્રિયા થાય છે. આરોગ્ય સાથે આ ગ્રંથિને વિશેષ સંબંધ છે. અનેક લોકો થાઈરોઈડની સમસ્યાથી ઘેરાયેલા રહે છે. અનેક લોકો આ ભોગવે છે. કોઈ વ્યક્તિની થાઈરોઈડ ગ્લેન્ડ વધુ પડતી એક્ટિવ હોય છે તો કોઈ વ્યક્તિની થાઈરોઈડ ગ્લેન્ડ વધુI પડતી અન-એક્ટિવ હોય છે. જો સર્વાંગાસનનો વિધિવત પ્રયોગ કરવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ મળી શકે છે. પ્રેક્ષાધ્યાનની શિબિરોમાં અનેક વ્યક્તિઓને આ પ્રયોગ કરાવવામાં આવ્યો. થાઈરોઈડની સમસ્યા દૂર થઈ ગઈ. થોડાંક વર્ષો પહેલાંની ઘટના છે. શા છે કે , આ શો ' . i k , , , ' ', ' : સામા છે, પણ મા મહાવીરનું આર્યાવશાઓ Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદમાં પ્રેક્ષાધ્યાનની શિબિર ચાલી રહી હતી. એક મહિલાએ કહ્યું કે, મહારાજ ! થાઈરોઈડનો સ્રાવ સંતુલિત અને નિયમિત નથી. મેં ઘણી બધી ચિકિત્સા કરાવી પરંતુ કોઈ ઉકેલ મળ્યો નથી. તે મહિલાને શિબિરમાં કેટલાક પ્રયોગો કરાવવામાં આવ્યાં. મહિલાએ આરોગ્યનો અનુભવ કર્યો. તેણે કહ્યું કે, થાઈરોક્સિનના સ્ત્રાવને સંતુલિત કરવાની ચાવી મારા હાથમાં આવી ગઈ છે. તેણે આ પ્રયોગ દ્વારા ઘણો બધો લાભ મેળવ્યો. રક્તાભિસરણ અને આસન આરોગ્યનું એક બહુ મોટું કારણ રક્તાભિસરણ (રૂધિરાભિસરણ) છે. જો આપણા શરીરમાં લોહીનો સંચાર બરાબર થતો હોય તો કોઈ અવયવમાં દર્દકે પીડા થશે નહિ. જેટલો રક્તસંચાર ઓછો તેટલી પીડા વધુ હશે. જેટલો રક્તસંચાર સંતુલિત હશે તેટલો પીડાનો અભાવ હશે. એમ પણ કહી શકાય કે લોહીના સંચારની અલ્પતા એટલે પીડા. જ્યાં રક્ત જામી જતું હોય છે, આગળ સરકી શકતું નથી ત્યાં પીડા પેદા થાય છે. યોગ્ય રક્તાભિસરણમાં આસનનો બહુ મોટો ઉપયોગ છે. રક્તસંચારની જે પ્રણાલી છે, તેને આસન સમ્યક્ બનાવે છે. તે રક્તનું શુદ્ધીકરણ પણ કરે છે. આસન અને જૈન આગમ હઠયોગમાં આસનનું ખૂબ વર્ણન છે. શરીરશાસ્ત્રમાં પણ આસનનું વિવેચન કરવામાં આવ્યું છે. બૌદ્ધ સાધનાપદ્ધતિમાં આસનનો નિષેધ પણ કરવામાં આવે છે. વિપશ્યનાની શિબિરોમાં આસનનો નિષેધ કરવામાં આવે છે. પ્રેક્ષાધ્યાનની શિબિરમાં સૌ પ્રથમ આસનના પ્રયોગો કરાવવામાં આવે છે. ડૉ. નથમલ ટાટિયા કે જેઓ બૌદ્ધ દર્શનના લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાન છે, તેમણે કહ્યું કે પ્રેક્ષાધ્યાનમાં આસનોનો જે પ્રયોગ ચાલી રહ્યો છે તે હઠ યોગમાંથી Tલેવામાં આવ્યો છે. મેં કહ્યું કે, જ્યાંથી પણ સારી ચીજ મળતી હોય - ત્યાંથી આપણે લઈ શકીએ છીએ, પરંતુ જૈન આગમ સાહિત્યમાં - એક જગાએ નહિ, અનેક જગાએ આસનોનું વિસ્તારથી વર્ણન થયેલું જોવા મળે છે. ધ્યાન કરવું હોય તો કયા આસનમાં કરવું? - પ્રતિમાની સાધના કરવી હોય તો કયા આસનમાં કરવી ? મુનિએ મહાવીરનું આયેગ્યામ * E3 છે 1 , કલમ કરી રહી આ મઠ્ઠાવી માયા ન E3 ક 5 . Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ બેસવું હોય તો કયા આસનમાં બેસવું? ઘણા બધા લોકો બેસવાનું જાણતા નથી તેથી સમસ્યાઓ પેદા કરે છે. મહાવીરે પાંચ નિષદ્યાઓબેસવાની વિધિઓ બતાવી છે. 0 ઉત્કટુકા – પુતોની ભૂમિને અડ્યા વગર પગના આધારે બેસવું. 1 ગોદોહિકા - ગાયની જેમ બેસવું અથવા ગાય દોહવાની મુદ્રામાં બેસવું. 0 સમપાદપુતા - બંને પગ અને પુતાને અડીને બેસવું. ઉપર્યકા – પદ્માસન 0 અર્ધપર્યકા – અર્ધ પદ્માસન ધ્યાનાસન : આરોગ્યાસન બંને પ્રકારનાં આસન હોય છે - ધ્યાનાસન અને આરોગ્યાસન. કેટલાંક આસન ધ્યાન માટે ઉપયોગી હોય છે. જેમ કે સિદ્ધાસન, વજાસન, પદ્માસન, અર્ધપદ્માસન, અર્ધમત્સ્યદ્રાસન, અને શરીર ખૂબ સ્વસ્થ હોય તો નૌકાસન. આ બધાં ધ્યાનાસન છે, ધ્યાન માટે ઉપયોગી આસનો છે. તે આસનો આરોગ્ય માટે ઉપયોગી બને છે કે જે રક્તસંચારની પ્રક્રિયાને બરાબર કરતાં હોય, સ્નાયવિક સંતુલન પેદા કરતાં હોય, સ્નાયવિક ખેંચાણ દ્વારા સ્નાયુનું સમ્યફ વ્યવસ્થાપન કરતાં હોય, કરોડરજ્જુને લચીલી બનાવતાં હોય, મજ્જાને બરાબર કાર્ય કરવામાં સક્ષમ બનાવતા હોય. આવાં આસનો શરીર માટે ઉપયોગી બને છે. જૈન આગમોમાં જે આસનોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેમાં બંને પ્રકારનાં આસનો છે. કાયોત્સર્ગ એક આસન છે. સૂઈ જઈને કરવામાં આવે તો તે ખૂબ સરળ આસન છે. બેસીને અથવા ઊભા રહીને કરવામાં આવે તો તે બહુ મુશ્કેલ આસન છે. કાયોત્સર્ગ શતકમાં તેનાં સ્વરૂપ અને લાભ વિશે વિસ્તૃત વર્ણન છે. માંસપેશિઓનું ફરીથી સમ્યક સ્થાપન, તનાવનું વિસર્જન તથા વાત-પિત્ત, કફ વગેરેને કારણે થતા રોગોનું ' ઉપશમન - આ બધા કાયોત્સર્ગના પ્રભાવ છે. એ તથ્ય સ્પષ્ટ છે કે આસનની સાથે બંને સિદ્ધાંતો જોડાયેલા છે, નિર્જરા અથવા જ આત્મશુદ્ધિનો સિદ્ધાંત અને સ્વસ્થ રહેવાનો સિદ્ધાંત, શરીરને શક્તિશાળી બનાવી રાખવાનો સિદ્ધાંત. - મહાઈટનું આરોગ્યશાસ્ત્ર * Ed:) Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ શરીર અને સાધના એક પ્રશ્ન છે કે બૌદ્ધ સાધનાપદ્ધતિમાં આસનનું વિધાન શા માટે કરવામાં આવ્યું નથી ? તેનું કારણ પણ સ્પષ્ટ છે -- બૌદ્ધદર્શનમાં માત્ર એક દંડ-મનોદંડનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બૌદ્ધ ધર્મની સમગ્ર સાધનાપદ્ધતિ મનના આધારે ચાલે છે. ત્યાં વાકૂદંડ અને કાયદંડનું વિધાન નથી. મહાવીરે ત્રણ પ્રકારના દંડ ગણાવ્યા મનોદંડ, વચનદંડ અને કાયદંડ. એમ કહેવામાં આવ્યું કે કાયા પણ એક દંડ છે, તેને સાધવી એ પણ જરૂરી છે. પ્રશ્ન ઉદ્ભવ્યો કે કાયાનો સાધના સાથે શો સંબંધ છે ? હકીકતમાં શરીર સાથે સાધનાનો ખૂબ ઊંડો સંબંધ છે. આપણે શરીરના સ્નાયુતંત્રને સારો અભ્યાસ નહિ આપીએ તો મન પણ સારું રહેશે નહિ. ઊંડાણમાં જઈએ તો એવો સિદ્ધાંત ફલિત થશે કે મન અને વાણી સ્વતંત્ર નથી. શરીર દ્વારા વાણીનું સંચાલન થાય છે અને શરીર દ્વારા મનનું સંચાલન થાય છે. જો આપણું સ્વરતંત્ર બરાબર ન હોય તો વાણીનો સમ્યક્ પ્રયોગ થઈ શકતો નથી. જો મનને સંચાલિત કરનાર મસ્તિષ્કીયતંત્ર બરાબર નહિ હોય તો મનનું કાર્ય પણ સમ્યક્ નહિ રહે. મન, વાણી અને શ્વાસ આ બધાનો સંચાલક કોણ છે ? આ બધાનાં સંચાલક તંત્રો શરીરમાં છે. તે તંત્રને સ્વસ્થ અને સક્રિય રાખવાનાં મુખ્ય બે સાધનો છે આસન અને પ્રાણાયામ. તેમાં પ્રથમ સ્થાન આસનનું છે. આસન દ્વારા જે નિયંત્રક તંત્ર છે, તેમનું સમ્યક્ સંચાલન કરીએ તો માણસ સ્વસ્થ રહે છે. પાચનતંત્ર, શ્વસનતંત્ર, ઉત્સર્જનતંત્ર – વગેરે શરીરના મુખ્ય વિભાગો છે. બેચેની, ઉદાસી, ડિપ્રેશન વગેરેનું કારણ પણ એ જ બને છે. સ્વસ્થ રહેવાની શરત એ છે કે ઉત્સર્જનતંત્ર, પાચનતંત્ર અને શ્વસનતંત્ર સ્વસ્થ રહેવાં જોઈએ. જો આપણે તેમના તરફ ધ્યાન ન આપીએ, આસન દ્વારા તેમનું સમ્યક્ સંચાલન સુનિશ્ચિત ન કરીએ તો ડૉક્ટર અને દવાની શરણાગતિ સિવાય અન્ય કોઈ ગતિ રહેતી નથી. આસનની પ્રક્રિયા એક પ્રશ્ન છે કે આસનની પ્રક્રિયા શી છે ? આસનનો ક્રમ કેવી રીતે શરૂ કરવો ? મહાવીરની વાણીમાં આસનની જે પ્રક્રિયા મહાપીનું આયેયશાસ્ત્ર પ Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ મળે છે તે ખૂબ મહત્ત્વની છે. ત્રણ પ્રકારનાં આસન કરવામાં આવે છે. સૂઈ જઈને કરવામાં આવતાં આસન. 0 બેસીને કરવામાં આવતાં આસન. ઊભા થઈને કરવામાં આવતાં આસન. આસનનો પ્રારંભ કઈ સ્થિતિમાં કરવો? જૈન સાધનાપદ્ધતિ મુજબ સૌ પ્રથમ સૂઈ જઈને આસન કરવું જોઈએ. ત્યારબાદ બેસીને આસન કરવું જોઈએ અને ત્યારપછી ઊભા રહીને આસન કરવું જોઈએ. લાડનૂમાં પ્રેક્ષાધ્યાનની શિબિર ચાલી રહી હતી. દિલ્હીથી એક યોગી પધાર્યા. આસનો વિશે ચર્ચા ચાલી. મેં કહ્યું કે, આપણી સાધનાપદ્ધતિમાં સૌ પ્રથમ સૂઈ જઈને આસન કરવાનું વિધાન છે. પૂજ્ય ગુરુદેવનો એક ગ્રંથ છે – મનોનુશાસનમ્. તેમાં પણ એ જ ક્રમ બતાવવામાં આવ્યો છે. યોગીએ કહ્યું, આ ખૂબ જ વૈજ્ઞાનિક ક્રમ છે. તેમાં એક બાળકની જેમ ક્રમનો નિર્દેશ છે. બાળક સૌ પ્રથમ કયું આસન કરે છે ? તે ક્યારેય પહેલાં ઊભા રહીને આસન કરતું નથી. તે પહેલાં સૂઈ જઈને આસન કરે છે. બાળક ત્યાર પછી બેસવાનું શીખે છે અને ત્યારપછી ઊભા થવાનું શીખે છે. બે મહિનાનું બાળક ઊભું થઈ જાય એવું ક્યારેય થતું નથી. આપણા જીવનનો એક ક્રમ છે. જ્યારે આપણા જીવનની યાત્રા ગર્ભમાં શરૂ થાય છે ત્યારે આસનોને ક્રમ શરૂ થઈ જાય છે. ગર્ભસ્થ શિશુ પણ આસન કરે છે આગમ સાહિત્યમાં એ દર્શાવવામાં આવ્યું છે કે જન્મ લીધા પછી જ નહિ, ગર્ભમાં પણ બાળક આસન કરે છે ! ગર્ભાવસ્થામાં કરવામાં આવતાં અનેક આસનોનો ઉલ્લેખ છે. ઠાણે સૂત્રમાં વિસ્તારપૂર્વક એ જણાવવામાં આવ્યું છે કે, ગર્ભાવસ્થામાં બાળક એવાં એવાં આસનોમાં રહે છે ક્યારેક તે પાર્શ્વશયન આસન કરે છે તો ક્યારેક તે ઉત્તાનશયન આસન કરે છે, ક્યારેક તે અવમશયન આસન કરે છે. તેમાં પણ બાળક વિશેષરૂપે ઉત્તાનશયન આસન કરે છે. તે સીધું સૂએ છે. ખૂબ મુશ્કેલ છે સીધા સૂવાનું. ઘણા લોકો સીધા આ સૂઈ શકતા નથી. કાયોત્સર્ગમાં આવો પ્રયોગ કરાવવામાં આવે છે – “સીધા સૂઈ જઈને પ્રથમ ત્રણ વખત ખૂબ તનાવ આપો, પછી રી મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + દડો ૨ . 1 મહાવા આયા Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ શરીરને ઢીલું છોડી દો.' સૂઈ જવાનો બીજો પ્રકાર અધોમુખશયન છે. તે પેટ માટે ખૂબ ઉપયોગી આસન છે. સૂઈ જવાનો એક બીજો પ્રકાર પાર્શ્વશયનનો છે. ઘણા લોકો એ વાત જાણે છે કે ભોજન પછી ડાબા પડખે સૂવું જોઈએ. તે વખતે સૂર્યસ્વર ચાલે છે, ડાબો ભાગ સક્રિય બને છે. તેના કારણે પાચનમાં ઘણી સુવિધા રહે છે. જ્યારે જમણા પડખે સૂઈએ છીએ ત્યારે જમણો સ્વર ચાલે છે. તેનાથી મનની પ્રસન્નતા વધે છે. જે લોકોને લોહીનું દબાણ ઊંચું હોય, જેઓ હાઈબ્લડપ્રેશરથી પીડિત હોય તેમના માટે ડાબા સ્વરનો પ્રયોગ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તેઓ જમણા પડખે સૂઈ જાય તો લોહીના ઊંચા દબાણમાં સંતુલન પેદા થશે. જેમને લોહીના નીચા દબાણ (લોબ્લડપ્રેશર)ની સમસ્યા હોય તેઓ ડાબા પડખે સૂઈ જાય તો ડાબો સ્વર ચાલશે, પેરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ વિશેષ સક્રિય બનશે, લોહીનું નીચું દબાણ સંતુલિત બની જશે. પ્રત્યેક આસનની સાથે અધ્યાત્મ અને આરોગ્યનો સંબંધ જોડાયેલો છે. એક આસન છે લગણ્ડશયન. પ્રાકૃત ભાષાનો શબ્દ છે લગÎશયન. તેની બે પ્રક્રિયાઓ હોય છે. એક પ્રક્રિયા એ છે કે માથું જમીન ઉપર અડેલું રહે, પગ જમીનને અડેલા રહે અને બાકીનું સમગ્ર શરીર જમીનથી ઉપર રહે. માત્ર પગની એડી અને માથું ભૂમિ ઉપર તથા બાકીનું સમગ્ર શરીર ભૂમિથી ઉપર રહે છે. બીજી પ્રક્રિયા એ છે કે માત્ર પીઠનો ભાગ ભૂમિને અડે, પગ અને માથાનો ભાગ ઉપર રહે. તેને નૌકાસન અથવા શલભાસન કહેવામાં આવે છે. પેટ અને પીઠની બીમારીઓ દૂર કરવાનું આ મહત્ત્વનું સાધન છે. આસન : અધ્યયનનો આધાર સ્થાનાંગ, બૃહત્કલ્પભાષ્ય, ઉત્તરાધ્યયન, મૂલા૨ાધના, યોગશાસ્ત્ર વગેરેમાં આ પ્રકારનાં ઘણાં બધાં આસનોનું વિસ્તૃત વિવરણ મળે છે. આપણે કોઈપણ મુદ્રામાં બેસીએ તો તે આસન બની જશે. એમ માનવામાં આવે છે કે ચોર્યાસી લાખ આસનો છે. તેમનો સંક્ષેપ કરવામાં આવ્યો તો ચોર્યાસી આસનો બન્યાં. તેમનું જે અધ્યયન કરવામાં આવ્યું તે મોટે ભાગે પશુ-પક્ષીઓનાં અધ્યયનના આધારે કરવામાં આવ્યું. એક આસન છે મયુરાસન. મયુર કેવી રીતે બેસે છે ? મયુરની જે બેસવાની વિધિ છે તેના અધ્યયનના આધારે મહાવીરનું આàગ્યશાસ્ત્ર * ૯.૩ Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ એવો અનુભવ કર્યો કે મયુરની પાચનશક્તિ ખૂબ તીવ્ર હોય છે. તે ગમે તે ખાય તો પણ તેને પચાવી શકે છે. પાચનતંત્રને બરાબર જાળવવા માટે મયુરાસનનું વિધાન કરવામાં આવ્યું છે. કોઈ મયુરાસન કરે ત્યારે બલિમુદ્રા બની જાય છે. એક આસન છે માસના માછલીનો એ સહજ સ્વભાવ છે કે તે પાણી પર બેસી શકે છે, ક્યારેય ડૂબતી નથી. એમ માનવામાં આવે છે કે જે લોકો તરવાનું શીખે છે તે લોકો મત્સ્યાસનની મુદ્રામાં પહોંચી જાય તો પાણીમાં ડૂબશે નહિ. આ પ્રતિરોધી આસન પણ છે. સર્વાગાસન કરવામાં આવે તો ત્યાર પછી મત્સ્યાસન અવશ્ય કરવું જ જોઈએ. આસનોનો વિકાસ કરીએ પ્રાચીનકાળમાં આસનોનું લાંબા સમય સુધી અધ્યયન થતું રહ્યું. અનેક સ્થિતિઓનું અધ્યયન કર્યા પછી આસનોનો વિકાસ થયો છે. આજે આ કાર્ય ઠપ્પ જેવું થઈ ગયું છે. આજે આપણે જાણીએ છીએ કે આસનો ચોર્યાસી પ્રકારનાં છે. અથવા તો એટલાં આસનો છે છતાં એવો પ્રયત્ન નથી કે તેમનો વિકાસ કરી શકાય. જ્યારે કોઈ વસ્તુનું અનુસંધાન અટકી જાય છે ત્યારે માત્ર જૂની વાત જ નજર સામે રહે છે. આજે મેડિકલ સાયન્સમાં વિકાસનો યુગ ચાલી રહ્યો છે. તે એટલા માટે ચાલી રહ્યો છે કે નિરંતર અન્વેષણ, પ્રશિક્ષણ અને પ્રયોગ ચાલી રહ્યાં છે. તેના આધારે માત્ર ફિઝિયોથેરેપીમાં ઘૂંટણનાં દર્દ માટે અનેક પ્રકારના વ્યાયમ વિકસિત કરવામાં આવ્યા છે. પ્રાચીન સાહિત્યમાં એવું મળતું નથી. ફિઝિયોથેરાપીસ્ટ આસનની સલાહ ઓછી આપે છે, વ્યાયામની સલાહ વિશેષ આપે છે. એ અપેક્ષિત છે કે આપણે મહાવીરની આરોગ્યસાધના સમજવા માટે પ્રાચીન આધાર લઈએ તો સાથે સાથે નવાં આસનોનો વિકાસ પણ કરીએ. હઠયોગમાં આ સંદર્ભમાં ઘણો વિકાસ થયો છે, જેમકે કઈ બીમારીમાં કયું આસન કરવું જોઈએ. હૃદયરોગ હોય તો કયું આસન કરવું જોઈએ. આજે એમ માની શકાતું નથી કે હૃદયરોગીએ આસન ન કરવું જોઈએ. એમ કહેવાય છે કે હૃદયરોગીએ મા પણ અમુક અમુક પ્રકારનાં આસનો કરવાં જોઈએ. ડાયાબિટીશની બીમારી હોય તો અમુક પ્રકારનાં આસનો કરવાં જોઈએ. પ્રત્યેક રામ મહાવીરનું આરોગ્યશાસ્ત્ર * E૮ Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ રોગ માટે આસનોની સૂચિ નિશ્ચિત છે અને તેનો ઉપયોગ પણ કરવામાં આવે છે, કરાવવામાં આવે છે. આ દૃષ્ટિએ આ આસનોનું અત્યંત ગંભીર અધ્યયન કરવું જોઈએ. માત્ર જૂના ગ્રંથોના આધારે જ નહિ વર્તમાન શરીરશાસ્ત્ર અને શરીર ક્રિયાશાસ્ત્રના સંદર્ભમાં એ જોવું જોઈએ કે તેમનું ફંક્શન શું છે? તેમની ક્રિયાઓ શી છે? તેનું પરિણામ શું છે આ તમામના આધારે પ્રાચીન અને અર્વાચીન બંને તથ્યોનું વિશ્લેષણ કરીએ તો આજે પણ નવાં નવાં આસનોનો વિકાસ કરી શકાય. આરોગ્ય, સાધના અને આસન આપણી સામે બે પાસાં છે – આરોગ્યનું પાસું અને સાધનાનું પાસું. એટલું નિશ્ચિત છે કે આરોગ્યનું પાસું નબળું હશે તો સાધનાનું પાસું પણ શક્તિશાળી નહિ બને. આરોગ્ય અને સાધના વચ્ચે ગાઢ સંબંધ છે. આરોગ્ય સમ્યક ન હોય તો સાધના ક્યાંથી થશે ? ઘણા લોકો એવા છે કે જેઓ એક મિનિટમાં ચાલીસ શ્વાસ લે છે. તેઓ લાંબા શ્વાસ લઈ શકતા નથી. તેમનાં ફેફસાં એટલાં નબળાં હોય છે કે લાંબા શ્વાસ લેવાની તાકાત તેમનામાં નથી હોતી. આવા સંજોગોમાં સાધના શી રીતે થાય ? ઘણા લોકો એવા હોય છે કે જેઓ ધ્યાન કરવા બેસે છે અને બગાસા ઉપર બગાસા ખાય છે. અથવા ઓડકારો અને ઓડકારો જ લેવા. તેઓ શી રીતે ધ્યાન કરી શકશે ? સાધના કેવી રીતે થશે?આરોગ્ય એ સાધનાનું મહત્ત્વપૂર્ણ પાસું છે. આરોગ્યને સાધનાથી સર્વથા અલગ કરી શકાતું નથી. આરોગ્ય માટે શરીરરચનાનું જ્ઞાન જરૂરી છે. શરીરનાં તમામ તંત્રોનું જ્ઞાન હોવું જોઈએ. નાડીતંત્ર અને અંતઃસ્ત્રાવી ગ્રંથિતંત્રનાં કાર્યોનું જ્ઞાન હોવું જોઈએ. તેમનું કાર્ય કેવી રીતે સમ્યક બની શકે તેની માહિતી પણ હોવી જોઈએ. આપણા શરીરમાં કેટલીક ગ્રંથિઓ ખૂબ મહત્ત્વની છે. જો એડ્રીનલ ગ્લેન્ડ બરાબર કામ ન કરતી હોય તો કેટલીક વિકૃતિઓ પેદા થશે. જો થાઈરોઈડ ગ્લેન્ડ બરાબર નહિ હોય તો આરોગ્યની ! તે સમસ્યા જટિલ બની જશે. જો કીડની બરાબર કામ નહિ કરતી હોય છે તો માણસ રોગી બની જશે. આપણે આસનો દ્વારા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને સ્વસ્થ રાખી છે શકીએ છીએ. પાચનતંત્રને સ્વસ્થ રાખી શકીએ છીએ. કરોડરજ્જુને સમાન . મહાતીર્થ આરાધ્યાસ : Ek Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ લચીલો રાખી શકીએ છીએ. જો આપણે આ તમામ પ્રત્યે જાગરુક રહીએ તો સાધના-પક્ષનો પણ સમ્યફ નિર્વાહ કરી શકીએ. મહાવીરના આરોગ્યશાસ્ત્ર વિશે વિચાર કરીએ તો આ પ્રશ્નોને ગૌણ કરી શકાય નહિ. મહાવીરે આસનનું વિધાન માત્ર સાધનાની દૃષ્ટિએ જ નથી કર્યું, આરોગ્યની દૃષ્ટિએ પણ કર્યા છે. મહાવીર વારંવાર એમ કહે છે કે આસન નિત્યપ્રશસ્ત છે, સદા આચરણીય છે. તેનો અર્થ એ છે કે તેમાં આરોગ્ય અને સાધના આ બંને દૃષ્ટિઓ સમાહિત છે. - આસનોનો સમ્યક વિવેક અને તેનું વિશ્લેષણ કરીને સ્વયં નિર્ધારિત કરીએ કે મારા માટે કહ્યું આસન વધુ સારું છે. તેની સાથે એક દૃષ્ટિકોણ અવશ્ય રાખવો કે આસનનો મુખ્ય ઉદેશ નિર્જરા અને આત્માના શુદ્ધીકરણનો છે. માત્ર આરોગ્ય માટે આસન કરીશું તો વાત સીમિત બની જશે, લક્ષ્ય પણ સંકુચિત થઈ જશે. આપણે આસન કરીએ તો નિરાની દૃષ્ટિએ. નર્જિા થશે, આત્માનું શુદ્ધીકરણ થશે, સંસ્કારોનું શુદ્ધીકરણ થશે અને સાથોસાથ શરીરનાં અંગોઅવયવોની ક્રિયા પણ સમ્યક્ બનશે. આ સમગ્ર દૃષ્ટિએ આસનોનો પ્રયોગ કરીએ તો મહાવીરનું આરોગ્યશાસ્ત્ર અને યોગાસન વચ્ચે સંબંધ સ્થાપી શકાશે તથા તેના દ્વારા ઘણો બધો લાભ પણ મેળવી શકાશે. ( જ Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રેક્ષાધ્યાન અને આરોગ્ય પ્રેક્ષાધ્યાનનાં બે સ્વરૂપો છે. એક સ્વરૂપ આધ્યાત્મિક ચેતનાના વિકાસનું છે અને બીજું સ્વરૂપ ચિકિત્સાત્મક છે. શ્વાસપેક્ષા વગેરે દ્વારા આધ્યાત્મિક ચેતના જાગૃત થાય છે. પ્રેક્ષાના વિશિષ્ટ પ્રયોગોની સાધના દ્વારા આરોગ્યની સમસ્યાઓ પણ હળવી બને છે. તેનો મૂળ હેતુ છે – પ્રેક્ષા, જોવું. જોવાની કલા બહુ ઓછા લોકો જાણે છે. સાંભળવાની કલા પણ ઓછા લોકો જાણે છે, પરંતુ જોવાની કલા તો ખૂબ ઓછા લોકો જાણે છે. જોવાની પોતાની વિશિષ્ટ કલા છે. કેવી રીતે જોવું ? આપણે બીજા લોકોને જોઈએ છીએ તેના આધારે ચિકિત્સાની વિધિ સ્થાપવામાં આવી. અનેક પ્રકારની દીક્ષાઓ માનવામાં આવી છે. એક છે સ્પર્શનની દીક્ષા. બીજી છે દર્શનની દીક્ષા. એક સમગ્ર પદ્ધતિ છે સ્પર્શચિકિત્સાની. એક પ્રાણવાન વ્યક્તિ રોગીના રોગના સ્થાનને સ્પર્શે છે અને તેની બીમારી દૂર થઈ જાય છે. આ સ્પર્શન ચિકિત્સા છે. તેનો પ્રયોગ ચાલે છે. ઘણા બધા પ્રાણ ચિકિત્સકો પોતાના સ્પર્શ દ્વારા રોગીના શરીરને અથવા કોઈ અવયવને સ્પર્શ કરે છે અને રોગી સ્વસ્થ બની જાય છે. | સ્પર્શચિત્સિા પ્રચલિત છે, પરંતુ દર્શનચિકિત્સા હજી પ્રચલિત બની નથી. પરંતુ તે ખૂબ મહત્ત્વપૂર્ણ ચિકિત્સા છે, દીક્ષા છે. ગુરુ પોતાની દૃષ્ટિ દ્વારા કોઈકને દીક્ષા આપે છે, જુએ છે અને તે વ્યક્તિ ! ફરીથી નીરોગી બની જાય છે. એ જાણીતું તથ્ય છે કે ગુરુ અનુપાની , દૃષ્ટિએ જુએ છે ત્યારે પ્રાણશક્તિ જાગી જાય છે અને નિગ્રહની દૃષ્ટિએ જુએ છે ત્યારે સમસ્યા પેદા થઈ જાય છે. અનિમેષ પ્રેક્ષાનો, પ્રયોગ કરનારા લોકો જાણે છે કે કોઈ એક વસ્તુને જોવાનું શરૂ કરો, તેનું Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ પહેલી મિનિટે તેનો આકાર જુદો હશે, બીજી મિનિટે તે વસ્તુ બદલાઈ જશે અને જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ નવાં નવાં સ્વરૂપો રચાતાં જશે. દસ મિનિટ પછી તે દૃશ્ય વસ્તુ રહેશે નહિ. તેના બદલે કોઈ બીજી જ વસ્તુ દેખાશ ! જેમણે અનિમેષ પ્રેક્ષાનો પ્રયોગ કર્યો છે તેઓ જાણે છે કે કઈ રીત એક ચિત્ર સામે મૂક્યું અને વિવિધ સ્વરૂપોમાં બદલાતું ગયું. વિચિત્ર છે દર્શનની શક્તિ દર્શન શક્તિ છે. જોવાની શક્તિ વિચિત્ર છે. શરીરમાં કોઈ જગાએ પીડા હોય તો તે સ્થાનને બિંદુ બનાવી દો, ત્યાં આંગળી મૂકો અને સંકલ્પ કરો તથા એ ચ જગાએ અંતર્દષ્ટિ સ્થિર કરો. આંખની જરૂર નથી, માત્ર અંતર્દષ્ટિનો પ્રયોગ કરો. દસ-વીસ મિનિટ પછી એમ લાગશે કે જાણે પીડા છે જ નહિ ! આવું કેમ બને છે ? તેનું કારણ પણ સમજી લેવું જોઈએ. આપણા શરીરમાં તમામ ક્રિયાઓ પ્રાણ દ્વારા ચાલે છે. મસ્તિષ્ક સમગ્ર શરીરનું નિયંત્રણ રાખે છે. મસ્તિષ્ક સંચાલિત થાય છે વિદ્યુત તરંગો દ્વારા, રસાયણો દ્વારા. જોવાથી આપણા શરીરમાં વિભિન્ન પ્રકારનાં રસાયણો પેદા થાય છે. એટલાં બધાં રસાયણો આપણા શરીરમાં પેદા થાય છે કે માણસ તેની કલ્પના જ કરી શકતો નથી. આપણે જે એક શ્વાસ છોડીએ છીએ તેમાં ચારસો રસાયણોનું બિંબ હોય છે. જ્યાં પવિત્ર ભાવ હોય, વિધાયક ભાવ હોય ત્યાં સારાં રસાયણો પેદા થાય છે. જોવાની સાથે સાથે રસાયણો પેદા થાય છે ભાવ દ્વારા. જ્યાં ભાવ પવિત્ર હોય ત્યાં અમૃતતુલ્ય રસાયણો પેદા થશે. જો ભાવ વિપરીત હશે તો ઝેરીલાં રસાયણો પેદા થઈ જશે. ભાવોની સાથે આપણા આરોગ્યનો બહુ ગાઢ સંબંધ છે. એક અધિકારીએ કર્મચારીનો તિરસ્કાર કર્યો. અધિકારી દ્વારા કરવામાં આવેલો તિરસ્કાર પાચનતંત્રને વિકૃત બનાવી મૂકશે. કોઈ બીમારી નથી, વ્યક્તિ સ્વસ્થ છે. પરંતુ અંગત વ્યક્તિ તિરસ્કાર કરે છે ત્યારે પાચનતંત્ર એકાએક અસ્તવ્યસ્ત થઈ જાય છે. ક્રોધનો પ્રબળ આવેશ આવશે તો અસ્થમાની બીમારી થઈ જશે. એક વ્યક્તિ મનની વાત કહેવા ઇચ્છે છે, પરંતુ તેને કહેવાની તક જ નથી મળતી. મનમાં દબાયેલી એ ભાવનાની વાત માઈગ્રેમ પેદા કરી દેશે. ચિંતાયુક્ત મહાવીરનું આયેગ્યશાસ્ત્ર પર Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિ હશે, અતૃપ્તિની ભાવના હશે તો વ્યક્તિ પોતાના મનમાં - જાગેલી ઇચ્છાને તૃપ્ત નહિ કરી શકે. તેની ભૂખ ઘટી જશે, ભૂખ જ નહિ લાગે કારણ કે તેને ચિંતાયુક્ત સ્મૃતિ છે. કોઈ વિષયમાં તીવ્ર ભાવના પેદા થઈ કે તેને પૂરી કરવી છે તો બીમારી પેદા થઈ જશે. આમ ભાવ અને બીમારીઓનું આજના વૈજ્ઞાનિકોએ પરીક્ષણ દ્વારા ખૂબ અધ્યયન કર્યું છે. આ વિષય ઉપર એક પુસ્તક જાપાનમાં પ્રગટ થયું છે. જેમાં એમ જંણાવવામાં આવ્યું છે કે કયા પ્રકારના ભાવ દ્વારા કઈ બીમારી પેદા થાય છે. દર્શનની શ્રૃંખલા ભગવાન મહાવીરે એક સૂત્ર આપ્યું હતું દર્શનનું. એક સમગ્ર શ્રૃંખલા છે – જે વ્યક્તિ ક્રોધને જુએ છે તે પોતાના અહંકારને જુએ છે. જે પોતાના અહંકારને જુએ છે તે પોતાના દ્વારા થતી માયાજાળને જુએ છે. જે પોતાની માયાજાળને જુએ છે તે પોતાના લોભને જુએ છે. જે પોતાના લોભને જુએ છે તે પોતાના પ્રેયસને જુએ છે, અનુરાગને જુએ છે, રાગને જુએ છે. જે પોતાના રાગને જુએ છે તે પોતાના દ્વેષને જુએ છે. ક્રોધથી શરૂ કરીને જન્મ-મરણ સુધીની સમગ્ર શ્રૃંખલા છે. કહેવામાં આવ્યું કે ક્રોધને પણ જુઓ, દરેક વૃત્તિને જુઓ. જોશો તો વૃત્તિ નબળી બનશે. નહિ તો વૃત્તિ વધતી જશે. માલિક જાગતો હોય, જોતો હોય તો ચોર ઘરમાં ઘૂસશે નહિ અને માલિક સૂતો હશે તો ચોર માટે ઘૂસવાની સગવડ બની જશે. આપણે જોવાનું શીખીએ, જોઈએ કે ક્યાં શું થઈ રહ્યું છે. આ જે જોવાની કલા છે, તેના દ્વારા પ્રાણ-સંતુલન થાય છે. જે અવયવને જોશો તેનો પ્રાણ સંતુલિત બની જશે. રોગનું મુખ્ય કારણ પ્રાણનું અસંતુલન બને છે. પ્રાણ સંતુલિત થશે તો બીમારી મટી જશે. પ્રાણ-સંતુલનનું એક સાધન છે – દર્શન, પોતાના પીડિત અવયવને જોવો. જ્યારે આપણે જોવાનું શરૂ કરીએ છીએ ત્યારે પ્રાણનું સંતુલન થાય છે. સારાં રસાયણો પેદા થાય છે, એકાગ્રતા વધે છે. આ બધું મળીને આરોગ્યને પલ્લવિત કરી દે છે. આરોગ્યનાં સ્થૂળ લક્ષણો છે – સારી નિદ્રા, સારી ભૂખ, સારું મન, સારું ચિંતન અને સારો ભાવ. જે વ્યક્તિમાં આ બધું હોય તે વ્યક્તિ સ્વસ્થ છે. જેને નિદ્રા ન આવતી હોય, ભૂખ બરાબર ન - મહાવીનું આણુયશાસ્ત્ર = ૧.