________________
તેના મનનું તંત્ર બગડી જાય છે. વધુ પડતું વિચારનાર, રાત-દિવસ વિચારનાર, મનને આરામ ન આપનાર મૃત્યુના ઉબરે પોતાનો પગ મૂકી દે છે. આરોગ્ય માટે એ જરૂરી છે કે મનઃ પર્યાપ્તિની વ્યવસ્થા કરો, મનનો સંયમ કરો.
ભગવાન મહાવીરે અનેક પ્રકારના સંયમ બતાવ્યા, તેમાં છ પ્રકારના સંયમ આરોગ્યની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વના છે ઃ આહારનો સંયમ, શરીરનો સંયમ, ઇન્દ્રિયોનો સંયમ. શ્વાસનો સંયમ, ભાષાનો સંયમ અને મનનો સંયમ. જે વ્યક્તિ તેમનો સંયમ કરે છે, આ પર્યાપ્તિઓની વ્યવસ્થામાં હસ્તક્ષેપ નથી કરતી અને તેમને પોતાનું કામ પોતાની રીતે કરવા દે છે તે વ્યક્તિનું આરોગ્ય ખૂબ સારું રહે છે. આપણે આરોગ્યનાં સૂત્રો વિશે વિચાર કરતી વખતે આ છ પર્યાપ્તિઓને ન ભૂલવી જોઈએ. તેમને ભૂલીને આરોગ્ય વિશે વિચાર કરીશું અને સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરીશું તો કદાચ સફળ નહિ થઈએ. જ્યારે આપણે આ છ પર્યાપ્તિઓમાં ખૂબ હસ્તક્ષેપ કરીએ છીએ ત્યારે એક પ્રકારનું પ્રદૂષણ પેદા થાય છે, બીમારીનું જોખમ વધી જાય છે. આરોગ્ય પ્રત્યે જાગરુક રહેનાર વ્યક્તિ પર્યાપ્તિજીવનશક્તિનું રક્ષણ અને સંવર્ધન કરવાનો પ્રયત્ન કરે છે તેથી આરોગ્યની ચાવી તેના હાથમાં આવી જાય છે.
Jain Educationa International
મહાવીરનું આગ્યશાસ્ત્ર * ૪૪
For Personal and Private Use Only
www.jainelibrary.org