SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સંવેદનશીલ હોય છે. તે ભાવનાઓને પેદા કરે છે. હકીકતમાં મસ્તિષ્ક ઉપર મનનું પણ નિયંત્રણ નથી અને ભાવનું પણ નિયંત્રણ નથી. અનેકાન્તની દૃષ્ટિએ ફલિત થાય છે કે મસ્તિષ્ક ઉપર નિયંત્રણ છે ચિત્તનું. એના જ આધારે એક શબ્દ બની ગયો – સાઈકોસોમેટિક – મનોકાયિક બીમારી. વાસ્તવમાં મનોકાયિક બીમારી નથી, ઐત્તિકકાયિક રોગ છે. આપણા આ શરીરમાં સૌથી વધુ નિયામક, સંચાલક સાઈક-ચિત્ત છે. ચિત્ત મસ્તિષ્ક ઉપર નિયંત્રણ કરે છે અને મસ્તિષ્ક મન ઉપર, ભાવ ઉપર, શરીર ઉપર તથા શરીરની પ્રત્યેક ક્રિયા ઉપર નિયંત્રણ કરે છે. રોગીને જોઈએ આ સંદર્ભમાં એ સિદ્ધાંત મહત્ત્વનો છે કે રોગીને જુઓ, રોગને ન જુઓ. રોગીની ચિકિત્સા કરો, રોગની ચિકિત્સા ન કરો. અવયવીની ચિકિત્સા કરો, અવયવની ચિકિત્સા ન કરો. આપણે સમગ્રતયા વિચાર કરીએ, મન અને ભાવના વિશે વિચાર કરીએ તો અનેક રોગોના ઊંડાણ સુધી પહોંચવાની તક મળે છે. એક વ્યક્તિ હૃદયરોગથી પીડિત છે. બીજી વ્યક્તિને જઠરનું કેન્સર છે. ત્રીજી વ્યક્તિ ડાયાબિટીસની બીમારીથી પીડિત છે. આ બધી ભયંકર બીમારીઓ છે. જો આપણે તેમની માત્ર શરીરના આધારે જ ચિકિત્સા કરવા ઇચ્છીએ તો તે બહુ મોટી ભૂલ ગણાશે. આપણે ભાવના સુધી જવું પડશે. રોગી કઈ ભાવનાવાળો છે એ દૃષ્ટિએ એના રોગ વિશે વિચાર કરીએ તો કદાચ ખૂબ ઝડપથી ચિકિત્સા થશે અને રોગી ખૂબ જલદી સ્વસ્થ થવા લાગશે. ગણાધિપતિ તુલસી બીદાસરમાં પ્રવાસ કરી રહ્યા હતા. તેમને શ્વાસનો પ્રકોપ થવા લાગ્યો. જયપુરથી ડૉ. મહેતા પધાર્યા. તેમણે નિદાન કર્યું અને કહ્યું કે, “હવે પછી આપ એક કિલોમીટરથી વધુ પદયાત્રા કરી શકશો નહિ.” પરંતુ ત્યાર પછી પૂજ્ય ગુરુદેવે હજારો કિલોમીટરની પદયાત્રા કરી લીધી. આ પ્રશ્ન અત્યંત મહત્ત્વનો છે કે કેવા પ્રકારના રોગીને આ કયા પ્રકારનો રોગ છે. જેનું મનોબળ પ્રબળ હોય, જેનામાં આત્માની પવિત્રતા હોય તે દસ દિવસમાં જ રોગ ઉપર વિજય છે મેળવી લેશે. જેનું મનોબળ નબળું હોય, જેની ભાવના મલિન મુકેલ જ મહાટિનું આરોગ્યશાસ્ત્ર - ૪t , , Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy