________________
લાગે તો જીવનશક્તિ ઓછી થશે. આરોગ્ય ઉપર તેની અસર પડશે. તેથી વાણીસંયમનું વિધાન કરવામાં આવ્યું છે. કહેવાયું છે કે તમે ભાષા પર્યાપ્તિ પાસેથી પણ વધારાનું કામ ન લેશો. જે પશુ બે ક્વિન્ટલ ભારનું વહન કરતું હોય તેની પીઠ ઉપર પચાસ ક્વિન્ટલ ભાર લાદવા જેવી વાત થશે. એટલો જ ભાર લાદવો જોઈએ કે જેટલો તે સામાન્ય રીતે વહન કરી શકે. માણસ એટલું બધું બોલે છે, એટલું બધું અનાવશ્યક બોલે છે કે ભાષા પર્યાપ્તિ પ્રભાવિત થઈ જાય છે. ભાષા પર્યાપ્તિનું કામ પુદ્ગલોને ગ્રહણ કરવાનું છે. આખરે તે ગ્રહણ અને વિસર્જન કેટલું કરશે? આરોગ્ય અને સંયમ
આહાર પર્યાપ્તિને પણ આરામની જરૂર છે. તેથી જ કહેવામાં આવ્યું કે આહારનો સંયમ કરો, આખો દિવસ ખાતા ન રહો. શરીર પર્યાપ્તિને પણ આરામની જરૂર છે તેથી આખો દિવસ પ્રવૃત્તિ ન કરવી જોઈએ. ઇન્દ્રિય પર્યાપ્તિને આરામની જરૂર છે તેથી આખો દિવસ ઈન્દ્રિયો પાસેથી કામ ન લેવું જોઈએ. શ્વાસને આરામની જરૂર છે તેથી જલદી જલદી શ્વાસ લેવાને બદલે તેને પણ આરામ આપો. શ્વાસ લેવો જરૂરી તો છે કારણ કે શ્વાસ વગર માણસ જીવી નથી શકતો.
એક માણસ મૃત્યુ પામ્યો. બીજાએ પૂછ્યું, “ભાઈ, તે કેવી રીતે મૃત્યુ પામ્યો ?' બીજાએ કહ્યું, “અરે, તમે જાણતા નથી ? આ માણસ ખૂબ ભૂલકણો હતો. કદાચ તે શ્વાસ લેવાનું ભૂલી ગયો હશે તેથી મૃત્યુ પામ્યો.”
એમ નથી કહી શકાતું કે શ્વાસ ન લેશો, પરંતુ એટલો વિવેક તો અવશ્ય હોવો જોઈએ કે શ્વાસને પણ આરામ આપીએ, શ્વાસનો પણ સંયમ કરીએ. ક્યારેક ક્યારેક શ્વાસને રોકી લઈએ. જે વ્યક્તિ શ્વાસનો સંયમ કરે છે તેની જીવનશક્તિ વધે છે. પોતાના આવેશો દ્વારા શ્વાસને એટલો વેગ ન આપો કે જેથી જીવનશક્તિ ઓછી થઈ ન જાય. શ્વાસસંયમ આવેશ-નિયમનનો અચૂક પ્રયોગ છે.
ભાષાનો પણ સંયમ કરો. આખો દિવસ બોલ બોલ ન કરો. જ મનનો સંયમ કરો. બહુ વિચારો ન કરો. બહુ વિચારશો તો મનઃ આ પર્યાપ્તિને પણ ખલેલ પહોંચશે. વ્યક્તિ વધુ પડતું ચિંતન કરે તો
કરી મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + 13 રાક કિ કી
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org