________________
અધ્યાત્મ
래미
બારોધને
થા સંબંધ
‘આરોગ્ય’ માનવીનું સૌથી પ્રથમ સુખ મનાયું છે. એનો અર્થ એ થયો કે અનારોગ્ય માનવીનું સૌથી પ્રથમ દુ:ખ છે. જે અધ્યાત્મ માનવીને તેનો પ્રથમ અધિકાર બક્ષે છે, તે ઉત્તમ અધ્યાત્મ છે.
આચાર્ય મલપ્રજ્ઞ અધ્યાત્મ-મનીષી છે તેમણે જગતને ધ્યાન અને યોગ વિશે વ્યાપક અને ગહન સમજ આપી છે. અધ્યાત્મ અને આરોગ્યને વળી શો સંબંધ ? એવો પ્રશ્ન જેને પજવતો હોય તે વ્યકિત પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરે તો એને તરત જ સમજાઈ જશે કે, અધ્યાત્મ અને આરોગ્ય અલગ નથી. એક જ સિક્કાની બે બાજુઓ છે. જેવું અન્ન તેવું મન અને જેવું મન તેવું ચિંતન, જેવું ચિંતન તેવું જીવન. આમ, આહાર અને આરોગ્ય અને અધ્યાત્મ પરસ્પરનાં પૂરક અને પોષક છે. આરોગ્યની માવજતમાં પાયાની બે બાબતો છે : આહર અને શ્વાસ. અહીં આચાર્યશ્રી મલપ્રજ્ઞજીએ આહ્વર અને શ્વાસને કેન્દ્રમાં રાખીને મૌલિક રીતે અધ્યાત્મચિંતન વ્યક્ત કર્યુ છે. આમ તો પ્રસ્તુત ગ્રંથમાં સંગૃહીત તમામ પ્રકરણો પ્રવચનો રૂપે વ્યક્ત થયાં હતાં, તેને ગ્રંથસ્થ કરીને પ્રવચનથી વંચિત રહેલા જિજ્ઞાસુઓ માટે આ પ્રેરણા ઉપલબ્ધ કરી આપી છે. ગુજરાતી વાચકો માટે શુભ લાગણીથી આ ગ્રંથના અનુવાદનું પ્રકાશન કરવા બદલ તથા આ પુનિત કાર્યમાં મને સદ્ભાગી બનાવવા માટે શ્રી શુભકરણ સુરાણાનો આભારી છું.
Jain Educationa International
D રોહિત શાહ
ડી-૧૧, રમણકલા એપાર્ટમેન્ટ, સંઘવી હાઈસ્કૂલ રેલવે ક્રોસિંગ પાસે, નારણપુરા, અમદાવાદ-૧૩. * ફોન : ૭૪૭૩૨૦૭
For Personal and Private Use Only
www.jainelibrary.org