________________
૬.
કર્મવાદ અને આરોગ્ય
દૃશ્ય જગતમાં માત્ર શરીરની કક્ષાએ આરોગ્ય અને રોગનું ચિંતન થયેલું છે. કેટલુંક ચિંતન મનની કક્ષાએ પણ થયું છે. આયુર્વેદમાં સામાન્ય રીતે ત્રણ પ્રકારના રોગ સ્વીકૃત છે ઃ વાતિ, ઐત્તિક અને લૈષ્મિક, આર્યુવેદના કેટલાક આચાર્યોએ કર્મની કક્ષાએ પણ રોગોનું વિશ્લેષણ કર્યું છે. તેમણે સ્વીકાર્યું કે રોગોનો જનક પુણ્ય-પાપ પણ છે. તંજ્જો રોગઃ કર્મ યોગઃ- પુણ્ય પાપ દ્વારા ઉત્પન્ન રોગ એ કર્મજ રોગ છે. આ રીતે રોગ માત્ર વાતિક, ઐત્તિક અને શ્લેષ્મિક જ નથી હોતા, પરંતુ તે કર્મજ પણ હોય છે. કર્મજ રોગોનો સંબંધ વાત, પિત્ત અને કફ સાથે નથી હોતો. તેમનો સંબંધ પૂર્વજન્મકૃત કર્મો સાથે હોય છે, પુણ્ય-પાપ સાથે હોય છે. ભગવાન મહાવીરે કર્મવાદનું સર્વાંગીણ નિરૂપણ કર્યું અને વિવિધ કર્મોનાં વિવિધ પરિણામોની માહિતી આપી. જૈન દર્શન સમ્મત ચૌદ પૂર્વ ગ્રંથોમાં ‘કર્મપ્રવાહ’ નામનું પૂર્વ છે. તેમાં કર્મ અને તેનાં પરિણામોનું વિસ્તૃત વર્ણન મળે છે. આજે તે મહાગ્રંથ પ્રાપ્ત નથી, પરંતુ કર્મવિષયક જે સૂત્ર ઉપલબ્ધ છે, તેનું ગંભીર અધ્યયન કરવાથી રોગ, આરોગ્ય અને કર્મનું સંબંધસૂત્ર સહજ બુદ્ધિગમ્ય બની રહે છે. તેના અધ્યયન દ્વારા નવા-નવા આયામો ઉદ્ઘાટિત થાય છે.
ઘટના અને સુખ-દુઃખ
આપણું શરીર સુખ-દુઃખના અનુભવોનું સાધન છે, તે એક વાત છે. આપણે એનાથી આગળ જવું પડશે. સુખ-દુઃખનો અનુભવ
મહાવીરનું અસયશાસ્ત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org