SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયોગ ક૨. જે બીમારીઓ છે તેને બહાર ફેંકી દે.” આ શબ્દોનો અનુભૂતિ સહિત પુનરોચ્ચાર કરવામાં આવે છે. સમગ્ર શરીર ઉપર ” આ પદ્ધતિનો પ્રયોગ કરવામાં આવે છે. અનુપ્રેક્ષા એક સુરક્ષા કવચ છે. જૈન સાધકોએ એ સ્વરૂપે ઉપયોગ કર્યો છે પરંતુ તેનો આરોગ્ય અને પરિવર્તનની દૃષ્ટિએ ઉપયોગ થયો નથી. માથાથી શરૂ કરીને પગ સુધી ચોવીસ તીર્થકરોની સ્મૃતિ અથવા સ્તુતિ કરતાં કરતાં પ્રત્યેક અવયવ ઉપર ધ્યાન કરવામાં આવે છે. તેના કારણે શરીરનું સુરક્ષાકવચ બની જાય છે. કોઈ પણ મંત્રની સાધના કરનાર મંત્રસાધના માટે બેસે છે ત્યારે સૌ પ્રથમ સુરક્ષા-કવચનું નિર્માણ કરે છે. સાધનામાં વિનો આવ્યા કરે છે અને તે વિનોના નિવારણ માટે શરીરના પ્રત્યેક અવયવનું કવચ બનાવી લે છે. અનુપ્રેક્ષાના આ સિદ્ધાંતનો સુરક્ષા-કવચ રૂપે પ્રયોગ કર્યો, પરંતુ ભાવચિકિત્સા રૂપે નથી કર્યો. એમ કહેવામાં આવ્યું કે માથાને જુઓ અને ઋષભનું ધ્યાન કરો, ભાવના કરો કે ઋષભનાથ મારા માથાની રક્ષા કરે. જો તેની સાથે એ પ્રયોગ થયો હોત કે માથાની તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ રહી છે, માથું સ્વસ્થ થઈ રહ્યું છે; તો આરોગ્યનો પ્રશ્ન પણ ઉકલી ગયો હોત. માથાથી પગ સુધી સુરક્ષા-કવચની સાથોસાથ આરોગ્યનું કવચ પણ બનાવવામાં આવ્યું હોત તો એક નવી પદ્ધતિ વિકસિત થઈ ગઈ હોત. પરંતુ એવો પ્રયોગ થયો નહિ. પશ્ચિમના લોકોએ તેનો આરોગ્યના સંદર્ભમાં પ્રયોગ કર્યો. તેઓ એક રહસ્યને પકડે છે અને તેને એક પદ્ધતિના સ્વરૂપમાં વિકસિત કરી દે છે. ઑટોજેનિક ટ્રેનિંગ અનુપ્રેક્ષા પદ્ધતિની જ સંવાદી પ્રણાલી છે. આ પદ્ધતિના આધારે અનેક દેશોમાં પ્રયોગો ચાલી રહ્યા છે. જાપાનમાં આ પદ્ધતિનો ઘણો બધો ઉપયોગ થયો છે. તેના દ્વારા તેમને ભૌતિક ક્ષેત્રમાં સફળતા મળી છે, સામાજિક ક્ષેત્રમાં સફળતા મળી છે અને સાથેસાથે સાધનાનું ક્ષેત્ર પણ વિકસિત થયું છે. સંકલ્પશક્તિનો પ્રયોગ અનુપ્રેક્ષા સિદ્ધાંતનું એક સૂત્ર છે સંકલ્પશક્તિનો પ્રયોગ - મંત્ર સંકલ્પ હોય છે. જે વ્યક્તિએ સાચા મનથી સંકલ્પ કર્યો હશે તેને આ સમસ્યાનું સમાધાન મળશે. રાજસ્થાનમાં કહેવાય છે કે સંકટની ક્ષણે ડી . મહાવીરનું માગ્યશાસ્ત્ર + 12 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy