SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ હૃદયરોગ અને તેના નિવારણની આ ચર્ચાનું સમાપન કરીએ. હૃદયરોગનાં ત્રણ મુખ્ય કારણો છે – અધ્યવસાય, આહાર, બાહ્ય નિમિત્ત. હૃદયરોગ – નિવારણનાં કેટલાંક સૂત્રો સ્પષ્ટ છે – અનેકાન્ત દૃષ્ટિકોણનો વિકાસ, કાયોત્સર્ગ, પ્રાણ અને અપાનનું સંતુલન. મંત્ર ચિકિત્સા, દીર્ઘશ્વાસપ્રેક્ષા, રંગ ચિકિત્સા. આજના વૈજ્ઞાનિકો એમ માને છે કે ધ્વનિ, પ્રકાશ અને રંગ આ તમામ એક જ જાતિનાં પ્રકંપનો છે. પ્રકાશનું ઓગણપચાસમું પ્રકંપન રંગ છે. ધ્વનિ પણ રંગ પેદા કરે છે. તેથી કહેવામાં આવે છે કે રંગને સાંભળી પણ શકાય છે અને ધ્વનિને જોઈ પણ શકાય છે. વિદ્યુત સાધનો દ્વારા આમ કરવું શક્ય છે. ધ્વનિ અને રંગ બંનેનો ગાઢ સંબંધ આપણા જીવન સાથે છે. લાડનૂની એક ઘટના છે. એક સાધ્વીનું લોહી ખૂબ પાતળું થઈ ગયું. તેમના નાકમાંથી સતત લોહી ટપક્વા લાગ્યું. અનેક ડૉક્ટરોને બતાવ્યું, ચિકિત્સા કરાવી છતાં કોઈ સમાધાન મળ્યું નહિ. એમ પ્રતીત થવા લાગ્યું કે હવે તેમનું જીવન બચવાનું મુશ્કેલ છે. સૌ નિરાશ થઈ ગયા. સાધ્વીએ કહ્યું કે, “આપ મને કોઈ ધ્યાન અને મંત્રનો પ્રયોગ બતાવો. મારા માટે હવે એ જ દવા બનશે.” મેં એક મંત્ર સાથે નીલા રંગનું ધ્યાન કરવાનો નિર્દેશ આપ્યો. સાધ્વીએ નિષ્ઠાપૂર્વક તે પ્રયોગ કર્યો. બે દિવસમાં જ ચમત્કાર જેવું અનુભવવા માંડ્યું. નાકમાંથી થતો રક્તસ્રાવ બંધ થઈ ગયો. જ્યાં ચિકિત્સાની પ્રચલિત વિધિઓ નિષ્ફળ ગઈ હતી, ત્યાં | મંત્ર અને રંગની ચિકિત્સા સફળ નીવડી. પ્રશ્ન ઉદ્ભવી શકે કે એવું શી રીતે બને? તેનું કારણ સ્પષ્ટ છે કે જે લોહી પાતળું પડી ગયું હતું તે નીલા રંગના ધ્યાનથી ગાઢું બની ગયું. તેથી રક્તનો સ્ત્રાવ બંધ થઈ ગયો. મંત્ર અને રંગના સમન્વયથી સઘળું શક્ય બની શકે છે. આ દિશામાં અન્વેષણ અને અનુસંધાન માટે ખૂબ અવકાશ છે. અપેક્ષા છે અનુસંધાન અને પ્રયોગની. હૃદયરોગના સંદર્ભમાં જે પ્રયોગ પ્રસ્તુત કરવામાં આવ્યા છે જો તેમને અપનાવીએ, પ્રાણ અને [ અપાનનું સંતુલન કરી શકીએ તો હૃદયરોગની સંભાવનાને નિર્મૂળ જે કરી શકાય તેમ છે. કા કા મહાવીરનું માંરોલિશાસ્ત્ર ૭ ના બાળકો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy