________________
આચાર્ય મલયગિરિએ સ્પષ્ટરૂપે સમજાવ્યું છે કે જ્યારે જ્યારે - અનિષ્ટ પુગલો ગ્રહણ થાય છે ત્યારે ત્યારે હૃદયરોગ વગેરે જેવી અનેક ભયંકર બીમારીઓ પેદા થાય છે, મનનો ઉપઘાત થાય છે. જ્યારે જ્યારે શુભ પુદ્ગલો ગ્રહણ થાય છે ત્યારે ત્યારે પ્રસન્નતા, પ્રફુલ્લતા વિકસિત થાય છે, આરોગ્યને લાભ થાય છે. રંગ અને આરોગ્ય
રંગ માનવીનું જીવન છે. રંગ વગર માણસ જીવી શકતો નથી, સ્વસ્થ રહી શકતો નથી. રંગોની ઊણપ એટલે આરોગ્યની ઊણપ. રંગોની અધિકતા એટલે આરોગ્યની ન્યૂનતા. સંતુલિત રંગ એટલે આરોગ્યને લાભ. રંગોનું ગ્રહણ આરોગ્યના માધ્યમ દ્વારા થાય છે. શરીરમાં લાલ રંગની ઊણપ હોય તો અપચો, કબજિયાત, અનિદ્રા જેવી બીમારીઓ પેદા થાય છે. પીળા રંગની ઊણપ હોય તો પાચનતંત્ર અસ્તવ્યસ્ત થઈ જાય છે, યકૃત અને ઉદરની નાડીઓ ઉપર તેની અસર પડે છે. લીલારંગની ઊણપથી શરીરમાંથી વિજાતીય પદાર્થોનું નિસ્સરણ યોગ્ય રીતે થતું નથી. પ્રત્યેક રંગ શરીર ઉપર પ્રભાવ પાડે છે. રંગોની ઊણપ પણ શરીરને પ્રભાવિત કરે છે અને રંગોની અધિકતા પણ શરીરને પ્રભાવિત કરે છે. રશ્મિ ચિકિત્સા અથવા સૂર્ય ચિકિત્સામાં રંગોનું સંતુલન પેદા કરવામાં આવે છે. રંગોના સંતુલન દ્વારા જ બીમારીઓની ચિકિત્સા કરવામાં આવે છે. જો મનોભાવ અસંતુલિત હોય, અનિદ્રા કે અતિનિદ્રા હોય અથવા કોઈ શારીરિક, માનસિક કે ભાવનાત્મક બીમારી હોય તો રંગીન શ્વાસના ધ્યાનનો પ્રયોગ કરાવવામાં આવે છે. તેની પ્રક્રિયા આ પ્રમાણે છે – આપણે કલ્પના કરીએ કે શરીરની ચારે તરફ પીળો, લાલ, નારંગી વગેરે રંગો ફેલાયેલા છે. આપણે કોઈ એક રંગની કલ્પના કરીશું તો તે રંગ પ્રગટ થઈ જશે. આપણે એમ વિચારીએ કે આપણો શ્વાસ અમુક રંગનો બની રહ્યો છે. અમુક રંગના પરમાણુ
શ્વાસમાં વિશેષ પ્રમાણમાં આવી રહ્યા છે. શ્વાસ લેતાં જ તે રંગની - પૂર્તિ થઈ જશે.
આ રંગીન શ્વાસની પ્રક્રિયાનો આધાર મહાવીરનો લેશ્યા સિદ્ધાંત છે. જેવી રીતે લેશ્યા ધ્યાનમાં રંગોનું ધ્યાન કરવામાં આવે વિકાસ શાખા જતા મહાવીરનું રોકાણા મા મો. નોકરી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org