૩ Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ લાગતી હોય, જેનું ચિંતન સારું ન રહેતું હોય, જેની ભાવનાઓ સારી ન રહેતી હોય તે વ્યક્તિ બીમાર છે. ” નિદ્રાનો અમોઘ પ્રયોગ સારી નિદ્રા માટે સૌથી સારો ઉપાય છે - દર્શન. શરીરને જોવું. અનેક લોકોને શરીરપ્રેક્ષાનો પ્રયોગ કરાવવામાં આવ્યો. એક માણસે કાયોત્સર્ગની મુદ્રામાં સૂઈ જઈને શરીરને જોવાનું શરૂ કર્યું, અંગૂઠાથી શરૂ કરીને પ્રત્યેક અવયવ ઉપર ધ્યાન આપ્યું, તાળવાને જોયું, પંજો જોયો, એડી જોઈ આ બધા અવયવોને જોતો રહ્યો. અંગૂઠાથી માથા સુધીની પ્રેક્ષાનો આ પ્રયોગ નિદ્રાનો અમોઘ પ્રયોગ છે. બીજું કશું જ કરવાનું નથી, માત્ર અવયવને જોતા જાવ. આત્મા સુધી ક્યારે પહોંચશો, કદાચ વચ્ચે જ નિદ્રા આવી જશે ! કાયોત્સર્ગ પણ પૂરો નહિ થઈ શકે. પાચનતંત્રનું દર્શન પાચનતંત્રને જુઓ, ભૂખની સમસ્યા હળવી બની જશે. પાચનતંત્રની ગરબડ થાય છે ત્યારે લોહીનું અવસંચરણ ઘટી જાય છે અથવા પ્રાણનું અસંતુલન થાય છે. જ્યારે આપણે જોવાનું શરૂ કરીશું ત્યારે ભૂખ લાગવા માંડશે. રુધિરાભિસરણ પણ વધી જશે. રક્તનું પોષણ થશે. ૨ક્ત પોષિત હશે તો સમગ્ર તંત્ર બરાબર કામ કરવા લાગશે. આ જોવાની કલા છે. આ દર્શન-શક્તિના આધારે કાયાકલ્પનો પ્રયોગ નિશ્ચિત કરવામાં આવ્યો. તેમાં છત્રીસ ખંડોમાં, વિભાગોમાં જોવાની પ્રક્રિયા છે. છત્રીસ વખત અંગૂઠાથી શરૂ કરો અને માથા સુધી પહોંચી જાવ. એક એક અવયવ ઉપર પ્રયોગ કરો. એક વખતમાં પ્રત્યેક અવયવ ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે. કાયાકલ્પનો આ પ્રયોગ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ત્રિપાંખી પ્રક્રિયા આપણે માત્ર જોતા જ નથી, પરંતુ જોવાની સાથે સાથે બે ક્રિયાઓ બીજી પણ થાય છે – વિરેચન અને પોષણ. પ્રથમ ક્રિયા છે, જોવાની. અંગૂઠાને જોયો અને એમ સૂચના આપી કે અંગૂઠામાંથી વિજાતીય તત્ત્વનું વિરેચન થઈ રહ્યું છે. પછી થોડી વાર રહીને મહાવીરનું આયેયણામાં ૧ 108 ની ' આ લીક, હો શી રાજ Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ સૂચના આપી કે શુદ્ધ રક્તનો સંચાર થઈ રહ્યો છે, અંગૂઠાનું પોષણ થઈ રહ્યું છે. દર્શન-વિરેચન અને પોષણ, એવી ત્રિપાંખી પ્રક્રિયા છે તેના દ્વારા પ્રત્યેક અવયવને જોવાનું શરૂ કરીએ તો આપણી મોટા ભાગની સમસ્યાઓ ઉકલી જાય છે. જોવું ખૂબ મુશ્કેલ છે. મુશ્કેલ એટલા માટે છે કે એકાગ્રતા જળવાતી નથી. આપણે શ્વાસને જોઈએ છીએ, શરીરને જોઈએ છીએ, ચૈતન્ય કેન્દ્રને જોઈએ છીએ. જોવાની પ્રક્રિયા છે પરંતુ તેની પૂર્વે, આપણે એકાગ્રતા સાધવી પડે છે. એકાગ્રતા સધાતી જશે તો આપણે નિશ્ચિત બિંદુને બરાબર જોઈ શકીશું. જો એકાગ્રતા બરાબર નહિ સધાઈ હોય તો જોવાનું શરૂ કરતાં જ વિકલ્પોની એવી જાળ પથરાઈ જશે કે જોવાનું દૂર રહેશે અને આપણે વિકલ્પોમાં અટવાઈ જઈશું. જોવાની કલા સાધ્યા વગર આવું જ પરિણામ આવે છે. એક પ્રયોગ કરીએ – નાસાગ્રને જોવાનું શરૂ કરો અને જોતા જ રહો. એકાગ્રતાપૂર્વક જુઓ. જેણે આ પ્રયોગ કર્યો હશે તેણે અવશ્ય એવો અનુભવ પણ કર્યો હશે કે નાસાગ્ર ઉપર ધ્યાન કરીએ છીએ ત્યારે | મૂળ નાડી ઉપર જઈએ છીએ અને આપોઆપ મૂળબંધ થઈ જાય છે. આ એક સંબંધ છે. એક અવયવને જોવાનું શરૂ કરવામાં આવે છે ત્યારે તેની સાથે સંબંધિત તમામ અવયવોમાં સક્રિયતા આવી જાય છે. શીખવાની છે, જોવાની કલાને. અધ્યાત્મનું ઉત્કૃષ્ટ સૂત્ર ભગવાન મહાવીરે કહ્યું કે આત્મા દ્વારા આત્માને જુઓ. અધ્યાત્મનું તે ઉત્કૃષ્ટ સૂત્ર છે તેમ સાથે સાથે આરોગ્યનું પણ તે મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. પોતાની જાતને જુઓ. એનો અર્થ છે – પોતાના શરીરને જુઓ, પોતાના શરીરનાં પ્રકંપનોને જુઓ, સ્થૂળ પ્રકંપનોને જુઓ, પોતાના શરીરમાં થતાં સૂક્ષ્મ પ્રકંપનોને જુઓ, પોતાના શરીરમાં થતાં જૈવિક રાસાયણિક પરિવર્તનોને જુઓ, પોતાના શરીરમાં થતા પર્યાયોને જુઓ, ઉત્પાદ અને વ્યયને જુઓ. પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન થઈ રહ્યું છે અને વિનષ્ટ થઈ રહ્યું છે. ઉત્પન્ન અને - વિનષ્ટ થતા અણુને જુઓ. આચારાંગ સૂત્રનું એક મહત્ત્વપૂર્ણ સૂક્ત છે – આ શરીરમાં કે 1 થતી જે ક્ષણો છે તે ક્ષણોને જુઓ. અત્યારની ક્ષણે શરીરમાં શું થઈ Sી તો માપીરનું આરોગ્યશાસ્ત્ર + 10" , , ર મહાવીરનું આરિયર ક Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ રહ્યું છે ? ભોજન કર્યું અને પાચન થઈ રહ્યું છે એ તો સ્વયંચાલિત ક્રિયા છે. તેમાં કશું કરવું નથી પડતું. પરંતુ ધ્યાન આપીએ તો પાચન પણ સારું થવા લાગશે. નાભિને જુઓ, તો પાચનની ક્રિયા સુધરવા લાગશે. આપણી અંતઃસ્રાવી ગ્રંથિઓને જોઈશું તો તે પોતાનું કામ ફરીથી સમ્યક્ રીતે કરવા લાગશે. આપણને પ્રભાવિત કરનારી ત્રણ મુખ્ય ગ્રંથિઓ છે – એડ્રીનલ, પિચ્યુટરી અને થાઈરોઈડ, આપણી આ ત્રણ ગ્રંથિઓ શક્તિ-સ્રોત છે. તે આપણને સૌથી વધુ પ્રભાવિત કરે છે. આ ગ્રંથિઓને જુઓ, તેમની ક્રિયા બિલકુલ સરસ થઈ જશે. જોવાની શક્તિ બહુ મોટી શક્તિ છે. જો જોવાની શક્તિ ઉપર ધ્યાન આપવામાં આવ્યું હોત તો આપણો ત્રણ સ્તર ઉપર જીવનનો જે પ્રવાહ ચાલી રહ્યો છે તે સંતુલિત બની ગયો હોત. ત્રણ સ્તર છે એક શારીરિક (ફિજિકલ) સ્તર, બીજો ચૈતસિક (સાઈકિક) સ્તર અને ત્રીજો આધ્યાત્મિક (સ્પિરિચ્યુઅલ) સ્તર. આ સ્તરો ઉપર આપણા જીવનનો જે પ્રવાહ વહી રહ્યો છે તે પ્રવાહને સંતુલિત કરી શકાય છે. જીવનનો પ્રવાહ ચાલે છે, તેમાં અનેક સ્થિતિઓ આવે છે. આપણે એક સ્થૂળ ઉદાહરણ લઈએ. કેટલાંક પક્ષીઓ એવાં હોય છે કે જે ઇંડાંનું સેવન કરે છે અને કેટલાંક પક્ષી એવાં છે કે જે સેવન કરતાં નથી. માત્ર ઇંડાંની સામે જઈને બેસી રહે છે, જોયા કરે છે અને ઠંડાં પાકી જાય છે. માછલીઓ શું શેક કરે છે ? નથી કરતી. માત્ર દર્શન અને સ્પર્શન. કેટલાંક પક્ષી સ્પર્શ કરે છે, ઈંડાં ઉપર બેસી જાય છે. કેટલાંક પક્ષી માત્ર જુએ છે અને જોવા માત્રથી જ ઇંડાં પાકી જાય છે. જોવાની શક્તિ ઉપર વિશ્વાસ કરીએ સમસ્યા એ છે કે જોવાની શક્તિ ઉપર હજી ભરોસો નથી, વિશ્વાસ પેદા થયો નથી. જો આપણો વિશ્વાસ દૃઢ થઈ જાય, આત્મ સંકલ્પથી જોઈએ તો સમગ્ર ક્રિયા બદલાઈ જશે. સાધક ચૈતન્ય કેન્દ્રો ઉપર ધ્યાન કરે છે, શરીરપ્રેક્ષાનો પ્રયોગ કરે છે, એ ન તો કોઈ જાપ છે, ન કોઈ ધ્વનિ છે, ન કોઈ મંત્ર છે. માત્ર દર્શન છે. જ્યારે આપણે જોવાનું શરૂ કરીએ છીએ ત્યારે ત્યાંના તમામ અવયવો સક્રિય બની જાય છે. આ જોવાની શક્તિ છે. આપણે એ સચ્ચાઈ ઉપર વિશ્વાસ મૂકીએ કે જોવાની શક્તિ એક વિચિત્ર શક્તિ છે. મહાવીરનું સત્યસાર US Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ તેનું કારણ એ છે કે આંખથી જોવામાં આવે છે ત્યારે આંખ દ્વારા વિદ્યુતનું ગમન થાય છે. આપણા શરીરમાંથી વીજળી નીકળવાના કેટલાક સ્રોત છે. આંખ, વાણી અને આંગળીઓ દ્વારા ઘણી વીજળી નીકળે છે. સ્પર્શચિકિત્સામાં દક્ષ (નિષ્ણાત) વ્યક્તિ આંગળીનો સ્પર્શ કરે છે એક દમ આરામ જેવું લાગે છે. જે લોકો મરદન કરે છે તે ખૂબ કુશળ હોય છે. તેઓ પગને દબાવે છે અને પીડા મટી જાય છે. કેટલાક લોકો હાથ ફેરવે છે, હસ્તસ્પર્શ કરે છે અને દર્દ વિલીન થઈ જાય છે. એક માણસે ક્યું કે, ભાઈ ! થોડોક હાથ ફેરવો. તે વ્યક્તિ સ્પર્શચિકિત્સામાં દક્ષ હતી. તેણે હાથ વડે સ્પર્શ કર્યો અને થોડીક વારમાં દર્દ મટી ગયું. કશી જ દવા ન આપી છતાં તે શી રીતે મટ્યું ? આંગળીઓ દ્વારા જે વિદ્યુત નીકળે છે તે વિદ્યુત શરીરમાં જઈને પીડાને વેરવિખેર કરી દે છે. મરદન કરનાર લોકો એટલા કુશળ હોય છે કે આંગળીઓના સ્પર્શ દ્વારા પીડાને મટાડી દે છે. જેવી રીતે આંગળીઓમાંથી વીજળી નીકળીને શરીરને સ્વસ્થ બનાવે છે. તેવી જ રીતે આપણી વાણી દ્વારા પણ વીજળી નીકળે છે. એક શબ્દ એવો કહ્યો, વાણીનો એવો પ્રયોગ કર્યો કે ઘનાત્મક વીજળી નીકળી અને બીમાર માણસ ઊભો થઈ ગયો. એક શબ્દ એવો કહેવામાં આવ્યો કે જે વ્યક્તિ બીમાર નહોતી, તે પણ બીમાર બની ગઈ. વીજળી પોતાનું કામ કરે છે. તેનાં પોઝિટિવ અને નેગેટિવ એમ બે પ્રકારનાં કાર્યો હોય છે. ત્રીજો મુખ્ય સ્રોત છે - દૃષ્ટિ, તેમાંથી વીજળી નીકળે છે અને તે વીજળી જેના ઉપર જાય છે તેને પ્રભાવિત કરે છે. વિદ્યુતની પૃષ્ઠભૂમિમાં છુપાયેલો રહે છે ભાવ‚ જ્યારે વિધાયક ભાવ હોય, ત્યારે આંખોમાંથી જે વિદ્યુત કિરણો નીકળે છે તે સામેની વ્યક્તિને સ્વસ્થ બનાવી દે છે. જ્યારે સારો ભાવ નથી હોતો ત્યારે વિદ્યુત કિરણો અભિશાપાત્મક નીકળે છે, નિગ્રહાત્મક નીકળે છે અને તે વ્યક્તિને રોગી બનાવી દે છે. આ આંખનું કામ છે. આપણે આંખને બંધ કરીને અંતર્દષ્ટથી જોઈએ તો વધુ શક્તિશાળી કામ થઈ જાય છે. ભલે પોતાને જોઈએ કે ભલે બીજાને જોઈએ, આંખ બંધ કરીને બીજાને જોઈ શકાય છે અને તેનો પ્રભાવ પણ તે રોગી ઉપર પડી શકે છે. પોતાના શરીરના જે અવયવને જોવામાં આવે છે તેના ઉપર પણ તેનો પ્રભાવ પડે છે. મહાવીરનું આણુશાસ્ત્ર - ૧૦૩ Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ઘણાં વર્ષો પહેલાંની વાત છે. જેઠાભાઈ ઝવેરી આવ્યા. તેઓ રોગથી પીડિત હતા. તેમના ગળામાં પટ્ટો બાંધેલો હતો. તેમણે કહ્યું કે હું સીધો બેસી શકતો નથી. ગળામાં પટ્ટો બાંધી રાખવો પડે છે. તેમને પ્રાણ-સંચારનો પ્રયોગ કરાવવામાં આવ્યો. પ્રાણ-સંચાર જોવાનો પ્રયોગ છે. પ્રયોગ શરૂ કર્યો. તેઓ પ્રબુદ્ધ વ્યક્તિ હતા. બીજા દિવસે જાતે જ પ્રાતઃકાળે સૂર્ય સામે બેસી ગયા અને પ્રયોગ કર્યો. કેટલાક દિવસો સુધી આ રીતે પ્રયોગ કર્યો અને અંતે પટ્ટો નીકળી ગયો. તેઓ સીધા બેસવા લાગ્યા. મેં પૂછ્યું કે આ શી રીતે બન્યું ? શું કોઈ દવા લીધી હતી ? તેમણે કહ્યું કે પ્રાણ-સંચારના પ્રયોગ દ્વારા આ દર્દ દૂર થયું. જે દવા હું લેતો હતો તે પણ હવે લેવી નથી પડતી. બીમારીને મટાડે છે શરીર એક પ્રબુદ્ધ માણસે કહ્યું કે, અમે દવા લઈએ છીએ, દવા એક વખત બીમારીને અટકાવે છે ખરી પરંતુ બીમારીને મટાડતી નથી. મેં કહ્યું કે, બીમારી આખરે મટશે શી રીતે ? શરીર જ બીમારીને મટાડે છે. પ્રાકૃતિક ચિકિત્સાનો તો એ મૂળ સિદ્ધાંત છે. મેડિકલ સાયન્સનું પણ એ જ મંતવ્ય છે કે ક્ષતિની પૂર્તિ કરવી, શરીરને સ્વસ્થ બનાવવું એ શરીરનું જ કામ છે. શરીરમાં એવી વ્યવસ્થા છે કે એક આંખ કામ ઓછું કરતી હશે તો બીજી આંખ તેને પૂર્ણ સહયોગ આપવા લાગશે. એક કીડની ઓછું કામ કરશે તો બીજી કીડની સમગ્ર જવાબદારી નિભાવવા લાગશે અને જીવનભર કામ ચલાવશે. કોઈ પણ અવયવ કામ ઓછું કરે છે ત્યારે બીજા અવયવો તેને પૂર્ણ સહયોગ આપે છે. એ પણ સ્વાભાવિક વ્યવસ્થા છે કે જે અવયવમાં ઊણપ હોય છે તેને બીજા અવયવો સહાય કરે છે. સમાજે આ શીખવાની વાત છે કે એક અવયવની ઊણપ થતાં શરીરનો બીજો અવયવ કેવી રીતે તેને સહયોગ આપે છે. સામાજિક પ્રાણી કદાચ આવું કરતું નથી. આ એક બોધ પાઠ છે કે સહયોગ કર્યા વગર બીજી આ વ્યક્તિ સ્વસ્થ કઈ રીતે રહી શકે ? શરીર પણ સ્વસ્થ ન રહી ન શકે - જો બીજા અવયવો સહયોગ ન આપે તો. મસ્તિષ્કની આ એક કોશિકા ઓછું કામ કરતી હશે તો બીજી કોશિકા સક્રિય વરસ મહાવીરનું આરોગ્યશાસ્ત્ર ૧ ૧0૮ . , , AL 2 ) ; મારી ને કે હું મારા દા 5 ઇંદ કે * * * * * * * * * * Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ બની જશે. કોઈ ઘરમાં બે નોકર હોય છે. એક બહાર જાય છે ત્યારે બીજો નોકર બંનેનું કામ સંભાળી લે છે. પરંતુ કદાચ સમાજમાં એવું થતું નથી. એક વ્યક્તિ નબળી હોય છે તો તેની જવાબદારીને કોઈ બીજું સંભાળી લે એવું બનતું નથી, પરંતુ શરીરમાં આ બધી પ્રક્રિયા ચાલે છે. વાસ્તવમાં બીમારીને કોણ મટાડે છે ? શરીર જ મટાડે છે. આપણા શરીરમાં પેદા થનારાં રસાયણો જ શરીરને દુરસ્ત કરે છે. તે માટે માત્ર એક અપેક્ષા છે કે આપણે જોવાનું શીખી લઈએ. આ જોવાની કલા આવડી જાય તો ઘણાં પરિવર્તનો આવી શકે તેમ છે. મહાવીરની ધ્યાન કરવાની પદ્ધતિ એ કોઈ જપ કરવાની પદ્ધતિ નથી. પસહાયક બની શકે છે, પરંતુ તે ધ્યાનની પદ્ધતિ નથી કે ન તો કોઈ બીજો પ્રયોગ કરવાની પદ્ધતિ છે, પરંતુ તે માત્ર જોવાની પદ્ધતિ છે - ઉપરને જુઓ, મધ્યને જુઓ અને નીચેને જુઓ. શરીરને ત્રણ ભાગોમાં વિભક્ત કરી દેવામાં આવ્યું - શરીરના ઉપરના ભાગને જુઓ, શરીરના મધ્ય ભાગને જુઓ અને શરીરના અધોભાગને જુઓ. તમામ શક્તિઓ ક્યાં છુપાયેલી છે? શરીરમાં જ છુપાયેલી છે. શરીરને જોવાનું છે. તેને આંખ ખોલીને જેટલું સારું જોઈ શકાય છે, તેનાથી વધુ સારું આંખનો સંયમ કરીને જોઈ શકાય છે. વિચારને જુઓ આપણે જોવા દ્વારા ચાર સમસ્યાઓનું સમાધાન કરીએ. અનિદ્રા રોગનું સમાધાન અને પાચનતંત્રની સમસ્યાનું સમાધાન – એ શારીરિક છે. ત્રીજું છે સારું મન. મન પ્રત્યે આપણી જાગરૂકતા વધે, અનિષ્ટ ચિંતન ન થાય, કારણ કે જયારે જયારે વ્યક્તિ કોઈ બીજા પ્રત્યે અનિષ્ટ ચિંતન કરે છે ત્યારે ત્યારે સામેની વ્યક્તિ પ્રભાવિત થાય કે નહિ, પરંતુ ચિંતન કરનાર વ્યક્તિ તો નિશ્ચિત રૂપે | પ્રભાવિત થાય જ છે. આપણા વ્યાખ્યાકારોએ તેનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે કે અનિષ્ટ ચિંતનને કારણે કેવા પ્રકારના અનિષ્ટ પુદ્ગલોનું િવિકિરણ થાય છે, તે આપણા શરીરને કેવી રીતે પ્રભાવિત કરે છે. - મનને પણ જોવાનું શીખીએ. તે પણ એક તંત્ર છે. જે ચિંતન આવી રહ્યું છે તેને પણ જુઓ, કેવા પ્રકારનો વિચાર આવી રહ્યો છે તેની મહાવીરનું આ યRI # ૧nt , , , , a pી હા જી ડી જ (25-30 ટકા Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રેક્ષા કરો. ચિંતનને જુઓ. વિચારને જોશો તો ચિંતન સ્વસ્થ બનશે, માનસિક આરોગ્ય સારું બનશે અને શરીર પણ સારું રહેશે. ભાવને જોવાનું શીખો ચોથી વાત છે ભાવને જોવાનું શીખીએ. કયો ભાવ પેદા થઈ રહ્યો છે તે પ્રત્યે જાગરૂક રહીએ. એ સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે કે જે ભાવ પેદા થતો હોય તેને જોવો. ક્રોધ ક્યાંથી પેદા થઈ રહ્યો છે ? એ જ વખતે ક્રોધને જોઈ લો. ક્રોધ આગળ વધશે જ નહિ. સ્થૂળને શી રીતે જોશો ? મૂળ તો એ જ છે કે ક્રોધને જુઓ. એનું તાત્પર્ય એ છે કે જ્યાં ક્રોધ પેદા થઈ રહ્યો છે, તે સ્રોતને જુઓ. ક્રોધ આગળ વધશે નહિ. ક્રોધ ત્યાં જ શાંત થઈ જશે. અહંકાર પેદા થઈ રહ્યો છે. તમે તરત જ જુઓ કે અહંકાર ક્યાંથી પેદા થઈ રહ્યો છે ? આપણા મસ્તિષ્કમાં તમામ સ્થાન નિશ્ચિત છે. જેટલા ભાવ પ્રગટ થાય છે તે તમામનાં આપણા મસ્તિષ્કમાં સ્થાન છે. જે વૃત્તિ પેદા થવાની શરૂ થઈ છે, જે ભાવ પેદા થવાનો શરૂ થયો છે તેના ઉપર ધ્યાન સ્થિર કરો, જોવાનું શરૂ કરી દો, તો બીમારી આગળ નહિ વધે. ચિકિત્સાનો મહામંત્ર આ પ્રેક્ષા માનસિક ચિકિત્સા, ભાવ ચિકિત્સા અને શરીર ચિકિત્સાનો મહામંત્ર છે. બીમારીઓ ત્રણ પ્રકારની છે : શરીરની બીમારી, મનની બીમારી અને ભાવની બીમારી. ત્રણેની ચિકિત્સાનું સૂત્ર છે – શરીરને જુઓ, મનને જુઓ, ભાવને જુઓ અને ભાવના સ્રોતને જુઓ. ચિકિત્સાનું આ સૂત્ર એટલું બધું મહત્ત્વપૂર્ણ છે કે જો તેના વિશે સમ્યકુ મનન કરીએ, સ્ત્રોતને શોધીએ તો ઊંડાણ સુધી પહોંચી શકીએ. ક્રોધનો સ્રોત ક્યાં છે ? ક્રોધ કથા પેદા થાય છે ? મેડિકલ સાયન્સમાં તેનું બહુ સારું જ્ઞાન મળી શકે છે. તે બિંદુ ઉપર ધ્યાન સ્થિર કરીએ, તે બિંદુને જોવાનો પ્રયત્ન કરીએ તો જીવનનો કાયાકલ્પ થઈ શકે છે. દર્શનની પદ્ધતિ એ અધ્યાત્મ ચેતનાના | જાગરણની પદ્ધતિ છે, ચિકિત્સાની પદ્ધતિ છે. તેનું સમ્યફ મૂલ્યાંકન અને તેનો સમ્યકુ ઉપયોગ કરીને આપણે અનેક શારીરિક તથા કે માનસિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકીશું. કરી બાકી, મહી, મહાપીરનું આરોગ્યશાસ્ત્ર + ૧૧ સમજ "કેવી Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ અને આરોગ્ય અધ્યાતમ જગતમાં અનેક પ્રયોગો આવિષ્કૃત થયા. તેમાં કાયોત્સર્ગ આધારભૂત પ્રયોગ છે. કાયોત્સર્ગ થવાથી બીજા પ્રયોગો સહજરૂપે સિદ્ધ થઈ જાય છે. તેના અભાવે કોઈપણ પ્રયોગ પૂર્ણ થતો નથી. તેથી કાયોત્સર્ગને અધ્યાત્મસાધનાની આધારશિલા ગણવામાં આવે છે. ધ્યાનના તમામ પ્રયોગો કાયોત્સર્ગથી શરૂ થાય છે. કાયોત્સર્ગનો પ્રયોગ ખૂબ વ્યાપક છે. હઠયોગનો શબ્દ છે - શવાસન, મડદા જેવા થઈ જવું. જૈન યોગનો શબ્દ છે – કાયોત્સર્ગ. તેમાં મડદા જેવા થવાનું નથી, પરંતુ કાયાનો ઉત્સર્ગ કરવાનો છે. તેમાં શારીરિક પ્રવૃત્તિઓનું શિથિલીકરણ થાય છે. માત્ર શિથિલીકરણ જ નહિ, ચૈતન્ય પ્રત્યે જાગરૂકતા પણ થાય છે. કાયોત્સર્ગનું સૌથી મોટું સૂત્ર છે – મમત્વનું વિસર્જન. જ્યાં સુધી મમત્વની ગ્રંથિ પ્રબળ રહે છે ત્યાં સુધી અધ્યાત્મની સાધના પણ નથી થતી અને શારીરિક-માનસિક બીમારીઓ માટે ચોક્કસ પુષ્ટભૂમિ પણ તૈયાર રહે છે. શરીર કે મનની કોઈ પણ બીમારી કોઈ ગ્રંથિની પ્રબળતાને કારણે જ આવી શકે છે, ઉછે૨ પામી શકે છે અને પોતાનું આસન જમાવી શકે છે. મહત્વનું વિસર્જન એ સૌથી મોટી વાત છે. શરીર પ્રત્યે આપણી આસક્તિ ન રહે તો શરીર વધુ કામ આપે છે. શરીર પ્રત્યે આસક્તિ વધે છે ત્યારે ' પછી તે બીમારીઓને ઉત્તેજન આપવા લાગે છે. વિકસિત થાય છે અલ્ફા તરંગ ભગવાન મહાવીરનું એક વચન ખૂબ મહત્ત્વપૂર્ણ છે – - કાયોત્સર્ગ તમામ દુઃખોનો મોક્ષ કરનાર છે, તમામ દુઃખોથી મુક્તિ કરતા મહાપીનું આયણાય કે ૧૧ તિન કટ મિક Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ અપાવનાર છે. આ એક નાનકડું સૂત્ર છે, પરંતુ તેની મર્મસ્પર્શી વ્યાખ્યા કરવાનું ભારે મુશ્કેલ કામ છે. કાયોત્સર્ગ તમામ દુઃખોથી મુક્તિ કેવી રીતે આપી શકે છે ? જો વિજ્ઞાનના સંદર્ભમાં આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ તો વાત કાંઈક અંશે સમજાય છે. મસ્તિષ્કના અનેક તરંગો છે – અલ્ફા, બીટા, થીટા, ગામા વગેરે. જ્યારે જ્યારે અલ્ફા તરંગ હોય છે ત્યારે ત્યારે માનસિક તનાવમાંથી મુક્તિ મળે છે, શાંતિ પ્રસ્ફટિત થાય છે. કાયોત્સર્ગની સ્થિતિમાં અલ્ફા તરંગને વિકસિત થવાની તક મળે છે. કાયોત્સર્ગ કરતાં જ અલ્ફા તરંગો જાગવા લાગશે અને માનસિક તનાવ ઘટવાનું શરૂ થઈ જશે. ઈ. સી. જી. કરનારા નિર્દેશ આપે છે કે શરીરને બિલકુલ ઢીલું મૂકીને સૂઈ જાવ. દાંત કાઢતી વખતે ડૉક્ટર સૂચના આપે છે કે જડબાને તદ્દન ઢીલું કરી દો. જડબું તંગ રહે તો દાંત નીકળી શકતો નથી અને પીડા પણ વધુ થાય છે. દર્દને મટાડવું હોય, દર્દને ઘટાડવું હોય તો કાયોત્સર્ગ અનિવાર્ય છે. તનાવ અને દર્દ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આપણે તેની વ્યાખ્યા કરીએ. તાજેતરમાં જ જે નવી શોધ થઈ છે તે એ છે કે રસાયણ દ્વારા આપણે પીડાને દૂર કરી શકીએ છીએ. આપણા મસ્તિષ્કમાં, સુષુપ્સામાં અનેક રસાયણો પેદા થાય છે, જે પીડાને ઓછી કરી દે છે. જ્યારે જ્યારે વ્યક્તિ ઊંડી ભક્તિ તરફ વળે છે, તેની વૈરાગ્ય ભાવના વધે છે, ધ્યાનની સ્થિતિ ગહન બને છે ત્યારે ત્યારે તે રોગજનિત પીડાને ભૂલી જાય છે. એ જ પીડાશામક સ્થિતિ બને છે કાયોત્સર્ગની સ્થિતિમાં. કાયોત્સર્ગની સ્થિતિમાં દરેક પીડા ઓછી થઈ જાય છે. આ સંદર્ભમાં મહાવીરનું એ વચન – “કાયોત્સર્ગ તમામ દુઃખોને શાંત કરનાર છે.' – કેટલું બધું મૂલ્યવાન અને મહત્ત્વપૂર્ણ છે ! જ્યાં તનાવ આવશે ત્યાં દર્દ વધી જશે. તનાવ અને દર્દને ગાઢ સંબંધ છે. જેવો તનાવ ઘટશે કે તરત પીડા ઓછી થઈ જશે. શરીરને ઢીલુ કરો, શિથિલ કરો તો પીડા વિલીન થઈ જશે. જે રસાયણ આપણા શરીરમાં પેદા થાય છે, તે રસાયણોને પેદા કરવા માટે કાયોત્સર્ગ સૌથી ના મહત્ત્વનો પ્રયોગ છે. મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + ૧૩ કારણે MEયાસ કરી ૫૧ - * કા . Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ સંજીવની બુટ્ટી .. ‘કાયોત્સર્ગ-શતક' કાયોત્સર્ગ વિશે વિશેષ પ્રકાશ પાડનારો ગ્રંથ છે. તેમાં કાયોત્સર્ગ વિષયક અગત્યની સૂચનાઓ મળે છે. કાયોત્સર્ગનો લાભ શો છે ? કહેવામાં આવ્યું કે - ‘તેના દ્વારા દેહની જડતા અને મતિની જડતાનું શુદ્ધીકરણ થાય છે.' પ્રાચીન વ્યાખ્યાકારોએ એટલું કહ્યું કે – દેહ અને મતિની જડતા મટે છે. આજે વિજ્ઞાનયુગમાં દેયુક્ત જડતાને શાંત કરીએ તો ઘણી બધી નવી વાતો મળી શકે છે. કાયોત્સર્ગ દ્વારા રક્ત-વિકાર અથવા મોહ શાંત થઈ જાય છે. વિકારની જે બીમારી છે તે કાયોત્સર્ગમાં શાંત થઈ જશે. લોહીના દબાણની બીમારી માટે કાયોત્સર્ગ સંજીવની બુટ્ટીનું કામ કરે છે. જે લોકોને લોહીનું દબાણ હતું, પ્રેક્ષાધ્યાન શિબિર દરમ્યાન તેમને કાયોત્સર્ગના પ્રયોગ કરાવવામાં આવ્યા. તેનું પરિણામ એ આવ્યું કે જેમને લોહીનું દબાણ ૧૭૦ હતું તેમને અડધા કલાકના કાયોત્સર્ગ પછી ૧૪૦ થઈ ગયું. અડધા કલાકમાં આટલો મોટો તફાવત પડી શકે છે ! જો લાંબા સમય સુધી પ્રયોગ કરવામાં આવે તો ઘણો તફાવત પડી શકે, લાંબા સમય સુધીના કાયોત્સર્ગની એક પદ્ધતિ રહી છે. ગંભીર માનસિક બીમારી માટે કહેવામાં આવ્યું કે પહેલા દિવસે પૂર્ણ કાયોત્સર્ગ, દિવસ-રાતનો કાયોત્સર્ગ કરવો. બીજા દિવસે તેનાથી ઓછો. ત્રીજા દિવસે ફરીથી અહોરાત્રિ કાયોત્સર્ગ અને ચોથા દિવસે તેનાથી ઓછો. આ ક્રમ બરાબર ચાલવો જોઈએ. નવ દિવસનો આ ક્રમ હોય છે. આ ક્રમ પ્રમાણે પ્રયોગ કરીએ તો ગંભીર માનસિક બીમારી શાંત થઈ જશે. કાયોત્સર્ગની એક લાંબી પ્રક્રિયા છે. એક દિવસનો કાયોત્સર્ગ, બે દિવસનો કાયોત્સર્ગ અને બાર દિવસનો કાયોત્સર્ગ. આ દીર્ઘકાલિક કાયોત્સર્ગ લોહીના દબાણ અને હૃદયરોગ માટે ખૂબ કલ્યાણકારી છે. હૃદય, મસ્તિષ્ક અને કરોડરજ્જુ માટે તે ખૂબ ઉપયોગી છે. આ ત્રણેયને આરામ આપવો એ કાયોત્સર્ગનો મુખ્ય પ્રયોગ છે. જો એ ત્રણેય સ્વસ્થ હશે તો બધું જ બરાબર રહેશે. મસ્તિષ્ક, હૃદય અને કરોડરજ્જુ જો બરાબર કામ કરતાં હશે તો આરોગ્યની ઘણી સુવિધા થઈ જશે. માનસિક તનાવ અને તેના દ્વારા ઉત્પન્ન વિકૃતિ માટે મહાપીરનું માટેયશાસ્ત્ર * ૧૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ જેવો મહત્ત્વપૂર્ણ ઉપાય કે ચિકિત્સાની બીજી કોઈ પદ્ધતિ નથી. મનોચિકિત્સક પાસે રોગી જાય છે ત્યારે ચિકિત્સક તેને સૌ પ્રથમ સૂચના આપે છે કે – “તમે શરીરને તદન ઢીલું કરીને સૂઈ જાવ.” માંસપેશીઓની શિથિલતા, મસ્તિષ્કીય સ્નાયુઓની શિથિલતા, સમગ્ર શરીરની શિથિલતા –- તદ્દન ઢીલું છોડી દો. આવી સ્થિતિમાં પ્રાણનું સંતુલન થઈ જાય છે. પ્રાણનું સંતુલન કાયોત્સર્ગની મુદ્રામાં થાય છે. પ્રાણ સંતુલનનો પ્રયોગ અસંતુલિત પ્રાણ અનેક બીમારીઓ માટે જવાબદાર છે. પ્રાણના અસંતુલનની બીમારીને હજી મેડિકલ સાયન્સ પકડી શક્ય નથી. જ્યાં જ્યાં પ્રાણઊર્જા વધુ એકઠી થઈ જશે ત્યાં ત્યાં કોઈ ને કોઈ ગરબડ જરૂર પેદા કરશે. શરીરમાં પ્રાણઊર્જા સંતુલિત રહેવી જોઈએ. નાડીઓમાં પ્રાણઊર્જાનો પ્રવાહ સુતલિત રહેવો જોઈએ. જ્યાં ઊર્જા વધુ એકઠી થશે ત્યાં સમસ્યા પેદા થઈ જશે. માણસના કામકેન્દ્રમાં વધુ એકઠી થશે તો કામવાસના પ્રબળ બનશે. તે એટલી બધી વધી જશે કે તેને સહન કરવાનું મુશ્કેલ બની રહેશે. જ્યાં જ્યાં પ્રાણઊર્જા આવશ્યકતા કરતાં વધુ એકઠી થશે ત્યાં બીમારી પેદા કરી દેશે. જો નાભિમાં વધુ જમા થશે તો ગુસ્સો આવવા લાગશે, ચીડિયાપણું વધી જશે, અનેક વિકૃતિઓ પેદા થઈ જશે. પ્રાણનું સંતુલન રહે તો વ્યક્તિ અનેક વિકૃતિઓથી બચી શકે છે. પ્રાણસંતુલનનો એક સુંદર ઉપાય કાયોત્સર્ગ છે. જ્યાં શિથિલતા હોય છે ત્યાં પ્રાણઊર્જાનું અસંતુલન સંતુલનમાં બદલાઈ જાય છે. પ્રાણનો પ્રવાહ આપોઆપ ઠીક થવા લાગે છે. પ્રાણસંતુલનનો એક ઉપાય છે - મંદશ્વાસ. શ્વાસને મંદ કરવો ખૂબ જરૂરી છે. સારા આરોગ્ય માટે એક મોટી શરત એ છે કે શ્વાસ ક્યારેય ઝડપી ન થવો જોઈએ. કાયોત્સર્ગ કરીએ તો શ્વાસ I આપોઆપ મંદ બની જશે. કાયોત્સર્ગ કરતાં પહેલાં શ્વાસની સંખ્યા તે માપી લો અને દસ મિનિટના કાયોત્સર્ગ પછી શ્વાસની સંખ્યા ફરીથી માપશો તો જણાશે કે શ્વાસની સંખ્યા ઘટી ગઈ હશે, મંદ થઈ ગઈ હશે. પ્રાણનું સંતુલન, શ્વાસને મંદ કરવો એ બધું કાયોત્સર્ગની અવસ્થામાં સહજ પ્રાપ્ત બને છે. છે મા મહાવીરનું આરોગ્યશાસ્ત્ર ૧૧૪ | કી iા કામ, For Personal and Private Use Only Jain Educationa International Page #127 -------------------------------------------------------------------------- ________________ અનિદ્રા અને કાયોત્સર્ગ અનિદ્રાનો રોગ આજે અત્યત વ્યાપક બન્યો છે. નિદ્રા નથી આવતી, ભારે મૂંઝવણ રહે છે. કાયોત્સર્ગ નિદ્રાની સર્વોત્તમ ગોળી (ટેબલેટ) છે. જે લોકોએ યોગ્ય રીતે કાયોત્સર્ગ સાધ્યો હશે તેમને ક્યારેય અનિદ્રાની બીમારી પજવશે નહિ. થાક પણ એક મોટી સમસ્યા છે. ઘણી બધી બીમારીઓ થાકને કારણે પેદા થાય છે. ખૂબ માનસિક શ્રમ કરવાથી મસ્તિષ્ક થાકી જાય છે. ખૂબ શારીરિક શ્રમ કરવાથી શરીર થાકી જાય છે. હૃદય પાસેથી વધુ કામ લેવામાં આવે તો હૃદય થાકી જાય છે. કીડની પાસેથી વધુ કામ લેવામાં આવે તો કિડની થાકી જાય છે. લીવર પાસેથી વધુ કામ લેવામાં આવે તો લીવર થાકી જાય છે. શારીરિક અથવા આંગિક જે થાક પેદા થાય છે તે થાક બીમારી પેદા કરે છે. કાયોત્સર્ગ થાકને મટાડવાનો બહુ સરસ ઉપાય છે. જો તમને થાક લાગ્યો હોય તો પાંચ મિનિટ માટે કાયોત્સર્ગમાં ચાલ્યા જાવ, થાક એકદમ મટી જશે. ખેંચાણ અને શિથિલીકરણ યોગાસનની પદ્ધતિમાં વિધાન કરવામાં આવ્યું કે આસન કરો. આસનનું કામ છે ખેંચાણ પેદા કરવું, તનાવ પેદા કરવો. માંસપેશીઓને તનાવ આપવાનું પણ ખૂબ જરૂરી છે. માંસપેશીઓને તનાવ આપો અને તનાવ પછી તેમને ઢીલી છોડી દો. આરોગ્યનું એ ખૂબ મહત્ત્વપૂર્ણ સૂત્ર છે કે ખેંચાણ આપો અને શિથિલીકરણ કરો. એવું વિધાન છે કે સર્વાગ આસન કરો, ત્યાર પછી વિપરીત આસન મસ્યાસન કરો. તેની વચ્ચે એક મિનિટનો કાયોત્સર્ગ કરો. ભુજગાસન કે કોઈ અન્ય આસન કરો ત્યારે વચ્ચે એક મિનિટનો કાયોત્સર્ગ કરો. દરેક આસન પછી એક મિનિટનો કાયોત્સર્ગ કરો. જો માત્ર તનાવ જ તનાવ આપતા રહેશો તો આસન પણ નુકસાન કરશે. આપણું હૃદય પણ નિરંતર ચાલતું નથી. હૃદય ખૂબ સારો કાયોત્સર્ગ કરે છે. ' તે એક ક્ષણ ચાલે છે અને એક ક્ષણ પછી કાયોત્સર્ગમાં ચાલ્યું જાય છે. આમ કરે છે તેથી જ તે ચોવીસે કલાક ધબકી શકે છે. જો કાયોત્સર્ગ ન કરે તો તે આટલું બધું કામ કરી શકે નહિ. આરોગ્યનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે - ખેંચાણ અને શિથિલીકરણ. આ કાયોત્સર્ગ વિશ્રામ આપનારો છે. તે શરીર અને મન બંનેને વિશ્રામ છે Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ આપે છે. આપણી શારીરિક અને માનસિક પ્રણાલીને સ્વસ્થ રાખવાનું મહત્ત્વપૂર્ણસૂત્ર એટલે કાયોત્સર્ગ. મન ઉપર પણ કેટલો બધો ભાર છે ! કોઈ ગધેડો, બળદ કે ઊંટ પણ જેટલો ભાર વહન કરી શકતો નથી, કોઈ ટ્રક પણ જેટલો ભાર વહન કરી શકતી નથી એટલો બધો ભાર મન વહન કરે છે ! એક નાનકડી ઘટના ઘટે છે અને ચાલી જાય છે. પરંતુ તેનો ભાર અનેક મણ – અનેક ટનથી પણ વધુ થઈ જાય છે. આટલો બધો ભાર આપણા મન અને મસ્તિષ્કને વહન કરવો પડે છે. એ ભાર શી રીતે દૂર કરી શકાય ? તે માટે ખૂબ સુંદર પ્રયોગ છે – કાયોત્સર્ગ. ભારનું વિશોધન પૂછવામાં આવ્યું કે, “ભંતે ! કાયોત્સર્ગ દ્વારા શું થાય છે ?” કહેવામાં આવ્યું કે, “જે ભાર છે, તેનું વિશોધન થાય છે. કોઈ એવું આચરણ કે એવો વ્યવહાર થઈ ગયો. કોઈ ઘટના ઘટી ગઈ અને તેને કારણે મન ઉપર જે બોજ આવી ગયો તેનું વિશોધન કાયોત્સર્ગદ્વારા થાય છે. પ્રાચીનકાળમાં પ્રાયશ્ચિત્તની વિધિ કાયોત્સર્ગ જ હતી. અમુક વ્યવહાર અકરણીય થઈ જાય તો આઠ શ્વાસોચ્છવાસનો કાયોત્સર્ગ કરો. અમુક વ્યવહાર અકરણીય બની જાય તો પંદર શ્વાસોચ્છવાસનો કાયોત્સર્ગ, પચીસ શ્વાસોચ્છવાસનો કાયોત્સર્ગ અથવા ક્રમશઃ હજાર શ્વાસોચ્છવાસનો કાયોત્સર્ગ કરો. કાયોત્સર્ગ એ ભારવિશોધનની અને પ્રાયશ્ચિત્તની એક પ્રક્રિયા છે. તેથી આગળ મહત્ત્વની સૂચના એ આપવામાં આવી કે જ્યારે પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ થઈ જાય છે, જ્યારે તે બોજ ઊતરી જાય છે, ત્યારે હૃદય શાંતિપૂર્ણ બની જાય છે. જેવી રીતે અનાજનો કોથળો ઊંચકનાર માણસ તેને ઊંચકતી વખતે ભારનો અનુભવ કરે છે, પરંતુ જ્યારે તે તે કોથળાને ઊતારીને વિશ્રામ લે છે ત્યારે તેને એવો અનુભવ થાય છે કે જાણે તે બિલકુલ હળવો બની ગયો હોય. આપણાં આચરણો, વ્યવહારો, ઘટનાઓ. પરિસ્થિતિઓનો મગજ ઉપર જે માનસિક બોજ પડે છે તે કાયોત્સર્ગ કરતાં જ એકદમ હળવો બની જાય છે. વ્યક્તિ અસીમ સુખશાંતિનો મ અનુભવ કરે છે. શારીરિક તનાવમાંથી મુક્તિ, માનસિક તનાવમાંથી મુક્તિ તથા આરોગ્યની અણમોલ નિષ્પત્તિઓ તથાસૂચનાઓ તેના દ્વારા આપવામાં આવી. કાર ના મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + ૧૧૬ Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ સમાધાન છે સંવર કાયોત્સર્ગ વગર ન તો મનની શુદ્ધિ થઈ શકે છે કે ન તો દિમાગની. તેનું પણ એક આધ્યાત્મિક, તાત્ત્વિક કારણ છે. આશ્રવ અને સંવર - આ બંને સમસ્યાઓ પેદા કરનાર છે. આશ્રવ માનસિક વિકૃતિ પેદા કરે છે અને ભાવાત્કમ વિકૃતિ પણ પેદા કરે છે. જ્યાં આશ્રવ હોય ત્યાં વિકૃતિ પેદા થશે જ. ડૉક્ટર કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સામે ખાંસી ખાતી હોય ત્યારે આપણે નાક ઉપર રૂમાલ ઢાંકી દેવો જોઈએ. કોઈને ઇન્ફેક્શન હોય તો સામેની વ્યક્તિએ નાક ઉપર રૂમાલ ઢાંકી દેવો જોઈએ. ડૉક્ટર જ્યારે ઓપરેશન કરે છે ત્યારે નાક ઉપર કપડું બાંધે છે. તેનું કારણ એ જ છે કે બીમારીનું સંક્રમણ ન થાય. નાક ખુલ્લું હશે તો શ્વાસની સાથે બીમારીનાં કીટાણુંઓ અંદર પ્રવેશી શકશે. નાક બંધ કરી લઈએ તો સંવર થઈ જાય. નાકનો સંવર કરવો જરૂરી છે. આશ્રવ સમસ્યાનું મૂળ છે. સંવર સમસ્યાનું સમાધાન છે. આપણા શરીરમાં આશ્રવ અનેક છે. આશ્રવોનો દરવાજો ખુલ્લો છે. શરીરના તમામ દરવાજા બંધ હોય તો મન કશું જ કરી શકતું નથી. શરીરનો યોગ ન મળે તો કશું જ ન થઈ શકે. મનોવર્ગણાને કોણ ગ્રહણ કરે છે ? વચનવર્ગણાને કોણ ગ્રહણ કરે છે ? શરીર કરે છે. જો શરીરનો કાયોત્સર્ગ થઈ જાય, શરીર શિથિલ બની જાય તો મનનો દરવાજો બંધ થઈ જશે, બીમારીઓનું દ્વાર પણ બંધ થઈ જશે. આ તાત્ત્વિક વાત આપણા માટે કેટલી બધી વ્યાવહારિક બને છે ! જિનભદ્રગણિએ ખૂબ મહાત્ત્વપૂર્ણ વાત કરી કે ચંચળતા એક જ છે અને તે છે શરીરની ચંચળતા. કાયાને બરાબર સાધી લીધી હોય તો મન સધાઈ જશે. વાણી સધાઈ જશે. અન્ય પણ સધાઈ જશે. કેવું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે આ ! જો આપણે તેનો બરાબર ઉપયોગ કરીએ, કાયાને સાધી લઈએ, કાયસિદ્ધિ કરી લઈએ અને સ્થિર રહેવાનું શીખી લઈએ તો અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળી જાય. રહસ્યપૂર્ણ પ્રયોગ કાયોત્સર્ગનો એક પ્રકાર છે – ઊર્ધ્વકાયોત્સર્ગ, ઊભા ઊભા કાયોત્સર્ગ કરો. ભગવાન મહાવીરે કાયાના ઉત્સર્ગના જે પ્રકારો મહાપીનું સોમ્યાત્ર ૧ ૧૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ગણાવ્યા તેમાં એક છે – ઊર્ઘકાયોત્સર્ગ. તેના દ્વારા એક રહસ્ય પ્રગટ થાય છે. ઊર્ધ્વકાયોત્સર્ગ કરવાથી પ્રાણઊર્જા સંતુલિત બની જાય છે, ક્યાંય વધુ એકઠી થઈ શકતી નથી. બ્રહ્મચર્યની સિદ્ધિનો આ રહસ્યપૂર્ણ પ્રયોગ છે. તેનું રહસ્ય એ છે કે જેનામાં રાગાત્મક પ્રવૃત્તિ હોય છે તે વધુ સમય બેસવાનું નથી ઇચ્છતો. જેનામાં Àષાત્મક પ્રવૃત્તિ હોય છે તે વધુ ચાલવાનું નથી ઇચ્છતો. આ ઓપન સાયન્સનો નિયમ છે. રાગાત્મક પ્રવૃત્તિ માટે ગમનયોગનો સંયમ અપેક્ષિત છે. કેટલું બધું રહસ્યપૂર્ણ સૂત્ર છે આ ! આ ઊર્ધ્વસ્થાન બ્રહ્મચર્યની સાધનાનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. બેસીને પણ કાયોત્સર્ગ થાય છે. તેમાં પણ આપણું ગુરુત્વાકર્ષણ ઓછું થઈ જાય છે. ઊભા ઊભા કાયોત્સર્ગ કરીએ તો ગુરુત્વાકર્ષણ ખૂબ ઓછું થઈ જાય છે. જ્યારે ગુરુત્વાકર્ષણ વધી જાય છે ત્યારે ગુરુત્વાકર્ષણ પણ ભાર પેદા કરે છે. કાયોત્સર્ગની અવસ્થામાં બેસીએ તો ગુરુત્વાકર્ષણ ઓછું થશે. સૂઈ જઈને કાયોત્સર્ગ કરીએ તો એમ જ બનશે. આ સામાન્ય પ્રકાર છે. કાયોત્સર્ગના અન્ય પણ બે પ્રકાર છે – વામપાર્શ્વશયન કાયોત્સર્ગ અને દક્ષિણપાર્શ્વશયન કાયોત્સર્ગ – ડાબા અને જમણા પડખે સૂઈ જઈને કાયોત્સર્ગ કરવો. જ્યારે પણ સક્રિયતા લાવવી હોય, પ્રાણઊર્જા વધારવી હોય ત્યારે ડાબા પડખે સૂઈ જઈને કાયોત્સર્ગ કરવો જોઈએ. તેમાં પિંગલા (સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ) સક્રિય બની જાય છે. જ્યારે આપણે જમણા પડખે સૂઈ જઈને કાયોત્સર્ગ કરીએ છીએ ત્યારે પેરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય બની જાય છે. - આ રીતે કાયોત્સર્ગની અનેક નિષ્પત્તિઓ અને પરિણતિઓ છે. આરોગ્યની દૃષ્ટિએ વિચાર કરીએ, મનનો બોજ ઊતારવાની દૃષ્ટિએ વિચાર કરીએ, માનસિક અને શારીરિક તનાવ ઓછો કરવાની દૃષ્ટિએ વિચાર કરીએ તો કાયોત્સર્ગનાં નવાં નવાં પાસાંનો અનુભવ થાય છે. જો એમ પૂછવામાં આવે કે પ્રેક્ષાધ્યાનની પદ્ધતિમાં આધારભૂત પ્રયોગ કયો છે તો તેનો ઉત્તર છે – કાયોત્સર્ગ ક પ્રેક્ષાધ્યાનનું પ્રારંભબિંદુ કાયોત્સર્ગ છે અને તેનું અંતિમબિંદુ પણ કાયોત્સર્ગ છે. તેથી તેને આત્મિક આરોગ્યનું અમોઘ સૂત્ર પણ કહી Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ અનુપ્રેક્ષા અને આરોગ્ય પ્રેક્ષા અને અનુપ્રેક્ષા આ બંને શબ્દો જોડાયેલા છે. જુઓ, ચિંતન કરો, સૂચના આપો અને જેવા ઇચ્છો તેવા બનો – એ અનુપ્રેક્ષાનો સિદ્ધાંત છે. અનુપ્રેક્ષાનો વિકાસ માત્ર આરોગ્યની દૃષ્ટિએ જ નથી થયો, તેનો પ્રથમ ઉદેશ છે - ભાવાત્મક પરિવર્તન, વ્યક્તિત્વનિર્માણ. આપણે આપણી જાતને બદલી શકીએ એ પરિવર્તનનો સિદ્ધાંત છે. જ્યારે આપણે ભાવનાઓને બદલી શકીએ છીએ ત્યારે અન્ય સમસ્યાઓમાં પણ પરિવર્તન લાવી શકીએ છીએ. તેના દ્વારા આરોગ્ય સ્વતઃ ફલિત થાય છે. પરિવર્તનનું સૂત્ર ઉત્તરાધ્યયન સૂત્રમાં પરિવર્તનનું એક મહત્ત્વપૂર્ણ સૂત્ર મળે છે. પ્રશ્ન પૂછવામાં આવ્યો, “ભંતે ! અનુપ્રેક્ષા દ્વારા જીવ શું પ્રાપ્ત કરે છે ?” મહાવીરે ઉત્તર આપ્યો કે અનુપ્રેક્ષા દ્વારા જીવને અનેક ઉપલબ્ધિઓ થાય છે – D જે કર્મ ખૂબ પ્રગાઢ સ્વરૂપે બંધાયેલું હોય તે શિથિલ બંધનમાં પરિણમે છે. pજે દીર્ઘકાલીન સ્થિતિવાળું છે, તે અલ્પકાલિક સ્થિતિવાળું બની જાય છે. જે કર્મનો વિપાક તીવ્ર થવાનો હોય તે મંદ બની જાય છે..! ર વિપાકનું મંદીકરણ અથવા પ્રદેશોદયીકરણ થઈ જાય છે. કર્મનો : વિપાક થશે તો ખૂબ ધીમો, તેની ખબર પણ નહિ પડે. વિપાકોદયને આ પ્રદેશોદયમાં બદલવો એનો અર્થ છે – કર્મ પરિપાકની ખબર ન ન પડવી. તે આપોઆપ મુક્ત થઈ જાય છે. આ વાતની જાણ મહાવીરનું આયણી ન Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ CI કર્મ પ્રદેશ જેટલા રાશિપરિમાણમાં છે, તે રાશિપરિમાણનું અલ્પીકરણ થઈ જાય છે. I અસાત વેદનીય કર્મનો ઉપચય નથી થતો. તેનું ફલિત એ છે કે જે અસાત વેદનીય કર્મ બંધાયેલું છે તેનો પણ અપચય થઈ જાય છે. અનુપ્રેક્ષાની આ નિષ્પત્તિનો આરોગ્ય સાથે સંબંધ છે અસાત વેદનીયનો બંધ થતો નથી અને જૂનો બંધ થયેલો છે તે ક્ષીણ અથવા શિથિલ બને છે. આ તમામ પિરણામો અનુપ્રેક્ષાનાં છે. તેમાં આપણે ભાવાત્મક પરિવર્તન, કર્મ પરિવર્તન અને આરોગ્ય પરિવર્તનનાં સૂત્રો શોધી શકીએ. - અનુપ્રેક્ષા ઃ ચાર ચરણ પ્રેક્ષાધ્યાનમાં જે અનુપ્રેક્ષાનો વિકાસ થયો છે, તેમાં પહેલી વાત ઉદેશના નિર્ણયની છે. આપણે સૌ પ્રથમ એવો ઉદેશ બનાવીએ કે શું કરવું છે. અલગ અલગ અનુપ્રેક્ષાઓ છે અને તેમની અલગ અલગ નિષ્પત્તિઓ છે. જો ભય દૂર કરવા ઇચ્છતા હોઈએ તો અભયની અનુપ્રેક્ષા ખૂબ ફળદાયી છે. જો પારસ્પરિક કલહ અને સંઘર્ષ દૂ૨ ક૨વા ઇચ્છતા હોઈએ તો સામંજસ્યની અનુપ્રેક્ષા ખૂબ ઉપયોગી છે. તેથી સૌ પ્રથમ ઉદેશનું નિર્ધારણ જરૂરી છે કે આપણે શું થવા ઇચ્છીએ છીએ. ઉદેશના આધારે જ કોઈપણ અનુપ્રેક્ષાનો પ્રયોગ થઈ શકે છે. જો આરોગ્યનો વિકાસ કરવો હોય તો આરોગ્યની અનુપ્રેક્ષા કરવી જોઈએ. પ્રેક્ષાધ્યાનમાં અત્યારે ત્રીસથી વધુ અનુપ્રેક્ષાના પ્રયોગો ચાલી રહ્યા છે. એટલું જ પર્યાપ્ત નથી, તેમાં પણ વિકાસને અવકાશ છે, સેંકડો અનુપ્રેક્ષાઓના પ્રયોગો વિકસિત કરી શકાય તેમ છે. પરંતુ તેમના વિકાસ અને પ્રયોગનો આધાર એ જ છે કે આપણે શું થવા ઇચ્છીએ છીએ. ઉદ્દેશને અનુરૂપ જ અનુપ્રેક્ષાનો પ્રયોગ નિર્ધારિત થઈ શકે છે. - બીજું તત્ત્વ છે – એકાગ્રતાનો વિકાસ. જે ઉદ્દેશ બનાવ્યો હોય તેના ઉપર સંપૂર્ણ એકાગ્ર બનવું જોઈએ. ત્રીજું તત્ત્વ છે. મન અને મસ્તિષ્ક ઉપર આદેશનો ઊંડાણપૂર્વકનો પ્રયોગ કરવો, આદેશને આત્મસાત કરી લેવો જોઈએ. આપણે જે થવા ઇચ્છતા હોઈએ તેને આદેશની ભાષામાં વ્યક્ત મહાવીરનું આàયશાસ્ત્ર ૫ ૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ કરવો જોઈએ. જેમ કે અભયનો વિકાસ કરવો હોય તો તેને આદેશની ભાષામાં આ રીતે વ્યક્ત કરી શકાય – “હું અભયનો વિકાસ કરવા ઇચ્છું છું. ભયની ભાવના સમાપ્ત થઈ રહી છે. અભયનો ભાવ વિકસિત થઈ રહ્યો છે.” મસ્તિષ્કને સૂચના અને આદેશ આપવાં જોઈએ કે અભયનો વિકાસ કરવો છે. હાઈપોથેલેમસ કે જે ભાવધારાનું મુખ્ય કેન્દ્ર છે તેને સૂચના આપવી જોઈએ કે તું એવા સ્ત્રાવોનો પ્રયોગ કર કે જેથી અભયની વૃત્તિ વિકસિત થઈ જાય. ચોથું તત્ત્વ છે – અનુભૂતિ અથવા ભાવનાત્મક શાબ્દિક પ્રયોગ. મસ્તિષ્કને આદેશ આપ્યા પછી અનુભૂતિને તેની સાથે જોડવાની છે. અભયની ભાવના વિકસિત થઈ રહી છે એ માત્ર શબ્દોચ્ચાર પૂરતું સીમિત ન રહેવું જોઈએ. તેને અનુભૂતિની સાથે જોડો, ભાવના સાથે જોડો. શક્તિ આવે છે ભાવના દ્વારા. યોગમાં એક બહુ સારી વાત કહેવામાં આવી છે કે – હરીતિકીને ભાવના દ્વારા ભાવિત કરો, તો તેની શક્તિ વધી જશે. ય ર લ વ – ને બીજતત્ત્વો માનવામાં આવ્યાં છે. ભાવના દ્વારા તેમનામાં શક્તિ , પેદા થઈ જાય છે. ભાવનાપૂર્વક, અનુભૂતિપૂર્વક શબ્દોનો પ્રયોગ કરો, અભયનું અવતરણ થવા લાગશે. આ અનુપ્રેક્ષાની પ્રયોગપદ્ધતિ છે. આ ચાર ચરણોમાં આપણે અનુપ્રેક્ષાનો પ્રયોગ કરીએ તો નિશ્ચિતરૂપે પરિવર્તન આવશે જ. ઑટોજેનિક ટ્રેનિંગ એ આશ્ચર્યની વાત છે કે અનુપ્રેક્ષાનો સિદ્ધાંત આપણને મળ્યો છતાં આપણે તેના ખાસ પ્રયોગો કર્યા નથી. પશ્ચિમના લોકોએ તેનો ખૂબ ઉપયોગ કર્યો. ઑટોજેનિક ટ્રેનિંગમાં પ્રત્યેક અવયવને સૂચના આપવામાં આવે છે. આ સ્વજનિત પ્રશિક્ષણની પદ્ધતિ પ્રોફેસર જોક્વાનિજ એચ. શુક્લએ વિકસિત કરી છે. આ પદ્ધતિમાં શરીરના પ્રત્યેક અવયવ ઉપર અનુપ્રેક્ષાનો પ્રયોગ કરવામાં આવે છે. જો પાચનતંત્ર ખરાબ હોય તો પાચનતંત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને સૂચના આપવામાં આવે છે કે – “પાચનતંત્ર સ્વસ્થ અને સક્રિય બની રહ્યું છે. લીવર, કીડની, આંતરડાં – વગેરે પ્રત્યેક અવયવનો અનુપ્રેક્ષા સાથે સંબંધ છે. ઑટોજેનિક ટ્રેનિંગમાં શરીરને એવી સૂચના આપવામાં , આવે છે કે – 'તું શક્તિશાળી બની જા, તારી શક્તિનો પૂરેપૂરો આ જ રી મહાવીરનું આરાયણશાસ્ત્ર ૧૧ " ક " ના ન Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ ક૨. જે બીમારીઓ છે તેને બહાર ફેંકી દે.” આ શબ્દોનો અનુભૂતિ સહિત પુનરોચ્ચાર કરવામાં આવે છે. સમગ્ર શરીર ઉપર ” આ પદ્ધતિનો પ્રયોગ કરવામાં આવે છે. અનુપ્રેક્ષા એક સુરક્ષા કવચ છે. જૈન સાધકોએ એ સ્વરૂપે ઉપયોગ કર્યો છે પરંતુ તેનો આરોગ્ય અને પરિવર્તનની દૃષ્ટિએ ઉપયોગ થયો નથી. માથાથી શરૂ કરીને પગ સુધી ચોવીસ તીર્થકરોની સ્મૃતિ અથવા સ્તુતિ કરતાં કરતાં પ્રત્યેક અવયવ ઉપર ધ્યાન કરવામાં આવે છે. તેના કારણે શરીરનું સુરક્ષાકવચ બની જાય છે. કોઈ પણ મંત્રની સાધના કરનાર મંત્રસાધના માટે બેસે છે ત્યારે સૌ પ્રથમ સુરક્ષા-કવચનું નિર્માણ કરે છે. સાધનામાં વિનો આવ્યા કરે છે અને તે વિનોના નિવારણ માટે શરીરના પ્રત્યેક અવયવનું કવચ બનાવી લે છે. અનુપ્રેક્ષાના આ સિદ્ધાંતનો સુરક્ષા-કવચ રૂપે પ્રયોગ કર્યો, પરંતુ ભાવચિકિત્સા રૂપે નથી કર્યો. એમ કહેવામાં આવ્યું કે માથાને જુઓ અને ઋષભનું ધ્યાન કરો, ભાવના કરો કે ઋષભનાથ મારા માથાની રક્ષા કરે. જો તેની સાથે એ પ્રયોગ થયો હોત કે માથાની તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ રહી છે, માથું સ્વસ્થ થઈ રહ્યું છે; તો આરોગ્યનો પ્રશ્ન પણ ઉકલી ગયો હોત. માથાથી પગ સુધી સુરક્ષા-કવચની સાથોસાથ આરોગ્યનું કવચ પણ બનાવવામાં આવ્યું હોત તો એક નવી પદ્ધતિ વિકસિત થઈ ગઈ હોત. પરંતુ એવો પ્રયોગ થયો નહિ. પશ્ચિમના લોકોએ તેનો આરોગ્યના સંદર્ભમાં પ્રયોગ કર્યો. તેઓ એક રહસ્યને પકડે છે અને તેને એક પદ્ધતિના સ્વરૂપમાં વિકસિત કરી દે છે. ઑટોજેનિક ટ્રેનિંગ અનુપ્રેક્ષા પદ્ધતિની જ સંવાદી પ્રણાલી છે. આ પદ્ધતિના આધારે અનેક દેશોમાં પ્રયોગો ચાલી રહ્યા છે. જાપાનમાં આ પદ્ધતિનો ઘણો બધો ઉપયોગ થયો છે. તેના દ્વારા તેમને ભૌતિક ક્ષેત્રમાં સફળતા મળી છે, સામાજિક ક્ષેત્રમાં સફળતા મળી છે અને સાથેસાથે સાધનાનું ક્ષેત્ર પણ વિકસિત થયું છે. સંકલ્પશક્તિનો પ્રયોગ અનુપ્રેક્ષા સિદ્ધાંતનું એક સૂત્ર છે સંકલ્પશક્તિનો પ્રયોગ - મંત્ર સંકલ્પ હોય છે. જે વ્યક્તિએ સાચા મનથી સંકલ્પ કર્યો હશે તેને આ સમસ્યાનું સમાધાન મળશે. રાજસ્થાનમાં કહેવાય છે કે સંકટની ક્ષણે ડી . મહાવીરનું માગ્યશાસ્ત્ર + 12 Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ દેવી-દેવતાની ઓથ (શરણ) લીધી. આ ઓથ શું છે ? એ સંકલ્પશક્તિનો પ્રયોગ છે. જે પ્રયોગ અનાથી મુનિએ કર્યો હતો, એ જ પ્રયોગ આજે કોણ જાણે કેટલાય લોકો કરી રહ્યા છે. વ્યક્તિ ઓથ લે છે, સંકલ્પશક્તિનો પ્રયોગ કરે છે અને એવો ચમત્કાર થઈ જાય છે કે જેની કલ્પના પણ થઈ શકતી નથી. આજે એમ લાગતું હોય કે સમસ્યા ખૂબ ગંભીર બની રહી છે અને કાલે એમ લાગે છે કે જાણે કોઈ સમસ્યા છે જ નહિ. ગંભીર લાગતી સમસ્યા આપોઆપ ઉકલી જાય છે. વ્યક્તિને આશ્ચર્ય થાય છે કે આ શી રીતે થયું? શું આવું થઈ શકે ખરું ? હકીકતમાં આ સંકલ્પશક્તિના પ્રયોગનો ચમત્કાર છે. વિરોધી ભાવના અનુપ્રેક્ષા સિદ્ધાંતનું એક સૂત્ર છે - વિરોધી ભાવનાનો પ્રયોગ. આ પ્રયોગ જૈન આગમોમાં તથા મહર્ષિ પતંજલિના યોગ દર્શનમાં ખૂબ સુંદર રીતે વર્ણવાયેલો છે. દશવૈકાલિક સૂત્રનો એક શ્લોક છે – ઉવસમેણ હણે કોહં, માણં મgવયા જિણે / માર્યા ચક્ઝવભાવેણ, લોહં સંતાસઓ જિણે / ઉપશમ દ્વારા ક્રોધને જીતો, માર્દવ દ્વારા અભિમાનને જીતો, ઋજુતા દ્વારા માયાને જીતો અને સંતોષ દ્વારા લોભને જીતો. આ શ્લોક ખૂબ સરળ છે પરંતુ તેનો વિરોધી ભાવના તરીકે પ્રયોગ કરીએ તો તે ખૂબ મહત્ત્વપૂર્ણ બની જાય છે. એક વ્યક્તિએ કહ્યું કે મને ક્રોધ ખૂબ આવે છે. ક્રોધને શી રીતે દૂર કરવો ? તેને ઉપાય જણાવ્યો કે ઉપશમ દ્વારા ક્રોધને જીતો. આ સૂત્ર આપી દીધું પરંતુ તેની વ્યાખ્યા સમજાવી નહિ. પછી પ્રશ્ન ઉદ્ભવ્યો કે ઉપશમ શી રીતે આવે ? ક્રોધને શી રીતે જીતવો ? કહેવામાં આવ્યું કે અનુપ્રેક્ષાનો પ્રયોગ કરો, વિરોધી ભાવનાનો પ્રયોગ કરો. ક્રોધ શાંત થઈ રહ્યો છે, ઉપશમભાવ વિકસિત થઈ રહ્યો છે – એવા બિંદુ ઉપર એકાગ્ર બનો. આદેશ આપો, સૂચના આપો અને તે સચ્ચાઈનો અનુભવ કરો. માત્ર ઉચ્ચારણથી પરિવર્તન આવી જતું નથી. ઉપશમ દ્વારા ક્રોધને જીતો એમ વાંચવાથી કે તેનું રટણ કરવા માત્રથી ક્રોધ - શાંત નહિ થાય. તે માટે અનુપ્રેક્ષાની સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થવું * પડશે. જો અનુપ્રેક્ષા ન હોય તો વિરોધી ભાવના સફળ નહિ થાય. લોકારતી રીતે મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + ૧૩ . જ કામ કરો. જો Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સુધી અનુપ્રેક્ષાનો સિદ્ધાંત હૃદયંગમ નહિ થાય ત્યાં સુધી માત્ર ઉચ્ચારણ સાર્થક નહિ થાય. તમે જે થવા ઇચ્છતા હો તે ત્યારે જ શક્ય છે કે જ્યારે ઉદેશ નિશ્ચિત હોય, તેના ઉપર તમે એકાગ્ર થઈ રહ્યા હોવ. સૂચના અથવા આદેશની ભાષા ભાવના થકી અનુપ્રાણિત હોય, શબ્દો નીકળી રહ્યા હોય અને સાથે સાથે ભાવનાનાં કિરણો પણ નીકળી રહ્યાં હોય. આ સમગ્ર પ્રક્રિયા ચાલે તો ક્રોધને જીતવાનું સ્વપ્ન સફળ બની જાય. માન (અભિમાન)ને મૃદુતા દ્વારા જીતો - વિરોધી ભાવના છે – મૃદુતા. તે અહ-વિલયનું અમોઘ સૂત્ર છે. તેની સિદ્ધિ માટે અનુપ્રેક્ષાની એ જ પ્રક્રિયા અપનાવવી પડશે, વિરોધી ભાવનાને આત્મસાત કરવી પડશે. અનુપ્રેક્ષાની સમગ્ર પ્રક્રિયા વગર આ ભાવનાઓ સફળ થઈ શકતી નથી. અનુપ્રેક્ષા અને આરોગ્ય અનુપ્રેક્ષા ભાવનાત્મક પરિવર્તનનો પ્રયોગ છે. તેની સાથે આરોગ્યનો પ્રશ્ન પણ જોડાયેલો છે. ક્રોધને કારણે કેટલી બધી બીમારીઓ પેદા થાય છે !માત્ર માનસિક અને ભાવાત્મક જ નહિ, શારીરિક બીમારીઓ પણ પેદા થાય છે. ક્રોધનું પ્રથમ પરિણામ એ આવે છે કે રક્ત ઝેરીલું બની જાય છે. જો તે સમયે ક્રોધી વ્યક્તિનું રક્ત કાઢવામાં આવે અને તે રક્ત અન્ય કોઈને આપવામાં આવે તો શક્ય છે કે તે વ્યક્તિ કમોતે મરી જાય. એવી ઘટનાઓ ઉપલબ્ધ થાય છે કે માતા ભયંકર ક્રોધાવિષ્ટ હતી. તેણે એવી જ અવસ્થામાં બાળકને સ્તનપાન કરાવ્યું અને પરિણામ એ આવ્યું કે બાળક મૃત્યુ પામ્યો. ક્રોધને કારણે એટલું બધું ઝેર પેદા થાય છે. હાર્ટ એટેક માટે તો ક્રોધ ખૂબ જ સહાયક છે. હૃદયરોગનો મિત્ર છે ક્રોધ. તે માત્ર ભાવાત્મક જ નહિ, અનેક શારીરિક બીમારીઓનો જનક પણ છે. અહંકારની સાથે પણ અનેક શારીરિક બીમારીઓ જોડાયેલી છે. જે વ્યક્તિ વધુ અહંકાર કરે છે તેની સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ ખૂબ સક્રિય બની જાય છે. હૃદયરોગ, પૈષ્ટિક, અલ્સર વગેરે અનેક | બીમારીઓની સંભાવના વધી જાય છે. માયાની સાથે પણ અનેક ક બીમારીઓનો અનુબંધ છે. જે વ્યક્તિ કપટી હોય તે એમ વિચારીને મનમાં ખૂબ રાજી થાય છે કે મેં એવી જાળ બિછાવી કે જેથી હું બચી A ગયો. તે બહારથી સંતુષ્ટ થાય છે પરંતુ ભીતરમાં કોણ જાણે કેટલીય કરી છે. આ મહાપીરનું આટેમ્પશાવ . જી આ છે; } Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ સમસ્યાઓ પેદા કરી લે છે. માયામાં જેટલો તનાવ થાય છે એટલો તનાવ-ક્રોધમાં નથી થતો. ક્રોધમાં તનાવ થાય છે પરંતુ માયાનો તનાવ તેના કરતાં વધુ ભયંકર હોય છે. તે અંદર ને અંદર ઉછેર પામે છે, જેનાથી અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓ પેદા થાય છે. લોભની સાથે પણ બીમારીઓનો ખૂબ સંબંધ છે. અધ્યાત્મ અને આરોગ્યનું સૂત્ર આ તમામ વિશ્લેષણના સંદર્ભમાં અનુપ્રેક્ષાનું મૂલ્યાંકન કરીએ તો અધ્યાત્મની દૃષ્ટિએ કહી શકાય કે આ અનુપ્રેક્ષાઓ ભાવાત્મક પરિવર્તનનાં સૂત્રો છે. આરોગ્યની દૃષ્ટિએ વિચાર કરીએ તો એમ કહી શકાય કે આ અનુપ્રેક્ષાઓ આરોગ્યના અમોઘ ઉપાય છે. કષાયનું ઉપશમન માત્ર અધ્યાત્મનો જ નહિ, પરંતુ આરોગ્યનો પણ મૂળ મંત્ર છે. એમ ક્યારેય વિચારી શકાતું નથી કે જે વ્યક્તિ તીવ્ર કષાયવાળી છે તે શારીરિક, માનસિક અને ભાવાત્મક ત્રણેય કિક્ષાએ સ્વસ્થ રહેશે. જ્યાં કષાય પ્રબળ હશે ત્યાં આરોગ્ય ચોક્કસ I પ્રભાવિત થશે જ. આરોગ્યનું એક કારણ રુધિરાભિસરણની ક્રિયા | છે. દરેક કોશિકાને ઓક્સિજનની જરૂર પડે છે. ઓક્સિજનનો વાહક કોણ છે ? તેનો વાહક રક્ત છે. સમ્રગ શરીરમાં રક્ત સમ્યકુ રીતે પ્રવાહિત થાય તો કોશિકાઓને નવજીવન મળે છે. ખોરાક અને ઓક્સિજન મળે છે. તે સિવાય કોશિકાઓ તદન નકામી બની જાય છે. જયારે જ્યારે કષાય- ક્રોધ, માન, માયા, લોભ તીવ્ર બને છેત્યારે રુધિરાભિસરણની ક્રિયા પ્રભાવિત થાય છે. જો તે વધુ પ્રભાવિત થાય તો રક્ત ઝેરીલું પણ બને છે અને રુધિરાભિસરણની ક્રિયા ઠપ પણ થઈ જાય છે. આવી સ્થિતિમાં અનેક બીમારીઓ પેદા થવાનું શક્ય બને છે. અનુપ્રેક્ષા આ તમામ સમસ્યાઓનું એક સમાધાન છે. તેથી અધ્યાત્મશાસ્ત્રી એમ કહે છે કે તે ભાવાત્મક પરિવર્તન અથવા વ્યક્તિત્વનિર્માણનું સૂત્ર છે. જો આરોગ્યશાસ્ત્રીઓ આ પદ્ધતિનું અનુશીલન કરે તો તેની ભાષા એ હશે કે આરોગ્યનું આનાથી ચઢિયાતું અન્ય કોઈ સૂત્ર હોઈ શકે નહિ. સમયનું નિયોજન કરીએ હકીકતમાં આ કેટલું બધું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે કે ઉદ્દેશની પસંદગી કરો, તેના ઉપર એકાગ્ર બનો, ઉપયુક્ત શબ્દાવલીમાં સૂચના મા મહાdીનું આયl . કરે છે. તે છે. કફ ફારૂ . . . 95 ( ' ', ' " , " ' ”, ' ' ', - ક રી છે. આનું છે. લાલ પીતા પર ન Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ આપો, આદેશ આપો, તેને ભાવના અથવા અનુભૂતિના સ્તર ઉપર લઈ જાવ અને જેવા ઇચ્છો તેવા બનો. એક વાત તરફ અવશ્ય ધ્યાન આપવું જોઈએ કે તે માત્ર સ્મૃતિમાત્રથી નહિ બને. તેની પ્રક્રિયાની સાથે સમયનો બોધ પણ જોડાયેલો છે. ઓછામાં ઓછો અડધો કલાક અથવા અડતાળીસ મિનિટ સુધી તેનો પ્રયોગ ન થાય તો કશું જ પરિણામ આવતું નથી. જો પરિવર્તન લાવવું હોય તો સમયનું અપેક્ષિત નિયોજન કરવું પડશે. જો સમયનું નિયોજન ન કરી શક્યા તો અનુપ્રેક્ષાને દોષ ન દેશો. એક સામાયિકનો સમય સૌથી યોગ્ય સમય ગણાવ્યો છે. અડતાળીસ મિનિટનો સમય આપણી ભાવધારાને એકરૂપમાં બનાવી રાખવાનો સમય છે. આપણે એટલા સમયનું નિયોજન દરરોજ કરવું જોઈએ અને કોઈ સમસ્યાને લઈને બેસવું જોઈએ. ઓછામાં ઓછાં ત્રણ સપ્તાહ અને વધુમાં વધુ ત્રણ માસનો સમય લાગશે. એવો અનુભવ થઈ જશે કે ભીતરમાં ચોક્કસ પરિવર્તન થઈ રહ્યું છે. તેમાં કોઈ સંદેહ નથી. એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે એક સાથે અનેક સમસ્યાઓ ન લેવી. એક સમસ્યા લો. શરીરની એક સમસ્યા, મનની એક સમસ્યા અથવા ભાવાત્મકતાની એક સમસ્યા. સમસ્યાની પસંદગી કરીને પ્રયોગ કરો, આત્મવિશ્વાસપૂર્વક પ્રયોગ કરો તો અનુભવ થશે કે તેનાથી ચઢિયાતી કોઈ દવા કે તેનાથી ચઢિયાતો કોઈ ડૉક્ટર નથી. પરિવર્તનની કલા અનુપ્રેક્ષાનો પ્રયોગ સત્યને હૃદયંગમ કરવાનો પ્રયોગ છે. સ્વાધ્યાયના પાંચ પ્રકારો પૈકીનો એક પ્રકાર અનુપ્રેક્ષા છે. એનું તાત્પર્ય એ પહેલાં શબ્દ વાંચો, પછી તેનું બરાબર ઉચ્ચારણ કરો, તેના અર્થનો બોધ કરો. જ્યારે અર્થનો બોધ થાય છે ત્યારે મસ્તિષ્ક બિલકુલ સાફ થઈ જાય છે. અર્થબોધ વગરનો માત્ર પાઠ ખાસ કામમાં આવતો નથી. જે અર્થ જામ્યો હોય તેને આત્મસાત કરવા આ માટે અનુપ્રેક્ષા કરો, અનુચિંતન કરો. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, એવા તે માત્ર ઉચ્ચારણથી તે હૃદયંગમ નહિ બને. તે મંગલ કેવી રીતે છે તેનું અનુચિંતન અને તેની અનુપ્રેક્ષા કરો. આ અર્થને આત્મસાત કરી લઈશું ત્યારે ધર્મ આપણા માટે મંગલ બની શકશે. જે વ્યક્તિએ નિ મહાવીટનું આરોગ્યશાસ્ત્ર + ૧૩ એક જ મહાવાનાં આયાસ શ ૧૬. Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ધર્મના અર્થને હૃદયંગમ કરી લીધો હશે, ધર્મની ભાવનાને મસ્તિષ્કમાં સ્થાપિત કરી દીધી હશે, તેને માટે ધર્મ સદા મંગલકારી બનશે. આ અનુપ્રેક્ષાનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. જો તમે આધ્યાત્મિક વિકાસ ઇચ્છતા હો તો અનુપ્રેક્ષાનો પ્રયોગ કરવો જોઈએ. મોહનું શમન કરવા ઈચ્છતા હો તો અનુપ્રેક્ષાનો પ્રયોગ કરવો જોઈએ. બદલાવા ઇચ્છતા હો તો અનુપ્રેક્ષાનો પ્રયોગ કરવો જોઈએ. વ્યવહારને શુદ્ધ બનાવવા માગતા હો તો અનુપ્રેક્ષાનો પ્રયોગ કરવો જોઈએ. આરોગ્યને સારું બનાવવા ઇચ્છતા હો તો અનુપ્રેક્ષાનો પ્રયોગ કરવો જોઈએ. અનુપ્રેક્ષા દ્વારા એ ઘટિત થશે કે જે આપ ઇચ્છતા હશો. શરીરનો પ્રત્યેક અવયવ તમારી ઇચ્છાને સાકાર કરશે. પછી ભલે તમે હાથને સૂચના આપો કે આ કામ કરવું નથી અથવા આ કામ કરવું છે. લાંબા સમય સુધી આ સૂચના આપતા રહેશો તો હાથ તમારી વાતને સ્વીકારી લેશે. જે જ્ઞાનતંતુઓ છે તે તમારી વાતને પકડે છે. અપેક્ષા એ છે કે આપણે મૂદુ વ્યવહાર કરવાનું શીખીએ. એવી સૂચના આપવાનું શીખીએ કે જેથી સમસ્યાનું સમાધાન થઈ જાય. પરિવર્તનની આ કલાને જે સમજી લે છે તેને અનુપ્રેક્ષાનું રહસ્ય હૃદયંગમ થઈ જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૨ (૧૪) લેશ્યાધ્યાન અને આરોગ્ય એક માણસ કેરી ખાય છે, સંતરું ખાય છે. તેનો એક ચોક્કસ આકાર દેખાય છે. રંગ વિજ્ઞાનની દૃષ્ટિએ વિચાર કરીએ તો તેનો નિષ્કર્ષ એવો હશે કે તે કોઈ નક્કર પદાર્થ નથી, રંગનું જ એક સઘન રૂપ છે. આપણા જગતમાં બધું જ રંગીન જ રંગીન છે. રંગવિહિન આત્મા છે અથવા કેટલાંક અન્ય તત્ત્વો હોઈ શકે છે. સમગ્ર દૃશ્ય જગત, પૌદ્ગલિક જગત રંગીન છે. રંગનાં પણ વિવિધ સ્વરૂપો છે. પ્રકંપનની એક ચોક્કસ આવૃત્તિ ઉપર રંગ સઘન બને છે અને તે દૃશ્ય બની જાય છે. વિચિત્ર પ્રશ્ન ઃ વિચિત્ર ઉત્તર એટલું સ્વીકારવું જોઈએ કે સમગ્ર જગત રંગોનું જગત છે. માત્ર રંગમંચ ઉપર જ રંગોનો અભિનય નથી થતો, પ્રદર્શન નથી થતું પરંતુ જીવનની પ્રત્યેક ક્ષણે, જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં રંગ જ રંગ છે. રંગનું એક રૂપ કિરણ છે. લેશ્માનો સિદ્ધાંત કિરણનો સિદ્ધાંત છે, રંગોનો સિદ્ધાંત છે. આજથી અઢી હજાર વર્ષ પહેલાં મહાવીરે લેશ્યા સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. તેની પણ પૂર્વે ભગવાન પાર્થના વખતમાં રંગો વિશે વિશેષ પ્રકાશ પાથરવામાં આવ્યો. એ ખૂબ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે કે રંગ કેવા પ્રકારના માણસને પ્રભાવિત કરે છે ? માનવીની વૃત્તિઓ સાથે રંગનો શો સંબંધ છે ? હિંસા, અસત્ય, અસ્તેય વગેરે અઢાર પ્રકારનાં પાપ ગણાવવામાં આવ્યાં છે. ગૌતમે પૂછ્યું, ભંતે ! કોઈ માણસ હિંસા કરે છે તો હિંસામાં કેટલા રંગ હોય છે ? તેમાં કેટલી ગંધ હોય છે ? તેમાં કેટલા રસ મહાવીરનું આયેગ્યશાસ્ત્ર * ૧૮ Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ હોય છે ? તેમાં કેટલા સ્પર્શ હોય છે ? સૌથી પહેલો પ્રશ્ન રંગનો છે. મહાવીરે કહ્યું, ગૌતમ ! હિંસામાં પાંચ રંગ છે. વિચિત્ર પ્રશ્ન અને વિચિત્ર ઉત્તર. આ સૂત્રની વ્યાખ્યા લેશ્યાસિદ્ધાંત અને વર્તમાન રંગ વિજ્ઞાનના આધારે જ કરી શકાય છે. જો અઢાર પાપોનું આ દૃષ્ટિએ વિશ્લેષણ કરવામાં આવે તો એક સ્વતંત્ર ગ્રંથ તૈયાર થઈ જાય. એ પ્રશ્ન સ્વાભાવિક છે કે કોઈ માણસ વધુ પડતી હિંસા કરે છે. બીજો માણસ તેનાથી ઓછી હિંસા કરે છે. ત્રીજો તેના કરતાં પણ ઓછી હિંસા કરે છે. તો કોઈક માણસ એવો પણ હોય છે કે જે કીડીને જોતાં જ પ્રકંપિત થઈ જાય છે અને પોતાનો પગ પાછો ખેંચી લે છે. કોઈ માણસ એવો પણ હોય કે જે કીડીઓના સમૂહને જાણી જોઈને કચડી નાંખે છે, છતાં તેનું હૃદય પ્રકંપિત થતું નથી. આખરે આ બધાનું કારણ શું છે ? એ રંગોનો પ્રભાવ છે. જે વ્યક્તિનો રંગ જેટલો વધુ અપ્રશસ્ત હશે, તેની એટલી જ હિંસામાં રુચિ થઈ જશે, આકર્ષણ પેદા થઈ જશે. હિંસા આચરતી વખતે તેના ચિત્તમાં પ્રકંપન પેદા થઈ જશે. જે વ્યક્તિનો રંગ જેટલો પ્રશસ્ત હોય છે એ વ્યક્તિ એટલી જ હિંસાથી વિરત (દૂર) રહે છે. રંગનો પ્રભાવ એવો એક નિયમ બનાવી શકાય કે જેટલા જેટલા અપ્રશસ્ત રંગો, એટલી એટલી હિંસાત્મક પ્રવૃત્તિ. જેટલો જેટલો પ્રશસ્ત રંગ એટલી એટલી હિંસાથી નિવૃત્તિ. વર્તમાન રંગવિજ્ઞાનમાં એમ માનવામાં આવે છે કે જાંબલી રંગ સારો હોય તો હિંસાની વૃત્તિ થઈ જાય છે. જાંબલી રંગ સારો ન હોય, અપ્રશસ્ત હોય ત્યારે હિંસાની વૃત્તિ વધી જાય છે. એ જ રીતે ખોટું બોલવા સાથે પણ રંગોનો સંબંધ છે. સ્તેય, અબ્રહ્મચર્ય અને પરિગ્રહની સાથે પણ રંગોનો સંબંધ છે. એક માણસ ખૂબ ક્રોધ કરે છે, તે ખૂબ જ ચિડીયો છે તો એ તપાસ કરવી પડે કે કયા રંગના પ્રભાવમાં તે જીવી રહ્યો છે. સોવિયત સંઘની એક ઘટના છે. એક વિદ્યાલયના વિદ્યાર્થીઓ ખૂબ ઉદંડ અને ઉશૃંખલ હતા. અધ્યાપકો મૂંઝાઈ ગયા. તેઓ આ વિચારવા લાગ્યા કે તમામ વિદ્યાર્થીઓ ઉશૃંખલ શી રીતે બની ગયા ? તેનું કારણ શું છે ? અનેક ચિકિત્સકોને બોલાવ્યા, વિશેષજ્ઞો સાથે પરામર્શ કર્યો છતાં કશું સમાધાન ન મળ્યું. એક દિવસ એક ન મારીરનું આમેયણાવ કે ૧૪ હા પી. મ Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ રંગ-વૈજ્ઞાનિક ત્યાં આવ્યો. તેણે ઊંડું અધ્યયન કર્યું અને કારણ સમજાઈ ગયું. તેણે કહ્યું કે વિદ્યાર્થીઓ ઉશૃંખલ બને તે સ્વાભાવિક વાત છે. કારણ કે આ વિદ્યાલયની દીવાલો, ખંડો બધું જ ઘેરા લાલ રંગથી રંગેલું છે. બારીઓ ઉપર લગાડેલા પદડા પણ ઘેરા લાલ રંગના છે. જ્યાં આટલો બધો ઘેરો લાલ રંગ હોય ત્યાં સક્રિયતા અધિક થાય જ. જ્યાં અત્યધિક સક્રિયતા અને ઉષ્મા હોય, ત્યાં ઉદંડતા સ્વાભાવિક બને છે. રંગ-વૈજ્ઞાનિકે સલાહ આપી કે તમે આ લાલ પદડા હટાવી દો. વર્ગ ખંડોના રંગમાં પણ પરિવર્તન કરો. લાલ રંગને બદલે નીલા રંગનો પ્રયોગ કરો. અધ્યાપકોએ આ સલાહને ક્રિયાન્વિત સ્વરૂપ આપ્યું. ધીમે ધીમે ઉદંડતાની સમસ્યા સમાપ્ત થઈ ગઈ. તમામ વિદ્યાર્થીઓ સહજ રીતે શાંત બનતા ગયા. આપણે તેનું વિશ્લેષણ કરીએ કે પ્રકૃત્તિ ઉપર, સ્વભાવ ઉપર રંગની કેવી અસર પડે છે. લાલ રંગ હતો ત્યારે સૌ ઉદંડ બની ગયા. નીલો રંગ આવ્યો ત્યારે સૌ શાંત થઈ ગયા. ક્રોધ, માન, માયા, લોભ આ તમામ રંગો સાથે જોડાયેલાં છે, તેથી કોઈ પણ વ્યક્તિ આરોગ્ય અને રોગ વિશે વિચાર કરે અને જો રંગો વિશે વિચાર ન કરે, લેશ્યા વિશે વિચાર ન કરે તો કદાચ તે પૂર્ણ સ્વસ્થ બની શકશે નહિ. આરોગ્ય માટે એ જાણવું અત્યંત જરૂરી છે કે કયો રંગ પ્રભાવિત કરી રહ્યો છે. મુંબઈની એક ઘટના છે. એક માણસ ખૂબ બીમાર રહેતો હતો, નિરંતર તાવથી પીડિત રહેતો હતો. ઘણા બધા ઉપચાર કરાવ્યા. એલોપથી, હોમિયોપેથી બધી જ દવાઓ કરી છતાં તે સ્વસ્થ થયો નહિ. આખરે કલકત્તાના વિખ્યાત રત્ન-રમિચિકિત્સકને બોલાવ્યા. રત્નચિકિત્સકે સમગ્ર શરીરને જોયું અને બીમારીનું કારણ પકડાઈ ગયું. ચિકિત્સકે કહ્યું કે તમારા હાથમાં આ જે વીંટી છે તે જ સતત તાવનું કારણ છે. તમે તેને હાથમાં ન રાખશો. એ માણસે તરત જ વીંટી કાઢીને મૂકી દીધી. ચિકિત્સકે I કહ્યું કે આ વીંટીમાં જે રત્ન જડેલું છે તેમાં અનેક રશિમઓ (કિરણો), સંચિત છે. તે કિરણોનું વિકિરણ પણ પ્રભાવિત કરી શકે છે તેથી આ વીંટીને કોઈ અલગ રૂમમાં મૂકી દો. તાવથી પીડિત વ્યક્તિએ આ તે પ્રમાણે કર્યું. પરિણામ એ આવ્યું કે જે તાવ વર્ષોથી પીડા આપી રહ્યો હતો તે સાંજ સુધી પણ રહી શક્યો નહિ ! પ્રધાdો આપણામાં જ - - ઇક એ જ .. Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ બીમારી અને આરોગ્ય બંનેની સાથે રંગોને ગાઢ સંબંધ છે. ભગવાન મહાવીરે લેયા સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. તેમાં છ રંગોના આધારે છ વેશ્યાઓની વાત કરી. આ તો માત્ર સંકેત છે. જો વિસ્તારમાં જઈએ તો અનેક રંગ બની જાય છે. તેમનું વિશ્લેષણ પણ લેશ્યાના આધારે જ કરી શકાય છે અને એવો નિષ્કર્ષ કાઢી શકાય કે કયો રંગ કેવો પ્રભાવ પાડે છે. રંગ, ભાવ અને આભામંડળ લેશ્યાના સંદર્ભમાં રંગ, ભાવ અને આભામંડળ – આ ત્રણેય વિશે વિચાર કરીએ. લશ્યાની વર્ગણા અથવા પુગલ છે. તેમનો પોતાનો રંગ હોય છે. તે રંગો આપણી ભાવધારાને પ્રભાવિત કરે છે. લશ્યાનો એક અર્થ થઈ ગયો રંગ. લેશ્યાનો એક અર્થ છે. ભાવધારા. રંગ અને ભાવધારા બંનેને ગાઢ સંબંધ છે, વ્યાપક સંબંધ છે. અમુક પ્રકારના રંગ આવે તો અમુક પ્રકારના ભાવ પેદા થશે અને અમુક પ્રકારના ભાવ પેદા થશે ત્યારે અમુક પ્રકારનો રંગ થઈ જશે. જેવો રંગ તેવો ભાવ અને જેવો ભાવ તેવો રંગ. બોલચાલની ભાષામાં કહી શકાય કે અમુક વ્યક્તિનો ભાવ બદલાયો અને રંગ બદલાઈ ગયો. આ રંગો ભાવને પણ પ્રભાવિત કરે છે અને તૈજસ શરીરનાં કિરણોને પણ પ્રભાવિત કરે છે. શરીરમાંથી જે ઊર્જા નીકળે છે તે ઈલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ બનાવે છે, તે રંગો સાથે સંબંધિત છે. આપણું શરીર વિદ્યુત શરીર છે. તેનાથી નિરંતર શરીરાકાર આકૃતિઓ નીકળતી રહે છે. તેની સાથે રંગતુલ્ય કિરણોનો યોગ થાય છે. આપણા શરીરની ચારે તરફ રંગનું મંડળ બની જાય છે, પ્રભામંડળ બની જાય છે. શ્રેષ્ઠ મહાપુરુષોનાં ચિત્રોને જ્યાં પ્રદર્શિત કરવામાં આવે છે ત્યાં તેમના માથાની પાછળ પ્રભાનું મંડળ દર્શાવવામાં આવે છે. તેને ભામંડળ કહી શકાય છે. એક શરીરની ચારે તરફ કિરણોનું વલય હોય છે, તેને આભામંડળ કહેવામાં આવે છે. ભામંડળ માટે હેલો અને આભામંડળ માટે ઓરા શબ્દનો પ્રયોગ કરવામાં | માં આવે છે. આ ભામંડળ અને આભામંડળ એવાં જ હોય છે કે જેવી કે , લેક્ષા હોય છે. - જે વ્યક્તિનો ભાવ નિર્મળ અને પવિત્ર હોય છે તેનું ભામંડળ 5. અને આભામંડળ અત્યંત શક્તિશાળી બની જાય છે. જે વ્યક્તિનો કરાય', કોટ". - મહારનું ટાયllણી . Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ભાવ અશુદ્ધ હોય છે, જે ખરાબ વિચારો અને ખરાબ કલ્પનાઓથી આક્રાંત રહે છે, જે હિંસા વગેરે દુષ્પવૃત્તિઓમાં મગ્ન રહે છે, તેનું આભામંડળ નિસ્તેજ, દુર્ગધયુક્ત અને મલિન બની જાય છે. સૂચના આપે છે આભામંડળ રંગ, ભાવ અને આભામંડળ – આ દરેકની સાથે આરોગ્ય અને અનારોગ્યનો સંબંધ જોડાયેલો છે. જે વ્યક્તિનું આભામંડળ જેટલું મલિન હશે તે વ્યક્તિ એટલી જ માનસિક અને ભાવાત્મક બીમારીઓથી ગ્રસ્ત રહેશે, અનેક વ્યાધિઓથી પીડિત રહેશે. જે વ્યક્તિનું આભામંડળ ખૂબ પવિત્ર હશે તે આરોગ્યનું વરણ કરશે, શરીર, મન અને ભાવના – ત્રણેય કક્ષાએ સ્વસ્થ રહેશે. વર્તમાનના વિજ્ઞાનમાં એક પદ્ધતિ વિકસિત થઈ છે. - આભામંડળનું અધ્યયન કરવું અને આભામંડળના આધારે રોગનું નિદાન કરવું. આ પદ્ધતિનો વિકાસ થઈ રહ્યો છે. આભામંડળ જેટલો યોગ્ય નિર્ણય રજૂ કરે છે, તેટલું અન્ય કોઈ યંત્ર કરી શકતું નથી. યંત્રોની સ્થિતિ તો એવી પણ છે કે તે ક્યારેક ક્યારેક બીમાર વ્યક્તિને સ્વસ્થ બનાવી દે છે અને ક્યારેક સ્વસ્થ વ્યક્તિને બીમાર બનાવી દે છે. આભામંડળ ક્યારેય કોઈને દંગો નથી દેતું. એમ માનવામાં આવ્યું કે શરીરમાં જે બીમારી થવાની હોય છે, તેની સૂચના છ અથવા બાર મહિના પહેલાં આભામંડળ આપી દે છે. તેનાથી એટલી ખબર પડે છે કે અમુક પ્રકારની બીમારી આવશે અને તે આટલા સમય પછી પ્રગટ થશે. આ તથ્ય દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આભામંડળ સાથે આરોગ્યનો સંબંધ કેટલો બધો છે. ગંધ, રસ અને સ્પર્શ વ્યક્તિની પ્રવૃત્તિ સાથે જે પાંચ વર્ણ જોડાયેલા છે તે પ્રશસ્ત પણ હોઈ શકે છે અને અપ્રશસ્ત પણ હોઈ શકે છે. એ જ રીતે ગંધ વિશે પણ કહેવામાં આવે છે. ગંધ બે પ્રકારની હોય છે. દુર્ગધ અને સુગંધ. જો આપણી ભાવધારા પવિત્ર હશે તો સુગંધ પ્રસ્ફટિત થશે. જો ભાવધારા અપવિત્ર હશે તો દુર્ગધ ફેલાશે. કહેવાયું છે કે તીર્થંકરનો છે શ્વાસ કમળ જેવી સુગંધવાળો હોય છે તેનું કારણ શું છે? કારણ છે પવિત્ર ભાવ. ભાવ પવિત્ર હોય તો શ્વાસના પુગલ પણ પ્રશસ્ત - કાકા SP જ છે કે જો સારી પી જો સારી કર ! * * * Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ બનશે. તે કમળની સુગંધ એ જ પ્રશસ્ત પુગલો દ્વારા આવે છે, જે પવિત્ર ભાવધારના પુલો છે, તેમનામાં સુગંધ પેદા થઈ જાય છે. જો ભાવધારા અપવિત્ર હોય તો સડી ગયેલા કલેવર જેવી દુર્ગધ પણ આવી શકે છે. રસ અને સ્પર્શના સંદર્ભમાં પણ એવું જ હોય છે. જો ભાવધારા પવિત્ર હોય તો એકદમ પાકી કેરી કે પાકા કેળા જેવો મીઠો રસ પેદા થશે. જો ભાવધારા અપવિત્ર હોય તો રસમાં કડવાશ અને ફિક્કાપણું પેદા થશે. જો આપણી ભાવધારા પવિત્ર હશે તો માખણ જેવા કોમળ અને મૃદુસ્પર્શનો અનુભવ થશે. જો ભાવધારા અપવિત્ર હશે તો કઠોર, તીક્ષણ અને ખરબચડા સ્પર્શનો અનુભવ થશે. વર્તમાન રંગચિકિત્સા અથવા કિરણચિકિત્સા પદ્ધતિમાં માત્ર રંગને જ પકડવામાં આવ્યો છે. જો આપણે વિશ્લેષણ કરીએ તો આભામંડળમાં માત્ર વર્ણ જ નથી, ગંધ, રસ અને સ્પર્શ પણ છે. જ્યાં લેશ્યાનો સંબંધ છે ત્યાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ચારેય જોડાયેલાં છે. રંગ બદલાશે તો ગંધ બદલાઈ જશે, રંગ બદલાશે તો રસ બદલાઈ જશે અને રંગ બદલાશે તો સ્પર્શ પણ બદલાઈ જશે. આ તમામ સિદ્ધાંતોના આધારે આપણે આરોગ્ય અથવા સ્વાથ્યની મીમાંસા કરીએ તો સહજ નિષ્કર્ષ મળે છે કે વેશ્યાના સિદ્ધાંતને સમજ્યા વગર આપણે માત્ર દવાઓના આધારે આરોગ્યને સુરક્ષિત રાખી શકતા નથી. લેશ્યા અને ભાવધારા લેશ્યા અને ભાવધારામાં અંતવ્યતિ છે. લેશ્યાનો અર્થ છે ભાવધારા અને ભાવધારાનો અર્થ છે વેશ્યા. જ્યારે વ્યક્તિ હિંસામાં ખૂબ પ્રવૃત્ત બને ત્યારે માની લેવું જોઈએ કે તે વ્યક્તિમાં કૃષ્ણલેશ્યાના પુગલોનો વધુ સંચય થઈ ગયો છે. જે વ્યક્તિમાં કૃષ્ણલેશ્યાના પુગલો અધિક સંચિત હોય તે અજિતેન્દ્રિય બની જાય છે. અજિતેન્દ્રિયતા કૃષ્ણલેશ્યાનું પરિણામ છે. જે વ્યક્તિમાં કૃષ્ણલેશ્યા 1 વધુ હોય છે તેનામાં આ પ્રકારની ભાવધારા પ્રવાહિત થાય છે. - કૃષ્ણલેશ્યાને બદલશો તો હિંસાની વૃત્તિ બદલાઈ જશે, હિંસા પ્રત્યે { ઘણા પેદા થશે. ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ ઘટે છે કે વ્યક્તિ - વિસ્મય વિભોર થઈ ઊઠે છે. ક્રૂર અને હિંસક વ્યક્તિ એક ક્ષણમાં રે જ ક્રૂરતા અને હિંસાની વૃત્તિ છોડી દે છે. આવું શી રીતે બને છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ તેનું કારણ લેયાનું પરિવર્તન છે. લેશ્યા બદલાય છે તો ભાવ પણ બદલાય છે. કોઈ નિમિત્તે રંગ બદલાય છે અને રંગ બદલાતાં જ હિંસાની વાત મનમાંથી નીકળી જાય છે, ચોરીની વાત મનમાંથી નીકળી જાય છે. એ જોઈને આશ્ચર્ય થાય છે કે પહેલી ક્ષણે જે ક્રૂર હત્યારો હતો તે બીજી ક્ષણે સાધુ બની ગયો. અંગુલીમાલ અને અર્જુનમાળીનું જીવન આ સચ્ચાઈનું સ્વયંભૂ સાક્ષી છે. અર્જુનમાળી દરરોજ સાત વ્યક્તિઓની હત્યા કરતો હતો. છ પુરુષ અને એક સ્ત્રી દરરોજ તેના હાથે મૃત્યુ પામતાં હતાં. એક નિમિત્ત મળ્યું અને તેનો હિંસાનો ભાવ બદલાઈ ગયો. તે ભગવાન મહાવીર પાસે જઈને દીક્ષિત થઈ ગયો. પ્રશ્ન ઉદભવી શકે કે મહાવીરે એવા માણસને એવી વ્યક્તિને શી રીતે મુનિ બનાવ્યો ? એ તો કેટલો બધો ક્રૂર હત્યારો હતો ! જે છ મહિનાથી સતત સાત-સાત વ્યક્તિઓની હત્યા કરી રહ્યો હતો તેને મહાવીરે શી રીતે દીક્ષિત કરી દીધો મહાવીર વ્યક્તિના રંગને, વેશ્યા, ભાવધારા અને આભામંડળને સાક્ષાત જોઈ લેતા હતા. તેથી તેમને દીક્ષિત કરવામાં કોઈ મુશ્કેલી ન પડી. યોગના ક્ષેત્રમાં એમ માનવામાં આવે છે કે આચાર્ય કોઈ વ્યક્તિને શિષ્ય બનાવે ત્યારે ઔપચારિક રૂપે એવી જાણકારી મેળવી લે છે કે તે વ્યક્તિની ચાલચલગત કેવી છે ? તેનો વ્યવહાર કેવો છે ? તેની પ્રકૃતિ કેવી છે ? આ વ્યાવહારિક કસોટી છે. આ કસોટી પછી આચાર્ય એ જુએ છે કે તે વ્યક્તિનું આભામંડળ કેવું છે. આભામંડળ જોઈને યોગ્યતા અને અયોગ્યતાનો નિર્ણય કરે છે. જેનું આભામંડળ સારું માલૂમ પડે છે તેને દીક્ષિત કરે છે. જેનું આભામંડળ સારું નથી જણાતું તેનો અસ્વીકાર કરી દે છે. દીક્ષાની એક મહત્ત્વપૂર્ણ કસોટી આભામંડળ છે. કેવો છે ભાવ? મહત્ત્વનો પ્રશ્ન છે એ કે વ્યક્તિનો ભાવ કેવો છે?ભાવધારાના આધારે લેશ્યા અને આભામંડળનો નિશ્ચય કરી શકાય છે. કોઈ માણસ ખૂબ ઈર્ષ્યાળુ હોય તો એમ માની લેવું જોઈએ કે તેની અંદર આ નીલ લશ્યાના પરમાણુ વિશેષ સંચિત છે. તે પરમાણુ તેને ઈર્ષ્યાળુ ન બનાવી રહ્યા છે. કોઈ માણસ ખૂબ કપટી હોય, નિરંતર માયામાં એ રચ્યોપચ્યો રહેતો હોય તો એમ માનવું જોઈએ કે તેની અંદર Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ કાપોતલેશ્યાના પરમાણુ ખૂબ સંચિત થઈ ગયા છે. કોઈ માણસ ખૂબ સારો વ્યવહાર કરતો હોય, મૃદુ અને વિનમ્ર વ્યવહાર કરતો હોય તો એમ માનવું જોઈએ કે તેજલેશ્યાના પરમાણુ સક્રિય છે. કોઈ માણસ ખૂબ ઉપશાંત હોય, તેનાં ક્રોધ, માન, માયા અને લોભ ક્ષીણ બન્યાં હોય તો એમ માનવું જોઈએ કે તેનામાં પધલશ્યાના પરમાણુઓ ક્રિયાશીલ છે. ચળકતા પીળા રંગના પરમાણુ પ્રતન (ક્ષીણ) કષાયનું કારણ બને છે. કોઈ માણસ આ તમામથી પર થઈ ગયો હોય, વૃત્તિઓના વર્તુળથી મુક્ત બની ગયો હોય, વીતરાગતુલ્ય જીવન જીવી રહ્યો હોય તો એમ માનવું જોઈએ કે તેનામાં શુક્લ લેશ્યાના પરમાણુઓ સક્રિય છે. ભાવ, તનાવ અને લેશ્યા આ ભાવ અને વેશ્યાનો સંબંધ છે. કઈ લેગ્યામાં કયો ભાવ પેદા થાય છે તેની સુંદર મીમાંસા ઉત્તરાધ્યયન સૂત્રમાં ઉપલબ્ધ છે. ભાવ અને વેશ્યાના સંબંધને આ રીતે પણ સમજી શકાય છે : ભાવ લેયા નૃશંસતા, હિંસા, અજિતેન્દ્રિયતા કૃષ્ણ ઈર્ષ્યા, આસક્તિ માયા, માત્સર્ય કાપોત વિનય, મૃદુતા તૈસ પ્રતનુ કષાય પમ ઉપશાંત કષાય શુક્લ પ્રશ્ન છે કે વેશ્યા અને ભાવ આરોગ્યને શી રીતે પ્રભાવિત કરે છે. જ્યારે હિંસા, ચોરી વગેરેના ભાવ જાગે છે ત્યારે એક પ્રકારનો તનાવ પેદા કરે છે. તે તનાવ વ્યક્તિને રોગી બનાવે છે. બીમારી પેદા કરે છે. ભાવનાઓમાંથી જે તનાવ થશે તે સ્નાયવિક તનાવ બની જશે, નાડીતંત્રીય તનાવ બની જશે. આ તનાવ તે અવયવને વિકૃત બનાવે છે, સમગ્ર શરીરને પણ રોગી બનાવી દે છે. | જ આપણે આરોગ્યની મીમાંસા કરીએ તો એ વાત તરફ અવશ્ય ધ્યાન ન આપવું જોઈએ કે આપણી ભાવધારા કેવી રહે છે ? ભાવધારા - મલિન રહે અને આપણે સ્વસ્થ રહેવાનું ઇચ્છીએ તો તે શક્ય નથી. આ 18 આ વેશ્યા સિદ્ધાંતથી સર્વથા પ્રતિકૂળ વાત છે. જેનામાં સ્વસ્થ રહેવાની vim), મારા મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + ૧૩૫ " ની નીલ Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ કામના હોય તેણે એ વાત પર ધ્યાન આપવું જ પડશે કે આર્તધ્યાન કેટલું થાય છે, રૌદ્રધ્યાન કેટલું થાય છે? જો આર્ત અને રૌદ્રધ્યાન થતું હોય તો આપણી ભાવનાઓ પ્રભાવિત થશે. ભાવના મનને પ્રભાવિત કરશે. મન શરીરને પ્રભાવિત કરશે અને કોઈક ને કોઈક જટિલ મનોકાયિક બીમારી પેદા થઈ જશે. ભાવધારાની પવિત્રતા અને વેશ્યાની વિશુદ્ધિ જ જટિલ સમસ્યાઓમાંથી મુક્તિ અપાવી શકે છે. રંગનું સંતુલન લેશ્યાના રંગો સહજ-સ્વાભાવિક હોય છે. વિટામિન્સ બે પ્રકારનાં હોય છે. એક એ છે કે જે સિન્વેટિક અથવા રાસાયણિક મિશ્રણમાંથી બને છે. બીજાં વિટામિન્સ એ છે કે જે ફળોમાં, શાકભાજીમાં નૈસર્ગિક રૂપે હોય છે. બીમારીઓના સંદર્ભમાં રંગની વસ્તુઓનો નિષેધ તથા વિધાન કરવામાં આવ્યાં છે. એક મુનિના શરીરમાં શ્વેત ચકામાં પડી ગયાં. ચિકિત્સકે કહ્યું કે તમે શ્વેત રંગનો કોઈ પદાર્થ ન ખાશો. જો એવો પદાર્થ ખાવો આવશ્યક જ હોય તો તેની સાથે બીજો એવો કોઈ પદાર્થ ભેળવશો નહિ કે જેથી તેનો રંગ બદલાઈ જાય. જેમ કે દહીં ખાવું હોય તો તેમાં શેકેલું જીરું ભેળવવામાં આવે તો પછી દહીં શ્વેત રહેશે નહિ. જો અમુક પ્રકારની બીમારી હોય તો લીલા રંગની વસ્તુઓ વધારે ખાવી જોઈએ. અમુક પ્રકારની બીમારી હોય તો લાલ અથવા શ્વેત રંગની વસ્તુઓ વધુ ખાવી જોઈએ. શરીરમાં કોઈ રંગવિશેષની ઊણપ પણ બીમારીનું એક કારણ બની જાય છે. રંગનું સંતુલન થતાં જ આરોગ્ય પ્રાપ્ત થઈ જાય છે. મંત્રસાધક માટે એવું વિધાન છે કે અમુક પ્રકારની સાધના કરવી હોય તો વસ્ત્ર લાલ હોવું જોઈએ, માળા પણ લાલ હોવી જોઈએ. કષાય-શમન અથવા વીતરાગતાની સાધના કરવી હોય તો શ્વેત વસ્ત્રો અને માળાનો પ્રયોગ ઉત્તમ છે. : આ વેશ્યા ચિકિત્સા : ચાર વિધિઓ - આરોગ્ય, મંત્રવિદ્યા, સાધના વગેરેની સાથે લેશ્યાનો પ્રશ્ન કે જોડાયેલો છે. તેથી જ્યારે આપણે આરોગ્ય વિશે વિચાર કરીએ ત્યારે લેશ્યાના સિદ્ધાંતને ચોક્કસ નજર સમક્ષ રાખવો જોઈએ. જ્યારે રાણા , ધરે છે અને દર છે ? માવજી આયોજન 115, ર રીતે કરે છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ લેશ્યાની અપેક્ષા કરીને માત્ર બીજી વાતો ઉપર ધ્યાન આપીએ છીએ ત્યારે લાભ તો થાય છે પરંતુ પૂરેપૂરો લાભ નથી થતો. પૂર્ણતા અને સમાનતા માટે વેશ્યાના આ ચારેય પક્ષ – વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વિશે વિચાર કરવો જોઈએ. આ ચારેય સિદ્ધાંતોના આધારે ચિકિત્સાની ચાર પદ્ધતિઓ વિકસિત કરી શકાય છે – રંગચિકિત્સા, ગંધચિકિત્સા, રસચિકિત્સા અને સ્પર્શચિકિત્સા. ગંધચિકિત્સા પદ્ધતિ પણ વિકસિત છે. આયુર્વેદના એક આચાર્યે ગ્રંથ લખ્યો – પુષ્પ આયુર્વેદ. કહેવાય છે કે તેમાં સોળ હજાર પુષ્પો દ્વારા ચિકિત્સા કરવાનું વિધાન છે. કોઈ દવાની જરૂર નથી, માત્ર ફૂલ સુંગાડી દો અને બીમારી સમાપ્ત થઈ જશે. સુગંધના આધારે તમામ પ્રકારની બીમારીઓનાં ચિકિત્સા-સૂત્રો શોધવામાં આવ્યાં. એ જ રીતે રસચિકિત્સા કરવામાં આવે છે. અમુક બીમારીમાં અમુક રસનું સેવન કરો તો બીમારી મટી જશે. સ્પર્શ ચિકિત્સાનો વિકાસ પણ પ્રાચીનકાળમાં હતો. જૈન પરિભાષામાં કહેવાય છે કે હાથ ફેરવતાં જ બીમારી દૂર થઈ ગઈ. ખબર જ ન પડી કે કશીક બીમારી હતી. તે સ્પર્શચિકિત્સાની પ્રક્રિયા છે. રંગચિકિત્સા, ગંધચિકિત્સા, રસચિકિત્સા અને સ્પર્શચિકિત્સા આ ચારેય પ્રકારની ચિકિત્સા-વિધિઓ લેશ્યા સાથે જોડાયેલી છે. તેમનું સમ્યક્ અન્વેષણ અને પ્રયોગ કરવામાં આવે તો ચિકિત્સાશાસ્ત્ર જગતને સહજ સુલભ ચિકિત્સા પદ્ધતિનું અવદાન આપી શકે છે અને તે અવદાન આરોગ્ય માટે મહાન વરદાન બની શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ હૃદયરોગ : કારણ અને નિવારણ અત્યંત પ્રાચીનકાળથી રોગ અને આરોગ્ય વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે. જેવી રીતે રોગનું કારણ શરીરની અંદર પણ હોય છે અને બહાર પણ હોય છે તેવી જ રીતે આરોગ્યનું કારણ પણ શરીરની અંદર અને બહાર હોય છે. જો આપણે ભીતરનાં કારણોને બરાબર સમજી લઈએ, તેમને માટે એક ચોક્કસ પ્રકારના દૃષ્ટિકોણનું નિર્માણ કરીએ તો સ્મસ્યાનું ઠીકઠીક સમાધાન થાય છે. જ્યાં માણસના શરીરમાં જીવનશક્તિ હોય છે ત્યાં તેના વ્યવહારમાં રોગપ્રતિરોધક શક્તિ પણ હોય છે. જીવનનો મૂળ આધાર પ્રાણશક્તિ છે. તેના દ્વારા જીવનનું સંચાલન થાય છે. જ્યાં સુધી પ્રાણશક્તિ હોય છે ત્યાં સુધી પ્રાણી જીવે છે. જ્યારે પ્રાણશક્તિ સમાપ્ત થાય છે ત્યારે કારણ ઉપલબ્ધ થતાં જ પ્રાણી મૃત્યુ પામે છે અને કારણ ન મળે તો પણ મૃત્યુ પામે છે. મૃત્યુ સહેતુક અને અહેતુક અને પ્રકારનાં હોઈ શકે છે. આપણા બે મુખ્ય પ્રાણ છે : પ્રાણ-પ્રાણ અને અપાન માણ. તેમની વિકૃતિ રોગ પેદા કરે છે અને તેમની સ્વસ્થતા આરોગ્ય જાળવે છે. આરોગ્ય માટે પ્રાણ એટલો બધો મહત્ત્વપૂર્ણ છે, છતાં તેને કોઈ યંત્ર દ્વારા પકડી શકાયો નથી અને પકડી શકાય તેમ પણ નથી. પ્રાણ સૂક્ષ્મ છે. અવયવનો રોગ પકડી શકાય છે. કોઈ અવયવમાં કોઈ વિકૃતિ પેદા ' થાય તો તેને માણસ પકડી શકે છે. તેથી વર્તમાનમાં જે આવયવિક - રોગ છે તેના વિશે વિચાર થાય છે, તેમની ચિકિત્સા થાય છે. - - હૃદયનો રોગ, કીડનીનો રોગ, લીવરનો રોગ - આ રીતે અવયવની આ સાથે રોગ જોડાયેલો છે. વાત પ્રહાર કરી દીધા " નામ ! ! દિ ક ર Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ હૃદય પરિવર્તનનો અર્થ . આજે હૃદયરોગનો સંદર્ભ આપણી નજર સામે છે. હૃદય જીવનનું મહત્ત્વપૂર્ણ અંગ છે. અનેકાન્ત દૃષ્ટિએ વિચાર કરીએ તો માત્ર હૃદયને જ જીવનનું મહત્ત્વપૂર્ણ અંગ માની શકાય નહિ. અનેક અવયવો એવા છે કે જે જીવન માટે ખૂબ મહત્ત્વના છે. હૃદય સારું કામ કરતું હોય પરંતુ કીડની નિષ્ફળ જાય તો શું થાય ? અનેક સમસ્યાઓ પેદા થઈ જાય. એ જ રીતે એમ પણ કહી શકાય કે તમામ અવયવો સારું કામ કરતા હોય પરંતુ જો હાર્ટફેઈલ થઈ જાય તો શું પરિણામ આવે ? જીવન જોખમમાં પડી જાય. જેનો જીવન સાથે આવો ઊંડો સંબંધ છે તેના આરોગ્ય તરફ ધ્યાન આપવું અપેક્ષિત છે. હકીકતમાં શ્વાસ અને હૃદય એ બંને જીવનના પર્યાયવાચક શબ્દો જેવા છે. હૃદય ધબકે છે, તેથી માણસ કામ કરે છે. જો હૃદય બંધ પડે તો માણસ નિષ્ક્રિય બની જાય. આયુર્વેદમાં હૃદય બે અર્થમાં પ્રયુક્ત થયું છે. એક હૃદય એ છે કે જે ધબકે છે, લોહીનું શુદ્ધીકરણ કરે છે અને બીજું હૃદય એ છે કે જે મસ્તિષ્કમાં છે. હૃદયપરિવર્તન એ અત્યંત પ્રચલિત શબ્દ છે. હૃદયપરિવર્તનનો એક અર્થ એ છે કે જે હૃદય વિકૃત થઈ ગયું છે તેને બદલે બીજું કૃત્રિમ હૃદય ગોઠવી દેવું. હકીકતમાં આ હૃદયપરિવર્તન નથી, એ તો હૃદયનું પ્રત્યારોપણ છે. હૃદયપરિવર્તનનો બીજો અર્થ છે – ભાવને બદલવા, ચિંતન અને માનસિકતામાં પરિવર્તન આણવું અને તે હૃદય એટલે આપણું મસ્તિષ્ક, જે શારીરિક ક્રિયા કરી રહ્યું છે તે હૃદય એક માંસપિંડ છે. આજે આપણે તે હૃદય વિશે વિચાર કરી રહ્યા છીએ કે જે આપણા જીવનની ગત્યાત્મકતા માટે જવાબદાર છે. એમ માનવામાં આવે છે કે જો બરાબર વ્યવસ્થા ચાલે તો હૃદય વગેરે અવયવો સેંકડો વર્ષો સુધી પોતાનું કામ કરી શકે તેમ છે. તેમની એટલી બધી ક્ષમતા છે પરંતુ એ ક્ષમતા કામમાં આવતી નથી, તેનો ઉપયોગ પણ કરવામાં આવતો નથી. અધ્યવસાન ભગવાન મહાવીરે અકાળ મૃત્યુનાં અનેક કારણો બતાવ્યાં છે છે. અકાળ મૃત્યુનો અર્થ જ એ છે કે આપણા શરીરના તમામ For Personal and Private Use Only Jain Educationa International Page #152 -------------------------------------------------------------------------- ________________ અવયવો પોતાનું કામ કરવાનું બંધ કરી દે છે અને અસમયે જ વ્યક્તિ મૃત્યુ પામે છે. અકાળ મૃત્યુનું એક કારણ છે અધ્યવસાન, રાગ-દ્વેષની તીવ્રતા. અંતઃકરણમાં તીવ્ર આવેશ ઊભરાય, પ્રબળ આક્રોશ જાગે, હૃદયની ગતિ એટલી બધી પ્રબળ બની જાય કે વ્યક્તિના અકાળ મૃત્યુનું તે કારણ બની જાય. જો અકાળ મૃત્યુ ન થાય તો તે અધ્યવસાય વ્યક્તિને ખૂબ કમજોર બનાવી મૂકે છે. આપણા શરીરના અનેક અવયવો ઉપર અધ્યવસાયનો પ્રભાવ પડે છે. હૃદય ખૂબ સંવેદનશીલ છે. ભાવના થકી તે ખૂબ પ્રભાવિત થાય છે. તીવ્ર ક્રોધ આવે ત્યારે હૃદય પ્રભાવિત થઈ જશે. ક્યારેક ક્યારેક તે હૃદયને એટલું બધુ પ્રભાવિત કરે છે કે તત્કાળ હાર્ટએટેક થઈ જાય છે અને વ્યક્તિ મૃત્યુ પામે છે. લોભનો તીવ્ર વેગ પણ હૃદયને દુર્બળ બનાવે છે. જો લોભ વધુ પડતો તીવ્ર બને તો હૃદયાઘાતને કારણે મૃત્યુ પણ આવી શકે છે. ભયનો તીવ્ર વેગ પણ એવી જ સ્થિતિ પેદા કરે છે. રાજસ્થાની ભાષાનું એક પ્રસિદ્ધ સૂક્ત છે - ‘ધસકો પડગ્યો’ ભયનો વેગ એટલો બધો આવે કે હૃદય બંધ થઈ જાય અને માણસ મૃત્યુ પામે. ક્યારેક ક્યારેક કોઈ ભયાનક ચહેરો દેખાય છે ત્યારે વ્યક્તિ ભયાક્રાંત થઈ ઊઠે છે. ક્યારેક ક્યારેક તે સ્વપ્નામાં પણ ભયંકર સ્થિતિમાં પહોંચી જાય છે. કોઈ વ્યક્તિ જાગૃત અવસ્થામાં બેઠી હોય, એકાએક અંધારું છવાઈ જાય, રૂમમાં પડેલી કોઈ ચીજ દેખાય નહિ અને એવી કલ્પના જાગે કે કોઈ ભૂત આવ્યું છે એમ વિચારતાં જ હૃદય ત્યાં જ બંધ પડી જાય છે. ઘૃણાનો વેગ પણ ભારે ખતરનાક હોય છે. ધૃણા પણ હૃદયને કમજોર બનાવે છે, જેટલી ભાવાત્મક પ્રતિક્રિયાઓ છે તે તમામ પ્રતિક્રિયાઓ હૃદયને દુર્બળ બનાવે છે. ધમનીઓનું સંકોચાઈ જવું, ધમનીઓમાં લોહીના ગઠ્ઠા જામી જવા વગેરે હૃદયરોગનાં કારણો છે. પરંતુ ભાવનાત્મક પ્રતિક્રિયા તો સૌથી વધુ ખતરનાક છે. હૃદયરોગનું એક કારણ યોગ્ય શ્રમનો અભાવ પણ છે. જો શરીરને યોગ્ય શ્રમ ન મળે તો પ્રત્યેક અવયવ નબળો પડે છે. જે અવયવને જેટલો શ્રમ મળવો જોઈએ તેટલો ન મળે તો ધીમે ધીમે તે નિષ્ક્રિય થતો જાય છે. મહાવીનું આધ્યેયશાસ્ત્ર * ૧૪૫ Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ આહારની વિષમતા હૃદયરોગનું એક કારણ આહારની વિષમતા છે. ભોજન માટે કેલરીનો ભાગ નિર્ધારિત છે. આ જે કેલરીનો સિદ્ધાંત છે તેનો પણ સદુપયોગ ઓછો થાય છે અને દુરપયોગ વધુ થાય છે. વધુ કેલરીવાળું ભોજન કદાચ આવશ્યક નથી હોતું. શરીર ચલાવવા માટે, જીવનયાત્રા ચલાવવા માટે જેટલું આવશ્યક