SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન છે સંવર કાયોત્સર્ગ વગર ન તો મનની શુદ્ધિ થઈ શકે છે કે ન તો દિમાગની. તેનું પણ એક આધ્યાત્મિક, તાત્ત્વિક કારણ છે. આશ્રવ અને સંવર - આ બંને સમસ્યાઓ પેદા કરનાર છે. આશ્રવ માનસિક વિકૃતિ પેદા કરે છે અને ભાવાત્કમ વિકૃતિ પણ પેદા કરે છે. જ્યાં આશ્રવ હોય ત્યાં વિકૃતિ પેદા થશે જ. ડૉક્ટર કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સામે ખાંસી ખાતી હોય ત્યારે આપણે નાક ઉપર રૂમાલ ઢાંકી દેવો જોઈએ. કોઈને ઇન્ફેક્શન હોય તો સામેની વ્યક્તિએ નાક ઉપર રૂમાલ ઢાંકી દેવો જોઈએ. ડૉક્ટર જ્યારે ઓપરેશન કરે છે ત્યારે નાક ઉપર કપડું બાંધે છે. તેનું કારણ એ જ છે કે બીમારીનું સંક્રમણ ન થાય. નાક ખુલ્લું હશે તો શ્વાસની સાથે બીમારીનાં કીટાણુંઓ અંદર પ્રવેશી શકશે. નાક બંધ કરી લઈએ તો સંવર થઈ જાય. નાકનો સંવર કરવો જરૂરી છે. આશ્રવ સમસ્યાનું મૂળ છે. સંવર સમસ્યાનું સમાધાન છે. આપણા શરીરમાં આશ્રવ અનેક છે. આશ્રવોનો દરવાજો ખુલ્લો છે. શરીરના તમામ દરવાજા બંધ હોય તો મન કશું જ કરી શકતું નથી. શરીરનો યોગ ન મળે તો કશું જ ન થઈ શકે. મનોવર્ગણાને કોણ ગ્રહણ કરે છે ? વચનવર્ગણાને કોણ ગ્રહણ કરે છે ? શરીર કરે છે. જો શરીરનો કાયોત્સર્ગ થઈ જાય, શરીર શિથિલ બની જાય તો મનનો દરવાજો બંધ થઈ જશે, બીમારીઓનું દ્વાર પણ બંધ થઈ જશે. આ તાત્ત્વિક વાત આપણા માટે કેટલી બધી વ્યાવહારિક બને છે ! જિનભદ્રગણિએ ખૂબ મહાત્ત્વપૂર્ણ વાત કરી કે ચંચળતા એક જ છે અને તે છે શરીરની ચંચળતા. કાયાને બરાબર સાધી લીધી હોય તો મન સધાઈ જશે. વાણી સધાઈ જશે. અન્ય પણ સધાઈ જશે. કેવું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે આ ! જો આપણે તેનો બરાબર ઉપયોગ કરીએ, કાયાને સાધી લઈએ, કાયસિદ્ધિ કરી લઈએ અને સ્થિર રહેવાનું શીખી લઈએ તો અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળી જાય. રહસ્યપૂર્ણ પ્રયોગ કાયોત્સર્ગનો એક પ્રકાર છે – ઊર્ધ્વકાયોત્સર્ગ, ઊભા ઊભા કાયોત્સર્ગ કરો. ભગવાન મહાવીરે કાયાના ઉત્સર્ગના જે પ્રકારો મહાપીનું સોમ્યાત્ર ૧ ૧૧૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy