SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે તે અનિષ્ટ પુગલ છે. જ્યારે જ્યારે મન સારા વિચાર કરે છે, ઈષ્ટ પુદ્ગલોને લે છે, ત્યારે ત્યારે મનની પ્રફુલ્લતા અને પ્રસન્નતા વધે છે. સાથોસાથ શરીર પણ સ્વસ્થ બને છે. જ્યારે જ્યારે મન ખરાબ વિચાર કરે છે, ઈર્ષા, કલહ અને નિંદાના વિચાર કરે છે, બીજા લોકોને પછાડવાનું ચિંતન કરે છે ત્યારે ત્યારે અનિષ્ટ પુદ્ગલોનું ગ્રહણ થાય છે. તેનાથી મનની સમસ્યાઓ ગુંચવાય છે અને શરીર પણ અસ્વસ્થ બને છે. મનના સંદર્ભમાં બે શબ્દો અત્યંત મહત્ત્વના છે – સત્ય મનોયોગ અને અસત્ય મનોયોગ. જ્યારે આપણે સત્યની શોધમાં મનની પ્રવૃત્તિ કરીએ છીએ અથવા મનની પ્રવૃત્તિ યથાર્થમાં થાય છે ત્યારે સત્ય મનોયોગ થાય છે. જ્યારે જ્યારે આપણે અસત્યમાં મનની પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે ત્યારે અસત્ય મનોયોગ થાય છે. આ સત્ય મનોયોગ માનસિક સ્વાથ્ય માટે ઔષધ છે. શરીર અને મન બંને માટે ટોનિક છે. જ્યારે અસત્ય મનોયોગ થાય છે ત્યારે શરીર અને મન બંનેની શક્તિનો નાશ થાય છે. મનોબળની ઊણપ | આજની મુખ્ય સમસ્યા છે. માનસિક તનાવથી પણ આજનો માણસ ઘેરાયેલો છે. જો મનની પ્રવૃત્તિ સત્યમાં વધી જાય તો આ સમસ્યાઓમાંથી મુક્તિનું સૂત્ર મળી જાય. ભાવ અસ્તિત્વનું છઠ્ઠું તત્ત્વ ભાવ છે. શરીર પૌગલિક છે, ઇન્દ્રિય રચના અને શ્વાસ પૌગલિક છે. મન અને પ્રાણ પણ પુગલ સાથે જોડાયેલાં છે. ભાવ આત્મા અથવા ચેતના સાથે જોડાયેલો છે. આપણી ભાવનાઓ ભીતરમાંથી આવે છે. બહાર સાથે તેનો કોઈ સંબંધ નથી. રહેતો. ભાવ જગત ભીતરનું જગત છે. તે સ્વાથ્ય માટે ચાવીનું કામ કરે છે. મન ખરાબ વિચાર શા માટે કરે છે ? સારા વિચાર શા માટે કરે છે ? ઈષ્ટ પુગલનું ગ્રહણ શા માટે કરે છે? અનિષ્ટ છે. પુદ્ગલનું ગ્રહણ શા માટે કરે છે? મનનો નિયામક અને સંચાલકો કોણ છે ? મનનો નિયામક છે ભાવ. મનના સારા અથવા ખરાબ, કાર્ય માટે જવાબદાર છે ભાવ. જેવો ભાવ તેવું મન. ભાવ મનને સંચાલિત કરે છે. વર્તમાન મેડિકલ સાયન્સની દૃષ્ટિએ ભાવની કે હજી માળીનું માણેક્ષણાત્રિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy