________________
અવયવો પોતાનું કામ કરવાનું બંધ કરી દે છે અને અસમયે જ વ્યક્તિ મૃત્યુ પામે છે. અકાળ મૃત્યુનું એક કારણ છે અધ્યવસાન, રાગ-દ્વેષની તીવ્રતા. અંતઃકરણમાં તીવ્ર આવેશ ઊભરાય, પ્રબળ આક્રોશ જાગે, હૃદયની ગતિ એટલી બધી પ્રબળ બની જાય કે વ્યક્તિના અકાળ મૃત્યુનું તે કારણ બની જાય. જો અકાળ મૃત્યુ ન થાય તો તે અધ્યવસાય વ્યક્તિને ખૂબ કમજોર બનાવી મૂકે છે. આપણા શરીરના અનેક અવયવો ઉપર અધ્યવસાયનો પ્રભાવ પડે છે. હૃદય ખૂબ સંવેદનશીલ છે. ભાવના થકી તે ખૂબ પ્રભાવિત થાય છે. તીવ્ર ક્રોધ આવે ત્યારે હૃદય પ્રભાવિત થઈ જશે. ક્યારેક ક્યારેક તે હૃદયને એટલું બધુ પ્રભાવિત કરે છે કે તત્કાળ હાર્ટએટેક થઈ જાય છે અને વ્યક્તિ મૃત્યુ પામે છે.
લોભનો તીવ્ર વેગ પણ હૃદયને દુર્બળ બનાવે છે. જો લોભ વધુ પડતો તીવ્ર બને તો હૃદયાઘાતને કારણે મૃત્યુ પણ આવી શકે છે. ભયનો તીવ્ર વેગ પણ એવી જ સ્થિતિ પેદા કરે છે. રાજસ્થાની ભાષાનું એક પ્રસિદ્ધ સૂક્ત છે - ‘ધસકો પડગ્યો’ ભયનો વેગ એટલો બધો આવે કે હૃદય બંધ થઈ જાય અને માણસ મૃત્યુ પામે. ક્યારેક ક્યારેક કોઈ ભયાનક ચહેરો દેખાય છે ત્યારે વ્યક્તિ ભયાક્રાંત થઈ ઊઠે છે. ક્યારેક ક્યારેક તે સ્વપ્નામાં પણ ભયંકર સ્થિતિમાં પહોંચી જાય છે. કોઈ વ્યક્તિ જાગૃત અવસ્થામાં બેઠી હોય, એકાએક અંધારું છવાઈ જાય, રૂમમાં પડેલી કોઈ ચીજ દેખાય નહિ અને એવી કલ્પના જાગે કે કોઈ ભૂત આવ્યું છે એમ વિચારતાં જ હૃદય ત્યાં જ બંધ પડી જાય છે. ઘૃણાનો વેગ પણ ભારે ખતરનાક હોય છે. ધૃણા પણ હૃદયને કમજોર બનાવે છે, જેટલી ભાવાત્મક પ્રતિક્રિયાઓ છે તે તમામ પ્રતિક્રિયાઓ હૃદયને દુર્બળ બનાવે છે. ધમનીઓનું સંકોચાઈ જવું, ધમનીઓમાં લોહીના ગઠ્ઠા જામી જવા વગેરે હૃદયરોગનાં કારણો છે. પરંતુ ભાવનાત્મક પ્રતિક્રિયા તો સૌથી વધુ ખતરનાક છે. હૃદયરોગનું એક કારણ યોગ્ય શ્રમનો અભાવ પણ છે. જો શરીરને યોગ્ય શ્રમ ન મળે તો પ્રત્યેક અવયવ નબળો પડે છે. જે અવયવને જેટલો શ્રમ મળવો જોઈએ તેટલો ન મળે તો ધીમે ધીમે તે નિષ્ક્રિય થતો જાય છે.
મહાવીનું આધ્યેયશાસ્ત્ર * ૧૪૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org