હોય તેના કરતાં વધારે ખાવામાં આવે છે, વારંવાર ખાવામાં આવે છે. પરિણામે પાચનતંત્રને વધુ શ્રમ કરવો પડે છે. શરીરની ઊર્જા ભોજનના પાચનમાં જ વધુ વપરાઈ જાય છે. હૃદયરોગ આહાર-અસંયમનું એક પરિણામ છે. સંતુલનની ચેતના એક પ્રશ્ન છે કે શું હૃદયરોગનાં કારણોને દૂર કરી શકાય ખરાં ? ભાવનાત્મક પ્રતિક્રિયા ઉપર નિયંત્રણ કરી શકાય છે. નિયંત્રણનો ઉપાય ધ્યાન છે. આધ્યાત્મિક સાધના દ્વારા ચેતનાની એવી સ્થિતિનું નિર્માણ કરી શકાય છે કે જે સમતા અથવા સંતુલનની ચેતના છે. સંતુલનની ચેતના જાગે છે ત્યારે ભય ઓછો થઈ જાય છે અને અભયની સ્થિતિ પેદા થાય છે. અન્યાય ભાવાત્મક પ્રતિક્રિયાઓ પણ નિયંત્રિત થઈ જાય છે. એકાએક સમાચાર મળે કે તમારો જે સારો દીકરો હતો તે મૃત્યુ પામ્યો છે. તો એવા સમાચાર સાંભળતાં જ કોઈ વ્યક્તિ વેદના અનુભવે છે, ગાંડપણ અને વિક્ષેપની સ્થિતિમાં પહોંચી જાય છે. કોઈ વ્યક્તિ એવી પણ હોય છે કે જે એવા સમાચાર સાંભળ્યા પછી પણ સંતુલિત રહી શકે છે. તેને પૂછવામાં આવે કે તમારો પુત્ર મૃત્યુ પામ્યો તેથી તમને કેવી અનુભૂતિ થઈ? ત્યારે તે વ્યક્તિ સ્વાભાવિક રીતે કહે છે કે, તેની સાથે એટલી જ લેણ-દેણ (યોગ) હતી. દીકરો સારો હતો પરંતુ સંયોગ એટલો જ હતો. આ અનુભૂતિ અને ચિંતન વચ્ચે તફાવત કયા કારણે આવે છે ? આ આ તફાવત ચેતનાની અવસ્થાને કારણે આવે છે. સમતાની ચેતનાના | સ્તરે જીવતી વ્યક્તિ આવા વજપાતને પણ સહન કરી લે છે. ના મહાઈleનું આરોગ્યશાસ્ત્ર + ૧૪૧ ૧ ) ગક એકમ Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્તનો પ્રયોગ કરીએ મૂળ પ્રશ્ન એ છે કે સમતાની ચેતનાનું નિર્માણ શી રીતે કરવું? આ જે સંવેગાત્મક, ભાવાત્મક પ્રતિક્રિયાઓ થાય છે, તેમને શી રીતે ઓછી કરી શકાય ? કઈ રીતે જીવન પ્રત્યે જાગરૂક દૃષ્ટિકોણનું નિર્માણ થાય ? સૌથી મોટી વાત દૃષ્ટિકોણના નિર્માણની છે. આપણાં કોઈ પણ આચરણ અને વ્યવહાર પછીથી થાય છે, પરંતુ તે પહેલાં દૃષ્ટિકોણનું નિર્માણ થાય છે. દૃષ્ટિકોણનું નિર્માણ કેવી રીતે કરવું તે માટે સૌ પ્રથમ ઉપાય છે – અનેકાન્તનો જીવનમાં પ્રયોગ કરવો. ભગવાન મહાવીરે અનેકાન્તનો દૃષ્ટિકોણ આપ્યો. જેના થકી ભાવાત્મક સંતુલન, મસ્તિષ્કીય સંતુલન અને શારીરિક ક્રિયાઓનું સંતુલન જળવાઈ રહે. જ્યાં એકાન્તવાદ હશે ત્યાં આગ્રહ હશે. આગ્રહમાં પરિસ્થિતિ ગુંચવાય છે. આગ્રહ તીવ્ર તનાવ પેદા કરે છે. તનાવ હૃદયરોગની ઉત્પત્તિમાં ખૂબ જવાબદાર બને છે. આગ્રહ માત્ર મોટી વાતો પૂરતો જ નથી હોતો, ક્યારેક નાનીનાની વાતો પણ આગ્રહનું કારણ બની જાય છે. બે ભાઈ હતા. એક ભાઈએ કહ્યું કે હું આ મકાન ખરીદીશ. બીજા ભાઈએ કહ્યું કે, ના, હું આ મકાન તને લેવા નહિ દઉં. મકાન ખરીધું, કે ન ખરીદ્યું પરંતુ બંને ભાઈઓ વચ્ચે એક તનાવ પેદા થઈ ગયો. ક્રિયા અને પ્રતિક્રિયાનું ચક્ર શરૂ થઈ ગયું. એક ભાઈ હંમેશાં એ વાતનું ધ્યાન રાખવા લાગ્યો કે પેલો ભાઈ રખેને આ મકાન ખરીદી ન લે. બીજો ભાઈ એ વાત પ્રત્યે સદા જાગરૂક રહેવા લાગ્યો કે મને મકાન ખરીદવામાં કોઈ અડચણ ઊભી ન થાય. આ આગ્રહજનિત તનાવનું એક નિદર્શન છે. એકાન્તવાદને કારણે આગ્રહની અને આગ્રહને કારણે વિગ્રહની પરિસ્થિતિ પેદા થાય છે. જ્યાં આગ્રહ અને વિગ્રહ હોય ત્યાં તનાવ અચૂક હોય જ. અનેકાન્ત એ આગ્રહનું વિસર્જન છે. અનેકાન્ત એટલે બીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરવો. જો બીજાનો વિચાર સમજણમાં કાં ન આવે, સ્વીકાર્ય ન લાગે તો પોતાની વાત બીજા લોકો ઉપર લાદવાનો પ્રયત્ન ન કરો. બીજાના વિચારને સમજવાનો પ્રયત્ન કરો. પરસ્પર સાથે મળીને વિમર્શ કરો. જો વિચાર મળતા ન આવે આ તો સમન્વયનું સૂત્ર શોધો. અનેકાન્તનું બીજું તત્ત્વ સમન્વયના સૂત્રની Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ શોધનું છે. જો વિચારોમાં સમન્વય-સૂત્ર ન મળે તો સહઅસ્તિત્વના સિદ્ધાંતનું અનુશીલન કરો. અનેકાન્તનો એક સિદ્ધાંત છે – બે વિરોધી વસ્તુઓ એક સાથે રહી શકે છે. કોઈપણ તત્ત્વ એવું નથી કે જેની વિરોધી બાજુ ન હોય. દરેક વસ્તુમાં વિરોધી યુગલ હોય છે. કોઈપણ વસ્તુ એવી નથી કે જેમાં બે વિરોધી ધર્મો ન હોય. નેગેટિવ અને પોઝિટિવ, ઠંડી અને ગરમી - બંને સાથે સાથે રહે છે. જે ગરમ છે તે ઠંડું પણ છે અને જે ઠંડું છે તે ગરમ પણ છે. આપણે કોને ઠંડું માનીશું અને કોને ગરમ માનીશું? ઠંડી અને ગરમી નેગેટિવ અને પોઝિટિવ - બધું સાપેક્ષ છે. અનેકાન્તનો પ્રયોગ આગ્રહને ઓછો કરે છે, તનાવને ઓછો કરે છે. જો અનેકાન્તનો દૃષ્ટિકોણ બની જાય તો આપણે અનેક બીમારીઓમાંથી મુક્તિ પામી શકીએ છીએ. હૃદયરોગ અને કાયોત્સર્ગ એક પ્રયોગ છે કાયોત્સર્ગ તે અનેક સમસ્યાઓમાંથી છૂટકારો અપાવનારો પ્રયોગ છે. કાયોત્સર્ગથી શિથિલીકરણ થાય છે, જાગરૂકતા વધે છે. તેને કારણે રુધિરાભિસરણની તમામ ક્રિયાઓ બરાબર ચાલે છે. કાયોત્સર્ગ એટલે ભેદવિજ્ઞાન, શરીરને આત્માથી ભિન્ન કરી દેવું. તેનું તાત્પર્ય છે – મમત્વનું વિસર્જન. મમત્વ તનાવ પેદા કરે છે. તનાવનું પ્રથમ બિંદુ છે – મારાપણું, મમત્વ. વ્યક્તિએ જે પદાર્થને પોતાનો માની લીધો તે ભલે સામાન્ય વસ્ત્ર હોય તો પણ જો તેને કોઈ નુકસાન પહોંચાડે તો વ્યક્તિમાં તીવ્ર તનાવ પેદા થઈ જાય છે. જો તે વસ્તુ મારી ન હોય તો પછી કોઈ પણ વ્યક્તિ તેને લઈ જાય છતાં તનાવ પેદા નહિ થાય. જો આપણે તનાવની સ્થિતિઓનું વિશ્લેષણ કરીએ તો નિષ્કર્ષ એવો મળશે કે મોટાભાગના તનાવ મમત્વના બિંદુથી શરૂ થાય છે. કાયોત્સર્ગ સાધન છે - મમત્વના વિસર્જનનું. તેનું એક સૂત્ર છે – પોતાના શરીર ઉપર પણ મમત્વ ન રાખો. જો શરીરનું મમત્વ નહિ રાખો તો શરીર સારું કામ કરશે. જો શરીરનું મમત્વ રાખશો તો શરીર પોતે જ તનાવ ઉત્પન્ન કરવાનું શરૂ કરી દેશે. એ તનાવ હૃદયને દુર્બળ બનાવશે. અનેક બીમારીઓને - જન્મ આપશે. અનુભવની વાણી છે કે કાયોત્સર્ગ હૃદયરોગની સર્વોત્તમ - દવા છે. જ્યારે પણ હૃદયરોગની સમસ્યા ઊભી થાય છે ત્યારે ડૉક્ટર પરામર્શ આપે છે કે બેડ રેસ્ટ કરો, સંપૂર્ણ આરામ કરો. બેડ E - મહાવીરનું આરોગ્યશાસ્ત્ર ત ૧૪૪ મી કે જેમ Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ રેસ્ટનો સૌથી સારો પ્રયોગ છે – કાયોત્સર્ગ, પ્રવૃત્તિનું અલ્પીકરણ. આ અવસ્થામાં ઓક્સિજનનો વપરાશ ઓછો થશે. શારીરિક ક્રિયા પણ આપોઆપ સમ્યક્ થવા લાગશે. આપણી રોગ-પ્રતિરોધક શક્તિ વધશે, ઈમ્યુનિટી સિસ્ટમ પણ સક્રિય બની જશે. પ્રાણની સક્રિયતા પણ વધી જશે. પ્રાણ અને અપાન પ્રાણની સક્રિયતા કાયોત્સર્ગની એક મહત્ત્વની પરિણતિ છે. યોગના પ્રાચીન શબ્દો છે – પ્રાણ અને અપાન. આજે આ બંને વિશે શોધ થવી જોઈએ. પ્રાણ સાથે અપાનને ગાઢ સંબંધ છે. નાભિથી માંડીને ગુદા સુધી અપાન પ્રાણનાં સ્થાન છે. અપાનની જેટલી શુદ્ધિ જળવાય છે તેટલો માણસ સ્વસ્થ રહે છે. અપાનની જેટલી અશુદ્ધિ રહે છે એટલી બેચેની, ઉદાસી, નિષેધાત્મક ભાવનાઓ, હૃદયને કમજોર કરનારી ચેતના જાગૃત થાય છે. અપાનની શુદ્ધિ પ્રાણને પણ શક્તિ આપે છે. પ્રાણનું એક સ્થાન નાસાગ્ર માનવામાં આવે છે. પ્રેક્ષાધ્યાનની ભાષામાં તેને પ્રાણ કેન્દ્ર કહેવામાં આવે છે. પ્રાણ નામની જે પ્રાણધારા છે તેનું એક સ્થાન હૃદય છે. નાભિ પણ તેનું સ્થાન છે અને પગનો અંગૂઠો પણ તેનું સ્થાન છે. આ બધાં પ્રાણનાં સ્થાન છે. જ્યારે પ્રાણ અને અપાનનો યોગ થાય છે ત્યારે અનેક સ્થિતિઓ પેદા થાય છે. અપાન વિકૃત થઈને પ્રાણને પણ વિકૃત કરી છે. આપણે પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ કેબજિયાતની અવસ્થામાં માનસિક સ્થિતિ કેવી બને છે. ખરાબ વિચારો આવે છે, નિદ્રા પણ પૂરી આવતી નથી, વ્યક્તિ અવસાદ અને તનાવથી ઘેરાઈ જાય છે. કામમાં પણ બિલકુલ મન લાગતું નથી, કોઈ દવા લેવામાં આવે, રેચન થાય અને પેટ બિલકુલ સાફ થઈ જાય તો મન પણ પ્રસન્ન થઈ જશે અને ઉલ્લાસનો સંચાર થવા લાગશે. મંત્રનો પ્રયોગ અપાન શુદ્ધિનો પ્રાણધારા સાથે ગાઢ સંબંધ છે. તેથી યોગમાં હૃદયરોગના નિવારણ માટે મંત્રનું નિર્માણ પણ કરવામાં આવ્યું. તે બીજ મંત્ર છે – “લં'. તેના ઉચ્ચારણથી હૃદયરોગ મટે છે. લ.... - લં.... લે એવો લયબદ્ધ જાપ હૃદયરોગની સમસ્યા માટે મહાન રાણા ર મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + ૧૪૪ છે. પણ કરે ૬ કી ર Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ઔષધિ રૂપ છે. શરીરમાં પાંચ તત્ત્વો માનવામાં આવે છે. તેમાં પૃથ્વી તત્ત્વનો બીજમંત્ર છે – સં. લ ના ઉચ્ચારણથી પૃથ્વી તત્ત્વ સક્રિય બને છે. પૃથ્વી તત્ત્વનું સ્થાન અપાનનું સ્થાન છે, શક્તિકેન્દ્રનું સ્થાન છે. અપાનનો પ્રાણ સાથે જે સંબંધ છે, તેને કોઈ નિદાનિક સિદ્ધાંત અથવા ડાયગ્નોસિસ દ્વારા સમજાવી શકાતો નથી. પરંતુ પ્રાણ અને અપાનની ક્રિયાનો સંબંધ જાણ્યા પછી એમ લાગે છે કે લંનો જાપ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. કેટલાક લોકોએ હૃદયરોગની સમસ્યાના સંદર્ભમાં લ નો પ્રયોગ કર્યો અને તેનું અનુકૂળ પરિણામ પણ મેળવ્યું. તેનું મંત્ર સાથે પણ ઉચ્ચારણ કરવામાં આવે છે. લ ના પ્રયોગથી હૃદય-ક્ષેત્રમાં પ્રતિક્રિયા થાય છે અને આરોગ્ય પણ પ્રાપ્ત થાય છે. જૈન મંત્રશાસ્ત્રમાં ડ્રોં હ્રીં હૂં હોં હું છુઃ - આ મંત્રને ખૂબ શક્તિશાળી માનવામાં આવ્યો છે. એવા હૃદયરોગીઓને કે જેમનાં ફેફસાં કમજોર હતાં - આ મંત્રનો પ્રયોગ કરાવવામાં આવ્યો અને તેમને ખૂબ લાભ થયો. પ્રશ્ન ઉભવી શકે કે એ લાભ શી રીતે મળ્યો ? તેનાથી શક્તિનો સંચાર અને અવરોધનું નિવારણ થાય છે. ધ્વનિ-વિજ્ઞાન અને મંત્રવિજ્ઞાનને આધારે તેનાં પરિણામોની , મીમાંસા કરી શકાય છે. હૃદયરોગ માટે આ ઉપયોગી મંત્ર છે, તે અનેક લોકોના અનુભવોથી પ્રમાણિત હકીકત છે. મંત્ર અને રંગ રોગનો રંગ સાથે પણ સંબંધ હોય છે. ક્યો રંગ ક્યા અવયવને પુષ્ટ કરે છે, તેની ખબર હોય તો ઘણોબધો લાભ મેળવી શકાય. એવો ક્યો રંગ છે કે જે લીવરને શક્તિશાળી બનાવે છે ? એવો રંગ છે કે જે હૃદયને શક્તિશાળી બનાવે છે. પ્રત્યેક અવયવને પણ પોતાનો રંગ હોય છે. બહારથી અન્ય સહાયક રંગોને ગ્રહણ કરીને પણ આપણે તે અવયવને પુષ્ટ બનાવી શકીએ છીએ. અક્ષરોને પણ પોતપોતાનો રંગ હોય છે. હાં અને હીં નો પોતાનો રંગ છે. રંગોનું પણ પરસ્પર કોમ્બીનેશન હોય છે. કેવા પ્રકારના રંગ પરસ્પર મળીને તે કેવા પ્રકારની સ્થિતિ પેદા કરે છે તે સંશોધનનો વિષય છે, પરંતુ રંગ થકી આપણે પ્રભાવિત થઈએ છીએ એ તો સ્પષ્ટ છે. એ જ રીતે અનેક મંત્ર એવા છે કે જે આપણા આરોગ્યને પ્રભાવિત કરી રહ્યા છે. આપણે હ્રાં હ્રીં આ મંત્રનો જ સંદર્ભ લઈએ. પ્રત્યેક વ્યક્તિ એવો ' . મહારનું આરોગ્યશાસ્ત્ર + ૧૪૫, ક અને આ વાત હતી ni " માવજી આયHIબ જ કે . - S " . જો છે . કે ન કહો 600 Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ અનુભવ કરી શકે છે કે શરીરમાં જે વિકાર પેદા થાય છે, આપણી રોગ-નિરોધક શક્તિને કમજોર બનાવે છે, તે વિકારને દૂર કરવા માટે ડ્રાં હ્રી નો પ્રયોગ ખૂબ શક્તિશાળી છે. પ્રાચીન આચાર્યોએ આ વિષય ઉપર ખૂબ ચિંતન કર્યું. મૂળ વાત છે વિકારનું નિષ્કાસન. પ્રાકૃતિક ચિકિત્સકો પણ આ વાતને વિશેષ મહત્ત્વ આપે છે કે વિજાતીય તત્ત્વોનો સંચય ન થવો જોઈએ. જેટલો વિજાતીય તત્ત્વોનો સંચય થશે એટલી બીમારી આવશે. જેટલું વિજાતીય તત્ત્વોનું નિષ્કાસન થશે એટલું જ આરોગ્ય પ્રાપ્ત થશે. આપણા શરીરમાં એટલુ બધું વિજાતીય તત્ત્વ સંચિત રહે છે કે જેની કલ્પના કરવાનું પણ મુશ્કેલ છે. સ્થૂળ મળ પણ એટલો બધો સંચિત થઈ જાય છે કે કબજિયાતની સમસ્યા કાયમની બની જાય છે. તેનાથી હૃદય પણ પ્રભાવિત થતું રહે છે. ગમેતેટલી દવાઓ લેતા જઈએ છતાં ઠીક થતું નથી, કારણ કે મળનો સંચય ખૂબ હોય છે. જ્યાં સુધી તેનું શોધન ન થાય ત્યાં સુધી દવા ક્યાંથી અસર કરશે ? દવા પણ તેમાં વિષ બનતી જાય છે. માત્ર સ્થૂળ મળ જ સંચિત નથી, પ્રત્યેક કોશિકામાં, કોશિકાના અણુ-અણુ ઉપર મેલ સંચિત રહે છે, તે મળ જ આપણી પ્રકૃત્તિને વિકૃત બનાવે છે. આપણી પ્રકૃતિ છે આરોગ્ય. વિજાતીય તત્ત્વો વિકૃતિ પેદા કરે છે અને વ્યક્તિ બીમાર પડે છે. વિકૃતિના નિવારણનો એક ઉપાય અપાનશુદ્ધિ છે. અપાનશુદ્ધિનો એક શક્તિશાળી પ્રયોગ છે – હ્રાં હ્રીં નો જાપ. કોઈ વ્યક્તિ દસ મિનિટ સુધી આનો જાપ કરે તો તેને અનુભવ થશે કે તેના કારણે શારીરિક જ નહિ, માનસિક વિકારોનું પણ વિરેચન થાય છે. દીર્ઘશ્વાસપ્રેક્ષા એક પ્રયોગ છે દીર્ઘશ્વાસપ્રેક્ષા. હૃદયરોગની સમસ્યા માટે તે ખૂબ ઉપયોગી છે. મૂળ વાત એ છે કે આ પ્રયોગો દ્વારા પ્રાણશક્તિ વધે છે, ઈમ્યુનિટી સિસ્ટમ શક્તિશાળી બને છે, રોગ-પ્રતિરોધક ક્ષમતા પ્રબળ બને છે. બીમારીનું વિરેચન થવા લાગે છે. જો પ્રાણશક્તિને પ્રબળ કરીને પ્રાણ સંચારનો પ્રયોગ કરવામાં આવે અને માનસિક ચિત્રનું નિર્માણ કરવામાં આવે તો એક દિવસ એવો આવી શકે કે જ્યારે હ્રદયની ધમનીના તમામ અવરોધો બિલકુલ સમાપ્ત થઈ જાય. મહાવીરનું આàયશાસ્ત્ર ૮ ૧૪૬ Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ હૃદયરોગ અને તેના નિવારણની આ ચર્ચાનું સમાપન કરીએ. હૃદયરોગનાં ત્રણ મુખ્ય કારણો છે – અધ્યવસાય, આહાર, બાહ્ય નિમિત્ત. હૃદયરોગ – નિવારણનાં કેટલાંક સૂત્રો સ્પષ્ટ છે – અનેકાન્ત દૃષ્ટિકોણનો વિકાસ, કાયોત્સર્ગ, પ્રાણ અને અપાનનું સંતુલન. મંત્ર ચિકિત્સા, દીર્ઘશ્વાસપ્રેક્ષા, રંગ ચિકિત્સા. આજના વૈજ્ઞાનિકો એમ માને છે કે ધ્વનિ, પ્રકાશ અને રંગ આ તમામ એક જ જાતિનાં પ્રકંપનો છે. પ્રકાશનું ઓગણપચાસમું પ્રકંપન રંગ છે. ધ્વનિ પણ રંગ પેદા કરે છે. તેથી કહેવામાં આવે છે કે રંગને સાંભળી પણ શકાય છે અને ધ્વનિને જોઈ પણ શકાય છે. વિદ્યુત સાધનો દ્વારા આમ કરવું શક્ય છે. ધ્વનિ અને રંગ બંનેનો ગાઢ સંબંધ આપણા જીવન સાથે છે. લાડનૂની એક ઘટના છે. એક સાધ્વીનું લોહી ખૂબ પાતળું થઈ ગયું. તેમના નાકમાંથી સતત લોહી ટપક્વા લાગ્યું. અનેક ડૉક્ટરોને બતાવ્યું, ચિકિત્સા કરાવી છતાં કોઈ સમાધાન મળ્યું નહિ. એમ પ્રતીત થવા લાગ્યું કે હવે તેમનું જીવન બચવાનું મુશ્કેલ છે. સૌ નિરાશ થઈ ગયા. સાધ્વીએ કહ્યું કે, “આપ મને કોઈ ધ્યાન અને મંત્રનો પ્રયોગ બતાવો. મારા માટે હવે એ જ દવા બનશે.” મેં એક મંત્ર સાથે નીલા રંગનું ધ્યાન કરવાનો નિર્દેશ આપ્યો. સાધ્વીએ નિષ્ઠાપૂર્વક તે પ્રયોગ કર્યો. બે દિવસમાં જ ચમત્કાર જેવું અનુભવવા માંડ્યું. નાકમાંથી થતો રક્તસ્રાવ બંધ થઈ ગયો. જ્યાં ચિકિત્સાની પ્રચલિત વિધિઓ નિષ્ફળ ગઈ હતી, ત્યાં | મંત્ર અને રંગની ચિકિત્સા સફળ નીવડી. પ્રશ્ન ઉદ્ભવી શકે કે એવું શી રીતે બને? તેનું કારણ સ્પષ્ટ છે કે જે લોહી પાતળું પડી ગયું હતું તે નીલા રંગના ધ્યાનથી ગાઢું બની ગયું. તેથી રક્તનો સ્ત્રાવ બંધ થઈ ગયો. મંત્ર અને રંગના સમન્વયથી સઘળું શક્ય બની શકે છે. આ દિશામાં અન્વેષણ અને અનુસંધાન માટે ખૂબ અવકાશ છે. અપેક્ષા છે અનુસંધાન અને પ્રયોગની. હૃદયરોગના સંદર્ભમાં જે પ્રયોગ પ્રસ્તુત કરવામાં આવ્યા છે જો તેમને અપનાવીએ, પ્રાણ અને [ અપાનનું સંતુલન કરી શકીએ તો હૃદયરોગની સંભાવનાને નિર્મૂળ જે કરી શકાય તેમ છે. કા કા મહાવીરનું માંરોલિશાસ્ત્ર ૭ ના બાળકો Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ શિશુ તેમજ વૃદ્ધનું આરોગ્ય એકસો વર્ષના માણસની દસ અવસ્થાઓ ગણાવવામાં આવી છે. દસ દસ વર્ષની એક અવસ્થા. દસ અવસ્થાઓ અને સો વર્ષનું જીવન : ૧. બાલા ૬. હાયિની ૨. ક્રિડા ૭. પ્રપંચા ૩. મંદા ૮. પ્રાભારા ૪. બલા ૯. મૃ—ખી ૫. પ્રજ્ઞા ૧૦. શાયિની આ દસ અવસ્થાઓ છે. પ્રત્યેક અવસ્થામાં અલગ અલગ પ્રકારની વૃત્તિઓ હોય છે. આ વિષય ઉપર ખૂબ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવ્યું - કયા દસકામાં વ્યક્તિ કેવાં આચરણ અને વ્યવહાર કરે છે? શિશુ અને વૃદ્ધના આરોગ્યના સંદર્ભમાં બે અવસ્થાઓ ઉપર વિચાર કરવાનો છે. પ્રથમ અવસ્થા છે – બાલ્યાવસ્થા અને બીજી છે – વૃદ્ધાવસ્થા. એક જીવનનો પ્રથમ દસકો છે અને બીજો જીવનનો સાતમો દસકો છે. લબ્ધિવીર્ય અને કરણવીર્ય ગર્ભમાંથી શિશુની અવસ્થાનો પ્રારંભ થાય છે. ગર્ભથી શરૂ | કરીને ત્રણ-ચાર વર્ષ સુધીનું જે બાળક હોય છે તેનો પ્રાણ પણ . વિકસિત નથી હોતો, તેની કર્મજાશક્તિ પણ વિકસિત નથી હોતી. શક્તિના બે પ્રકાર છે. લબ્ધિવીર્ય અને કરણવીર્ય, કોઈક શિશુને લબ્ધિની શક્તિ તો પ્રાપ્ત થાય છે, પરંતુ તેનામાં કરણવીર્ય – - ક્રિયાત્મકશક્તિનો પૂર્ણ વિકાસ થતો નથી. જૈન આગમનો એક તે જ 5 મહાવીનું માર્કેટયશાસ્ત્ર ના 11 કરી Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગ છે. આત્મા અને શરીરના વિષયમાં કેશીકુમાર - શ્રમણ અને રાજાપ્રદેશીની વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો. રાજા પ્રદેશીએ કહ્યું કે જો સૌ કોઈમાં આત્મા સમાન હોય તો યુવક અને શિશુની કાર્યક્ષમતામાં કોઈ જ તફાવત હોવો ન જોઈએ. કોઈ યુવક હાથમાં ધનુષબાણ લઈને, તેની પ્રત્યંચા ખેંચીને નિશાન ઉપર તીર ચલાવી શકે છે. જ્યારે એક બાળક તીર ચલાવી નથી શકતું. આથી એ સ્પષ્ટ થાય છે કે શિશુ અને યુવકનો આત્મા સમાન નથી. કેશીકુમાર શ્રમણે રાજા પ્રદેશના આ તર્કનું સમાધાન કરતાં કહ્યું કે, “એક બાળકમાં પણ બાણ ચલાવવાની લબ્ધિ છે, તેનામાં બાણ ચલાવવાની ક્ષમતા છે, પરંતુ તેની ક્રિયાત્મક શક્તિનો પૂરો વિકાસ થયો હોતો નથી, તેથી તે બાણ ચલાવી શકતો નથી. જ્યારે યુવકમાં ક્રિયાત્મક શક્તિનો વિકાસ થઈ ગયો હોવાથી તે બાણ ચલાવી શકે છે.' આરોગ્યના સંદર્ભમાં એક મહત્ત્વપૂર્ણ શબ્દ છે - કરણવીર્ય - ક્રિયાત્મકશક્તિનો વિકાસ. જેનામાં ક્રિયાત્મકશકિત પૂર્ણ વિકસિત થઈ જાય છે તે આરોગ્ય પ્રત્યે જાગરૂક પણ રહી શકે છે અને અજાગરૂક પણ થઈ શકે છે. એક શિશુમાં લબ્ધિવીર્ય - ક્ષમતાત્મક શક્તિનો વિકાસ હોય છે, પરંતુ કરણવીર્ય - ક્રિયાત્મકશક્તિનો પૂર્ણ વિકાસ નથી હોતો. કોઈ બાળક પણ કરણવીર્યનો પ્રયોગ કરે છે. એમ ન કહી શકાય કે તેનામાં કરણવીર્ય નથી. પરંતુ એટલું ચોક્કસ કે તેનામાં કરણવીર્યનો પૂર્ણ વિકાસ થયો નથી હોતો. તેથી ગર્ભાવસ્થાથી શરૂ કરીને શૈશવાવસ્થા સુધી તેના આરોગ્ય પ્રત્યે વિશેષ વિમર્શ જરૂરી છે. “સંતચર્યા' “જ્ઞાતાધર્મકથા'નો એક પ્રસંગ છે. સમ્રાટ શ્રેણિકની ધર્મપત્ની ધારિણી ગર્ભવતી હતી. તેના ગર્ભમાં રાજકુમાર મેઘ હતો. એ પ્રસંગમાં ત્યાં ગર્ભની અવસ્થાની જે ક્રિયાઓ બતાવવામાં આવી છે, તેમાં આરોગ્યનાં મહત્ત્વનાં સૂત્રો મળે છે. કહેવામાં આવ્યું છે કે, છે જ્યારે મેઘકુમાર ગર્ભમાં હતો ત્યારે ધારિણી સંયમપૂર્વક ઊભી થતી, જે સંયમપૂર્વક બેસતી, સંયમપૂર્વક સૂઈ જતી. તેનું સૂઈ જવું, બેસવું, બોલવું બધું જ સંયમપૂર્વક ચાલતું હતું. તે પ્રત્યે ક્રિયા અને ચર્ચામાં - સંયમિત રહેતી હતી કે જેથી ગર્ભસ્થ શિશુને કોઈ ક્ષતિ ન પહોંચે, ા મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + VE કરી - - મ, Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ તેને કોઈ પીડા ન થાય. ગર્ભસ્થ શિશુસ્વસ્થ કેવી રીતે રહે તેનું પ્રથમ સૂત્ર એ છે કે ગર્ભાવસ્થામાં માતા પોતાની તમામ ક્રિયાઓ સંયમપૂર્વક કરે. આહારવિવેક ધારિણીનો આહારવિવક પ્રબુદ્ધ હતો. માતાનો આહાર ગર્ભસ્થ શિશુના આરોગ્યને પ્રભાવિત કરે છે. માતાનો જે આહાર હોય છે એ જ આહાર પુત્રનો હોય છે તેથી માતાએ આહારનો વિવેક રાખવો જોઈએ. કહેવાયું કે માતાએ પરિમિત આહાર કરવો જોઈએ. ન અતિ તીખું ભોજન કે ન અતિ કટું ભોજન, ન અતિ કષાયવાળું ભોજન કરવું જોઈએ ન તો અતિ ખાટું કે ન તો અતિ મીઠું ભોજન કરવું જોઈએ. તેણે એવો આહાર લેવો જોઈએ કે જે શિશુ માટે હિતકર હોય. તેણે હમેશાં એટલું ધ્યાન રાખવું જોઈએ કે મારા ભોજનનો પ્રભાવ શિશુના શરીર ઉપર કેવો પડશે. આહારનો આવો વિવેક ગર્ભસ્થ શિશુના આરોગ્ય માટે અત્યંત જરૂરી છે. કષાય વિવેક - ત્રીજી વાત છે કે ગર્ભાવસ્થામાં માતાએ અતિ ચિંતા ન કરવી જોઈએ. ભય, શોક, મોહ વગેરે ભાવાત્મક આવેગોથી તેણે દૂર રહેવું જોઈએ. ગર્ભાવસ્થા દરમ્યાન માતાએ ન તો ભય અનુભવવો જોઈએ, ન શોક અને ધૃણા તથા મોહ અનુભવવાં જોઈએ. તેના કષાય ઉપશાંત રહેવા જોઈએ. તેની ભાવધારા નિર્મળ અને પવિત્ર રહેવી જોઈએ. આપણે જોઈએ છીએ કે ઘણાંબધાં બાળકો વિકૃત અવસ્થામાં જન્મે છે. કેટલાંક બાળકો તો જીવતાં રહીને પણ માતાપિતા માટે મૃતતુલ્ય બની રહે છે. તેમના જીવવા અને મરવા વચ્ચે કોઈ તફાવત પ્રતીત થતો નથી. માંસના પિંડ સમાન તેની અવસ્થા રહે છે. આવું શાથી થાય છે ? તેનું એક કારણ માતા-પિતા સ્વયં છે. જ્યારે માતા ગર્ભ ધારણ કરે છે અને જ્યાં સુધી શિશુનો જન્મ નથી ! થતો ત્યાં સુધી માતા-પિતાની બહુ મોટી જવાબદારી અને ભૂમિકા હોય છે. જો માતા-પિતા જાગરૂક હોય તો શિશુ એવું નહિ જન્મે. જો માતા-પિતા અસાવધાન હશે, પ્રમત હશે તો તેનું પરિણામ શિશુએ જીવનભર ભોગવવું પડશે. Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણ સૂત્રો ગર્ભસ્થ શિશુના આરોગ્ય માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ચર્યાવિવેક, આહારવિવેક તથા કષાયવિવેક. જો ગર્ભાવસ્થા દરમ્યાન માતા આ ત્રણ સૂત્રોનો સમ્યક્ પ્રયોગ કરે, ચર્યામાં સંયમિત રહે, હિત અને પરિમિત આહાર કરે, ચિંતા, ભય વગેરેથી દૂર રહે, તેની ભાવનાઓ પવિત્ર રહે તો શિશુનું આરોગ્ય ખૂબ ઉત્તમ રહી શકે છે. પોષક આહાર જન્મ પામ્યા પછી પણ કોઈ બાળકમાં એવો વિવેક નથી હોતો કે તેણે આરોગ્ય માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ ? તેણે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ ? આવી અવરથામાં પણ માતાએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે શિશુને શું ખવડાવવું જોઈએ, શું પીવડાવવું જોઈએ. મોહવશ એવું ન થવું જોઈએ કે જે વખતે જે ન ખવડાવવી જોઈએ તે વખતે તે વસ્તુ ખવડાવી દેવામાં આવે. અપોષણ અને કુપોષણ બંનેથી બચવું જરૂરી છે. પ્રશ્ન એ છે કે પોષણ શી રીતે મળે ? પોષક આહાર મળે એ સૌ કોઈના વશની વાત નથી. ગરીબીની સમસ્યા છે, અભાવની સમસ્યા છે. આવા સંજોગોમાં એ શી રીતે શક્ય છે કે સૌ કોઈને પોષક આહાર મળે ? આ અવસ્થામાં પૂરું પોષણ થતું નથી, અપોષણ પણ થાય છે અને કુપોષણ પણ થાય છે. એવી ચીજો પણ શિશુને ખવડાવવામાં આવે છે કે જે પોષણને પ્રતિકૂળ હોય. સામાજિક, આર્થિક વગેરે અનેક સંજોગોના કારણે એમ થાય છે, પરંતુ જો એટલો વિવેક જાગૃત હોય કે કોઈ બાળક પ્રત્યે માતાની જવાબદારી શી છે તો શિશુના આરોગ્ય પ્રત્યે સ્વાભાવિક જાગરૂકતા વધી જશે. અભયનું વાતાવરણ શિશુના આરોગ્ય માટે એ પણ જરૂરી છે કે ભયનું વાતાવરણ પેદા કરવામાં ન આવે. ભગવાન મહાવીરે સૌથી વધુ ભાર અભય ઉપર મૂક્યો છે. જો અભય ન હોય તો અહિંસા નહિ હોય અને જો અહિંસા નહિ હોય તો આરોગ્ય પણ નહિ હોય. આરોગ્ય નહિ હોય તો ધર્મનો વિકાસ પણ નહિ હોય અને શરીરનો પૂરતો વિકાસ પણ મહાવીરનું અસભ્યશાસ્ત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ નહિ હોય. ડરાવવા-ધમકાવવાની જે મનોવૃત્તિ છે તેને કેટલીક માતાઓ સ્વાર્થવશ સ્વીકારી બેસે છે. બાળક રડતું હોય અથવા તો કામકાજમાં અવરોધરૂપ બનતું હોય તો માતા તરત જ કહેશે કે હાઉ આવશે. બાળક ભયભીત થઈને ચૂપ થઈ જાય છે. જ્યારે જ્યારે માતા હાઉનો ડર બતાવે છે ત્યારે ત્યારે બાળક ભયગ્રંથિથી આક્રાંત થઈ ઊઠે છે. તેના ભીતરમાં એવો ડર સમાઈ જાય છે કે તે ક્યારેય અભય બની શકતો નથી. આ ભયનું પરિણામ તેણે જીવનભર ભોગવવું પડે છે. માતા પોતાના સ્વાર્થ માટે શિશુમાં ભયની જટિલ વૃત્તિનું બીજ વાવી દે છે. ભય બતાવવો જ હોય તો એવો ભય બતાવવો જોઈએ કે જો તું આ ખાઈશ તો બીમાર પડી જઈશ. જો તું આ નહિ ખાય તો તારું શરીર કમજોર બની જશે. આરોગ્ય માટે, આહારવિવેક માટે ક્યારેક ક્યારેક ભય આવશ્યક બની શકે છે, પરંતુ પોતાના સ્વાર્થ માટે બાળકના મસ્તિષ્કમાં જે ભયગ્રંથિ વિકસિત કરવામાં આવે છે, તે તેના આરોગ્ય માટે સમસ્યા બની જાય છે. ન ડરાવો, ન ધમકાવો આરોગ્યનું મહત્ત્વપૂર્ણ કારકસૂત્ર વાતાવરણ છે. એક ખૂબ પ્રસિદ્ધ કથા છે. સિંહના પાંજરા સામે એક બકરીને બાંધવામાં આવી. બકરીને ખૂબ ખવડાવ્યું, ખૂબ પોષણ આપ્યું, પરંતુ તે આહાર તેને પુષ્ટ બનાવી શક્યો નહિ. જ્યારે જ્યારે સિંહ ગર્જના કરતો, ત્યારે ત્યારે તેનું ખાધેલું-પીધેલું બધું બહાર નીકળી જતું. ભયના વાતાવરણમાં પોષણ મળી શકતું નથી. માતા-પિતા પોતાના બાળકના આરોગ્યની ચિંતા કરે છે. તેમણે એ વાતનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ કે બાળકની સામે ભયની સ્થિતિ પેદા ન કરવી જોઈએ. તેને ડરાવવું-ધમકાવવું ન જોઈએ. વર્તમાન શિશુવિજ્ઞાન એ જ કહે છે કે બાળકને પવિત્ર અને ભયમુક્ત વાતાવરણ આપવામાં આવે તો તે વિકાસની હરણફાળ ભરી શકે છે. દસવર્ષની જે શિશુI આ અવસ્થા છે તેમાં પણ શરૂઆતનાં પાંચ વર્ષમાં વિશેષ જાગરૂકતાપૂર્વક શિશુ તરફ ધ્યાન આપવું જોઈએ. પ્રથમ પાંચ વર્ષ સંસ્કાર-નિર્માણનીકલ દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. સંસ્કાર નિર્માણની તે પ્રથમ અવસ્થા છે. પાંચ વર્ષ પછી સંસ્કાર નિર્માણની બીજી આવૃત્તિ શરૂ થઈ જાય video Do It.. . N હાજરી આય ક : W TEા કરવા નું ક ઈ રીતે S Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ છે. પાંચ વર્ષ સુધી જો પૂર્ણ જાગરૂકતા રહે તો શિશુનું આરોગ્ય ખૂબ સારું રહી શકે છે. શિશુઆરોગ્યનું પરિણામ એ આવે છે કે માતાપિતાને ઝાઝી ચિંતા કરવી પડતી નથી. જો શિશુ બીમાર પડે છે તો અનેક સમસ્યાઓ પેદા થઈ જાય છે. એ જ આપો કે જે હિતકર હોય શિશુને કેટલીક બીમારીઓ અસાવધાનીને કારણે પણ થાય છે. અમે જોયું કે એક વર્ષના બાળકને બાયપાસ સર્જરી કરાવવી પડી. પાંચ-દસ વર્ષના બાળકને પણ બાયપાસ સર્જરી કરાવવામાં આવી. તેનાં અનેક કારણો હોઈ શકે છે, પરંતુ માતા-પિતાની અસાવધાની કદાચ સૌથી મોટું કારણ બને છે. નાનાં-નાનાં બાળકો ટી.વી.ની નજીક જઈને બેસે છે. કલાકો સુધી ટી.વી. જોયા કરે છે. તેમની આંખો નબળી પડે છે. બેત્રણ વર્ષની ઉંમરમાં જ ચમા શરીરના અવયવ સમાન બની રહે છે. જો માતા-પિતા જાગરૂક રહે તો તેની આ આદત નિયંત્રિત થઈ શકે છે. નાનું બાળક મીઠું (ગળ્યું) ખાવાનું શોખીન હોય છે. તે ખૂબ ખાય છે, ઘણી ચીજો ખાય છે. પાનપરાગ અને ચુટકી જેવી હાનિકારક વસ્તુઓ પણ માતા-પિતા બાળકોને ખવડાવી દે છે. એવી ચીજો લાંબા સમય સુધી મોઢામાં રહે તો બાળકના દાંત ખરાબ થશે, તેના દાંતમાં કીડા પડી જશે, તેનાં આંતરડાં પણ ખરાબ થઈ જશે. પાચનતંત્રની વિકૃતિ થકી અનેક બીમારીઓને નિમંત્રણ મળી જશે. એ પણ એક જટિલ પ્રશ્ન છે કે બાળક કોઈ ચીજ જોઈ લે તો પછી તે માગ્યા વગર રહેતું નથી, ખાધા વગર રહેતું નથી. તેનામાં એ વિવેક નથી કે શું ખાવું જોઈએ, કેટલી વખત ખાવું જોઈએ. માતા-પિતાની જવાબદારી છે કે તેઓ શિશુમાં આ વિવેક પેદા કરે. તેને પ્રેમ અને મૃદુતાથી સમજાવે. એવું ન કરવું જોઈએ કે બાળક રડતું હોય, કકળાટ કરતું હોય ત્યારે એને એવી ચીજ આપીને ચૂપ કે શાંત કરી દેવું, કે જે તેના આરોગ્ય માટે હાનિકારક હોય. એમ વિચારવું જોઈએ કે બાળક માટે શું હિતકર છે ' છે. જે હિતકર હોય તે જ આપો. હિતકર આહાર જ શિશુના - આરોગ્યને સુરક્ષિત રાખી શકે છે. આ દૃષ્ટિએ નિરંતર સજગ રહીને 1 જ શિશુના આરોગ્યને જાળવી શકાય છે. છે સી મહાવીરનું ભોયણાય * ૫૩ ટકા છે અને Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન વૃદ્ધના આરોગ્યની એક પ્રશ્ન છે વૃદ્ધના આરોગ્યનો. વૃદ્ધાવસ્થા ક્યારે શરૂ થાય છે? સિત્તેર વર્ષની અવસ્થા સુધી માણસ ઘરડો થતો નથી. જે માણસ તેની પહેલાં જ પોતાની જાતને ઘરડો માની લે છે. તે માન્યતાજનિત દોષના કારણે અસમયે જ વૃદ્ધ બની જાય છે. માણસે સિત્તેર વર્ષ સુધી પોતાને ઘરડો માનવો જ ન જોઈએ. સિત્તેર વર્ષ પછી પણ જો તે જાગરૂક રહે તો ઘડપણ દૂર ધકેલાતું રહેશે. વર્તમાન વિજ્ઞાન એ દિશામાં સક્રિય છે કે વ્યક્તિ ઘરડી ન બને. વૈજ્ઞાનિકો એવું સંશોધન કરી રહ્યા છે કે ઘડપણને શી રીતે ટાળી શકાય. વૈજ્ઞાનિકોની સામે પ્રશ્ન એ પણ છે કે માણસ શી રીતે સદાય યુવાન બની રહે ? એટલું જ નહિ, તે માણસને અમર બનાવવાની વાત પણ વિચારી રહ્યા છે. તે માટે અનેક વિધિઓનો વિકાસ પણ કર્યો છે. અનેક વ્યક્તિઓએ પોતાની જાતને અમર બનાવવા માટે આવેદન કરી દીધું છે. ભવિષ્ય માટે યોજનાઓ બનાવી દીધી છે. ચોક્કસ રકમને ફિક્સ ડીપોઝિટ તરીકે મૂકી દીધી છે. વ્યક્તિ જે દિવસે ઇચ્છશે તે દિવસે જીવિત શરીરને પ્રયોગશાળામાં સુરક્ષિત મૂકી દેવામાં આવશે. તેનું એ શરીર શીતીકૃત “મમી' સ્વરૂપે નિર્ધારિત અવધિ સુધી પડ્યું રહેશે. તેને ફરીથી ક્યારે જીવાડવું તે સમય પણ નિશ્ચિત રહેશે. નિશ્ચિત સમયે શીતીકૃત અને સુરક્ષિત શરીરને ફરીથી જીવાડી દેવામાં આવશે. માણસનું આ ચિંતન’માત્ર કલ્પનામાં જ નથી, ક્રિયાન્વિત થઈ રહ્યું છે. તેની પ્રક્રિયા લગભગ તૈયાર થઈ ગઈ છે. અનેક લોકોએ આ સમ્મોહક પ્રસ્તાવને સ્વીકારીને યોગ્ય રકમ પણ ચૂકવી દીધી છે. માણસને અમર બનાવવાનો આ અભિક્રમ કેટલો સફળ થશે તે કહી શકાય તેમ નથી, તેની કોઈ ભવિષ્યવાણી પણ અત્યારે કરી શકાય તેમ નથી, પરંતુ વર્તમાન વૈજ્ઞાનિકો આ પ્રયત્નો દ્વારા નવી આશાને ચોક્કસ જન્મ આપી રહ્યા છે. - ઘડપણને આગળ ધકેલવા માટેના પણ અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. એવા ઉપાયો શોધાઈ રહ્યા છે કે જેથી ઘડપણને રોકી શકાય, ઘડપણ આવે જ નહિ અને માણસ સદા યુવાન જ બની રહે. કદાચ ચ્યવન ઋષિએ એ માટે ચ્યવનપ્રાસની શોધ કરી હતી કે માણસ ઘરડો થાય જ નહિ. પરંતુ આજે તો ચ્યવનપ્રાસ ખાનારા પાક કાપી " મહાવીરનું આરોગ્યશાસ્ત્ર - ૧૫૪ ,, પછી * * * Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ લોકો પણ ઘરડા થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકો વિટામિન્સના સેવન ઉપર વિશેષ ભાર મૂકી રહ્યા છે. કહેવામાં આવે છે કે વિટામિન ‘એ’ ખાવ. વિટામિન ‘બી’ ખાવ, મેથી ખાવ જેથી તાકાત મળી જાય અને બૂઢાપાને રોકી શકાય. એવા અનેક પ્રયોગો અપનાવાઈ રહ્યા છે, છતાં માણસ ઘરડો થતો રહ્યો છે. ઘડપણથી ડરો નહિ - જીવનમાં છ-સાત દસકા પછી ઘડપણ બારણે ટકોરા મારે છે. ઘડપણમાં સ્વસ્થ શી રીતે રહેવું – એવો પ્રશ્ન પ્રત્યેક વૃદ્ધ માણસના મનમાં ઉદ્ભવતો રહે છે. મહાવીર કહે છે મા ભાઈયવ્યું - ઘડપણથી ન ડરો, મૃત્યુથી ન ડરો. જો ઘડપણથી ડરી જશો તો મનમાં એવો ભય પેસી જશે કે હું ઘરડો થઈ જઈશ તો શું થશે ? લોકો ભવિષ્ય-નિધિની ચિંતા વધુ કરે છે. ભવિષ્યના સંદર્ભમાં ચિંતન કરો, પરંતુ ચિંતા ન કરો. ભવિષ્યની ચિંતા પણ ઘડપણ જલદી લાવશે. પૂજ્ય ગુરુદેવનું પ્રસિદ્ધ સૂત્ર છે – ‘ચિંતા નહિ, ચિંતન કરો; વ્યથા નહિ, વ્યવસ્થા કરો.’ ચિંતા ન કરો, ચિંતન કરો કે આગળ શું કરવું જોઈએ. જો તેની ચિંતામાં પડી જશો તો દસ વર્ષ પછી આવનારું ઘડપણ વહેલું આવી જશે. ચિંતા અને વ્યથા નહિ, ચિંતન અને વ્યવસ્થા દ્વારા ઘડપણની સમસ્યાને ઉકેલી શકાય છે. વ્યથા અને ચિંતાથી કશો લાભ થઈ શકતો નથી. આશ્વાસન મળે છે ચિંતન અને વ્યવસ્થા થકી. જો સમ્યક્ ચિંતન અને વ્યવસ્થા હોય તો ઘડપણ પણ સુખદ બની શકે છે. જીવનશૈલી બદલીએ આચારાંગ સૂત્રનો એક સુંદર પ્રસંગ છે – હજી ઉંમર અતિક્રાંત થઈ રહી છે, અવસ્થા આવી રહી છે, તેને જુઓ. પોતાની જીવનશૈલીને બદલો, આહા૨નો વિવેક કરો. મહાવીરની વાણીમાં આરોગ્યના સંદર્ભમાં જે વાત એક શિશુ માટે છે એ જ વાત એક વૃદ્ધ માણસ માટે પણ છે. આહાર વિવેકનું પ્રથમ સૂત્ર એ છે કે વૃદ્ધ માણસે શું ખાવું ? જેમ જેમ વ્યક્તિ વૃદ્ધ થાય છે તેમ તેમ તેના પ્રત્યેક અવયવની શક્તિનો હ્રાસ થતો જાય છે. જો વૃદ્ધ વ્યક્તિ ભારે ભોજન કરે તો તેણે આરોગ્યની કલ્પના પણ કરવી ન જોઈએ. જે માણસ ભારે ભોજન લેશે તે સ્વસ્થ શી રીતે રહેશે ? જે વ્યક્તિ હળવો ખોરાક પણ મહાવીનું યોગ્યશાસ્ત્ર ૧૫૫ Jain Educationa International - For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ પચાવી શકતી નથી તે વ્યક્તિ ભારે, તળેલી ચીજો શી રીતે પચાવી શકશે ? જો વૃદ્ધ માણસે સ્વસ્થ રહેવું હોય તો તેણે ભારે ભોજનથી દૂર રહેવું જ પડશે. પંચાવન વર્ષ પછી ભોજનમાં પરિવર્તન આણવું જ જોઈએ. હકીકતમાં ભોજનમાં પરિવર્તન તેની પણ પહેલાં ચાળીસ વર્ષની અવસ્થામાં આવી જવું જોઈએ. . ઇન્દ્રિયક્ષમતાનો હ્રાસ એમ કહેવામાં આવ્યું કે ચાળીસ વર્ષ પછી ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થવા માંડે છે. પ્રાચીન ગ્રંથોમાં આપણી શક્તિ ક્ષીણ થવાનો જે ક્રમ બતાવવામાં આવ્યો છે તે મેડિકલ સાયન્સમાં પણ સમ્મત છે. મેડિકલ સાયન્સના મત મુજબ ચાળીસ વર્ષ પછી આંખોની રોશની ઘટવા માંડે છે. ચાળીસ વર્ષ સુધી આપણી અવસ્થા પૂર્ણ વિકાસની રહે છે. ત્યાર પછી ફરીથી સંધ્યા તરફ ઢળવા લાગે છે. આ ક્રમ ધીમે ધીમે આગળ વધે છે. પાંચેય ઇન્દ્રિયોની શક્તિનો હ્રાસ થતો જાય છે અને એક દિવસ ઘડપણ માણસને ઘેરી લે છે. એ સંકેત ખૂબ મહત્ત્વનો છે કે ચાળીસ વર્ષની અવસ્થામાં તો વ્યક્તિએ નિશ્ચિત રૂપે સાવધાન થઈ જવું જોઈએ. વ્યક્તિ શરૂથી જ સાવધાન રહે એ ખૂબ સારી વાત છે, પરંતુ ચાળીસ વર્ષ પછી પણ જો તે સાવધાન ન બને તો તેનું ઘડપણ સુખદ હોઈ શકતું નથી. એક અવસ્થા પછી આટલી સાવધાની ખૂબ કામમાં આવે છે કે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ ? સ્વસ્થ જીવનનું સૌથી મોટું સૂત્ર છે – ઇન્દ્રિયોની શક્તિને સુરક્ષિત રાખવી, ઇન્દ્રિયક્ષમતાને ટકાવી રાખવી. જો કાનની શક્તિ ઘટી જાય તો એક સમસ્યા ઊભી થઈ જાય. જો આંખની રોશની ક્ષીણ થઈ જાય તો એક સમસ્યા પેદા થઈ જાય. સાંભળવા અને જોવાનું બંધ થઈ જાય તો પછી જીવન નિરર્થક જેવું લાગવા માંડે છે. - રાત્રીભોજનનો ત્યાગ ન વૃદ્ધાવસ્થામાં પાચનશક્તિ પણ નબળી પડે છે. મહાવીરે કહ્યું કે રાત્રિભોજન ન કરો. છેવટે વૃદ્ધ માણસે તો રાત્રે ન જ ખાવું જોઈએ. પૂર્વે રાત્રિભોજના નિષેધને ધર્મનો સિદ્ધાંત માનવામાં આવતો હતો, પરંતુ આજે તે આરોગ્યનો સિદ્ધાંત બની ગયો છે. આજકાલ માર્ગ સાયણોનું મ Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ અનેક ડૉક્ટરો પણ કહે છે કે રાત્રે ન ખાશો, રાત્રે ભોજનનું પાચન બરાબર થતું નથી. આયુર્વેદનો સિદ્ધાંત છે કે એક વખત ભોજન કર્યા પછી જ્યાં સુધી ખાધેલું અનાજ પાચનતંત્રમાં ન પહોંચી જાય ત્યાં સુધી સૂવું ન જોઈએ. નહિતર પાચનમાં વિકાર પેદા થઈ જશે. પાચનતંત્રની જે ગરબડો છે, એસીડીટીની જે સમસ્યા છે તેનું એક મુખ્ય કારણ એ જ છે કે વ્યક્તિ ભોજન કરીને તરત જ સૂઈ જાય છે. રાત્રે અગિયાર-બાર વાગ્યે ભોજન કરીને તરત સૂઈ જાય છે. રાત્રે એમ પણ પાચન ઓછું થાય છે અને વળી જમ્યા પછી તરત જ સૂઈ જવામાં આવે તો ગરબડ પેદા કેમ ન થાય ? કોઈ યુવાન માણસ આવી સ્થિતિને કદાચ સહન કરી પણ લે, પરંતુ કોઈ વૃદ્ધ વ્યક્તિ તો આવી સ્થિતિમાં બીમારીને આમંત્રણ આપી બેસે છે જ. ભોજન ક્યારે કરવું? આરોગ્યની દૃષ્ટિએ વિચાર કરીએ તો ભોજનનો સમય સૂર્યોદય પછી હોય છે. મહાવીરના સિદ્ધાંતની મીમાંસા કરીએ તો કહી શકાશે કે ભોજનનો સમય સૂર્યોદયથી અડતાળીસ મિનિટ પછીનો હોવો જોઈએ. જૈન સાધનાનું પ્રસિદ્ધ સૂત્ર છે – નવકારસી. તેનું તાત્પર્ય છે – સૂર્યોદય પછી અડતાળીસ મિનિટ સુધી કશું જ ખાવું જોઈએ નહિ. આરોગ્ય માટે એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સૂર્યોદય પછી બે ત્રણ કલાક ન વીતી જાય ત્યાં સુધી અનાજ કે ભારે પદાર્થો ખાવા ન જોઈએ. તેનું કારણ સ્પષ્ટ છે. રાત્રે પાચનતંત્ર નિષ્ક્રિય રહે છે. સૂર્યોદય પછી સૂર્યનાં કિરણો મળે છે અને પાચનતંત્ર સક્રિય બની જાય છે. જ્યાં સુધી પૂર્ણ સક્રિય ન બની જાય, ત્યાં સુધી સુપાચ્ય ભોજન જ લાભદાયક બની શકે છે. પાચનતંત્રની નિષ્ક્રિયતાની સ્થિતિમાં જે કાંઈ ખાવામાં આવે છે તે અધકચરું રહી જાય છે. જે પાચકસ્ત્રાવ થવા જોઈએ તે પાચનતંત્રની નિષ્ક્રિયતાની સ્થિતિમાં ઋવિત થતા નથી, તેથી ખાધેલું ભોજન | પચતું નથી. તે વિકૃતિનું કારણ બની જાય છે. કેટલી વખત ખાવું? - ભોજનના સંદર્ભમાં મહાવીરનો એક સિદ્ધાંત છે – એગભાત ચં ભોયણ – દિવસમાં એક વખત ભોજન કરો. વારંવાર અને વધુ સ ન મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + ૧૫૩, હે મહાવીર આયુEાસ્ત્ર ) લક Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણમાં ખાવાની પ્રવૃત્તિએ અનેક વખત સમસ્યાઓ પેદા કરી છે. જે વ્યક્તિ દિવસમાં એક વખત ભોજન લે છે તેને કદાચ જીવનમાં દવાની ખાસ જરૂર જ નથી પડતી. એવી વ્યક્તિ મોટેભાગે સ્વસ્થ રહે છે. આપણે પ્રાચીન ભારતીય પદ્ધતિનો અભ્યાસ કરીએ. કેટલાક લોકો દિવસમાં એક જ વખત ખાતા હતા. દિવસે ન નાસ્તો, ન બીજું કંઈ ખાવું. કેટલાક લોકો બે વખત ખાતા હતા. બેથી વધુ વખત ખાવાની વિધિ ખૂબ ઓછી હતી. આજે સ્થિતિ એવી છે કે ત્રણ વખત ભોજન અને પાંચ-સાત વખત ચા પીવાનું તો સામાન્ય બની ગયું છે. વ્યક્તિ એટલું બધું ખાઈ લે છે કે તેનાં આંતરડાંને કદી આરામ કરવાની તક જ મળતી નથી. કેટલા પદાર્થો ખાવા? આરોગ્ય માટે એ વિવેક પણ આવશ્યક છે કે ભોજનમાં કેટલા પદાર્થો ખાવા. કોઈ વૃદ્ધ માણસ ભોજનમાં સાત-આઠ ચીજોથી વધુ ચીજો ખાય તો તેના પેટ ઉપર એટલો બધો ભાર વધી જશે કે ! તે પચશે જ નહિ. તે વધારાનું ભોજન બીમારીના ઉછેર માટે જ કામમાં આવશે. તેથી એટલો વિવેક હોવો જોઈએ કે કેટલી વસ્તુઓ ખાવી. પ્રાકૃતિક ચિકિત્સકો કહે છે કે એકસાથે બે અનાજ ન ખાશો, માત્ર એક જ અનાજ ખાવ. ઘણી બધી વસ્તુઓ ન ખાશો. આહારસંયમ સાથે જોડાયેલી આ બાબતોનો વિવેક વૃદ્ધના આરોગ્ય માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે – 3 રાત્રિભોજન ન કરવું. સૂર્યોદય પછી નવકારસી કરવી. 0 દિવસમાં એક જ વખત ભોજન કરવું. 0 ઘણી બધી વસ્તુઓ ન ખાવી. 3 ભારે ભોજન ન કરવું. વૃત્તિનો સંયમ આરોગ્યનું ત્રીજું સૂત્ર છે – વૃત્તિનો સંયમ. માણસે વૃદ્ધ & થવાની સાથે પોતાની વૃત્તિઓનો સંયમ કરવો જોઈએ. તેમાં વિશેષ આ રૂપે ભાવાત્મક સંયમ હોવો જોઈએ. ક્રોધ, માન, માયા અને લોભની કાન મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + ૧૫૮ મા જ Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ અલ્પતા હોવી જોઈએ. સ્થિતિ એ છે કે જેમ જેમ ઘડપણ આવે છે તેમ તેમ ક્રોધ વધી જાય છે, ચિડીયાપણું વધી જાય છે, લોભ પણ ખૂબ વધી જાય છે. યુવાન પુત્રના લગ્નનો પ્રસંગ છે. પુત્ર કહે છે કે હું દહેજ નહિ લઉં. મારે ધન નથી જોઈતું. પિતા કહે છે કે તું ચૂપ રહે, તને શી ખબર પડે? લગ્ન પુત્રનું થઈ રહ્યું છે અને ધન પણ પુત્રએ જ લેવાનું છે પરંતુ પિતાનો લોભ તેની એ ઇચ્છાને ઠોકર મારે છે કે દહેજ ન લેવું. પરિણામ એ આવે છે કે પિતા અને પુત્ર વચ્ચે તનાવની સ્થિતિ પેદા થઈ જાય છે. જે ઘડપણમાં એવી સ્થિતિ થાય તે ઘડપણ ક્યારેય સારું ન હોય. ઘરમાં તેનો તિરસ્કાર થાય છે, અપમાન અને અવજ્ઞા થાય છે. ઘરની બહાર પણ તેને સમ્માન મળતું નથી. તે વૃદ્ધ માણસ સ્વસ્થ રહી શકે છે, જે સંવેગો ઉપર ઈમોશન્સ ઉપર નિયંત્રણ કરવાનું શીખી લે. જે વ્યક્તિ આ સંવેગોને નિયંત્રિત કરવાનો અભ્યાસ કરી લે છે, તેનું ઘડપણ શાંતિથી પસાર થાય છે. જે વ્યક્તિને ઘડપણમાં આકાંક્ષાઓ ખૂબ વધી જાય છે તે શાંત અને સ્વસ્થ જીવન જીવી શકતી નથી. વૃદ્ધ માણસ એમ ઈચ્છે છે કે એક વ્યક્તિ સતત મારી પાસે બેસી રહે, મારી સાથે વાતો કરતી રહે. જો એમ ન થઈ શકે તો તે વઢકણો, ચિડીયા સ્વભાવનો બની જાય છે. તેની એવી સ્થિતિ જ અશાંતિ અને અસ્વસ્થતાનું કારણ બની જાય છે. આરોગ્યની દૃષ્ટિએ એ જરૂરી છે કે ક્રોધ શાંત રહે, અહંકાર પણ શાંત રહે, વ્યક્તિએ અહંકારપૂર્ણ વાતો ન કરવી જોઈએ. એવી ગોંક્તિઓ ન કરવી જોઈએ કે હું જ્યારે યુવાન હતો ત્યારે એક જ છલાંગ મારીને પહાડને ઓળંગી જતો હતો. તેણે માયા અને લોભ પણ ત્યાગવાં જોઈએ. આ કષાયનું ઉપશમન, વૃત્તિઓનો સંયમ એ વૃદ્ધના આરોગ્યનું મહાન સૂત્ર છે. ગભરાશો નહિ સૌથી મહત્ત્વની વાત એ છે કે વ્યક્તિ ઘડપણથી ન - ગભરાય અને ન તો તેનાથી અસાવધાન રહે. તે સાવધાન અને જાગરૂક બની જાય. તે એમ વિચારે કે ઘડપણ સામે જ છે. મારે જ ઘડપણને સુખદ બનાવવાની યોજના બનાવી લેવી જોઈએ. મહાવીરે તે મૃત્યુ માટે પણ એક યોજના બનાવી. જ્યારે વ્યક્તિને એમ લાગે કે, મહાવીરનું મરોયણાસ્ત્ર + ૧૫ા કે જા આ છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ કે હવે શરીર ટકવાનું નથી ત્યારે એણે સમાધિમરણની તૈયારી કરી લેવી જોઈએ. મહાવીરે સમાધિમરણનું વ્યવસ્થિત દર્શન આપ્યું છે. વ્યક્તિએ કેવી રીતે શરીરનો ત્યાગ કરવો જોઈએ તેની પ્રક્રિયા બતાવી છે. આમ ઘડપણ માટે પણ યોજના બનાવવી જોઈએ. જ્યારે વ્યક્તિ સાઠ વર્ષની થઈ જાય ત્યારે એણે એમ વિચારવું જોઈએ કે મારે દસ વર્ષ અથવા વીસ વર્ષ જીવવાનું છે અથવા તેથી પણ વધુ પણ જીવવાનું હોય તો કેવા જીવનક્રમથી જીવવું જોઈએ ? આજે મેનેજમેન્ટનો યુગ છે. પ્રત્યેક વાત મેનેજ કરવામાં આવે છે. વૃદ્ધાવસ્થા માટે પણ એક નિયોજિત ક્રમ હોવો જોઈએ, જેનાં નીચે પ્રમાણે અંગ હોવાં જોઈએ – p મારે અભય રહેવું છે. 3 મારે આહારનો સંયમ કરવો છે. મારે મારી વૃત્તિઓનો સંયમ કરવો છે. આ ત્રણ સૂત્રો જીવનચર્યાનાં અંગ બની જાય તો વૃદ્ધ માણસ ખૂબ સ્વસ્થ જીવન જીવી શકે છે. આપણે અમરતાની વાત ન વિચારીએ. જવાનું ચોક્કસ છે, પરંતુ કેવા સ્વરૂપે જવું છે તે આપણા જીવનક્રમ ઉપર નિર્ભર છે. જો આહારનો સંયમ હશે, સંવેગો ઉપર નિયંત્રણ હશે તો ઘડપણ અને મૃત્યુ બંને સુખદ બની શકશે. વાસ્તવમાં શિશુ અને વૃદ્ધના આરોગ્યનાં આ સૂત્રો ખૂબ મહત્ત્વનાં છે. જો આ સૂત્રો પ્રત્યે જાગરૂક રહીએ તો વિશ્વાસ છે કે બાળપણ એવું હશે કે જે ભવિષ્ય માટે સુખદ બનશે, ભવિષ્યમાં સુખદુઃખની અનુભૂતિ તીવ્ર નહિ બને. બાળપણમાં સુખદુઃખની અનુભૂતિ તીવ્ર નથી હોતી, તેની તીવ્રતા પછીથી થાય છે. શિશુ – આરોગ્યની ઉપલબ્ધિ એટલે સુખદ ભવિષ્યનું આશ્વાસન. વૃદ્ધ માણસ પોતાનું જીવન બરાબર જીવે તો વૃદ્ધાવસ્થાને કારણે પેદા થતી માનસિક અને ભાવાત્મક સમસ્યાઓથી બચી શકાશે, શરીર પણ સ્વસ્થ રહેશે. સ્વસ્થ અને શાંતિપૂર્ણ વૃદ્ધાવસ્થા જ જીવન માટે વરદાન બની શકે છે. - - 1 - કાકા કા ', આ છે ટ ક રી કાર જે છે તે છે, લાશ હા , મહાવીરનું યારોગ્યશાસ્ત્ર + કરી * * NIE 148 : : જ છે જ છે રહી છે, Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International પરિશિષ્ટ આગમ-સંદર્ભ મહાવીરનું અિ આરોગ્યશાસ્ત્ર ૮૧૬૧ For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ an NEWS11.5 SONIAN Holdlet 2112 adella * Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ अस्तित्व और स्वास्थ्य ॐ कतिविहे णं भंते ! जोए पण्णत्ते ? गोयमा ! पण्णरसविहे जोए पण्णत्ते, तं जहा - सच्चमणजोए, मोसमजोए, सच्चामोसमणजोए, असच्चामोसमण जोए, सच्चवइजोए, मोसवइजोए, सच्चामोसावइजोए, असच्चामोसावइजोए, ओरालिएसरीरकायजोए, ओरालियमीसासरीरकायजोए, . वेउब्वियसरीरकायजोए, वेउब्वियमीसासरीरकायजोए, आहारगसरीरकायजोए, आहारगमीसासरीरकायजोए, कम्मासरीर कायजोए। (भगवई १५/१६) * कइ णं भंते ! इंदिया पण्णत्ता? गोयमा पंच इदिया पण्णत्ता, तं जहा - सोइंदिए, चख्रिदिए, घाणिदिए, रसिंदिए, फासिंदिए । (भगवई २/७७)। s इंदिय बल सासा पाणा चउ छक्क सत्त अट्टेव । इगि विगल असन्नी सन्नी, नव दस पाणा य बोद्धव्वा ॥ - प्रवचनसारोद्धार द्वार १६७-१७०, गाथा १०६६) चित्त, मन और स्वास्थ्य * आया भंते ! मणे ? अण्णे मणे ? . गोयमा ! नो आया मणे, अण्णे मणे । रूविं भंते ! मणे ? अरूविं मणे । गोयमा ! रुविं मणे, नो अरूविं मणे । सचित्ते भंते मणे ? अचित्ते मणे ? गोयमा ! नो सचित्ते मणे अचित्ते मणे । जीवे भंते ! मणे ? अजीवे मणे । गोयमा ! नो जीवे मणे, अजीवे मणे । जीवाणं भंते ! मणे अजीवाणं मणे ? गोयमा ! जीवाणं मणे, णो अजीवाणं मणे GREE K A R E Hsindlanj unaveerea * 133 Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ पुव्विं भंते! मणे ? मणिज्जमाणे मणे ? मणसमयवीतिक्कंते मणे ? "गोयमा ! नो पुव्विं मणे, मणिज्जमाणे मणे, नो मणसमयवीतिक्कंते मणे । पुव्विं भंते! मणे भिज्जति, मणिज्जमाणे मणे भिज्जति, मणसमयवीतिक्कंते मणे भिज्जति ? गोमा ! णो पुव्विं मणे भिज्जति मणिज्जमाणे मणे भिज्जति, नो मणसमयवीतिक्कंते मणे भिज्जति । ... तिच्चित्ते तम्मणे, तल्लेसे तदज्झवसिए तत्तिव्वज्झवसाणे तदट्ठोवउत्ते तदप्पियकरणे तब्भावणाभाविए... अणेगचित्ते खलु अयं पुरिसे । * जं थिरमज्झवसाणं तं झाणं, ज चलं तयं चित्तं । * मणगुत्तयाए णं भंते ! जीवे किं जणयइ ? मत्तया णं जीवे एगग्गं जणयइ । एगग्गचित्ते णं जीवे मणगुत्ते संजमाराहए भवइ । पर्याप्ति और स्वास्थ्य * Jain Educationa International (भगवई १३ / १२७) ( भगवती वृत्ति पत्र ५७३) ( अणुओगद्दारा २७ ) (आयारो ३ / ४८) ( उत्तरज्झयणाणि २१/५४) पंच सरीरगा पण्णत्ता, तं जहां- ओरालिए, वेव्विए, आहारए तेयए, कम्मए (ठणं ५१२५) दोहिं ठाणेहिं आया सद्दाई सुणेति, तं जहा देसेण वि आया सद्दानं सुणेति सव्वेण वि आया सद्दाई सुणेति । दोहिं ठाणेहिं आया रुवाई पासइ, तं जहा देसेण वि आया रुवाई पासड़ । सव्वेण वि आया रुवाई पासइ । दोहिं ठाणेहिं आया गंधाई अग्घाति, तं जहा देसेण वि आया गंधाई अग्घाति । મહાપીનું આત્રેયશાસ્ત્ર ૫ ૧૩૪ For Personal and Private Use Only - Page #177 -------------------------------------------------------------------------- ________________ सव्वेण वि आया गंधाई अग्धाति । . दोहिं ठाणेहिं आया रसाइं आसादेति, तं जहा - देसेण वि आया रसाइं आसादेति । सब्वेण वि आया रसाइं आसादेति । दोहिं ठाणेहिं आया फासाइं पडिसंवेदेति, तं जहा - देसे वि आया फासाइं पडिसंवेदेति, सव्वेण वि आया फासाइं पडिसंवेदेति । दोहिं ठाणेहिं आया ओभासति, तंगहा - देसेण वि आया ओभासति सव्वेण वि आया ओभासति एवं पभासति, विकुब्बति, परियारेति, भासं भासंति, आहारेति, परिणामेति, वेदेति, णिज्जरेति । (ठाणं २/२०१-२०७) छ पज्जत्तीओ आझर-सरीर-इंदिय-आणापाणु-भासा-मण पज्जत्ती । ___ (नंदी चूर्णि पृ. २२) भावतंत्र और स्वास्थ्य * उदइए, उवसमिए, खइए, खओवसमिए, पारिणामिए, सन्निवाइए । (अनुयोगद्वार सूत्र २७१) • जहा पाणाइवाए, तहा मुसावाए, तहा अदिण्णादाणे, मेहुणे, परिग्गहे, कोहे, माणे, माया, लोभे, पेज्जे, दोसे, कलहे, अब्भक्खाणे, पेसुण्णे, परपरिवाए, अरतिरती, मायामोसे, मिच्छादसणसल्ले-एवं एए अट्ठारस । (भगवई २/१८७) • भावसच्चेणं भंते ! जीवे किं जणयई ? भावसच्चेणं भावविसोहिं जणयइ । भावविसोहीए वट्टमाणस्स जीवे अरहंतपण्णत्तस्य धम्मस्स आराहणाए अब्भुटेढड़ । अरहंतपण्णत्तस्स धमस्स आराहणाए अब्भुट्ठिता परलोगधम्मस्स आराहए भवइ । (उत्तरज्झायणाणि २७/५१) Hotllej andruarea * 154 Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ रुग्ण कौन ? * दुक्खी भंते ! दुक्नेणं फुड़े ? अदुक्खी दुक्खेणं फुड़े ? गोयमा ! दुक्खी दुक्ख्नेणं फुड़े, णो अदुक्खी दुक्नेणं फुड़े। (भगवई ७/१६) से केणठण भंते एवं वुच्चइ-एगे धम्मत्थिकायपदेसो नो धम्मत्थिकाएत्ति वत्तव्वं सिया जाव एगपदेसूणे वि य णं धम्मत्थिकाए नो धम्मत्थिकाए त्ति वत्तव्वं सिया ? से नूणं गोयमा ! खंडे चक्के ? सगले चक्के ? भगवं ! नो खंडे चक्के, सगले चक्के । खंडे छत्ते ? सगले छत्ते ।। भगवं ! नो खंडे छत्ते, सगले छत्ते । . ........ से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ एगे धम्मत्थिकायपदेसे नो धम्मत्थिकाएत्ति वत्तव्वं सिया जाव एगपदेसूणे वि य णं धम्मत्थिकाए नो धम्मत्थिकाएत्ति वत्तव्वं सिया (भगवई २/१३३) * परमाणु पोग्गले णं भंते ! परमाणुपोग्गलं फुसमाणे किं - १. देसेण देसं फुसइ २. देसेणं देसे फुसइ ३. देसेण सव्वं फुसइ ४. देसेहि देसं फुसइ ५. देसेहिं देसे फुसइ ६. देसेहिं सव्वं फुसइ ५. सव्वेणं देसं फुसड़ ८. सब्वेणं देसे फुसइ ९. सव्वेणं सव्वं फुसइ। · गोयमा ! १. नो देसेणं देसं फुसइ २. नो देसेणं देसे फुसइ ३. नो देसेणं सव्वं फुसइ ४. नो देसेहिं देसं फुसड़ ५. नो देसेहिं देसे फुसइ ८. नो देसेहिं सव्वं फुसइ ७. नो सव्वेणं देसं फुसइ ८, नो सव्वेणं देसे फुसइ ९. सव्वेणं सव्वं फुसई। (भगवई ५/१६५) कर्मवाद और स्वास्थ्य * सायावेयणिज्जकम्मासरीप्पयोगबंधे णं भंते ! कस्स कम्मस्स | । उदएणं ? गोयमा ! पणाणुकंपयाए, भूयांणकंपयाए जीवाणुकंपयाए, हा सत्ताणुकंपयाए, बहूणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं अदुक्खणयाए असोयणयाए । BE weMNERISTIANE Holdlej anarana : 15 Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ अजू रणयाए अतिप्पणयाए अपिट्टणयाए अपरियावणयाए सायावेणिज्जक म्मासरीरप्पयोगनामाए कम्मस उदएणं सायावेयणिज्जकम्मासरीरप्पयोगबंधे । असायावेयणिज्जकम्मासरीप्पयोगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं ? गोयमा ! परदुक्खणयाए, परसोयणयाए परजूरणयाए, परतिप्पणयाए, परपिट्टणयाए, पर-परियावणयाए, बहूणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं दुखणया ए, सोयणयाए, जूरणयाए तिप्पणयाए पिट्टणयाए परियावणयाए असाया वेयणिज्जकम्मासरीरप्पयोगनामाए कम्मस्स उदएणं असायावेयणिज्जकम्मासरीरप्पयोग-बंधे । (भगवई ८/४२२-४२३) कतिविहे णं भंते ! करणे पण्णत्ते ? गोयमा ! चउव्विहे करणे पण्णत्ते, तं जहा-मण करणे, वइकरणे, कायकरणे, कम्मकरणे । (भगवई ६/५) जीवनशैली और स्वास्थ्य * नवहिं ठाणेहिं रोगुप्पत्ती सिया, तं जहा-अच्चासणयाए, अहितासणयाए, अतिणिद्दाए, अतिजागरितेणं, उच्चारणिरोहेणं, पासवण गिरोहेणं, यद्धाणगमणेणं, भोयणपडिकूलताए, इंदियत्थविकोवणयाए । (ठाणं ८/१३) श्वसन और स्वास्थ्य किण्णं भंते ! एते जीवा आणमंति वा ? पाणमंति वा ? ऊससंति वा ? नीससंति वा ? गोयमा ! दव्वओ अणंतपएसियाई दव्याई, खेत्तओ । असंखेज्जपएसोगाढाई, कालओ अण्णयरठितियाई, भावओ वण्णभंताई गंधभंताई रंसमंताई, फासमंताई आणमंति वा पाणमंति वा ऊससंति वा नीससंति वा । । - जाइं भावओ वण्णमंताई आणमंति वा पाणमंति वा ऊससंति वा । Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ नीससंति वा ताइं किं एगवण्णाई जाव किं पंच वण्णाई पि आणमंति वा ? पाणमंति वा ऊससंति वा ? नीससंति वा ? " गोयमा ! ठाणमग्गणं पडुच्च एगवण्णाई पि जाव पंचवण्णाइं पि आणमंति वा, पाणमंति वा, ऊससंति वा, नीससंति वा । विहाणमग्गणं पडुच्च कालवण्णाइं वि जाव सुक्किलाई पि आणमंति वा, पाणमंति वा, ऊससंति वा, नीससंति वा । । (भगवई २/३-४) आहार और स्वास्थ्य * दस पच्चक्खाण सुत्तं नमुक्कारसहियं, पोरिसी, पुरिमड्ढे, एगासणं एगट्ठाणं, आयंबिलं, अभत्तठें, दिवसचरिमं, अभिग्गही,निव्विगइयं । (आवश्यक सूत्र ६-१-१०) ॐ हियाहारा मियाहारा, अप्पाहारा य जे नरा । न ते विज्जा चिगिच्छंति, अप्पाणं ते तिगिच्छगा ॥ (ओघनियुक्ति ५७८) से किं तं बहिरए ? बाहिरए छबिहे, तं जहा-अणसणे, ओमोयरिया, भिक्खायरिया, रसपरिच्चाए, कायकिलेसे, पडिसंलीणया । (ओवाइय २८, ठाणं ६/६५) योगासन और स्वास्थ्य ॐ पंचठाणाई समणेणं भगवता महावीरेणं समणाणं निग्गंथाणं णिच्चं वण्णिताई णिच्चं कित्तिताई णिच्चं बुड़याइं णिच्चं पसत्थाई णिच्चं अब्भण्णुताई भवंति, तं जहा - ठाणातिए, उक्कुडुआसणिए, पडिमट्ठाई, वीरासणिए णेसज्जिए ।। * पंच ठाणाई.... अब्भण्णुताइं भवंति, तं जहा-दंडायतिए, लगंडसाई, आतावए, अवाउडए, अकंडूयए । (ठाणं ५/२-४३१, ओववाइए ३७) । Heidlej endriphera - 1 महावारणमाम्यशास्त्र A PERSARPAN Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ se पंच निसिज्जाओ पण्णत्ताओ, तं जहा - ... अक्कुडुया, गोदोहिया, समपायपुता, पलियंका, अहपलियंका । (ठाणं ५/५१) * सत्तविहे कायकिलेसे पण्णत्ते, तं जहा - ठाणातिए, अक्कुडुयासणिए, पडिमट्ठाई, वीरासणिए, णेसज्जिए, दंडायतिए, लंगडसाई। (ठाणं ७/४९) प्रेक्षाध्यान और स्वास्थ्य * चत्तारि झाणा पणत्ता, तं जहा - ___ अट्टे झाणे, रोद्दे झाणे, धम्मे झाणे, सुक्के झाणे । * धम्मे झाणे चउबिहे चउप्पड़ायारे पण्णत्ते, तं जहा - आणा विजए, अवायविजए, विवाग विजए, संठाणविजए, जे गोहदंसी से माणदंसी, जे माणदंसी से मायदंसी । जे मायदंसी से लोभदंसी जे लोभदंसी से पेज्जदंसी । जे पेज्जदंसी से दोसदंसी, जे दोसदंसी से मोहदंसी । जे मोहदंसी से गब्भदंसी, जे गब्भदंसी से जम्मदंसी । जे जम्मदंसी से मारदंसी, जे मारदंसी से निरयदंसी । जे निरयदंसी से तिरियदंसी, जे तिरियदंसी से दुक्खदंसी । (आयारो ३/८३) कायोत्सर्ग और स्वास्थ्य देह मइ जड्ड सुद्धी, सुहदुक्खतितिक्खिया अणुप्पेहा। झायइ य सुहं झाणं, एगग्गो काउस्सग्गम्मि ॥ (आवश्यक नियुक्ति १४७६) * पडिक्कमित्तु निस्सली वदित्ताण तओ गुरुं । काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्खविमोक्खणं ॥ (उत्तरज्झयणाणि २७/४९) । काउस्सगग्गेणं भंते ! जीवे किं जणयई ? કરી આ મile માથીશનિ ની ૧૩Eી મારી સરકાર ) OMNRI Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ काउस्सगेणं तीयपडुप्पन्नं पायच्छित्तं विसोहेइ विसुद्धपायच्छित्ते य जीवे निव्वुयहियए ओहरियभारोव्व भारवहे पसत्थज्झाणोवगए सुहंसुहेणं विहरइ। (उत्तरज्झयणाणि २७/१३) तिण्णि तिगेगंतरिते, गेलण्णागाढ निक्खिव परेणं । तिण्णि तिगा अंतरित, चउत्थभंगे व निक्खिवणा । एकस्मिन् दिवसे कायोत्सर्गो, द्वितीयदिवसे निर्विकृतिकं, तृतीयदिवसे कायोत्सर्गश्चतुर्थे दिवसे निर्विकृतिकं । एवमेकान्तरिते कायोत्सर्गनिर्विकृतिके नवदिवसान् यावत् कारयेत् तथाप्यतिष्ठति ग्लानत्वे दशमे दिवसे योगो निक्षिप्यते । (व्यवहारभाष्य गाथा २१३५, टीका पृ. सं. ७७) अनुप्रेक्षा और स्वस्थ्य ॐ सज्झाए पंचविहे पण्णत्ते, तं जहा - वायणा, पडिपुच्छणा, परियट्टणा, अणुप्पेहा, धम्मकहा । * धम्मस्म णं झाणस्स चत्तारि अणुप्पेहायो पण्णत्ताओ अणिच्चाणुप्पेहा, असरणाणुप्पेहा, एगत्ताणुपेहा, संसाराणुप्पेहा । (ओवाइयं ४२, ४३) * अणुप्पेहाए णं भंते ! जीवे किं जणयई ? अणुप्पेहाए णं आउयवज्जाओ, सत्त कम्मपगड़ीयो धणिय बंधणबद्धाओ, सिढिलबंधण-बद्धाओ पकरेड़, दीहकालट्ठिड्याओ हस्सकालरिठड्याओ पकरेइ, तिव्वाणुभावाओ मंदाणुभावाओ पकरेड़, बहुपएसग्गाओ अप्पपएसग्गाओ पकरेड़, आउयं च ण कम्मं सिय बंधइ सिय नो बंधइ । असायावेयणिज्जं च णं कम्मं णो भुज्जो भुज्जो उवचिणाइ । अणाइयं च ण अणवदग्गं दीहमद्धं चाउरंतं संसारकंतारं खिप्पामेव वीइवयड़ । (उत्तरायगणि २७/२३) उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे। मायं चज्जव भावेण, लोहं संतोसओ जिणे ।। (दसवेआलियं) indiasmirikL te B Y ETRINAKorean dreamPANDERS Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ लेश्याध्यान और स्वास्थ्य * अह भंते ! पाणाइवाए मुसावाए अदिण्णादाणे, मेहुणे परिग्गहे एस णं कतिवण्णे कतिगंधे, कतिरसे कतिफासे पण्णत्ते ? गोयमा ! पंचवणे दुगंधे, पंचरसे, चउफासे पण्णत्ते । अह भत्ते ! कोहे, कोवे, रोसे, दोसे, अखमा, संजलणे, कलहे, चंडिक्के, भंडणे, विवादे-एस णं कतिण्णे जाव कतिफासे पण्णत्ते ? गोयमा ! पंचवण्णे, दुगंधे, पंचरसे, चउफासे । ___ अह भंते ! माणे, मदे, दप्पे, थंके, गव्वे अतुक्कोसे, परपरिवाए, उक्कोसे अवक्कोसे, उते, उण्णामे, दुण्णामे-एस णं कतिवण्णे जाव कतिफासे पण्णत्ते ? गोयमा ! पंचवण्णे, दुगंधे, पंचरसे, चउफासे । ___ अह भंते ! माया, उवही, नियड़ि, बलए, गहणे, णूभे, कक्के, कुरुए, | जिम्हे, किब्बिसे, आयरणया, गृहणया, वंचणया, पलिउंचणया सातिजोगे - एस णं कतिवण्णे जाव कतिफासे पण्णत्ते ? गोयमा ! पंच वण्णे, दुगंधे, पंचरसे, चउफासे पण्णत्ते । अह भंते ! लोभे, इच्छा, मुच्छा कंखा, गेही, तण्हा, भिज्झा, अभिज्झा, आसासणया, पत्थणया, लालप्पणया, कामासा, भोगासा, जीवियासा, मरणासा नंदिरागे-एस णं कति वण्णे जाव कतिफासे पण्णत्ते ? गोयमा ! पंच वण्णे, दुगंधे, पंचरसे, चउफासे पण्णत्ते । अह भंते ! पेज्जे, दोसे, कलहे । अब्भक्खाणे पेसुन्ने परपरिवासु अरतिरती ए मायामोसे, मिच्छा दंसण सल्ले-एस णं कतिवण्णे जाव कति कासे पण्णत्ते ? गोयमा ! पंचवण्णे, दुगंधे पंचरसे, चउफासे पण्णत्ते । (भगवई १२/१०२-१०७) * पंचासवप्पमत्तो, तीहिं अगुत्तो छसु अविरओ य । तिव्वारंभ परिणत्ते, खुद्दो साहसिओ नरो । ande Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ निर्द्धधसपरिणामो, निस्संसो अजिइंदिओ । एय जोंग समाउते कि हलेसं तु परिणमे ॥ इस्सा अमरिस अतवो, अविज्जण्माया अहीरियाय । दी ओसे य सढ़े पत्ते रसलीलुए साएगवेसए || आरंभओ अविरओ खुद्द साहसिओ नरो । एय जोग समाउत्तो, नीललेसं तु परिणमे ॥ वंके वंकसमायारे नियडिल्ले अणुज्जुए । पलिउंचग ओवहिए मिच्छदिट्ठी अणारिए | अप्फालगदुदुवाई य, तेणे यात्रि य मच्छरी । एय जोग समाउत्तो काउलेसं तु परिणमे ॥ नीयावित्ती अचवले, अमाई अकुऊहले । विणीय विणए दंते, जोगवं उवहाणवं । पियधम्मे दधम्मे, वज्जभीरू दिए साए । एयजोग समाउत्तो तेउलेस तु परिणमे ॥ पयणुक्कोमाणे य, मायालोभे य पयणुए । पसंतचित्ते दंतप्पा, जोगवं उवहाणवं ॥ तम्हा पयणुवाई य, उवसंते जिदंदिए । एय जोग समाउत्तो, पम्हलेसं तु परिणमे ॥ अट्टहाणि वज्जित्ता, धम्मुसुक्काणि झायए । पसंतचित्ते दंतप्पा, समिए गुत्ते य गुत्तिहिं ॥ सरागे वीयरागे वा, उवसंते जिइंदिए । एय जोग समाउत्तो, सुक्कलेसं तु परिणमे ॥ (उत्तरज्झयणाणि ३४ / २१-३२) * कड़ णं भंते । लेस्साओ पण्णत्ताओ ? गोयमा ! छ लेस्साओ पण्णत्ताओ, तं जहा - कण्ह लेस्या, नील लेसा (भगवई १/१०२) काउलेस्सा, तेउलेस्सा, पम्हलेस्सा, सुक्कलेस्सा । Jain Educationa International મહાવીરનું આàયશાસ્ત્ર * ૧૭૪ For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ हृदय रोग कारण और निवारण सत्तविधे आउभेदे पण्णत्ते, तं जहा - अज्झवसाण निमित्ते, आहारे वेयणा पराघाते । फासे आणापाणू, सत्तविधं भिज्जए आउं ॥ (ठाणं ७/७२) शिशु एवं वृद्ध स्वास्थ्य ॐ वाससताउयस्स णं पुरिसस्स दस दसाओ पण्णत्ताओ, तं जहा - बाला किड्डा मंदा, बला पण्णा हायणी । पवंचा पब्भारा, मुम्मुही सायणी तथा ॥ (ठाणं १०/१५४) * तए णं सा धारिणी देवी तंसि अकालदोहलंसि विणीयंसि सम्माणिय दोहला तस्स गब्भस्स अणुकंपणट्ठाए जयं चिठ्ठइ जयं आसयडू जयं सुवइ आहारंपि य आहारेमाणी-नाइतित्तं नाइ कडुयं नाइ कसायं नाइअंबिलं, नाइमहुरंजं तस्स गब्भस्स हियमियं पत्थयं देसे य काले य आहारं आहारेमाणी, नाइचिंतं, नाइसोयं, नाइमोहं, नाइभयं नाइपरित्तासं, ववगयचिंत-सोय-मोहभय-परित्तासा उदु-भज्जमाणसदेहिं भोयण-च्छायण-गंध-मल्ललंकारेहिं तं गभं सुहंसहेणं परिवहड़। (ज्ञाताधर्मकथा १/७२) . अभिक्कंतं च खलु वयं संपेहाए । (आयारो २/५) * वरिससयायुगस्स पुरिसस्स आयुगं तिधा करेति, ताओ पुण 'दस दसाओ । एक्केक्को वओ साहिया तिन्नि दसा, खणे खणे वड्ढमाणस्स। छाया बलपमाणानि विसेसा भवंति, जाव चउत्थी दसा, तेण परं परिहानी; । भणियं च - Holulaj inaruered - 19 Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ पंचासगस्स चक्खें, हायती मज्झिमं वयं । अभिक्कंतं सपेहाए, तातो से एति'मूढतं ॥ ततो पढमवयाओ अतीतो मज्झिमस्स एगदेसे पंचमी दसाए वट्ठाणस्स इंदियाणि परिहायंति। __ (आचारांग चूर्णि पृष्ठ ५१) * तए णं केसी कुमार-समणे पएसिं रायं एवं वयासी-से जहाणामए केइ पुरुषे तरुणे बलवं जुगवं जुवाणे अप्पायंके थिरग्गहत्थे दढपाणि-पाय पिठंतरोरूपरिणए धण-निचिय-वट्-वलिय-खंधे चम्मेठ्ठग-दुधण-मुट्ठियसमाहय-निचियगत्ते-उरस्सबल समण्णा गए तल-जमलजुयलबाहुलंघण-पवणजइण-पमद्दण समत्थे छेए दख्खे पत्तढे कुसले मेधावी निउणसिप्पोवगए णवएणं धणुणा नवियाए जीवाए नवएणं उसुणा पभू पंचकंडगं निसिरित्तए ? हंता पभू सो चेव णं पुरिसे तरुणे जाव निउणसिप्पोवगए कोरिल्लएणं धणुणा कोरिल्लायाए जीवाए कोरिल्लएणं उसुणा पभू पंचकंडगं निसिरित्तए ? णो तिणढे समढे । कम्हा णं भन्ते ! तस्स पुरिसस्स अपज्जत्ताई उवग रणाई हवंति । एवामेव पएसी ! सो चेव पुरिसे बाले अदक्ने अपत्तठे अकुसलेअमेहावी मंदविण्णाणे अपज्जत्तोवरणे णो पभू पंचकंडयं निसिरित्तए, तं सद्दाहिणं तुमं पएसी ! जहा-अण्णो जीवे अण्णं शरीरं नो तज्जीवो तच्छरीरं । (रायपसेणइय ७५) HeartSHARE Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ એક આચાર્ય મહાપ્રજ્ઞ લિખિત, - અનેકા ભારતી પ્રકાશન | દ્વારા પ્રકાશિત અણમોલ ગ્રંથ : અહં કર્મવાદ અમૂર્તચિંતન મને જીતે જીત વિચારવું કેમ ? શ્રમણ મહાવીર મહાવીરનો પુનર્જન્મ & ષભ અને મહાવીર મહાવીરનું અર્થશાસ્ત્ર મહાવીરનું આરોગ્યશાસ્ત્ર મહાવીરની સાધનાનો મર્મ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ કોણે કહ્યું મન ચંચળ છે ? હું જ મારો ભાગ્યવિધાતા અવચેતન મનનો સંપર્ક સમસ્યા અને સમાધાન અધ્યાત્મની બારાખડી એસો પંચ ણમોક્કારો “ચેતનાનું ઊર્ધ્વરોહણ અનેકાન્ત : ત્રીજું નેત્ર સૂર્યકિરણ ચિકિત્સા મનનો કાયાકલ્પ મંજિલના મુકામ એકલા ચાલો રે ચિત્ત અને મન આપણા ઘરમાં આભામંડળ સમયસાર જૈન યોગ સંબોધિ Ind Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only