________________
આહાર અને આરોગ્ય
જીવન અને આહાર પર્યાયવાચક શબ્દ છે. આહાર છે તો જીવન છે અને જીવન છે તો આહાર છે. આહાર નથી તો જીવન પણ નથી. આરોગ્ય અને આહાર પર્યાયવાચક છે. આહારનો વિવેક ન હોય તો આરોગ્ય પણ નહિ હોય. જ્યાં આરોગ્ય છે ત્યાં નિશ્ચિતરૂપે આહારનો વિવેક હશે જ. આહાર અને અનશન
સ્વસ્થ જીવન માટે ત્રણ વાતો આવશ્યક છે – આહાર, ઉત્સર્જન અને અનશન. આહાર અને અનશનને છૂટા પાડી શકાતા નથી. સ્વસ્થ રહેવા માટે જેટલું ધ્યાન આહાર તરફ આપવાનું હોય છે એટલું જ ધ્યાન અનશન તરફ પણ આપવાનું રહે છે. જો માત્ર આહાર ઉપર ધ્યાન આપીએ અને અનશન ઉપર ધ્યાન ન આપીએ તો આરોગ્ય દુર્લભ બની જશે. વર્તમાનમાં સંતુલિત ભોજનની રીતો પ્રકાશિત થાય છે. તેના આધારે સંતુલિત ભોજનનો પ્રયત્ન થાય છે. એટલું યાદ રાખવું જોઈએ કે દરેક ખાદ્યવસ્તુમાં અમૃતની સાથેસાથે ઝેર પણ હોય છે. કોઈ પણ વસ્તુ એવી નથી કે જેને આપણે માત્ર ઝેર અથવા માત્ર અમૃત કહી શકીએ. જે ઝેર છે તેમાં અમૃત પણ છે અને જે અમૃત છે તેમાં ઝેર પણ છે. - મહત્ત્વ ઉત્સર્જનનું - આરોગ્યનો સંબંધ માત્ર સંતુલિત ભોજન અને પોષકતત્ત્વોની દ પૂર્તિ સાથે જ નથી, પરંતુ તેની સાથે જમા થતા ઝેરના નિષ્કાસન સાથે પણ છે. ઉત્સર્જન ખૂબ મહત્ત્વપૂર્ણ છે.
મહાવીરનું આરોગ્યણાસ્ત્ર * ૮૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org