________________
હોય, જેનામાં આત્મબળનો અભાવ હોય તેવી વ્યક્તિને દસ દિવસમાં જ મટી જનારો રોગ દસ મહિના સુધી પણ મટશે નહિ, દસ વર્ષે પણ મટશે નહિ. એ નિર્ણય કરવો આવશ્યક છે કે કેવા પ્રકારના રોગીને કેવા પ્રકારનો રોગ છે. માત્ર રોગના આધારે જ ચિકિત્સા થઈ શકતી નથી. બંનેને એકસાથે સમગ્રતાની દૃષ્ટિએ જોવાનાં રહે છે. રોગીનું શરીર કેવું છે, તેની પ્રાણશક્તિ કેવી છે, તેનું આધ્યત્મિક બળ કેવું છે, તેનું કર્મશરીર કેવું છે, તેના ભાવ કેવા છે, તેના મનનું બળ કેવું છે ? આ બધી બાબતોના સંદર્ભમાં નિર્ણય કરીએ તો આપણો નિર્ણય ઉચિત ગણાશે. નહિતર સાચો નિર્ણય થઈ શકશે નહિ. એવા અનેક લોકો છે કે જે એમ કહે છે
અમે અનેક રીતે નિદાન કરાવ્યું છતાં બીમારીની ખબર પડી નહિ. શા માટે ખબર ન પડી ? બહુ મોટી સમસ્યા છે. એનું કારણ એકાંતવાદી દૃષ્ટિકોણ જ માલૂમ પડે છે. જો અનેકાન્તવાદી દૃષ્ટિકોણ હોય તો બીમારીની ખબર પડી શકે છે. ઑર્ગેન (અવયવ) ઉપર કોઈ બીમારી હોય તો તે યંત્ર બતાવી દેશે. બીમારી માટે એટલું જ પર્યાપ્ત નથી. એથી વિશેષ જોવું પડશે કે ભાવ અને મનોબળ કેવાં છે ? જે વ્યક્તિમાં એ ભાવના પ્રબળ બની જાય છે કે મારા રોમેરોમમાં આનંદ પ્રવાહિત છે, તે પછી દુઃખ અને નિરાશાનો અનુભવ કરતી નથી. ભલે તે રોગ ગમે તે કારણે આવ્યો હોય છતાં એ રોગ ટકી શકતો નથી. તેની રોગ-પ્રતિરોધક શક્તિ એટલી બધી પ્રબળ બની જાય છે કે ત્યાં રોગની સ્થિતિ ટકી શકતી જ નથી.
અરોગીને રોગ થતો નથી
આપણે આ પ્રસંગે રોગને રોકવાનો વિચાર કરીએ. એલોપેથિક ચિકિત્સા પદ્ધતિમાં જર્મ્સ, વાયરસ વગેરેને રોગનાં આગંતુક તત્ત્વો સમજવામાં આવે છે. દુર્ઘટનાની વાત બાજુએ રાખીએ તો શરીરમાં ઉત્પન્ન થતા રોગો માટે તેમને મુખ્ય કારણ માનવામાં આવે છે. હોમિયોપેથી તેનું કારણ જુદું બતાવે છે. પ્રાકૃતિક ચિકિત્સા કરનારા લોકો બીમારીનું એક જ કારણ માને છે કે આપણા ઉદરમાં જે વિજાતીય તત્ત્વો છે અથવા તો આપણા શરીરમાં જે વિજાતીય તત્ત્વો છે તે વિજાતીય તત્ત્વો એકઠાં થાય તે બીમારી છે અને તે અલગ રહે મહાવીનું આત્રેયશાસ્ત્ર * ૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org