________________
થતો નથી, વિષ સંચિત થતું નથી. માણસ સ્વસ્થ રહે છે. આ સહજ વિધિ છોડીને માણસો દવાઓની શરણાગતિ લે છે, પરંતુ દવાઓ ખાસ સફળ થતી નથી.
મોક-પ્રતિમા : શુદ્ધીકરણની પદ્ધતિ
પ્રાચીન જૈન સાહિત્યમાં ‘મોક-પ્રતિમા’નું વિવરણ મળે છે. તેનું તાત્પર્ય મૂત્રચિકિત્સાની પદ્ધતિ છે. તે બીમારીના શુદ્ધીકરણની પ્રક્રિયા છે. જેટલું મહત્ત્વ આહારનું છે એટલું જ મહત્ત્વ ઉત્સર્જનનું છે, ઉત્સર્જનનો અર્થ માત્ર મળનું ઉત્સર્જન જ નથી, પરંતુ કોશિકાઓમાં સંચિત સૂક્ષ્મ મળનું નિષ્કાસન પણ છે. આ નિષ્કાસન અનાહાર દ્વારા જ શક્ય છે. આહારનો વિવેક, ઉત્સર્જન અને અનાહાર આ ત્રણેય બાબતો આરોગ્યનાં મૂળ સાધનો છે. સંતુલિત ભોજન માત્રથી આરોગ્ય સારું રહી શકતું નથી. તેની સાથે સાથે અનશનની વાતને જોડીને જ આપણે આરોગ્ય પ્રાપ્ત કરી શકીશું.
આજના પોષણશાસ્ત્રીઓ તથા મહાવીરનાં આરોગ્ય સૂત્રો - બંનેને નજર સામે રાખીને જીવનચર્યા ચલાવીશું તો આરોગ્ય પ્રાપ્ત થશે. આહાર અને આરોગ્યને ભિન્નાર્થક માની શકાતાં નથી, તે બંને એકાર્થક બની જાય છે.
Jain Educationa International
કે મહાવીનું આàયશાસ્ત્ર
For Personal and Private Use Only
www.jainelibrary.org